________________
૫૪
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ અહીં= સધર્મવિંશિકા'ના ઉદ્ધરણના શ્લોકમાં ‘વા' કાર=વિષય-વિશેષની અપેક્ષાથી પ્રકારાત્તરના ઉપદર્શન માટે છે.
અથવા જ્ઞાનાદિમય એ પ્રકારના આનો=સમ્યક્ત સ્તવ – ગા. ૧૧ના ઉદ્ધરણતો, આ અર્થ છે –
જ્ઞાનનયમાં=જ્ઞાનનયની દૃષ્ટિથી જ્ઞાનની દશાવિશેષમાં જ, સમ્યક્ત છે=જ્ઞાનની અસંગ પરિણતિરૂપ દશાવિશેષમાં જ સમ્યક્ત છે. અને ક્રિયાનયમાં=ક્રિયાનયની દૃષ્ટિથી, ચારિત્રરૂપ સમ્યક્ત છે. વળી, દર્શનનયમાં દર્શનનયની દૃષ્ટિથી, સ્વતંત્ર વ્યવસ્થિત જ છે ચારિત્ર વગર પણ સ્વતંત્ર ચતુર્થ ગુણસ્થાનકવર્તી જીવોમાં સમ્યક્ત વ્યવસ્થિત જ છે. વળી શુદ્ધાત્મપરિણામગ્રાહી નિશ્ચયનયમાં
યતિનો આત્મા જ દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. જે કારણથી તદાત્મક જ આદર્શન-જ્ઞાન-ચારિત્રાત્મક યતિ, શરીરનો આશ્રય કરે છે.” (યોગશાસ્ત્ર - ૪/૧)
એ પ્રમાણે યોગશાસ્ત્રના વચનથી આત્મા જ નિરૂપાધિશુદ્ધસ્વરૂપ પ્રકાશને કારણે જ્ઞાનરૂપ છે અને શ્રદ્ધાનથી દર્શનરૂપ છે, સ્વભાવની આચરણાથી ચારિત્રરૂપ છે, એથી શુદ્ધાત્માનો બોધ, શુદ્ધાત્માનું આચરણ=શુદ્ધાત્માને પ્રગટ કરવા માટેની આચરણા, શુદ્ધાત્માની તૃપ્તિ જ નિશ્ચય સમ્યક્ત છે.
ત્તિ' શબ્દ “નિશ્ચય સખ્યત્વ'ના કથનની સમાપ્તિ માટે છે. વિસ્તારથી સર્યું.
જે પ્રમાણે - ક્ષાયિક, લાયોપશમિક અને ઓપશમિક એ રીતે ત્રિવિધ છે. ત્રિવિધ કેમ છે? તેથી કહે છે. વેદકસભ્યત્ત્વનો ક્ષાયોપથમિક સમ્યક્તમાં અંતર્ભાવ છે. સાસ્વાદન સમ્યક્તનું અવિક્ષિતપણું છે=સમ્યક્ત રૂપે વિવક્ષા કરેલ નથી. માટે સમ્ય ત્રિવિધ છે એમ અવય છે. વળી અર્થ-ત્રણ પ્રકારના સભ્યત્વનો અર્થ, પૂર્વમાં કહેલો છે=પાંચ ભેદોના વર્ણનમાં ક્ષાયિકાદિ સખ્યત્ત્વનું વર્ણન કરેલું છે અથવા કારક, રોચક અને દીપક એ પ્રમાણે અન્ય રીતે ત્રિવિધ છે. ત્યાં=કારકાદિ ત્રણ ભેદોમાં,
કારક સમ્યક્ત : કારક સૂત્રાજ્ઞાશુદ્ધ ક્રિયા જ છે; કેમ કે તેનું જ સૂત્રની આજ્ઞાથી શુદ્ધ એવી ક્રિયાનું જ, પરગત સમ્યક્તનું ઉત્પાદકપણું હોવાથી સમ્યક્તરૂપપણું છે. અથવા તદવચ્છિન્ન'=પરગત સમ્યક્ત ઉત્પાદકતાવચ્છિન્ન સમ્યક્ત કારકસમ્યક્ત છે. અને આ=કારક સમ્યક્ત, વિશુદ્ધ ચારિત્રીને જ છે અપ્રમત્ત મુનિઓને જ છે.
રોચક સમ્યક્તઃ સમ્યફ અનુષ્ઠાનની પ્રવૃત્તિની જે રુચિ કરાવે છે પરંતુ સમ્યફ અનુષ્ઠાનની પ્રવૃત્તિ કરાવતું નથી તે ‘રોચક સમ્યત્ત્વ છે, અવિરત સમ્યફદષ્ટિ એવા કૃષ્ણ-શ્રેણિકાદિને રોચક સત્ત્વ છે.
દીપક સમ્યક્ત ઃ દીપક વ્યંજક એ અનર્થાન્તર છે=એકાર્યવાચી છે. અને આ=દીપક સમ્યક્ત, સ્વયં મિથ્યાદષ્ટિ પણ જે જીવ, પરને જીવાજીવાદિ પદાર્થોને યથાવસ્થિત વ્યક્ત કરે છે તેને=દીપક સમ્યક્તને અંગારમ“કાદિને જાણવું.