________________
go
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૧. કારકસમ્યક્ત :
જે જીવો ભગવાનના વચનમાં રુચિવાળા છે અને સન્માર્ગના પરમાર્થને યથાર્થ જાણનારા છે, જિનવચનાનુસાર અપ્રમાદભાવથી સંયમમાં યત્ન કરનારા છે, તેઓની અપ્રમાદભાવની પ્રવૃત્તિ અન્ય જીવોને પણ આ જ જિનવચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ છે તેવો બોધ કરાવનાર હોવાથી અને પોતાના જીવનમાં પણ જે બોધ છે તે અનુસાર પ્રવૃત્તિ કરાવનાર હોવાથી “કારકસમ્યક્ત' છે. ૨. રોચકસભ્યત્ત્વ -
જે જીવોને ભગવાનના વચનમાં સ્થિર રુચિ છે, તેથી ભગવાનનું વચન જ સર્વ કલ્યાણનું કારણ ભાસે છે માટે શક્તિ અનુસાર ભગવાનના વચનને જાણવા અને જીવનમાં સેવવા માટે યત્ન કરે છે તેવા જીવોને “રોચક સમ્યક્ત' છે. ૩. દીપકસમ્યક્ત -
જે જીવો સ્વયં મિથ્યાદૃષ્ટિ છે. છતાં ભગવાનનાં વચનનો યથાર્થ ઉપદેશ આપીને યોગ્ય જીવોમાં સમ્યક્ત પ્રગટ કરે છે, તેવા અંગારમÉકાદિ આચાર્ય જેવા જીવોમાં દીપકસમ્યત્ત્વ છે.
વળી, ઉપશમાદિના ભેદથી સમ્યક્ત ત્રણ પ્રકારે છે – ૧. ઉપશમ સમ્યક્ત. ૨. ક્ષયોપશમ સમ્યક્ત. ૩. ક્ષાયિક સમ્યક્ત. વળી, ઉપશમાદિના ભેદથી સમ્યક્ત ચાર પ્રકારે છે – ૧. ઉપશમ સમ્યક્ત. ૨. ક્ષયોપશમ સમ્યક્ત. ૩. ક્ષાયિક સમ્યક્ત. ૪. સાસ્વાદન સમ્યક્ત. વળી, ઉપશમાદિના ભેદથી સમ્યક્ત પાંચ પ્રકારે છે – ૧. ઉપશમ સમ્યક્ત. ૨. ક્ષયોપશમ સમ્યક્ત. ૩. ક્ષાયિક સમ્યક્ત. ૪. સાસ્વાદન સમ્યક્ત. ૫. વેદક સમ્યક્ત. વળી, ઉપદેશરુચિ આદિના ભેદથી સમ્યક્ત દસ પ્રકારે છે.