________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
૬૫ છે. તેથી તેવા જીવોમાં ભગવાનના વચનથી વિપરીત વચનમાં અભિનિવેશ નથી. આમ છતાં અનાભોગને કારણે કે ગુરુ પારતંત્રના કારણે તેમને અન્યથા બોધ થાય તોપણ તેઓની રુચિ જિનવચનાનુસાર હોવાને કારણે તેઓમાં દ્રવ્યસમ્યત્ત્વ છે. આવા જીવો જિનવચનના પરમાર્થને જાણવાનો સમ્યફ પ્રયત્ન કરતા હોવા છતાં પણ શાસ્ત્રનો બોધ કરવાના વિષયમાં અપટુતાને કારણે કોઈક સ્થાનમાં શાસ્ત્રનો યથાર્થ બોધ કરી શકતા નથી. તેથી શાસ્ત્રના પદાર્થોનું કોઈક સ્થાનમાં અનાભોગથી વિપરીત યોજન થાય અથવા ઉપદેશક એવા ગુરુના પાતંત્ર્યથી તેઓ શાસ્ત્ર જાણવા યત્ન કરતા હોય અને તે ઉપદેશકના વિપરીત બોધને કારણે તે જીવોને કોઈક સ્થાને વિપરીત બોધ થાય તોપણ તે જીવોની જિનવચન પ્રત્યેની પક્ષપાતવાળી રુચિને કારણે તે જીવોમાં દ્રવ્યસમ્યક્ત છે. તેમાં ઉત્તરાધ્યયન ગ્રંથની નિયુક્તિનું સાક્ષી વચન બતાવે છે. જેનો અર્થ આ પ્રમાણે છે –
ભગવાનના પ્રવચનથી ઉપદિષ્ટ સર્વવચનની શ્રદ્ધા સમ્યગ્દષ્ટિ જીવ કરે છે. તેથી તે જીવોને સ્થિર બોધ હોય છે કે જિનવચનાનુસાર સર્વ પદાર્થોનો યથાર્થ બોધ કરીને તે પ્રમાણે ઉચિત પ્રવૃત્તિ કરવાથી મારું એકાંતે કલ્યાણ છે. આવી સ્થિરરુચિ હોવા છતાં પણ તેવા સમ્યગ્દષ્ટિ જીવો અનાભોગથી કે ગુરુના નિયોગથી ભગવાનના વચનથી વિરુદ્ધ વચનમાં શ્રદ્ધા કરે છે.
તેથી એ ફલિત થાય કે તેવા જીવોને ભગવાનના વચનમાં લેશ પણ સંદેહ નથી પરંતુ શાસ્ત્રવચનને યોજન કરવાની મંદમતિને કારણે કોઈક સ્થાને અનાભોગથી ભગવાને કહ્યું તેનાથી વિપરીત યોજન થાય છે અથવા જે ઉપદેશક પાસે તેઓ શાસ્ત્ર ભણે છે તે વખતે તે ઉપદેશકના તે પ્રકારના વિપરીત યોજનને કારણે તે સમ્યગ્દષ્ટિ જીવોને શાસ્ત્રના પદાર્થનો વિપરીત બોધ થાય છે. આમ છતાં, ભગવાનના વચનમાં સ્થિર રુચિ હોવાને કારણે તેઓને મિથ્યાત્વની પ્રાપ્તિ નથી; કેમ કે કોઈ ગીતાર્થ આદિ મળે અને તેમને યથાર્થ બોધ કરાવે તો ભગવાનના વચનથી વિપરીતમાં તેઓને અભિનિવેશ નહિ હોવાને કારણે તેઓનો તે અનાભોગથી થયેલો વિપરીત બોધ નિવર્તન પામે છે.
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે કોઈ સમ્યગ્દષ્ટિ જીવ ભગવાનના વચનમાં સ્થિરરુચિવાળા હોય આમ છતાં અનાભોગથી કે ગુરુપરતંત્રથી તેઓને કોઈક સ્થાનમાં વિપરીત બોધ થાય તોપણ તેઓને દ્રવ્યસમ્યક્ત છે અને તેમાં ઉત્તરાધ્યયન ગ્રંથની નિયુક્તિની સાક્ષી આપી.
ત્યાં નથી કોઈ શંકા કરે છે – ઉત્તરાધ્યયનની નિયુકિતમાં સમ્યગ્દષ્ટિ જીવને અનાભોગથી કે ગુરુનિયોગથી વિપરીત શ્રદ્ધા થાય છે તેમ કહ્યું છે પરંતુ તે સમ્યગ્દષ્ટિ જીવને દ્રવ્યસમ્યક્ત છે કે ભાવસભ્યત્વ છે ? તે બેમાંથી એકતરનું પણ કથન કરેલું નથી છતાં તે કથન દ્રવ્યસમ્યક્ત માટે જ છે તેમ ગ્રંથકારશ્રીએ કહ્યું તે કઈ રીતે સંગત થાય ? અર્થાત્ સંગત થાય નહિ; કેમ કે સામાન્ય વચન વિશેષપર સ્વીકારવામાં પ્રમાણ શું છે ? એ પ્રકારની શંકા થાય અર્થાત્ ઉત્તરાધ્યયનની નિયુક્તિમાં દ્રવ્ય-ભાવ ઉભય સામાન્યને કહેનારું વચન છે આમ છતાં તે વચન દ્રવ્યસમ્યક્તને કહેનારું છે તેમ સ્વીકારવામાં પ્રમાણ શું