________________
૭૦
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ સર્વ સંયમની ઉચિત ક્રિયાઓ કરે છે તેઓની તે સંયમની ક્રિયા યોગ્ય જીવોને બોધ કરાવે છે કે આ પ્રકારે કરાયેલી સંયમની ક્રિયા મોક્ષનું કારણ છે. તેથી મહાત્માઓની અપ્રમાદથી કરાયેલી ક્રિયા યોગ્ય જીવોમાં સમ્યક્તની નિષ્પત્તિનું કારણ હોવાથી તે સમ્યક્તને “કારક સમ્યક્ત' કહેવાય છે. પૂર્વમાં કારકસમ્યક્તનું લક્ષણ કરતા કહ્યું કે “સૂત્રાજ્ઞાશુદ્ધ ક્રિયા કારકસમ્યક્ત છે.” “વા' કારથી બીજો અર્થ કરતાં કહે છે –
“પરગતસમ્યક્ત ઉત્પાદકત્વ ધર્મ”થી યુક્ત જે હોય તે કારકસમ્યક્ત છે. આવું કારકસમ્યક્ત વિશુદ્ધ ચારિત્રવાળા જીવોને જ છે, અન્યને નહિ. આ કારકસમ્યક્તમાં ક્ષાયિક, ઔપથમિક, ક્ષાયોપથમિક ત્રણેય ભેદોનો અંતર્ભાવ થાય છે; કેમ કે સૂત્રોનુસાર ક્રિયા કરનારા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હોય કે ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ હોય કે ઉપશમશ્રેણી પર આરૂઢ થયેલા પથમિક સમ્યગ્દષ્ટિ જીવ હોય, તેઓને આ “કારકસમ્યક્ત” છે. ૨. રોચકસમ્યક્ત :
ભગવાને સંસારથી નિસ્તાર પામવા માટે જે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ સમ્યક અનુષ્ઠાન બતાવ્યું છે તે અનુષ્ઠાનની પ્રવૃત્તિ જે જીવોને રુચે છે પરંતુ બલવાન ચારિત્રમોહનીયના ઉદયને કારણે જે જીવો તે પ્રવૃત્તિ કરતા નથી તેવા જીવોમાં વર્તતું સમ્યક્ત “રોચકસમ્યત્વ' છે. આ રોચકસમ્યક્ત અવિરત સમ્યગ્દષ્ટિ એવા કૃષ્ણ-શ્રેણિકાદિ સર્વ જીવોને હોય છે. તેથી અવિરતિના ઉદયવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ, ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ કે પથમિક સમ્યગ્દષ્ટિ જીવોને આ રોચકસમ્યક્ત હોય છે. ૩. દીપકસમ્યક્ત :
દીપકનો પર્યાયવાચી શબ્દ=બંજક છે. તેથી જે જીવોને શાસ્ત્રનો બોધ છે આમ છતાં તે શાસ્ત્રનો બોધ તેઓના મિથ્યાત્વને કાઢી શક્યો નથી. તેથી તે જીવો મિથ્યાદૃષ્ટિ છે, તોપણ યોગ્ય જીવોને જીવાજીવાદિ પદાર્થો જિનવચનાનુસાર યથાવસ્થિત બતાવે છે, જેથી તેઓના ઉપદેશથી તે યોગ્ય જીવોને સમ્યક્ત પ્રગટે છે. તેથી બીજામાં સમ્યક્તને પ્રગટ કરનાર એવું સમ્યક્ત વ્યંજક સમ્યક્ત છે અને તેને જ “દીપક સમ્યક્ત” કહેવાય છે અને આવું સમ્યગ્દર્શન અંગારમદકાદિ આચાર્યને હતું.
વળી, ક્ષાયિકાદિ ભેદવાળું સમ્યક્ત, સાસ્વાદન સમ્યક્તને ગ્રહણ કરીને અને વેદક સમ્યક્તનો લાયોપથમિક સમ્યક્વમાં અંતર્ભાવ કરીને વિચારીએ તો ચાર પ્રકારનું પ્રાપ્ત થાય છે. અર્થાત્ ૧. ક્ષાયિક સમ્યક્ત ૨. ક્ષાયોપથમિક સમ્યક્ત ૩. પથમિક સમ્યક્ત ૪. સાસ્વાદન સમ્યક્ત. એમ ચાર પ્રકાર સમ્યત્વના થાય. વળી, વેદક સમ્યક્તને લાયોપથમિક સમ્યક્તથી પૃથ ગ્રહણ કરીએ તો તે ચાર પ્રકારનું સમ્યક્ત જ પાંચ ભેદવાળું થાય છે.
આ રીતે ત્રણ ભેદવાળું સમ્યક્ત બતાવ્યા પછી ચાર પ્રકારે અને પાંચ પ્રકારે સમ્યક્ત બતાવીને હવે ઉત્તરાધ્યયનના વચનાનુસારથી દસ પ્રકારનું સમ્યક્ત બતાવે છે –