________________
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૧. નિસર્ગરુચિસખ્યત્વ :
કોઈ જીવને જીવાજીવાદિ નવ પદાર્થની રુચિ ઉપદેશ નિરપેક્ષ થાય તો તે રુચિ “નિસર્ગરુચિસમ્યક્ત” છે. આમ, છતાં તે નવ પદાર્થોનો શબ્દબોધ કરીને વ્યવહારથી માત્ર જીવાજીવાદિ નવપદાર્થ વિષયક રુચિ હોય તો તે રૂચિ સમ્યગ્દર્શન નથી. પરંતુ જીવાજીવાદિ નવ પદાર્થો વિષયક શુદ્ધનય સાપેક્ષ વ્યવહારનયથી રુચિ હોય તો તે “નિસર્ગરુચિસમ્યક્ત' છે તે બતાવવા માટે ભૂતાર્થનો અર્થ “શુદ્ધનયથી” એમ કર્યો.
તેથી એ પ્રાપ્ત થાય કે શુદ્ધનયની દૃષ્ટિપૂર્વક ઉચિત આચરણા કરવારૂપ વ્યવહારનયની દૃષ્ટિથી જીવાજીવાદિ નવ પદાર્થોની રુચિ સમ્યગ્દર્શન છે. શુદ્ધનયની દૃષ્ટિથી વિચારીએ તો સર્વ જીવોનું સ્વરૂપ સિદ્ધ સદશ છે. તેથી શુદ્ધનયને અભિમત એવા સિદ્ધસ્વરૂપને લક્ષ્ય કરીને વ્યવહારનયને અભિમત ઉચિત આચરણાનું કારણ બને તે પ્રકારે જીવાજીવાદિ નવપદાર્થો વિષયક રુચિસમ્યક્ત છે તેમ પ્રાપ્ત થાય.
પરમાથર્થી વિચારીએ તો જગતવર્તી સર્વ પદાર્થો જેમ કેવલજ્ઞાનનો વિષય છે તેમ સંસારી જીવોના જ્ઞાનનો પણ વિષય છે પરંતુ તે શેય પદાર્થો સાથે જીવ મોહને કારણે સંશ્લેષ પામે છે. તેથી આ પદાર્થ મને ઇષ્ટ છે અને આ પદાર્થ મને અનિષ્ટ છે તેવી બુદ્ધિ કરીને ક્લેશ પામે છે. આ સંશ્લેષની બુદ્ધિને કારણે જ કર્મબંધ કરે છે. પરમાર્થથી જીવનો સ્વભાવ પદાર્થ સાથે સંશ્લેષ પામવાનો નથી એ પ્રકારનો જેને નિર્ણય થયો છે તેને શુદ્ધનયથી પદાર્થના સ્વરૂપનો યથાર્થ બોધ છે.
વળી, વ્યવહારનયથી જીવ કર્મ સાથે જોડાયેલો છે અને કર્મને કારણે દેહાદિના સંયોગો પ્રાપ્ત થયા છે. ઇન્દ્રિયોને અનુકૂળ વિષયો જીવને ઇષ્ટ જણાય છે અને ઇન્દ્રિયોને પ્રતિકૂળ વિષયો જીવને અનિષ્ટ જણાય છે. તેથી જીવ કર્મબંધરૂપ આશ્રવ કરે છે. જીવ માટે આશ્રવ હેય છે. વિષયો પ્રત્યે સંશ્લેષ ન થાય તદર્થે વિષયોનો ત્યાગ કરીને સંવરમાં પ્રવૃત્તિ કરવી જોઈએ, એ પ્રકારે વ્યવહારનય ઉપદેશ આપે છે. જેઓ શુદ્ધનયના ઉપદેશને સામે રાખીને શુદ્ધાત્માને પ્રગટ કરવાના ઉદ્દેશથી વ્યવહારનયની ઉચિત આચરણામાં પ્રયત્ન કરવાની રુચિ ધરાવે છે, તેઓમાં ભૂતાર્થ શ્રદ્ધાનપૂર્વક વ્યવહારનયની દૃષ્ટિ છે. અર્થાત્ શુદ્ધનયા સાપેક્ષ વ્યવહારનયની રુચિ છે અને તે સમ્યગ્દર્શન છે. શુદ્ધનયથી તત્ત્વનો યથાર્થ બોધ કરાવે તેવી માર્ગાનુસારી રુચિનું કારણ બને તે પ્રકારે જીવાજીવાદિ પદાર્થોની રુચિ જેઓને પરોપદેશ વિના થાય છે તેઓને “નિસર્ગરુચિસમ્યક્ત” છે. આ પરોપદેશ રહિત સમ્યક્ત ક્વચિત્ જાતિસ્મરણાદિથી થાય છે, ક્વચિત્ તે પ્રકારના કર્મના વિગમનને કારણે જીવની સહજ નિર્મળતા થવાથી થાય છે. તેથી ભગવાને જીવાજીવાદિ નવ પદાર્થો જે સ્વરૂપે બતાવીને સંસારની પરિણતિના ઉચ્છેદને અનુકૂળ ઉચિત ઉપદેશ આપ્યો છે તે પ્રકારે ઉચિત પ્રયત્ન કરવાની ઉત્કટ રુચિ કોઈક જીવોને નિસર્ગથી થાય છે. તેઓમાં નિસર્ગરુચિસમ્યક્ત” છે. ૨. ઉપદેશરુચિસમ્યક્ત :
નિસર્ગરુચિસમ્યક્ત'માં જેમ શુદ્ધનયથી જીવાજીવાદિ પદાર્થના વિષયવાળી રુચિ અને વ્યવહારનયથી જીવાજીવાદિ પદાર્થના વિષયવાળી રુચિ એમ ઉભય નયની જે રુચિ છે તે સમ્યગ્દર્શન છે તેમ કહ્યું તેવી જ રુચિ કોઈ જીવને પરના ઉપદેશથી થાય તો તે “ઉપદેશરુચિસમ્યક્ત' છે. અને ત્યાં “પરોપદેશ' શબ્દમાં