________________
૬૩
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ સમ્યક્તમાં તત્ત્વનું શ્રદ્ધાનરૂપપણું સમાન છે. તેથી તત્ત્વશ્રદ્ધાનરૂપ તે સમ્યક્ત એક પ્રકારનું છે. વળી, તે સમ્યક્ત કેટલાક જીવોને નિસર્ગથી થાય છે અને કેટલાક જીવોને અધિગમથી થાય છે તે દૃષ્ટિથી સમ્યક્તનો વિભાગ કરવામાં આવે તો તે સમ્યગ્દર્શન બે પ્રકારનું છે અને નિસર્ગ-અધિગમનું સ્વરૂપ ગ્રંથકારશ્રીએ પૂર્વમાં બતાવેલ છે, તેથી અહીં સ્પષ્ટ કરતા નથી.
વળી, દ્રવ્ય અને ભાવના ભેદથી પણ સમ્યક્ત બે પ્રકારનું છે. તેમાં ભગવાને કહેલા તત્ત્વમાં સામાન્યથી રુચિ જે જીવોને છે તે જીવોને “દ્રવ્ય સમ્યક્ત' છે.
તેથી એ પ્રાપ્ત થાય કે સર્વ દર્શનનાં શાસ્ત્ર ભણીને જેઓ ગીતાર્થ થયા નથી તોપણ સંસારથી વિમુખભાવવાળા થયા છે અને ભગવાને બતાવેલા મોક્ષમાર્ગ પ્રત્યે રુચિવાળા છે તે જીવોને સામાન્યથી ભગવાના વચનમાંસંગ્રહરૂપે ભગવાનના સર્વવચનોમાં ઉત્કટ રુચિ છે. તેઓને દ્રવ્યથી સમ્યત્ત્વ છે. જેમ માલતુષમુનિને, વળી, ન નિક્ષેપ પ્રમાણાદિ શાસ્ત્રના પદાર્થોના અધિગમના ઉપાયો છે બોધના ઉપાયો છે, તે ઉપાયો દ્વારા જીવાજીવાદિ નવતત્ત્વના પરિશોધનરૂપ જ્ઞાનાત્મક જે જીવનો પરિણામ છે તે ભાવસમ્યક્ત છે. તેથી સ્વદર્શન-પરદર્શનને જાણનારા અને સર્વ નયદૃષ્ટિથી ભગવાનના વચનના પરમાર્થને જાણનારા ગીતાર્થ સાધુને ભાવસભ્યત્ત્વ છે. આ ભાવસમ્યક્ત અન્યદર્શનના પદાર્થોની અને ભગવાને બતાવેલા પદાર્થોની પરીક્ષાથી જન્ય, ભગવાનનું વચન જે રીતે સંસ્થિત છે તે રીતે ભગવાનના વચનના યથાર્થ નિર્ણયરૂપ મતિજ્ઞાનના ત્રીજા અંશરૂપ અપાય સ્વરૂપે શાસ્ત્રમાં વ્યવસ્થાપિત છે.
તેથી એ ફલિત થાય કે મતિજ્ઞાનમાં અવગ્રહ, ઇહા, અપાય અને ધારણા એમ ચાર ભેદો છે. તેમાંથી અપાયરૂપ બોધ છે તે સમ્યગ્દર્શન છે. અહીં અપાય એટલે સર્વદર્શનની પરીક્ષા કર્યા પછી ભગવાને જે પદાર્થો જે રીતે બતાવ્યા છે તે પદાર્થો તે પ્રમાણે છે, તે–પ્રકારના નિર્ણયરૂપ જે મતિજ્ઞાનનો બોધ તે સમ્યગ્દર્શન છે. તેથી સ્વ-પર દર્શનના અભ્યાસને કારણે ભગવાને જે નયોની દૃષ્ટિઓ બતાવી છે તે સર્વનયોની દૃષ્ટિઓથી ભગવાને બતાવેલા પદાર્થોનો નિર્ણય જેમને છે. તેઓને આવું સમ્યગ્દર્શન છે. આ સમ્યગ્દર્શન ભાવસમ્યગ્દર્શન છે. તેમાં “સંમતિતર્ક' ગ્રંથની સાક્ષી આપી તેનો અર્થ આ પ્રમાણે છે –
આ રીતે જિનપ્રજ્ઞપ્ત ભાવોને ભાવથી શ્રદ્ધા કરતા પુરુષને આભિનિબોધિક જ્ઞાનમાં=મતિજ્ઞાનમાં, દર્શન શબ્દ યુક્ત થાય છે. તે વચનથી ફલિત થાય છે કે મતિજ્ઞાનના રુચિરૂપ અપાયઅંશ સ્વરૂપ સમ્યગ્દર્શન છે અને આ સમ્યગ્દર્શન સ્વ-પર દર્શનના અભ્યાસથી જન્ય છે.
વળી, હરિભદ્રસૂરિ મહારાજ સાહેબે “પંચવસ્તુ' ગ્રંથમાં કહ્યું છે કે જિનવચન જ તત્ત્વ છે, અન્ય નહિ. એ પ્રકારની સામાન્ય રુચિ છે તે દ્રવ્યસમ્યક્ટવ છે અને જે પ્રમાણે ભાવો રહેલા છે તે પ્રકારના જ્ઞાનથી યુક્ત શ્રદ્ધાથી પરિશુદ્ધ ભાવસભ્યત્ત્વ છે. તેથી પણ એ જ પ્રાપ્ત થાય કે સર્વ દર્શનનો અભ્યાસ કરીને નયનિક્ષેપ-પ્રમાણાદિથી જેની બુદ્ધિ પરિષ્કૃત થઈ છે તેવી વિસ્તારરુચિવાળા જીવને ભાવસમ્યક્ત છે.
અહીં “પંચવસ્તુ' ગ્રંથના કથનમાં દ્રવ્યસમ્યક્ત અને ભાવસભ્યત્વમાં ‘દ્રવ્ય' શબ્દ કારણતા અર્થક છે અને “ભાવ” શબ્દ કાર્યની પ્રાપ્તિરૂપ છે. •