________________
પ૧
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
“આ રીતે જિનપ્રજ્ઞપ્ત ભાવોને ભાવથી શ્રદ્ધા કરનાર પુરુષના આભિનિબોધિક જ્ઞાનમાં દર્શન શબ્દ યુક્ત છે.” (સંમતિતર્ક પ્ર. કા. ૨/૩૨)
અને જે શ્રી હરિભદ્રસૂરિ વડે“જિનવચન જ તત્ત્વ છે. અહીં=જિનવચનમાં, રુચિ દ્રવ્યસમ્યક્ત છે. યથાભાવ જ્ઞાનને કારણે=જે પ્રકારે ભાવો રહેલા છે તે પ્રકારના જ્ઞાનને કારણે, શ્રદ્ધાપરિશુદ્ધ=શ્રદ્ધાથી પરિશુદ્ધ, ભાવસમ્યક્ત છે.” (પંચવસ્તક પ્રકરણ ગાથા-૧૦૬૩)
એ પ્રમાણે “પંચવસ્તુ' ગ્રંથમાં પ્રતિપાદન કરાયું છે તેનો પણ આ જ અર્થ છે=ગ્રંથકારશ્રીએ દ્રવ્યસમ્યક્ત અને ભાવ સમ્યક્તનો જે અર્થ કર્યો એ જ અર્થ છે. “જિનવચન જ તત્ત્વ છે અન્ય નહિ" એ પ્રકારે સામાન્યરુચિનું દ્રવ્યસમન્વરૂપ પણાનું અને વય-નિક્ષેપ-પ્રમાણથી પરિષ્કૃત વિસ્તારરુચિનું ભાવસમજ્વરૂપપણાનું, ત્યાં='પંચવસ્તુ ગ્રંથમાં, પરિક્રુટપણું છે. ત્યાં= પંચવસ્તુ'ના કથનમાં ‘દ્રવ્ય' શબ્દનો અર્થ કારણતા છે અને ‘ભાવ' શબ્દનો અર્થ કાર્યની પ્રાપ્તિ છે એ પ્રમાણે ભાવન કરવું. વળી, જેઓને એકાંતથી સામાન્ય રુચિ છે અને ઓઘથી પણ અનેકાંતનો અસ્પર્શ છે તેઓને દ્રવ્યસમ્યક્ત છે એ પ્રકારના કથનમાં દ્રવ્ય પદાર્થ અપ્રધાનપણામાં જ છે; કેમ કે જિત સંબંધી પણ શાસ્ત્રનું અવલંબન લઈને એકાંતમાં પ્રવેશ કરતા જીવોના મિથ્યાત્વનું અવર્જકીયપણું છે. તેને શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ કહે છે –
છકાયની નિયમથી શ્રદ્ધા કરતો=અવધારણથી શ્રદ્ધા કરતો, ભાવથી=પરમાર્થથી, શ્રદ્ધા કરતો નથી. ખરેખર | અપર્યાયમાં પણ અવિભક્ત શ્રદ્ધા હોય છે."
વળી, જેને ભગવત્ પ્રરૂપિત અનેકાંતતત્વમાં સમ્યફ અપરિછિદ્ધમાન હોવા છતાં પણ ભગવત્ પ્રરૂપિતપણાથી ત્યાં રુચિ છે અને વિપરીત અભિનિવેશ નથી; કેમ કે ગીતાર્થ પ્રજ્ઞાપનીયત્વાદિ ગુણનો યોગ છે તેને અનાભોગ અને ગુરુપારતન્ય દ્વારા અત્યથા સંભાવનામાં પણ=વિપરીત બોધની સંભાવનામાં પણ, અંત:તત્વનું શુદ્ધપણું હોવાથી=આત્માની અંતરંગ રુચિનું શુદ્ધપણું હોવાથી, દ્રવ્યસમ્યક્ત અવિરુદ્ધ છે. અને તે પ્રમાણે ઉત્તરાધ્યયનની નિયુક્તિમાં ભદ્રબાહુસ્વામીનું વચન છે –
“વળી, સમ્યગ્દષ્ટિ જીવ ઉપદિષ્ટ પ્રવચનની=ભગવાન વડે કહેવાયેલ શાસ્ત્રની, શ્રદ્ધા કરે છે, અનાભોગથી અથવા ગુરુના નિયોગથી અસદ્ભાવની શ્રદ્ધા કરે છે.” (ગા. ૧૬૩)
નનુ'થી શંકા કરે છે – અહીંaઉત્તરાધ્યયનની નિર્યુક્તિના કથનમાં, દ્રવ્ય અને ભાવ બેમાંથી એકતરનું અનિદ્ધરણ હોવાથી દ્રવ્ય જ છે. અર્થાત્ ઉત્તરાધ્યયનમાં કહેલું સમ્યક્ત, દ્રવ્યસમ્યક્ત છે એ પ્રમાણે કહેલું કેવી રીતે નક્કી થાય ? અર્થાત્ થઈ શકે નહિ; કેમ કે સામાન્ય વચનનું વિશેષપરતામાં પ્રમાણનું મૃગ્યપણું છેઃઉત્તરાધ્યયનમાં સામાન્યથી સમ્યગ્દષ્ટિનું કથન હોવા છતાં તે દ્રવ્યસમ્યક્ત છે. એ પ્રકારે વિશેષ પર સ્વીકારવામાં તે વચન પ્રમાણભૂત છે એમ કહી શકાય નહિ.
એ પ્રમાણે શંકાકાર કહે તો ગ્રંથકારશ્રી કહે છે – તારી વાત સાચી છે અર્થાત્ અપેક્ષાએ