________________
૬૪
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨ તેથી એ પ્રાપ્ત થાય કે પ્રથમ ભૂમિકામાં જીવોને સામાન્યથી સંક્ષેપથી, સંસારનું સ્વરૂપ અસાર છે, મોક્ષનું સ્વરૂપ સાર છે તેવું જણાવવાથી મોક્ષની પ્રાપ્તિનો ઉપાય જિનવચનાનુસાર પ્રવૃત્તિ છે તેવું જણાય છે ત્યારે ભગવાનના વચનમાં ઉત્કટ રુચિ ઉત્પન્ન થાય છે તે “દ્રવ્ય સમ્યક્ત” છે. અને આ દ્રવ્યસમ્યક્ત, ભાવસભ્યત્ત્વનું કારણ છે; કેમ કે આવી રુચિ થયા પછી યોગ્ય જીવો અવશ્ય જિનવચનના પરમાર્થને જાણવા માટે શાસ્ત્ર અધ્યયન કરે છે અને શક્તિ અનુસાર સર્વ નયનો બોધ કરવા અર્થે સર્વ દર્શનનો અભ્યાસ કરે છે જેથી તે તે નયો ઉપર ચાલનારા તે તે દર્શનના નયનો બોધ થાય અને સર્વ નયાત્મક ભગવાનનું વચન કઈ રીતે સન્માર્ગ બતાવે છે તેનો યથાર્થ બોધ થાય. જે દ્રવ્યસમ્યક્તના ફળરૂપ ભાવસમ્યક્ત સ્વરૂપ છે. માટે ભાવ સમ્યક્તમાં “ભાવ” શબ્દ કાર્યની પ્રાપ્તિરૂપ છે.
વળી, જેઓને એકાંતથી જ સામાન્ય રુચિ છે. જે સામાન્ય રુચિમાં ઓઘથી પણ અનેકાંતનો સ્પર્શ નથી= ભગવાને જે પ્રકારે અનેકાંતનું સ્થાપન કર્યું છે તે પ્રકારના અનેકાંતનો લેશ પણ સ્પર્શ નથી તેવા જીવોને ભગવાનના વચનના બોધથી થયેલું દ્રવ્યસમ્યક્ત તે અપ્રધાન દ્રવ્યસમ્યક્ત છે. અર્થાત્ ભાવસભ્યત્ત્વનું કારણ બને તેવું પ્રધાન દ્રવ્યસમ્યક્ત નથી પરંતુ ભગવાનના વચનને સ્વીકારીને ધર્મની પ્રવૃત્તિ કરે છે તોપણ એકાંતવાદથી અભિનિવિષ્ટ મતિવાળા હોવાને કારણે મિથ્યાદૃષ્ટિ જ છે. ફક્ત જિનવચનાનુસાર ધર્મની ક્રિયાઓ કરે છે તેથી સ્થૂલ વ્યવહારથી તેઓને સમ્યગ્દર્શન છે તેમ કહેવાય છે. આવું અપ્રધાન સમ્યગ્દર્શન કલ્યાણનું કારણ નથી પરંતુ નિષ્ફળ છે અને તેમાં “સંમતિતર્ક' ગ્રંથની સાક્ષી આપે છે. તેનો અર્થ આ પ્રમાણે છે - જેઓ ષજીવનિકાયની અવધારણરપૂર્વક શ્રદ્ધા કરે છે=આ આમ જ છે એવી એકાંતથી શ્રદ્ધા કરે છે તેઓને ભાવથી શ્રદ્ધા નથી. તેથી એ ફલિત થાય કે જેઓની શ્રદ્ધામાં એકાંતનો અભિનિવેશ છે અને તે નિવર્તન પામે તેવો નથી તેથી અનેકાંતને અભિમુખભાવ નથી અને તેઓની શ્રદ્ધા અપ્રધાન દ્રવ્યસમ્યસ્વરૂપ છે.
તેથી અર્થથી ફલિત થાય કે જેઓને સંગ્રહરૂપે ભગવાનના વચનમાં રુચિ છે, તેથી ભગવાને કહ્યું છે તે પ્રમાણે અનેકાંતને જાણવાનો અભિમુખભાવ છે તેઓને પ્રધાન દ્રવ્યસમ્યક્ત છે. અને જેઓ ભગવાને કહ્યા પ્રમાણે અનેકાંતને જાણવાને અભિમુખભાવવાળા નથી પરંતુ સ્વમતિ અનુસાર એકાંત અભિનિવેશવાળા છે. તેઓની રુચિમાં અનેકાંતનો અસ્પર્શ છે માટે તેઓનું દ્રવ્યસમ્યક્ત અપ્રધાન છે. તેથી પરમાર્થથી તેઓ મિથ્યાષ્ટિ જ છે.
વળી, જે જીવોને ભગવાને કહેલા અનેકાંતવાદમાં કોઈક સ્થાને સમ્યકુબોધનો અભાવ હોવા છતાં પણ ભગવાને કહેલું છે માટે તત્ત્વ છે તેવી રુચિ છે અને ભગવાનના વચનથી વિપરીત સ્વમતિ અનુસાર વિપરીત સ્વીકારવાનો અભિનિવેશ નથી.
કેમ સ્વમતિ અનુસાર વિપરીત સ્વીકારવાનો અભિનિવેશ નથી ? તેમાં યુક્તિ બતાવે છે – તે જીવને કોઈક રીતે વિપરીત બોધ થયેલો હોય તોપણ ગીતાર્થ સાધુ તેને બતાવે કે ભગવાનના વચનથી આ વિપરીત છે તો તે ગીતાર્થના વચનથી તે વિપરીત વચનનો ત્યાગ કરીને જિનવચનને યથાર્થ ગ્રહણ કરે