________________
૩૪.
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ વિરુદ્ધ તૈલાદિ દ્રવ્ય જેવા કુતીર્થિકના સંસર્ગને પામીને કે કુશાસ્ત્રનું શ્રવણાદિ કરીને મિથ્યાત્વને પામે તો મિથ્યાત્વના પરિણામથી મિશ્રિત થયેલા પૂર્વમાં શોધિત એવા મદનકોદ્રવ સ્થાનીય સમ્યક્વમોહનીયના પુદ્ગલોને તત્ક્ષણ જ મિથ્યાત્વમોહનીય રૂપે કરે છે. તેથી એ ફલિત થાય કે સમ્યક્ત પામ્યા પછી જીવ સદાલંબન દ્વારા પ્રવર્ધમાન પરિણામવાળો ન થાય અને કુતીર્થિકના સંસર્ગને કારણે મલિન પરિણામવાળો થાય અથવા કુઉપદેશક પાસેથી કુશાસ્ત્રનું શ્રવણ કરે અથવા તત્ત્વને જાણવા માટેના ઉચિત યત્નમાં પ્રમાદવાળો બને, તેના કારણે તે મિથ્યાત્વને પામે અને તે મિથ્યાત્વના અધ્યવસાયથી સમ્યક્વમોહનીયના પુદ્ગલો મિથ્યાત્વમોહનીયરૂપે પરિણમન પામે છે. જેમ શોધિત એવું મદનકોદ્રવ નામનું ધાન્ય વિરુદ્ધ તૈલાદિથી ફરી મદશક્તિવાળું બને છે. માટે સમ્યક્તને પામ્યા પછી સદા સદાલંબનને ગ્રહણ કરીને કુતીર્થિકના સંસર્ગનો પરિહાર કરવો જોઈએ. કુઉપદેશકો પાસેથી કુશાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ નહિ. અને સન્માર્ગને બતાવનાર સત્શાસ્ત્રનું અધ્યયન કરીને સમ્યક્તની શુદ્ધિમાં ઉદ્યમ કરવો જોઈએ. જેથી મિથ્યાત્વની પ્રાપ્તિ ન થાય. વળી, કોઈક જીવ સમ્યક્તથી પાન પામ્યા પછી જ્યારે ફરી સમ્યક્ત પામે છે ત્યારે પણ અપૂર્વકરણથી પંજત્રયને કરીને અનિવૃત્તિકરણ દ્વારા સમ્યક્વમોહનીયના પુંજને પામે છે તેનાથી તેનામાં સમ્યક્ત આવે છે.
આશય એ છે કે કુતીર્થિક આદિના આલંબન દ્વારા જીવ મિથ્યાત્વને પામે અને મિથ્યાત્વમાં રહીને સમ્યક્વમોહનીયના પુદ્ગલોને મિથ્યાત્વમોહનીય રૂપે કરવાનો પ્રારંભ કરે. ત્યારપછી તત્કાલ મિથ્યાત્વનો પરિણામ નિવર્તન ન પામે તો સમ્યક્ત મોહનીયના સર્વ પુદ્ગલો ક્રમસર મિથ્યાત્વમોહનીય રૂપે પરિણમન પામે છે. આ રીતે, તે જીવ સમ્યક્વમોહનીય અને મિશ્ર મોહનીયના પુંજને મિથ્યાત્વમોહનીયના પુંજારૂપે કરે તો તે જીવ માત્ર મિથ્યાત્વમોહનીયની સત્તાવાળો બને છે અને તેના જીવને સમ્યક્ત પામવા માટે ફરી ત્રણ કરણ કરવા પડે છે. અને તેથી તે જીવ અપૂર્વકરણથી મિથ્યાત્વમોહનીયના દળિયાને પુજત્રયરૂપે કરે છે ત્યારપછી અનિવૃત્તિકરણ દ્વારા સમ્યક્ત મોહનીયના પુંજના ઉદયવાળો બને ત્યારે તેને સમ્યક્ત પ્રાપ્ત થાય છે.
અહીં પ્રશ્ન થાય કે જે જીવો સમ્યક્તથી પાત પામીને ફરી અપૂર્વકરણ દ્વારા પુંજત્રય કરે છે, તેઓની તે અપૂર્વકરણની પ્રક્રિયાને અપૂર્વકરણ કહી શકાય નહિ; કેમ કે પૂર્વમાં એક વખત તેઓએ અપૂર્વકરણ કરેલું છે માટે ફરી તેઓ ત્રણ કરણ કરે છે ત્યારે તેઓના કરણને અપૂર્વકરણ કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે. પૂર્વમાં લબ્ધ એવા પણ અપૂર્વકરણની બીજી વખત અપૂર્વતા પૂર્વ સદશ કૃતપણું હોવાને કારણે અપૂર્વ જેવી જ છે. અર્થાત્ આ બીજી વખતનું અપૂર્વકરણ, પહેલાના અપૂર્વકરણ જેવું છે માટે તેને અપૂર્વકરણ કહેવાય છે પરંતુ પૂર્વમાં ક્યારેય કર્યું નથી પ્રથમવાર કરે છે તેવું અપૂર્વકરણ તો પ્રથમ અપૂર્વકરણને જ કહી શકાય તે પ્રમાણે જ્ઞાનવૃદ્ધ પુરુષો કહે છે. વળી, અહીં કહ્યું કે સમ્યક્તથી પાત પામેલો જીવ ફરી સમ્યક્ત પામે છે. ત્યારે અપૂર્વકરણ દ્વારા ત્રણjજ કરે છે. તે કથન સૈદ્ધાંતિક મતથી છે. | (જે જીવો કોઈક નિમિત્તથી મિથ્યાત્વને પામ્યા પછી તરત મિથ્યાત્વથી નિવર્તન પામે તો તેઓનો