________________
૫૬
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
૨. ઉપદેશરુચિ સમ્યક્ત : પરોપદેશ પ્રયુક્ત જીવાજીવાદિ પદાર્થ વિષયક શ્રદ્ધાન ઉપદેશરુચિ છે. પરોપદેશ શબ્દમાં પર શબ્દથી તીર્થકર અથવા તીર્થંકરના વચનને અનુસરનાર છદ્મસ્થનું ગ્રહણ છે.
ઉપદેશરુચિ' શબ્દનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે – કેવલજ્ઞાન મૂલકત્વ પ્રયુક્ત ઉપદેશની રુચિ તે “ઉપદેશરુચિસખ્યત્ત્વ' છે. અથવા તેનાથી જન્ય બોધરૂપ રુચિ ઉપદેશરુચિસમ્યક્ત છે એ પ્રકારનો નિષ્કર્ષ છે=ઉપદેશરુચિસમ્યક્તનું તાત્પર્ય છે. તે=પૂર્વમાં કહ્યું કે પર એવા તીર્થકર કે તીર્થંકરના વચનને અનુસરનાર છદ્મસ્થતા વચનથી પ્રયુક્ત જીવાજીવાદિ પદાર્થ વિષયક શ્રદ્ધાન ‘ઉપદેશરુચિસત્ત્વ છે. તે, સૂત્રકૃતાંગમાં કહેવાયું છે –
અહીં=સંસારમાં, કેવલજ્ઞાનથી લોકને જાણ્યા વગર અજાણતા એવા જેઓ ઘર્મને કહે છે અનર્વાકપાર એવા ઘોર સંસારમાં નષ્ટ એવા તેઓ પોતાના આત્માનો અને પરનો નાશ કરે છે.”
અહીં=સંસારમાં, કેવલજ્ઞાનથી લોકને જાણે છે. પુણ્યથી જ્ઞાનથી, સમાધિથી યુક્ત એવા જેઓ સમસ્તધર્મને કહે છે. તીર્ણ એવા તેઓ પોતાના આત્માને અને પરને તારે છે.” (સૂત્રકૃતાંગ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૬, ગા. ૭૮૬-૭૮૭) ‘તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે.
અહીંaઉપદેશરુચિસખ્યત્વના લક્ષણમાં, ઉપદેશમાં અને તજન્ય બોધમાં રુચિ છે તે સંશયવ્યાવર્તકતાવચ્છેદક ધર્મ વિશેષ છે.
૩. આજ્ઞારુચિસખ્યત્વઃ રાગ-દ્વેષ રહિત એવા પુરુષને આજ્ઞાથી જ ધર્માનુષ્ઠાનગત રુચિ ‘આજ્ઞારુચિ' છે. અને રહિતપણું=રાગ-દ્વેષ રહિતપણું, દેશથી અને સર્વથી છે. ત્યાં દેશથી દોષ રહિત એવા આચાર્યાદિની આજ્ઞાથી માપતુષાદિ જીવોને ધર્માનુષ્ઠાનમાં રુચિ તે તે અનુષ્ઠાનમાં સમ્યક્ત સંપાદિકા છે=જે-જે અનુષ્ઠાન તેઓ સેવે છે તે-તે અનુષ્ઠાનમાં યથાર્થપણાની સંપાદિકા છે. તે=પૂર્વમાં કહ્યું કે દેશથી દોષ રહિત આચાર્યાદિની આજ્ઞાથી જીવો ધર્માનુષ્ઠાનમાં રુચિ ધરાવે છે એ રુચિ, ધર્માનુષ્ઠાનને યથાર્થ સંપાદિકા છે=ધર્માનુષ્ઠાનને યથાર્થ કરનારી છે – તે, પંચાશકમાં કહેવાયું છે –
“આથી જ ચારિત્રી એવા માષતુષ આદિ મુનિઓને ગુરુપરતંત્રજ્ઞાન અને શ્રેયસં'=ગુરુ પારતંત્ર્યથી સંગત શ્રદ્ધાન નિર્દિષ્ટ છે." (પંચાશક - ૧૧/૭) “તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
અને સર્વદોષરહિત એવા ભગવાનની આજ્ઞાનું મૂલપણું ત્યાં પણ=દેશથી દોષરહિત એવા આચાર્યાદિમાં પણ, અપ્રામાણ્ય શંકાના તિવર્તકપણા વડે સર્વત્ર=સર્વત્ર અનુષ્ઠાનોમાં, રુચિ પ્રયોજક છે એ પ્રમાણે વિશેષ છે.
૪. સૂત્રરુચિસમ્યક્ત ઃ સૂત્ર અધ્યયનના અભ્યાસથી જનિત વિશિષ્ટ જ્ઞાનથી જીવાજીવાદિ પદાર્થ વિષયવાળી રુચિ ગોવિંદાચાર્યની જેમ સૂત્રરુચિ છે. અને પુનઃ પુનઃ સ્મરણથી દઢતર સંસ્કાર થાય છે