________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨
૭૩
તેઓની તે ઉપદેશની પ્રવૃત્તિ પુણ્યનો હેતુ છે. કેવલીને પૂર્ણ જ્ઞાન છે અને કેવલીના વચનાનુસાર ઉપદેશ આપનારમાં પણ કેવલીના વચનથી થયેલું સમ્યજ્ઞાન છે અને કેવલી રાગાદિથી આકુળ નહિ હોવાથી સમાધિથી યુક્ત છે અને કેવલીના વચનથી બોધ પામેલા છબસ્થ ગીતાર્થ સાધુ પણ કેવલીના ઉપદેશથી ભાવિત મતિવાળા હોવાથી સમાધિયુક્ત છે તેથી કેવલી કે કેવલીના વચનને અનુસરનારા ગીતાર્થ સાધુઓ શ્રુત ચારિત્રરૂપ સમસ્ત ધર્મનો ઉપદેશ યોગ્ય જીવોને આપે છે. તેઓ સંસારથી તરેલા છે અને તેઓ પોતાને અને અન્યને તારે છે તેથી કેવલી અને કેવલીના વચનને અનુસરનાર એવા છદ્મસ્થના ઉપદેશને સાંભળવાની તીવ્રરુચિ તે “ઉપદેશરુચિસમ્યક્ત' છે અથવા તેવા ઉપદેશને સાંભળવાથી થયેલા બોધમાં તીવ્રરુચિ તે ઉપદેશરુચિસમ્યક્ત છે. ઉપદેશમાં કે ઉપદેશજન્યબોધમાં રુચિ કહી તે રુચિ શું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
તે રૂચિ “સંશયવ્યાવર્તકતાવચ્છેદક ધર્મવિશેષ છે. અર્થાત્ જેઓને સ્થિર નિર્ણય થયો છે કે કેવલીના વચનમાં લેશ પણ વિપરીતતા નથી. માટે કેવલીનું વચનએકાંતે શુદ્ધ છે. તેથી તેઓને કેવલીના વચનમાં રુચિ છે અને તે રુચિ કેવલીના વચનમાં નિઃસંદેહ બુદ્ધિવાળી છે. અથવા કેવલીના વચનથી થતા બોધમાં સંશય નથી કે “આ બોધ અનુસાર હું પ્રવૃત્તિ કરીશ તો મારું હિત થશે કે નહિ ?' પરંતુ સ્થિર નિર્ણય છે કે આ બોધ અનુસાર કરાયેલી ઉચિત પ્રવૃત્તિ સંસારની સર્વ કદર્થનાનો અંત કરીને કલ્યાણની પરંપરા દ્વારા પૂર્ણ સુખમય મોક્ષની પ્રાપ્તિનું અવશ્ય કારણ છે. તેથી તેઓના બોધમાં વર્તતી રૂચિ સંશયનો વ્યાવર્તક એવો ધર્મ વિશેષ છે અર્થાત્ તે રુચિ નિઃસંદેહ બુદ્ધિનું કારણ છે. ૩. આજ્ઞારુચિસમ્યક્ત :
જે જીવોમાં દેશથી રાગાદિ નાશ પામેલા છે તેથી સર્વશનો વચનાનુસાર ધર્માનુષ્ઠાન કરવાની રૂચિ છે તે જીવો આજ્ઞારુચિવાળા છે. અને આવા જીવો અસદ્ગહ વગરના હોવાથી દેશથી રાગાદિ દોષરહિત છે અને તેઓ સર્વજ્ઞના વચનાનુસાર ચાલનારા આચાર્યની આજ્ઞાથી ધર્માનુષ્ઠાન કરવાની રુચિવાળા છે તેથી તેઓ જે જે અનુષ્ઠાન કરે છે તે સર્વ અનુષ્ઠાનોને જિનવચનાનુસાર સંપાદન કરવાનું કારણ તેઓની ધર્માનુષ્ઠાનની રુચિ છે. જેમ માપતુષાદિ મુનિઓ ગુણવાન એવા ગુરુને પરતંત્ર થઈને ધર્માનુષ્ઠાન કરવાની રુચિવાળા હતા તેથી તેઓનું સેવાયેલું ધર્માનુષ્ઠાન સમ્યક સંપાદન થવામાં તેઓમાં વર્તતી આજ્ઞારુચિ કારણ હતી. અને આવા જીવોને ભગવાનનું વચન સર્વદોષરહિત છે તેવી બુદ્ધિ હોય છે તેથી સર્વ દોષ રહિત આજ્ઞા મૂલપણું ભગવાનના વચનમાં છે માટે ભગવાનના વચનમાં અપ્રામાણ્યની શંકા તેઓને થતી નથી તેથી સર્વ ઉચિત અનુષ્ઠાનમાં તેઓને જિનવચનાનુસાર કરવાની રુચિ થાય છે. ૪. સૂત્રરુચિસખ્યત્વ :
કોઈ મહાત્મા સૂત્રનો અભ્યાસ ફરી ફરી કરતા હોય તેનાથી તે સ્ત્ર વિષયક વિશિષ્ટ કોટિનો સૂક્ષ્મબોધ થાય છે. જેના કારણે જીવાજીવાદિ પદાર્થના વિષયને સ્પર્શનારી સૂક્ષ્મરુચિ ઉત્પન્ન થાય છે તે સૂત્રરુચિસમ્યક્ત છે.