________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
૩૭
કોઈક જીવે સમ્યક્ત ઉચ્ચરાવેલું હોય અને સમ્યક્તના આચારોને સમ્યકુ રીતે પાળતો હોય, આમ છતાં પ્રમાદને વશ સમ્યક્તના કોઈક અતિચારોને સેવેલા હોય અને તે અતિચારોની શુદ્ધિ ન કરેલી હોય તે ‘વિરાધિત સમ્યગ્દષ્ટિ' જીવ છે અને તેવો જીવ ઉત્કૃષ્ટથી છઠુઠી નરક સુધી જાય છે એ પ્રમાણે “સૈદ્ધાંતિક મત છે. અને કાર્મગ્રંથિક મત પ્રમાણે જે જીવે સમ્યક્ત ઉચરાવ્યું છે અને સમ્યક્તના આચારો સમ્યફ પાળે છે અને કોઈક રીતે સમ્યત્વના અતિચારોનું સેવન થયું હોય આમ છતાં તે અતિચારોની શુદ્ધિ ન કરી હોય તેવો વિરાધિત સમ્યગ્દષ્ટિ પણ વૈમાનિકદેવગતિને છોડીને અન્યગતિમાં જતો નથી.
આ પ્રમાણે સૈદ્ધાંતિક મત અને કાર્મગ્રંથિક મત પ્રવચનસારોદ્વારની વૃત્તિમાં બતાવેલાં છે. વળી, કોઈ જીવ સમ્યક્ત પામેલો હોય અને સમ્યક્તથી પાત પામે તો ફરી કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોટાકોટી સાગરોપમની બાંધે છે પરંતુ ઉત્કૃષ્ટ રસ બાંધતો નથી એ પ્રકારનો “કાર્મગ્રંથિક મત છે. વળી, સૈદ્ધાંતિક મત પ્રમાણે તો સમ્યક્ત પામ્યા પછી સમ્યક્તથી પાત પામેલો જીવ પણ ક્યારેય ઉત્કૃષ્ટ સ્થિતિ કર્મની બાંધતો નથી કે ઉત્કૃષ્ટ રસ પણ બાંધતો નથી. પરંતુ ઉત્કૃષ્ટ સંક્લેશ થાય તોપણ ગ્રંથિભેદકાળમાં સત્તામાં રહેલા અંતઃકોટાકોટી સાગરોપમ પ્રમાણ જ કર્મની સ્થિતિ બાંધે છે. ૨. ક્ષાયિક સખ્યત્વ :
મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધી ચાર કષાય, તે પાંચેય કર્મનો નિર્દૂલ નાશ થાય ત્યારે “ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત થાય છે. તેમાં સાક્ષી આપે છે કે ભવની નિષ્પત્તિના કારણભૂત એવું વિવિધ પ્રકારનું દર્શનમોહનીય કર્મ છે અર્થાત્ સમ્યક્ત મોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીયરૂપ દર્શનમોહનીય કર્મ છે. અને ઉપલક્ષણથી તત્સહવર્તી અનંતાનુબંધી ચાર કષાય છે. તે ક્ષીણ થયે છતે સર્વ અપાય રહિત શરીરવાળું ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત થાય છે. અર્થાત્ સંસારના સર્વ અનર્થોની પ્રાપ્તિનું કારણ જીવની યથાર્થ દૃષ્ટિનો અભાવ છે અને તે યથાર્થ દૃષ્ટિને આવારક કર્મ દૂર થવાથી કોઈપણ અનર્થોનું કારણ ન બને તેવું નિર્મલ કોટિનું સમ્યક્ત પ્રાપ્ત થાય છે જે ક્ષાયિક સમ્યક્ત છે. ક્ષાયિક સમ્યક્ત પામ્યા પછી જીવ સંસારના અનર્થોની પરંપરા ક્યારેય પ્રાપ્ત કરતો નથી પરંતુ ત્રણ-ચાર ભવમાં સંસારનો અંત કરી મોક્ષસુખને પામે છે અને ક્ષાયિક સમ્યક્ત પ્રગટ થયા પછી સદા રહેનારું છે માટે સાદિ અનંત છે. ૩. ક્ષાયોપથમિક સખ્યત્વ :
ક્ષાયિક સમ્યક્તનું સ્વરૂપ બતાવ્યા પછી ક્રમ પ્રાપ્ત ક્ષાયોપથમિક સભ્યત્ત્વનું સ્વરૂપ બતાવે છે –
જીવ મિથ્યાત્વમોહનીયના દળિયાના ત્રણ પુંજ કરે છે તે વખતે સત્તામાં મિથ્યાત્વમોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્વમોહનીય કર્મની ત્રણેય સત્તાઓ ક્રમસર ઉદયમાં આવી શકે તે રીતે રહેલી છે અને જીવ જ્યારે વિશુદ્ધ પરિણામને અભિમુખ હોય છે ત્યારે તે ત્રણેય સત્તામાંથી સમ્યક્વમોહનીયની સત્તા ઉદયમાં આવે છે અને મિથ્યાત્વ મોહનીય અને મિશ્રમોહનીયની સત્તાના દળિયા પ્રદેશોદયથી ઉદયમાં આવે છે અને અનંતાનુબંધી કષાયના દળિયા પણ પ્રદેશોદયથી ઉદયમાં આવે છે તે વખતે જીવમાં ક્ષયોપશમભાવનું સમ્યક્ત વર્તે છે.