________________
કર
૨. ઉપદેશરુચિસમ્યક્ત્વ :
કોઈ મહાત્મા પાસેથી જિનવચનના પરમાર્થનો બોધ થાય અને તેનાથી સર્વજ્ઞએ કહેલા પદાર્થો પ્રત્યે રુચિ પ્રગટે તે ‘ઉપદેશરુચિસમ્યક્ત્વ’ છે.
૩. આજ્ઞારુચિસમ્યક્ત્વ
-
જિનવચનનો બોધ થયા પછી જે મહાત્માને ભગવાનની આજ્ઞાનું હંમેશાં સ્મરણ રહે છે અને તે આજ્ઞા અનુસા૨ સર્વશક્તિથી ઉદ્યમ કરે છે તેવા મહાત્માઓને ‘આજ્ઞારુચિસમ્યક્ત્વ' છે.
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
૪. સૂત્રરુચિસમ્યક્ત્વ
જે જીવોને ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધા થવાને કારણે ભગવાને બતાવેલા સૂત્રના અધ્યયનમાં અત્યંત રુચિ વર્તે છે, તેથી સદા નવાં-નવાં સૂત્ર ભણવાનો ઉદ્યમ કરે છે તેવા જીવોને ‘સૂત્રરુચિસમ્યક્ત્વ’ છે.
:
૫. બીજરુચિસમ્યક્ત્વ
:
એક પદથી અનેક પદની સાથે તેના અર્થના પ્રતિસંધાન દ્વારા પાણીમાં તેલબિંદુની જેમ પ્રસ૨ણશીલ રુચિ ‘બીજરુચિસમ્યક્ત્વ’ છે.
૬. અભિગમરુચિસમ્યકત્વ :
સૂત્રના અર્થને આશ્રયીને, સકલ સૂત્ર વિષયક રુચિ ‘અભિગમરુચિસમ્યક્ત્વ’ છે.
૭. વિસ્તારરુચિસમ્યક્ત્વ
સર્વ પ્રમાણ, સર્વ નયજન્ય સર્વ દ્રવ્ય અને સર્વભાવવિષયક રુચિ ‘વિસ્તારરુચિસમ્યક્ત્વ' છે.
-
.. ક્રિયારુચિસમ્યક્ત્વ :
:
દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ-વિનયાદિ અનુષ્ઠાન વિષયક રુચિ ‘ક્રિયારુચિસમ્યક્ત્વ' છે અને તે અસંગાનુષ્ઠાનવાળા
-
મુનિમાં છે.
૯. સંક્ષેપચિસમ્યક્ત્વ :
અનભિગૃહીત કુદૃષ્ટિવાળા પ્રવચન અવિશારદની નિર્વાણપદમાત્ર વિષયવાળી રુચિ ‘સંક્ષેપરુચિસમ્યક્ત્વ' છે. જે પ્રમાણે ઉપશમાદિ પદત્રય વિષયવાળી ચિલાતીપુત્રની રુચિ.
૧૦. ધર્મરુચિસમ્યક્ત્વ
ધર્મપદમાત્રના શ્રવણથી જનિત એવી પ્રીતિથી સહિત ધર્મપદવાચ્ય વિષયક રુચિ ‘ધર્મરુચિસમ્યક્ત્વ’ છે. પ્રવચનસારોદ્વા૨ની ગાથા પૂર્વમાં બતાવી. હવે તેનો ભાવાર્થ ગ્રંથકારશ્રી બતાવે છે -
એકવિધ સમ્યક્ત્વ કઈ રીતે પ્રાપ્ત થાય ? તે બતાવતાં કહે છે –
ક્ષયોપશમભાવનું કે ઉપશમભાવનું કે ક્ષાયિકભાવનું સમ્યક્ત્વ કોઈક જીવને પ્રાપ્ત થયું હોય તે સર્વ