________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
પ૯ જે જીવ જિન અભિહિત=ભગવાને કહેલા, અસ્તિકાયાદિ ઘર્મની, શ્રતધર્મની અને ચારિત્રધર્મની શ્રદ્ધા કરે છે તે ધર્મરુચિ છે એ પ્રમાણે જાણવું." (પ્રવચનસારોદ્ધાર ગા. ૯૬૦) ‘તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
(અને આ રીતે=ધર્મપદવાણ્ય વિષયવાળી રુચિ ધર્મરુચિસખ્યત્ત્વ છે એ પ્રમાણે કહ્યું એ રીતે, ગ્રામધર્માદિપદ વાચ્ય વિષયવાળી પણ રુચિ તે પ્રમાણે થાય=ધર્મરુચિસખ્યત્વ થાય, એ પ્રમાણે ન કહેવું; કેમ કે નિરુપપદ ધર્મપદવાણ્યનું જ ગ્રહણ છે વિશેષણ વગર ધર્મપદ વાચ્યનું જ ગ્રહણ છે. અને આ રીતે=વિશેષણ રહિત ધર્મપદ વાચ્ય વિષયવાળી રુચિને જ ગ્રહણ કરી એ રીતે, ચારિત્રધર્માદિપદ વાઓ વિષયવાળી રુચિમાં અવ્યાપ્તિ છે=ધર્મરુચિસખ્યત્ત્વના લક્ષણની અપ્રાપ્તિ છે એમ ન કહેવું; કેમ કે નિરુપપરત્વનું વાસ્તવધર્મમાં અતિપ્રસંજક એવા ઉપપદ રાહિત્યનું વિવક્ષિતપણું છે. એ પ્રમાણે દિશા છે.) ભાવાર્થ
પૂર્વમાં સમ્યક્તના પાંચ પ્રકાર બતાવ્યા અને તેના વિષયક અન્ય વક્તવ્ય પણ અત્યાર સુધી બતાવ્યું. તે પૂરું કર્યા પછી હવે અન્ય શાસ્ત્રોમાં સમ્યક્તના પાંચ ભેદોના બદલે એક પ્રકાર આદિ અન્ય રીતે વિભાગો કર્યા છે તે બતાવવા અર્થે કહે છે –
તેમાં “પ્રવચનસારોદ્ધાર' ગ્રંથની ગાથાનું ઉદ્ધરણ છે. તેના પ્રથમ શ્લોકનો અર્થ આ પ્રમાણે છે – ' સમ્યક્ત કોઈક દૃષ્ટિથી વિચારીએ તો એક પ્રકારે છે. અન્ય દૃષ્ટિથી વિચારીએ તો બે પ્રકારે છે. વળી તેનાથી અન્ય દૃષ્ટિથી વિચારીએ તો ત્રણ પ્રકારે છે. વળી તેનાથી અન્યદૃષ્ટિથી વિચારીએ તો ચાર પ્રકારે છે. વળી તેનાથી અન્યદૃષ્ટિથી વિચારીએ તો પાંચ પ્રકારે છે. વળી તેનાથી અન્યદૃષ્ટિથી વિચારીએ તો દસ પ્રકારે છે. સમ્યક્ત, સમ્યક્તરૂપે વિચારીએ તો તત્ત્વની રુચિરૂપે એક પ્રકારે છે. વળી, બે પ્રકારે કઈ રીતે છે ? તે બતાવતાં કહે છે – દ્રવ્યાદિથી બે પ્રકારે છે. અર્થાત્ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે.
જે જીવોને સંક્ષેપથી જિનવચનમાં રૂચિ છે તેઓને દ્રવ્યથી સમ્યક્ત છે, જેમ માપતુષ આદિ મુનિને કે અગીતાર્થ સાધુઓને જિનવચનમાં રૂચિ છે તે દ્રવ્યથી સમ્યક્ત છે. જેઓ સ્વદર્શન-પરદર્શનનાં શાસ્ત્રોને જાણીને ભગવાનના શાસનના સર્વ નયોની દૃષ્ટિના પરમાર્થને પામેલા છે તેવા ગીતાર્થ સાધુઓને ભાવથી સમ્યગ્દર્શન છે.
વળી કારકાદિ ભેદથી સમ્યક્ત ત્રણ પ્રકારે છે – ૧. કારકસમ્યક્ત ૨. રોચકસમ્યક્ત ૩. દીપક સમ્યક્ત.