________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ અંતઃક૨ણ કરે છે અને અનિવૃત્તિકરણ પૂરું થયા પછી તે જીવ તે અંતઃકરણના પ્રથમ સમયમાં પ્રવેશ પામે છે તે વખતે મિથ્યાત્વના દળિયાનો ઉદય નહિ હોવાથી તે જીવને ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. અને એક અંતર્મુહૂર્તનું મિથ્યાત્વના દળિયામાં અંતર કરેલું હોવાથી તે ઔપશમિક સમ્યક્ત્વવાળો જીવ એક અંતર્મુહૂર્ત સુધી ઔપશમિક સમ્યક્ત્વમાં રહે છે. અર્થાત્ અંતઃકરણના પ્રથમ સમયથી માંડીને અંતઃકરણના ચરમ સમય સુધી ઔપશમિક સમ્યક્ત્વવાળો રહેશે. તે દરમ્યાન ઔપશમિક સમ્યક્ત્વ પામેલો જીવ સમ્યક્ત્વના પરિણામથી સત્તામાં રહેલા મિથ્યાત્વના દળિયાને શોધન કરે છે.
30
જેમ મદને ઉત્પન્ન કરે તેવું કોદ્રવ નામનું ધાન્ય છે અને ઔષધવિશેષથી તેની મદશક્તિનું શોધન થાય છે. શોધનની પ્રક્રિયાકાળમાં કોદ્રવ નામના ધાન્યના ઢગલામાં ઔષધ નાખવાથી તે ઢગલામાંના કેટલાક કોદ્રવના ધાન્યના જથ્થામાંથી મદશક્તિ દૂર થાય છે. તે કોદ્રવના ધાન્યનો જથ્થો ‘શુદ્ધ’ કહેવાય છે. કેટલાક કોદ્રવના ધાન્યના જથ્થામાંથી મદશક્તિ અર્ધશુદ્ધ થાય છે અર્થાત્ કંઈક મદશક્તિ હણાય છે અને કંઈક મદશક્તિ છે તે કોદ્રવના ધાન્યનો જથ્થો ‘મિશ્ર’ કહેવાય છે. વળી કેટલાક કોદ્રવના ધાન્યના જથ્થાને તે ઔષધની કંઈ અસર ન થવાથી તેટલા કોદ્રવના ધાન્યના જથ્થાની મદશક્તિ નાશ પામતી નથી. તેથી તે કોદ્રવના ધાન્યને જથ્થો ‘અંશુદ્ધ’ કહેવાય છે. તેમ ઔષધતુલ્ય ઔપશમિક સમ્યક્ત્વની નિર્મળદષ્ટિ હોવાને કા૨ણે અંતઃકરણના પછીના કાળમાં ઉદયમાં આવે તેવા જે મિથ્યાત્વના દળિયા છે તે મિથ્યાત્વના દળિયાનું ઔપશમિક સમ્યક્ત્વવાળો જીવ, ઔપશમિક સમ્યક્ત્વના પ્રથમ સમયથી માંડીને શોધન કરે છે અર્થાત્ શુદ્ધીકરણ કરે છે. ઔપશમિક સમ્યક્ત્વના અધ્યવસાયથી કેટલાક મિથ્યાત્વના દળિયાને ‘શુદ્ધ’ કરે છે અને કેટલાક મિથ્યાત્વના દળિયાને ‘અર્ધશુદ્ધ' કરે છે અને કેટલાક મિથ્યાત્વના દળિયા શુદ્ધ થયા નથી તે ‘અશુદ્ધ’ છે. આ પ્રકારની શોધનની ક્રિયાને ત્રણ પુંજ ક૨વાની ક્રિયા કહેવાય છે. અર્થાત્ મિથ્યાત્વનો એક પુંજ હતો તેને ઔપમિક સમ્યક્ત્વવાળો જીવ અધ્યવસાયવિશેષથી ત્રણ વિભાગરૂપે કરે છે. તેથી ત્રણ પુંજ બને છે અને આ ત્રણ પુંજ ક૨વાની ક્રિયા ઔપશમિકસમ્યક્ત્વના પ્રથમ સમયથી સતત ચાલે છે. તેથી પ્રથમ સમયમાં મિથ્યાત્વના કેટલાક દળિયા શુદ્ધ કરે છે જેને ‘સમ્યક્ત્વમોહનીય’ કહેવાય છે. કેટલાક મિથ્યાત્વના દળિયા અર્ધશુદ્ધ કરે છે તેને ‘મિશ્ર મોહનીય’ કહેવાય છે અને જે શુદ્ધ થયા નથી તે ‘મિથ્યાત્વમોહનીય’ કહેવાય છે. વળી, બીજા સમયે પણ તે મિથ્યાત્વના દળિયામાંથી કેટલાક શુદ્ધ કરે છે જે ‘સમ્યક્ત્વમોહનીય’ના પુંજમાં ગણાય છે, કેટલાક અર્ધશુદ્ધ કરે છે તે ‘મિશ્ર મોહનીય’ના પુંજમાં ગણાય છે અને જે શુદ્ધ નથી થયા તે મિથ્યાત્વમોહનીયનો પુંજ કહેવાય છે. આ પ્રક્રિયા પ્રતિસમય થાય છે તેથી મિથ્યાત્વનો પુંજ નાનો થતો જાય છે અને સમ્યક્ત્વમોહનીયનો પુંજ અને મિશ્રમોહનીયનો પુંજ વધતો જાય છે અને ઔપમિક સમ્યક્ત્વનો કાળ પૂરો થાય ત્યાર પછી સત્તામાં રહેલા આ ત્રણ પુંજમાંથી જો શુદ્ધ દળિયારૂપ સમ્યક્ત્વમોહનીયનો ઉદય થાય તો ક્ષાયોપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. જો મિશ્ર મોહનીયનો ઉદય થાય તો ‘મિશ્રગુણસ્થાનક' પ્રાપ્ત થાય છે અને મિથ્યાત્વમોહનીયનો ઉદય થાય તો ઔપશમિક સમ્યક્ત્વવાળો જીવ મિથ્યાત્વમાં જાય છે.
ઔપશમિક સમ્યક્ત્વના કાળ પછી જીવ સદાલંબન દ્વારા પોતાની નિર્મળ દૃષ્ટિને જાળવી રાખે તો