________________
૩.
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
ક્ષાયોપશમિકસમ્યક્ત્વમાં રહેલા ‘ક્ષયોપશમ’ શબ્દનો અર્થ કરતાં કહે છે
ઉદયને પામેલા એવા મિથ્યાત્વના પુદ્ગલોનો શક્તિના વિષ્લેભણપૂર્વક ક્ષય અર્થાત્ નિર્મૂલનાશ તે દેશથી ક્ષય છે. અર્થાત્ શક્તિના વિષ્મભણરૂપ દેશને આશ્રયીને નાશ છે. અને અનુદયવાળા કર્મનો ઉપશમ છે. તેથી ક્ષયથી સહિત ઉપશમ છે માટે ‘ક્ષયોપશમ' કહેવાય છે.
1
તેથી એ પ્રાપ્ત થાય કે વિશુદ્ધ થયેલા મિથ્યાત્વમોહનીયના દળિયા મિથ્યાત્વની શક્તિના વિષ્લેભણવાળા છે અને તે ઉદયમાં આવીને ક્ષય પામે છે અને મિથ્યાત્વમોહનીય-મિશ્ર મોહનીયના દળિયા તેને અનુકૂળ અધ્યવસાય નહિ હોવાથી પ્રદેશોદયથી આવે છે. આ રીતે, મિથ્યાત્વની શક્તિના વિભણપૂર્વક જે મિથ્યાત્વના દળિયાનો ઉદયથી નાશ છે તે દેશથી નિર્મૂલ નાશ છે અને જે મિથ્યાત્વના દળિયા ઉદયસમયને પામ્યા નથી અને સત્તામાં રહેલા છે તે દળિયા ‘અનુદિત’ કહેવાય છે. અને અનુદિત એવા તે મિથ્યાત્વના દળિયામાં ઉપશમ થાય છે=ઉદીરણાદિકરણને અયોગ્ય થાય છે. તેથી ક્ષયથી યુક્ત એવા ઉપશમવાળા તે સમ્યક્ત્વને ‘ક્ષાયોપશમિક સમ્યક્ત્વ' કહેવાય છે.
અહીં પ્રશ્ન થાય કે ઔપશમિક સમ્યક્ત્વ અને ક્ષાયોપશમિક સમ્યક્ત્વમાં ભેદ શું છે ? એથી કહે છે
ક્ષાયોપશમિક સમ્યક્ત્વ સત્કર્મનું વેદક કહેવાય છે. અર્થાત્ મિથ્યાત્વમોહનીય કર્મના વિશુદ્ધ થયેલા અને સમ્યક્ત્વમોહનીય રૂપે પરિણમન પામેલા એવા સત્કર્મને વેદન કરનારું સમ્યક્ત્વ કહેવાય છે. વળી, ઔપશમિક સમ્યક્ત્વકાળમાં મિથ્યાત્વમોહનીયકર્મની સત્તાનું અંતર કરેલ હોવાથી સત્કર્મની વેદનાથી રહિત ઔપશમિક સમ્યક્ત્વ છે. એ પ્રકારનો ક્ષાયોપશમિક સમ્યક્ત્વ અને ઔપશમિક સમ્યક્ત્વ વચ્ચેનો ભેદ છે. ક્ષાયોપશમિક સમ્યક્ત્વ અને ઔપશમિક સમ્યક્ત્વ વચ્ચેના ભેદને સ્પષ્ટ કરનાર વિશેષાવશ્યક ભાષ્ય ગ્રંથનું વચન છે તેનો અર્થ આ પ્રમાણે છે. ક્ષાયોપશમિક સમ્યક્ત્વમાં વર્તતો જીવ સત્કર્મને=વિદ્યમાન કર્મને, વેદન કરે છે, પરંતુ તે વેદન કરાતા કર્મનો અનુભાવ નથી અર્થાત્ તેનું ફળ નથી; કેમ કે વેદન કરાતા એવા તે મિથ્યાત્વ મોહનીકર્મના પુદ્ગલો વિશુદ્ધ થયેલા હોવાથી મિથ્યાત્વરૂપ મલિનતાનું આપાદન કરતા નથી. વળી, ઉપશાંતકષાયવાળો જીવ વિદ્યમાન પણ કર્મને વેદન કરતો નથી; કેમ કે અંતઃકરણ થયેલું હોવાથી તે વખતે મિથ્યાત્વ મોહનીયના કોઈ દળિયા ઉદયમાં નથી પરંતુ અંતઃકરણના કાળ પછી ઉદયમાં આવી શકે તે રીતે ઉપશાંત થયેલા છે.
૪, વેદક સમ્યક્ત્વ :
ક્રમ પ્રાપ્ત ‘વેદકસમ્યક્ત્વ'નું સ્વરૂપ બતાવે છે .
ક્ષાયોપશમિક સમ્યક્ત્વને પામેલો જીવ ક્ષપકશ્રેણીને પ્રાપ્ત કરે છે ત્યારે પ્રથમ દર્શનસપ્તકની ક્ષપણા કરે છે અને દર્શનસપ્તકની ક્ષપણા કરનાર જીવ અનંતાનુબંધી ચાર કષાય અને મિથ્યાત્વમોહનીય-મિશ્ર મોહનીયકર્મ એમ છ પ્રકૃતિની ક્ષપણા કરે ત્યારે તે છ પ્રકૃતિઓનો સત્તામાંથી સર્વથા ક્ષય પ્રાપ્ત થાય છે. ફક્ત દર્શન સપ્તકમાંથી સમ્યક્ત્વમોહનીયની સત્તા છે અને તે સમ્યક્ત્વમોહનીયની સત્તાનો પણ ક્ષપણા ક૨તો એવો તે જીવ જ્યારે ક્ષાયિક સમ્યક્ત્વ પામવાની પૂર્વક્ષણને પ્રાપ્ત કરે છે ત્યારે તે સમ્યક્ત્વમોહનીયના