________________
૨૩
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ અને મિશ્રમોહનીય રૂપે કરે છે તેમ સત્તામાં રહેલા મિશ્રમોહનીય પુંજના કેટલાક દળિયાને સમ્યક્વમોહનીય રૂપે કરે છે.
તેથી એ પ્રાપ્ત થાય કે જેમ મિથ્યાત્વ-મોહનીયના દળિયાને મિશ્રમોહનીય અને સમ્યક્વમોહનીયરૂપે કરે છે, તેમ અર્ધશુદ્ધ થયેલા મિશ્રમોહનીયના દળિયા પણ જે સત્તામાં હતા તેમાંથી કેટલાકને પૂર્ણ શુદ્ધ કરીને સમ્યક્વમોહનીયરૂપે કરે છે. મિશ્રમોહનીયના દળિયાની સત્તા કંઈક સમ્યક્વમોહનીયરૂપે થાય છે તે અપેક્ષાએ ઘટે છે અને મિથ્યાત્વમોહનીયમાંથી અર્ધશુદ્ધરૂપે થાય છે તેથી મિશ્રમોહનીયના દળિયાની સત્તા કંઈક વધે છે. વળી, કોઈ જીવ સમ્યક્ત પામ્યા પછી પ્રમાદ વશ બને તો તે જીવ મિથ્યાત્વને પામે છે. તો તે મિથ્યાદૃષ્ટિ જીવ મિશ્રમોહનીયના દળિયાની સત્તામાંથી પુદ્ગલોને ગ્રહણ કરીને મિથ્યાત્વ રૂપે સંક્રમણ કરે છે અને સમ્યક્વમોહનીયના પુદ્ગલોને પણ ગ્રહણ કરીને મિથ્યાત્વરૂપે સંક્રમણ કરે છે. પરંતુ સમ્યક્ત મોહનીયના પુદ્ગલોને મિશ્રમોહનીયના પુદ્ગલો રૂપે સંક્રમણ કરતો નથી; કેમ કે મિથ્યાત્વના મલિન પરિણામને કારણે, મિશ્રમોહનીયના પુગલો પણ મિથ્યાત્વ મોહનીયરૂપે થાય છે. અને સમ્યક્વમોહનીયના પુદ્ગલો પણ મિથ્યાત્વમોહનીયરૂપે થાય છે પરંતુ સમ્યક્વમોહનીયના પુદ્ગલોને મિશ્રમોહનીયના પુદ્ગલો રૂપે પરિણમન પમાડતો નથી.
પૂર્વમાં કહ્યું કે પ્રવર્ધમાન પરિણામવાળો સમ્યગ્દષ્ટિ જીવ મિથ્યાત્વમોહનીયના પુગલને ગ્રહણ કરીને સમ્યક્વમોહનીયરૂપે કરે છે અને મિશ્રમોહનીયરૂપે કરે છે. અને મિશ્રમોહનીયના પુદ્ગલને સમ્યક્વમોહનીય રૂપે કરે છે. આ રીતે પ્રવર્ધમાન પરિણામવાળો સમ્યગ્દષ્ટિ અંતે ક્ષાયિક સમ્યક્ત પામે છે તેને બતાવવા માટે બૃહત્ કલ્પભાષ્યમાં શું કહ્યું છે? તે બતાવે છે –
પ્રવર્ધમાન પરિણામવાળા એવા સમ્યગ્દષ્ટિ જીવનું મિથ્યાત્વ ક્ષીણ ન થયું હોય ત્યારે તે સમ્યગ્દષ્ટિ જીવ નિયમા ત્રણ પુંજવાળો હોય છે અને પ્રવર્ધમાન પરિણામને કારણે જ્યારે મિથ્યાત્વ ક્ષીણ થાય અર્થાત્ પ્રવર્ધમાન પરિણામને કારણે મિથ્યાત્વમોહનીયના પુદ્ગલોને સમ્યક્ત મોહનીયરૂપે અને મિશ્રમોહનીયરૂપે સંક્રમણ કરવાને કારણે જ્યારે મિથ્યાત્વમોહનીયના પુદ્ગલોની સત્તા સંપૂર્ણ નાશ પામે ત્યારે તે સમ્યગ્દષ્ટિ જીવ બે પુંજવાળો હોય છે અર્થાતુ તેની સત્તામાં મિશ્રમોહનીય અને સમ્યક્વમોહનીયની બે જ સત્તા હોય છે. મિથ્યાત્વમોહનીયની સત્તા સમાપ્ત થાય છે. વળી, આ રીતે પ્રવર્ધમાન પરિણામવાળો જીવ જ્યારે મિશ્રમોહનીયની સત્તાને પણ સમ્યક્વમોહનીય રૂપે કરીને ક્ષીણ કરે છે ત્યારે તે સમ્યગ્દષ્ટિ જીવ એક પુંજવાળો બને છે. અર્થાત્ માત્ર સમ્યક્વમોહનીયની સત્તા સત્તામાં રહે છે અને જ્યારે તે પ્રવર્ધમાન પરિણામને કારણે સમ્યક્ત મોહનીયની સત્તા પણ ક્ષીણ થઈ જાય ત્યારે તે સમ્યગ્દષ્ટિ જીવ પક બને છે=મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય અને સમ્યક્વમોહનીય ત્રણેયનો નાશ કરનાર બને છે. અર્થાત્ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ બને છે.
પૂર્વમાં કહ્યું કે પ્રવર્ધમાન પરિણામવાળો સમ્યગ્દષ્ટિ જીવ મિથ્યાત્વમોહનીયના પુદ્ગલોને સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીયરૂપે પરિણમન પમાડે છે અને તે ક્રમથી અંતે ક્ષેપક થાય છે. હવે કોઈ સમ્યગુદૃષ્ટિ જીવ