________________
૬૭
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ સમ્યગ્દર્શન છે તેવો અર્થ પ્રાપ્ત થાય અને જ્ઞાનાદિમય શુભ પરિણતિ એ તો ભાવચરિત્ર છે તેથી ભાવચારિત્રને નૈશ્ચયિક સમ્યક્ત કઈ રીતે કહી શકાય ?
આ પ્રકારની શંકામાં ગ્રંથકારશ્રી સમાધાન કરતાં કહે છે –
ભાવચારિત્ર જ નૈશ્ચયિક સમ્મસ્વરૂપ છે માટે રત્નત્રયીની પરિણતિરૂપ નિશ્ચયસમ્યક્તને સ્વીકારવામાં કોઈ દોષ નથી.
અહીં પ્રશ્ન થાય કે ભાવચારિત્રરૂપ જ નિશ્ચય સમ્યક્ત” કેમ છે ? તેથી કહે છે – નિશ્ચયનયને અભિમત એવા સમ્યક્તથી મિથ્યાચાર નિવૃત્તિરૂપ કાર્ય થાય છે. તેથી ભાવચારિત્રરૂપ જ નિશ્ચયસમ્યક્ત છે.
અહીં પ્રશ્ન થાય કે “નિશ્ચય સમ્યક્તથી મિથ્યાચાર નિવૃત્તિરૂપ કાર્ય થાય છે તે ચારિત્રરૂપ છે તેને સમ્યક્તરૂપ કેમ કહેવાય છે? તેથી કહે છે –
જે સમ્યક્તરૂપ કારણ મિથ્યાચાર નિવૃત્તિરૂપ કાર્ય ન કરતું હોય તેવા કારણને નિશ્ચયનય કારણરૂપે સ્વીકારતો નથી. તેથી એ ફલિત થાય કે જે જીવોને જિનવચનાનુસાર યથાર્થ બોધ હોય અને જિનવચન પ્રત્યે સ્થિર રુચિ હોય તેઓ અવશ્ય મિથ્યાચારના ત્યાગને કરે અને તેઓમાં જ નિશ્ચયનય સમ્યક્ત સ્વીકારે છે. અન્યમાં નિશ્ચયનય સમ્યક્ત સ્વીકારતો નથી.
પૂર્વમાં રત્નત્રયીની પરિણતિરૂપ નિશ્ચય સમ્યક્ત કહ્યું તેમ સ્વીકારવાથી ચોથા ગુણસ્થાનકાદિવર્તી એવા શ્રેણિકાદિ જીવોને પણ સમ્યત્વ નથી તેમ માનવું પડશે. આ પ્રકારની કોઈ શંકા કરે છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
અપ્રમત્ત સાધુને જ નૈશ્ચયિક સમ્યક્ત છે. તેમાં “આચારાંગ” આગમનો સાક્ષીપાઠ આપે છે તેનો અર્થ આ પ્રમાણે છે –
જે સમ્યક્ત છે તે મૌન છે અને મૌન છે તે સમ્યક્ત છે. એમ બતાવીને સમ્યક્ત અને મુનિભાવની નિયત વ્યાપ્તિ બતાવેલ છે.
તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવોને ભગવાનના વચનના પરમાર્થનો બોધ છે તેઓ અપ્રમોદભાવથી અવશ્ય મિથ્યાચારની નિવૃત્તિ કરે છે. તેઓમાં જ નૈશ્ચયિક સમ્યક્ત છે અને અન્યમાં નહિ. તેથી કહે છે કે જેઓ શિથિલ આચારવાળા છે, કોઈ પ્રત્યે સ્નેહના પરિણામવાળા છે, શબ્દાદિના સ્વાદને લેનારા છે, વક્ર સામાચારવાળા છે, ભગવાનના વચનાનુસાર દઢ પ્રવૃત્તિ કરવામાં પ્રમાદવાળા છે, ઘરમાં વસનારા છે એવા વડે મૌનના પાલનરૂપ સમ્યક્ત શક્ય નથી. મૌનના પાલનરૂપ સમ્યક્ત કોનાથી શક્ય છે ? તેથી કહે છે –
જે મુનિ ત્રણ ગુપ્તિથી ગુપ્ત થવારૂપ મૌનને ધારણ કરીને કર્મ અને ઔદારિક શરીરનું ધુણન કરે, પ્રાંતરુક્ષ એવા આહારનું સેવન કરે તેવા વીર નિશ્ચયનયથી સમ્યગ્દષ્ટિ છે. અર્થાત્ જેઓ દેહ પ્રત્યે નિરપેક્ષ