________________
૬૬.
ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ છે ? જેથી ઉત્તરાધ્યયનની નિયુક્તિના વચનથી ભાવસભ્યત્ત્વનો સ્વીકાર નથી પણ દ્રવ્યસમ્યત્વનો સ્વીકાર છે તેમ નિર્ણય થઈ શકે ?
તેને ગ્રંથકારશ્રી કહે છે – શંકાકારની વાત સાચી છે તોપણ ઉત્તરાધ્યયનના અધિકૃત એવા સમ્યત્ત્વની દ્રવ્યરૂપતાને સ્વીકારવા માટે વિસ્તારરુચિવાળું ભાવસમ્યક્ત છે તે વચન જ પ્રમાણ છે.
આશય એ છે કે સર્વદર્શનના અભ્યાસથી જેઓને વિસ્તારરુચિ થઈ છે તેઓને ભાવસમ્યક્ત હોય છે. અને તેવા જીવોને અનાભોગથી કે ગુરુનિયોગથી વિપરીત બોધ સંભવે નહિ. તેથી અર્થથી નક્કી થાય છે કે ઉત્તરાધ્યયનની નિયુક્તિમાં સ્વીકારાયેલ સમ્યત્વ, દ્રવ્યસમ્યક્ત જ છે, ભાવસમ્યક્ત નથી
વળી, દ્રવ્યસમ્યક્તને જોનારી નયદષ્ટિ છે. અને ભાવસમ્યક્તને જોનારી નદૃષ્ટિ છે. દ્રવ્ય અને ભાવને પરસ્પર અનુવિદ્ધ જોનારી પણ નયદૃષ્ટિ છે. તેથી દ્રવ્ય અને ભાવને પરસ્પર અનુવિદ્ધ જોનારી નયદૃષ્ટિથી વિચારીએ તો પ્રધાન એવા દ્રવ્યસમ્યક્તવાળા જીવોમાં જે સમ્યક્ત છે તે સમ્યક્તમાં કંઈક ભાવત્વને સ્વીકારવામાં વિરોધ નથી એ પ્રમાણે અન્યત્ર કહેલું છે.
આશય એ છે કે જેઓને ભગવાનના વચનથી વિપરીત વચન પ્રત્યે અભિનિવેશ છે તેઓનું દ્રવ્યસમ્યક્ત ભાવથી અનનુવિદ્ધ છે અને જેઓને ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધા છે આમ છતાં વિસ્તારરુચિવાળું ભાવસમ્યક્ત થયું નથી તે જીવોમાં જે દ્રવ્યસમ્યક્ત છે તે સમ્યક્તમાં પણ ભાવત્વ અનુવિદ્ધ છે તેથી તે દ્રવ્યસમ્યક્ત કંઈક અંશથી ભાવસમ્યક્તથી અનુવિદ્ધ છે, તોપણ પ્રધાન રીતે દ્રવ્યસમ્યક્ત જ છે. અને જે જીવો સ્વ-પર દર્શનનો અભ્યાસ કરીને ભાવસમ્યક્તને પામ્યા છે તેઓમાં પ્રધાનરૂપે ભાવસમ્યક્ત છે.
સમ્યક્તના, દ્રવ્યસમ્યક્ત અને ભાવસમ્યક્ત એ બે ભેદો બતાવ્યા. તે સર્વકથનનું નિગમન કરતાં કહે છે –
આ રીતે=અત્યાર સુધી દ્રવ્યસમ્યક્ત અને ભાવસમ્યક્તનું વર્ણન કર્યું એ રીતે, નયવિશેષથી=સમ્યત્વના બે ભેદને કરનારી નથવિશેષની દૃષ્ટિથી, વિચિત્ર પ્રકારના સમ્યક્તનું વૈવિધ્ય ભાવન કરવું.
પૂર્વમાં દ્રવ્ય-ભાવ દ્વારા બે પ્રકારનું સમ્યક્ત બતાવ્યું. હવે “અથવાથી નિશ્ચય-વ્યવહાર દ્વારા બે પ્રકારનું સમ્યક્ત બતાવે છે અને તેમાં નિશ્ચય-વ્યવહારથી સમ્યક્તના લક્ષણને કહેનારું ઉદ્ધરણ બતાવ્યું. તેનો અર્થ સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
જ્ઞાનાદિમય શુભ પરિણામ નિશ્ચયસમ્યક્ત છે. અર્થાત્ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યકચારિત્રની પરિણતિરૂપ જે શુભ પરિણામ છે તે “
નિશ્ચય સમ્યક્ત” છે. અને સડસઠ ભેદના સ્વભાવવાળું વ્યવહાર સમ્યક્ત છે. તેથી એ ફલિત થાય કે રત્નત્રયીની એકતાની પરિણતિરૂપ “નિશ્ચય સમ્યક્ત' છે. અને
વ્યવહાર સમ્યક્ત' સમ્યક્તના સડસઠ ભેદોથી પ્રાપ્ત થાય છે. આ રીતે, નિશ્ચયનયથી અને વ્યવહારનયથી સમ્યક્તનું વૈવિધ્ય બતાવ્યું. * ત્યાં નથી શંકા કરે છે – જ્ઞાનાદિમય શુભ પરિણામને સમ્યક્ત કહેવાથી જ્ઞાનાદિમાં “આદિ પદથી દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ થાય છે. તેથી જ્ઞાન-દર્શન-ચારિત્રથી યુક્ત એવી જીવની પરિણતિ નિશ્ચયનયથી