________________
૬૮.
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
થઈને દેહના લોહી, માંસ આદિ પુષ્ટ ન થાય તેવા પ્રકારનો અંત:પ્રાંત-રુક્ષ આહાર ગ્રહણ કરે છે અને ચિત્ત સર્વથા નિર્લેપ રહે તે રીતે યત્ન કરીને કર્મોનો નાશ કરે છે તે દેહ અને કર્મનું ધુણન છે. અને દેહ અને કર્મનું ધુણન કરનારા વીર નિશ્ચયનયથી સમ્યગ્દર્શનવાળા છે. આ પ્રકારના નિશ્ચયનયના સમ્યક્તને જોનારી દૃષ્ટિથી શ્રેણિકાદિ જીવોમાં સમ્યગ્દર્શન નથી તેમ સ્વીકારવામાં કોઈ દોષ નથી.
પૂર્વમાં નૈશ્ચયિક સમ્યક્તનું સ્વરૂપ બતાવ્યું કે જ્ઞાન, દર્શન, ચારિત્રથી યુક્ત એવો જીવનો પરિણામ તે નિશ્ચય સમ્યક્ત છે.
ત્યાં શંકા કરતાં કહે છે કે એ રીતે કારકસમ્યક્ત અને નૈચયિક સમ્યત્ત્વનો ભેદ સિદ્ધ થશે નહિ; કેમ કે કારકસમ્યક્તનું લક્ષણ છે કે જે સમ્યક્ત પોતાના બોધ અનુસાર અવશ્ય અપ્રમાદથી ક્રિયા કરાવે. તેથી ક્રિયાથી ઉપહિત=ક્રિયારૂપ ઉપાધિથી યુક્ત એવું જે સમ્યક્ત છે તે કારકસમ્યક્ત છે અને તે ક્રિયા ચારિત્રરૂપ છે અને જ્ઞાનાદિમય પરિણામરૂપ જે નૈશ્ચયિક સમ્યત્ત્વ છે તે પણ રત્નત્રયીની પરિણતિરૂપ છે માટે ચારિત્રરૂપ છે તેથી તે બે સભ્યત્ત્વનો ભેદ સિદ્ધ થશે નહિ. અર્થાત્ કારકસમ્યક્ત અને નૈશ્ચયિક સમ્યત્વનો ભેદ સિદ્ધ થશે નહિ. તેના સમાધાનરૂપે કહે છે –
ઉપધેયના સંકરમાં પણ ઉપાધિનો અસંકર હોવાથી તે બેનો ભેદ સ્વીકારવામાં દોષ નથી.
આશય એ છે કે કારકસમ્યક્ત પણ ચારિત્રની પરિણતિરૂપ છે અને નૈશ્ચયિક સમ્યક્ત પણ ચારિત્રની પરિણતિરૂપ છે. તે અપેક્ષાએ તે બંને એક છે. તેથી તે બેનો સંકરભાવ છે; તોપણ ક્રિયારૂપ ઉપાધિથી યુક્ત હોય=ક્રિયારૂપ વિશેષણથી યુક્ત હોય, તેવું સમ્યક્ત કારકસમ્યક્ત છે. જ્ઞાનાદિમય જે સમ્યક્ત હોય તે નિશ્ચયિક સમ્યત્ત્વ છે. તેથી જ્ઞાનાદિમયત્વ ઉપાધિથી યુક્ત હોય=જ્ઞાનાદિયત્વ વિશેષણથી યુક્ત હોય, તેવું નૈશ્ચયિક સમ્યક્ત છે. તેથી તે બેના વિશેષણરૂપ ઉપાધિના ભેદથી તે બે સમ્યક્તનો ભેદ છે. માટે કારકસમ્યક્તનો અને નૈશ્ચયિક સમ્યક્તનો ભેદ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી.
આ રીતે, કારકસમ્યક્ત અને નૈશ્ચયિક સમ્યક્તનો ભેદ બતાવ્યા પછી પૂર્વમાં જે જ્ઞાનાદિમય પરિણામરૂપ નિશ્ચયિક સમ્યક્ત બતાવેલ, તે નૈશ્ચયિક સમ્યક્તને સ્વીકારીને જ શાસ્ત્રમાં સમ્યક્તનાં પ્રશમાદિ લક્ષણો કહ્યા છે તે સંગત થાય છે; કેમ કે નૈશ્ચયિક સમ્યક્ત અપ્રમત્ત મુનિને હોય છે. તેથી તે સમ્યક્તમાં પ્રશમાદિ પાંચેય લક્ષણોની પ્રાપ્તિ છે અને નૈશ્ચયિક સમ્યક્ત ન સ્વીકારીએ અને ચતુર્થ ગુણસ્થાનકવર્તી સમ્યક્તને સ્વીકારીએ તો ચતુર્થ ગુણસ્થાનકમાં રહેલા શ્રેણિકકૃષ્ણાદિ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવોમાં તેનો અસંભવ હોવાથી સંસારના વિરક્તભાવરૂપ પ્રશમના પરિણામનો અસંભવ હોવાથી, શાસ્ત્રમાં કહેલાં સમ્યક્તનાં પ્રશમાદિ લક્ષણોનો વ્યાઘાત થાય.
આશય એ છે કે જે જીવોને સંસારથી વિરક્તભાવ છે તેઓ અપ્રમાદથી સંયમની ક્રિયાઓ કરે છે તેઓમાં જ પ્રશમનો પરિણામ છે. અન્ય ભોગવિલાસ કરનારા ક્ષાયિક સમ્યગ્દષ્ટિમાં પ્રશમનો પરિણામ નથી. તેથી શાસ્ત્રમાં કહેલાં સમ્યક્તનાં પ્રશમાદિ લક્ષણો અવિરત સમ્યગ્દષ્ટિમાં સંગત થાય નહિ પરંતુ નૈશ્ચયિક સમ્યક્તવાળા અપ્રમત્ત મુનિમાં જ સંગત થાય.