________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨
૧. ઔપથમિક સમ્યક્ત. ૨. ક્ષાયિક સમ્યક્ત. ૩. ક્ષાયોપથમિક સમ્યક્ત. ૪. વેદક સમ્યક્ત. ૫. સાસ્વાદન સમ્યક્ત.
તે પાંચ ભેદોમાંથી પ્રથમ ઓપશમિક સભ્યત્ત્વનું સ્વરૂપ બતાવે છે – ૧. ઔપથમિક સખ્યત્વ :
જેમ કોઈ અગ્નિ ભસ્મથી ઢંકાયેલો હોય ત્યારે તે અગ્નિ બુઝાઈ ગયો નથી પરંતુ ભસ્મને કારણે વ્યક્ત દેખાતો નથી તેમ નિસર્ગથી જીવ સમ્યગ્દર્શન પામે છે ત્યારે મિથ્યાત્વમોહનીયકર્મ અને અનંતાનુબંધી ક્રોધાદિ ચાર કષાયોની અનુદય અવસ્થા પ્રાપ્ત થાય છે. તે પાંચ કર્મોની અનુદય અવસ્થા એ કર્મના નાશથી નથી પરંતુ ભસ્મથી ઢંકાયેલા અગ્નિની જેમ અપ્રગટ અવસ્થા છે અને તેને ઉપશમ કહેવાય છે. આ ઉપશમ આત્મામાં સમ્યગ્દર્શનનો પ્રવર્તક છે. તેથી ઉપશમ પ્રયોજનવાળું જે સમ્યગ્દર્શન તે ઔપશમિક સમ્યગ્દર્શન કહેવાય છે અને ઔપશમિક સમ્યગ્દર્શન ચાર ગતિમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવો જે અનાદિથી મિથ્યાષ્ટિ છે તે જીવો યથાપ્રવૃત્તિકરણાદિ ત્રણ કરણપૂર્વક ગ્રંથિભેદ કર્યા પછી ઔપશમિક સભ્યત્વને પામે છે જે અંતર્મુહૂર્ત રહેનારું છે. - પથમિક સમ્યક્ત અનાદિ મિથ્યાષ્ટિને થાય છે તેમ ઉપશમશ્રેણીમાં ચઢેલા જીવને પણ થાય છે. તેમાં વિશેષાવશ્યક ભાષ્યની સાક્ષી આપે છે –
ઉપશમશ્રેણીમાં ચઢેલા જીવોને ઔપશમિક સમ્યક્ત થાય છે. વળી, જેમ અનાદિ મિથ્યાદૃષ્ટિ જીવ પથમિક સમ્યક્ત વખતે ત્રણ પુંજ કરે છે તેમ ઉપશમશ્રેણીવાળા જીવો ત્રણ પુંજ કરતા નથી. વળી, અનાદિ મિથ્યાષ્ટિ ઓપશમિક સમ્યક્તમાં અનંતાનુબંધી ચાર કષાય અને મિથ્યાત્વ મોહનીય તે પાંચ પ્રકારના કર્મનો ઉપશમ કરે છે તેથી તેઓ અક્ષપિત મિથ્યાત્વવાળા છે અર્થાત્ મિથ્યાત્વમોહનીય કર્મનો ક્ષય કરીને ક્ષાયિક સમ્યક્ત નહિ પામેલા જીવો છે. અને તેવા જીવો ઔપશમિક સભ્યત્વ પામે છે.
વળી, ગ્રંથિભેદ સુધી અભવ્ય પણ સંખ્યાત-અસંખ્યાતકાળ સુધી રહે છે. અને ત્યાં રહેલો અભવ્ય પણ દ્રવ્યશ્રુત ભણે છે જેનું વર્ણન ટીકાથી જાણવું.
પૂર્વમાં કહ્યું કે પાંચ પ્રકારનાં સભ્યત્ત્વ છે. ત્યારપછી તે પાંચ પ્રકારમાંથી ઔપશમિક સમ્યક્તનું સ્વરૂપ ગ્રંથકારશ્રીએ બતાવ્યું. ત્યાં ગ્રંથકારશ્રીને પ્રસંગથી કાર્મગ્રંથિક મત અને સૈદ્ધાંતિકમતનું સ્મરણ થયું તેથી કહે છે કે પથમિક સમ્યક્ત વિષયક વિશેષજ્ઞાન માટે કંઈક વિશેષ બતાવાય છે અને તે વિશેષ બતાવતાં પ્રથમ કાર્મગ્રંથિક મતાનુસાર બતાવે છે –
પૂર્વમાં કહેલું કે ત્રણ કરણ દ્વારા જીવ જ્યારે પથમિક સમ્યક્ત પામે છે ત્યારે મિથ્યાત્વના દળિયામાં