________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨
બીજા શ્લોકનો અર્થ આ પ્રમાણે છે –
એકવિધ સમ્યગ્દર્શન સમ્યક્તની રુચિરૂપ છે. તેથી જે જીવોને ઉપશમભાવની કે ક્ષયોપશમભાવની કે સાયિકભાવની ભગવાનના વચનાનુસાર તત્ત્વની રુચિ છે તે સર્વને તત્ત્વરુચિરૂપે ગ્રહણ કરીએ તો સમ્યક્ત એક પ્રકારનું છે.
વળી, નિસર્ગથી અને અધિગમથી સમ્યગ્દર્શન થાય છે તેથી નિસર્ગ અને અધિગમના ભેદથી સમ્યગ્દર્શન બે ભેદવાળું છે. વળી તે સમ્યગ્દર્શન ક્ષયાદિરૂપ ત્રણ પ્રકારનું છે. ૧. કર્મના ક્ષયથી થયેલું તે ક્ષાયિક સમ્યગ્દર્શન અને ૨. કર્મના ક્ષયોપશમથી થયેલું તે ક્ષયોપશમ સમ્યગ્દર્શન અને ૩. કર્મના ઉપશમથી થયેલું તે ઉપશમ સમ્યગ્દર્શન છે. અથવા કારકાદિ ભેદથી ત્રણ પ્રકારનું છે જેની સ્પષ્ટતા પ્રથમ ગાથાના ભાવાર્થમાં કરેલ છે. ત્રીજા શ્લોકનો અર્થ આ પ્રમાણે છે – પૂર્વમાં ક્ષાયિકાદિ ત્રણ ભેદ બતાવ્યા. તે ત્રણ ભેદો “સાસ્વાદનથી યુક્ત ગ્રહણ કરીએ તો સમ્યક્ત ચાર ભેદવાળું પ્રાપ્ત થાય છે. વળી, તે ચાર ભેદોને “વેદક સમ્યક્ત' યુક્ત ગ્રહણ કરીએ તો પાંચ ભેદો પ્રાપ્ત થાય છે.
આ રીતે, એકવિધથી માંડીને પંચવિધ સમ્યક્ત કઈ રીતે પ્રાપ્ત થાય છે તે બતાવ્યા પછી પાંચમા વેદકસમ્યક્તમાં વેદકસમ્યક્ત શું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – વેદકસભ્યત્વ
મિથ્યાત્વના ચરમપુદ્ગલના વેદનથી તે “વેદક સમ્યક્ત' પ્રાપ્ત થાય છે અર્થાત્ મિથ્યાત્વના ત્રણ પુંજોમાંથી મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીયની ક્ષપણા કર્યા બાદ જે સમ્યક્ત મોહનીયરૂપે મિથ્યાત્વના પુદ્ગલો વર્તે છે તે સમ્યક્વમોહનીયરૂપે રહેલા મિથ્યાત્વના પુગલોના જે છેલ્લા ગ્રાસનું વેદન તે “વેદક સમ્યક્ત” છે.
આ રીતે, એકવિધ આદિ ભેદ બતાવ્યા પછી છેલ્લા દસવિધ ભેદને બતાવવા અર્થે કહે છે કે આ દસ ભેદો આ પ્રકારે છે. તે દસ ભેદો આગળની ગાથામાં બતાવે છે –
ચોથા શ્લોકનો અર્થ આ પ્રમાણે છે :૧. નિસર્ગરુચિસખ્યત્વઃ
તત્ત્વના દર્શનમાં પ્રતિબંધક કર્મોનો નિસર્ગથી નિગમન થવાને કારણે જીવને નિસર્ગથી સમ્યક્ત પ્રગટે છે તે વખતે તત્ત્વની જે રુચિ પ્રગટે છે તે નિસર્ગરુચિસમ્યક્ત' છે.