________________
પ૨
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨
શંકાકારની વાત સાચી છે તો પણ તે કથન બરાબર નથી; કેમ કે અધિકૃત એવા તેની દ્રવ્યતામાં ઉત્તરાધ્યયનમાં કહેવાયેલા સમ્યક્તની દ્રવ્યતામાં, વિસ્તારરુચિવાળા ભાવસભ્યત્ત્વનું પ્રમાણપણું છે. વળી દ્રવ્ય અને ભાવના અન્યોન્ય અનુવિદ્ધત્વરૂપ તયદૃષ્ટિમાં ત્યાં ઉત્તરાધ્યયનમાં કહેલા દ્રવ્યસખ્યત્વમાં, કથંચિત્ ભાવસમ્યક્ત પણ કહેવાતું વિરોધ માટે નથી. એ પ્રમાણે અન્યત્ર કહેવાયું છે. આ રીતે દ્રવ્ય-ભાવ દ્વારા નથવિશેષથી વિચિત્ર એવું કૈવિધ્ય ભાવન કરવું. અથવા નિશ્ચય અને વ્યવહાર દ્વારા બે પ્રકારનું છે સમ્યક્ત બે પ્રકારનું છે અને તેનું નિશ્ચય અને વ્યવહાર દ્વારા દ્વિવિધ એવા સમ્યત્વનું, લક્ષણ આ છે.
નિશ્ચયથી જ્ઞાનાદિમય આત્માનો શુદ્ધ પરિણામ સજ્જ છે. વળી ઈતર=વ્યવહારથી સમ્યક્ત, સમ્યક્તના હેતુઓ વડે કરીને તમારા સિદ્ધાંતમાં કહેવાયું છે.” (સમ્યક્તસ્તવ. પ્ર.ગા. ૧૧)
જ્ઞાન-શ્રદ્ધાન અને ચારિત્ર વડે જ્ઞાતાદીમય શુભ પરિણામ નિશ્ચય સમ્યક્ત છે અને સડસઠ ૬૭ ભેદના સ્વભાવવાળું વ્યવહાર સખ્યત્ત્વ છે. એ પ્રકારનો આનો અર્થ છે=સમ્યક્તસ્તવ પ્રકરણ ગાથા૧૧ના ઉદ્ધરણનો અર્થ છે.
નનુથી શંકા કરે છે – જ્ઞાનાદિમય એ પ્રકારના આનો જ્ઞાન-દર્શન-ચારિત્ર સંતુલિત એ પ્રકારનો અર્થ છે=જ્ઞાન-દર્શન-ચારિત્રથી યુક્ત એ પ્રકારનો અર્થ છે. તે રીતે આ=જ્ઞાનાદિમય, ભાવચારિત્ર જ પ્રાપ્ત થયું. કેવી રીતે તૈચ્ચયિક સમ્યક્ત કહેવાય ? એ પ્રમાણે કોઈ શંકા કરે તો ગ્રંથકારશ્રી કહે છે તારી વાત સાચી છે.
અહીં પ્રશ્ન થાય કે તો તેને નૈશ્ચયિક સમ્યક્ત કેમ કહ્યું ? તેમાં હેતું કહે છે –
ભાવચારિત્રનું જ નિશ્ચયસત્વરૂપપણું છે; કેમ કે તેનાથી જ=નિશ્ચય સમ્યક્તથી જ, મિથ્યાચારના નિવૃત્તિરૂપ કાર્યનો ભાવ છે.
અહીં પ્રશ્ન થાય કે મિથ્યાચારના નિવૃત્તિરૂપ કાર્ય કરે તેને નિશ્ચય સમ્યક્ત કેમ સ્વીકારાય છે? તેથી કહે છે –
કાર્ય અનુપહિત એવા કારણનો=કાર્ય ન કરતું હોય એવા કારણનો, નિશ્ચયનયથી અસ્વીકાર છે=કારણરૂપે અસ્વીકાર છે.
નનુ'થી શંકા કરે છે – આ રીતે ચોથા ગુણસ્થાનકાદિવર્તી શ્રેણિકાદિને પણ તે=ૌચ્ચયિક સમ્યક્ત, નહિ થાય ! એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – ન જ થાય શ્રેણિકાદિને નૈશ્ચયિક સમ્યક્ત નથી. કોણ શું કહે છે? અર્થાત્ કોણ ના પાડે છે ?; કેમ કે અપ્રમત્તસંયતને જ તેની વ્યવસ્થિતિ છે=ૌચ્ચયિક સખ્યત્ત્વની પ્રાપ્તિ છે, તે “આચારાંગમાં કહેવાયું છેઃઅપ્રમત્તમુનિને વૈશ્ચયિક સખ્યત્ત્વ છે તે ‘આચારાંગ આગમમાં કહેવાયું છે –
“જે સમ્યક્ત એ પ્રમાણે તું જો, તે મૌન એ પ્રમાણે તું જો, જે મૌન એ પ્રમાણે તું જો, તે સમ્યક્ત એ પ્રમાણે તું જો.”