________________
::
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
પુદ્ગલના છેલ્લા ગ્રાસનું વેદન કરે છે તે ‘વેદક' સમ્યક્ત્વ કહેવાય છે.
તેમાં સાક્ષીપાઠ આપેલ છે તેનો અર્થ આ પ્રમાણે છે -
-
૩૯
વેદક સમ્યક્ત્વમાં પૂર્વ ઉદિત એવા સમ્યક્ત્વમોહનીયના ચરમ પુદ્ગલનો ગ્રાસ છે=ચરમ પુદ્ગલના ગ્રાસનું વેદન છે.
૫. સાસ્વાદન સમ્યક્ત્વ :
ક્રમપ્રાપ્ત ‘સાસ્વાદન સમ્યક્ત્વ'નું સ્વરૂપ બતાવે છે
કોઈ જીવ ઔપમિક સમ્યક્ત્વ પામે ત્યારે મિથ્યાત્વના દળિયાનો એક અંતર્મુહૂર્ત સુધી અંતરનો કાળ વર્તે છે અને તે મિથ્યાત્વના દળિયાના અંતરના કાળમાં તે જીવ ઔપશમિક સમ્યક્ત્વવાળો છે; કેમ કે તે કાળ દરમ્યાન કોઈ મિથ્યાત્વના દળિયાનો કે અનંતાનુબંધીના દળિયાનો ઉદય નથી. અને તે જીવ જ્યારે તે અંતઃકરણના કાળની સમાપ્તિકાળ પાસે આવે ત્યારે કોઈ જીવને ઉત્કૃષ્ટથી છ આવલિકા પૂર્વે અનંતાનુબંધી કષાયનો ઉદય થાય છે અને કોઈ જીવને જઘન્યથી એક સમય પૂર્વે અનંતાનુબંધી કષાયનો ઉદય થાય છે. તેથી ઔપશમિક સમ્યક્ત્વના અંતર્મુહૂર્તકાળ દરમ્યાન જે અનંતાનુબંધી કષાયનો ઉપશમ હતો તે અનંતાનુબંધીકષાયનો ઉદય જીવના પ્રમાદને કારણે પ્રાપ્ત થાય છે. તેથી તે જીવ ઔપશમિક સમ્યક્ત્વથી પાત પામીને તેના આસ્વાદનરૂપ=ઔપશમિક સમ્યક્ત્વના કંઈક આસ્વાદનરૂપ, ‘સાસ્વાદન સમ્યક્ત્વ'ને પામે છે.
તેમાં સાક્ષીપાઠ આપ્યો તેનો અર્થ આ પ્રમાણે છે
ઔપશમિક સમ્યક્ત્વમાં વર્તતો જીવ પ્રમાદને વશ ઔપશમિક સમ્યક્ત્વના કાળ દરમ્યાન જ ઔપશમિક સમ્યક્ત્વથી ચય પામે છે અને મિથ્યાત્વને પ્રાપ્ત કરતો નથી. તે વખતે તેના અંતરાલમાં=ઔપશ્િમક સમ્યક્ત્વના અંતઃકરણના કાળમાં, છ આવલિકાનું ‘સાસ્વાદન સમ્યક્ત્વ' પ્રાપ્ત કરે છે=ઉત્કૃષ્ટથી ૬ - આવલિકાનું અને ઉપલક્ષણથી જઘન્યથી ૧ સમયનું સાસ્વાદન સમ્યક્ત્વ અનંતાનુબંધી કષાયના ઉદયથી પ્રાપ્ત કરે છે.
પૂર્વમાં પાંચ પ્રકારના સમ્યક્ત્વનું સ્વરૂપ બતાવ્યું. હવે તે પાંચેય પ્રકારના સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે ? તે સમ્યક્ત્વનું કાલમાન કેટલું છે ? અર્થાત્ કેટલી વખત પ્રાપ્ત થાય છે ? અને ‘આદિ’ શબ્દથી તેના આકર્ષો બતાવે છે.
‘ઔપશમિક સમ્યક્ત્વ'ની સ્થિતિ એક અંતર્મુહૂર્ત રહે છે. તેનાથી અધિક રહી શકતું નથી. ‘સાસ્વાદન સમ્યક્ત્વ’ છ આવલિકા રહી શકે છે તેનાથી અધિક રહી શકતું નથી. ‘વેદક સમ્યક્ત્વ' એક સમયનું જ છે; કેમ કે સમ્યક્ત્વ મોહનીયના પુદ્ગલના ચરમ ગ્રાસના વેદનરૂપ ‘વેદક સમ્યક્ત્વ’ છે. ‘ક્ષાયિક સમ્યક્ત્વ' તેત્રીસ સાગરોપમથી કંઈક અધિક છે. ‘ક્ષાયોપશમિક સમ્યક્ત્વ' ક્ષાયિક સમ્યક્ત્વથી દ્વિગુણ છે=કંઈક અધિક ૬૬ સાગરોપમ છે. તે સ્વયં ગ્રંથકા૨શ્રી આગળ બતાવે છે
=