________________
૫૮
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ આમ છતાં તે બેનો ભેદ કઈ અપેક્ષાએ છે ? તે ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે –
સૂત્રરુચિમા અર્થનો અને અર્થરુચિમાં સૂત્રનો પ્રવેશ હોવા છતાં પણ સૂત્રાર્થોધ્યયતજનિત જ્ઞાનવિશેષકૃત રુચિના ભેદથી ભેદ છેઃસૂત્રરુચિ કરતાં અર્થરુચિનો ભેદ છે, આથી જ અભિગમરુચિનો સૂત્રરુચિ કરતાં ભેદ છે. આથી જ, સૂત્ર અધ્યયન કરતાં અર્થ અધ્યયનમાં અધિક યત્ન “ઉપદેશપદમાં ઉપદિષ્ટ છે. તે આ પ્રમાણે –
સૂત્રથી અર્થમાં અધિકતર યત્ન ખરેખર કર્તવ્ય છે. આનાથી=અર્થમાં ઉદ્યમ કરવાથી, ઉભયની વિશુદ્ધિ છે=સૂત્ર અને અર્થ ઉભયની વિશુદ્ધિ છે. કેવલ સૂત્ર મૂક છે.” (ઉપદેશપદ – ગા. ૮૫૬)
પૂર્વમાં અભિગમરુચિથી સૂત્રરુચિનો ભેદ કઈ અપેક્ષાએ છે તે બતાવ્યું. હવે “અથવાથી અભિગમરુચિનો સૂત્રરુચિથી કઈ રીતે ભેદ છે ? તે અન્ય રીતે બતાવે છે –
અથવા સૂત્રની નિર્યુક્તિ આદિ ગ્રંથ વિષયક રુચિના ભેદથી ભેદ છે=અભિગમરુચિનો સૂત્રરુચિથી ભેદ છે. આથી જ અભિગમરુચિ સૂત્રરુચિથી ભિન્ન નિયુક્તિ આદિ વિષયપણાથી ‘ઠાણાંગ' સૂત્રની વૃત્તિમાં પ્રતિપાદન કરાયેલી છે.
‘બત વાજ્ઞા' પાઠ છે ત્યાં “ગત વિમાનધિ' પાઠ હોવાની સંભાવના છે તેથી એ પ્રમાણે અર્થ કરેલ છે. ૭. વિસ્તારરુચિ સમ્યક્ત ઃ સર્વ પ્રમાણ, સર્વ નયજવ્ય સર્વ દ્રવ્ય અને સર્વ ભાવ વિષયક રુચિ “વિસ્તારરુચિ” છે.
૮. ક્રિયારૂચિ સમ્યક્ત : દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ-વિજયાદિ અનુષ્ઠાન વિષયક રુચિ ‘ક્રિયારુચિ છે. અને આજ્ઞારુચિ પણ ધર્માનુષ્ઠાન વિષયક છે, આ પણ ક્રિયારુચિ પણ, તેવી છે ધર્માનુષ્ઠાન વિષયક છે, એથી આ બેનો=ક્રિયારૂચિ અને આજ્ઞારુચિ એ બેનો, શું ભેદ છે ? એ પ્રમાણે શંકા ન કરવી; કેમ કે તે આજ્ઞારુચિ, આજ્ઞાના સ્મરણથી નિયત છે. વળી, આ ક્રિયારુચિ અસંગા છેઅસંગાનુષ્ઠાનવાળી છે એ પ્રકારે ભેદ છે=આજ્ઞારુચિથી ક્રિયારુચિનો ભેદ છે. આથી જ=ક્રિયારુચિ અસંગાનુષ્ઠાનવાળાને છે આથી જ, સર્વ સાભ્યથી પરિણત ચારિત્ર ક્રિયાવાળા “રૂતો ચરિત્તાગો'= અસંગભાવથી જ ચારિત્રકાયાવાળા, એ પ્રકારના વચનથી પૂજ્ય હરિભદ્રસૂરિજી વડે ચારિત્રકાયાવાળા મહર્ષિઓ કહેવાયા છે.
૯. સંક્ષેપરુચિસમ્યક્ત અનભિગૃહીત કુદૃષ્ટિવાળા પ્રવચન અવિશારદની નિર્વાણપદ માત્ર વિષયવાળી રુચિ “સંક્ષેપરુચિસખ્યત્ત્વ છે. જે પ્રમાણે ઉપશમાદિ પદત્રય વિષયવાળી ચિલાતીપુત્રની રુચિ, અને વિશેષ્યભાગ રહિત=નિર્વાણપદ માત્ર વિષયની એ પ્રકારના વિશેષ્યભાગ રહિત, વિશેષણદ્વય માત્ર જ=અભિગૃહીત કુદૃષ્ટિવાળા એવા પ્રવચન અવિશારદને એ પ્રકારના વિશેષણદ્વય માત્ર જ, આનું સંક્ષેપરુચિનું, લક્ષણ યુક્ત નથી; કેમ કે મૂચ્છદિ દશાની સાથે સાધારણપણું છે.
૧૦. ધર્મરુચિસમ્યક્ત : ધર્મપદમાત્રના શ્રવણથી જનિત એવી પ્રીતિથી સહિત ધર્મપદવાણ્ય વિષયક રુચિ ધર્મરુચિસમ્યક્ત' છે અને કહે છે –