________________
૨૪
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
સમ્યક્તની પ્રાપ્તિમાં જેમ=સમ્યક્તની પ્રાપ્તિમાં ત્રણ કરણ થાય છે એની જેમ, દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિમાં પણ યથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણ થાય છે, પરંતુ અનિવૃત્તિકરણ થતું નથી; કેમ કે અપૂર્વકરણનો અદ્ધા સમાપ્ત થયે છd=અપૂર્વકરણનો કાળ સમાપ્ત થયે છતે, અનંતર સમયમાં જ અપૂર્વકરણના સમાપ્તિના અનંતર સમયમાં જ, તે બેનો ભાવ છે દેશવિરતિ અને સર્વવિરતિનો સદ્ભાવ છે. દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિના અનંતર અંતર્મુહૂર્ત સુધી જીવ અવશ્ય પ્રવર્ધમાન પરિણામવાળો છે. ત્યારપછી આગળ વળી અનિયમ છે=પ્રવર્ધમાન પરિણામવાળો હોય પણ અને ન પણ હોય એ પ્રકારનો અનિયમ છે.
આભોગ વગર જ કોઈક રીતે પરિણામના બ્રાસથી પ્રાપ્ત થયેલ દેશવિરતિ અથવા પ્રાપ્ત થયેલા સર્વવિરતિના પરિણામના નાશથી, દેશવિરતિથી કે સર્વવિરતિથી જેઓ પાતને પામેલા છે તેઓ ફરી અકૃતકરણા જEયથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણ કર્યા વગર જ, તેનેપાત પામેલ દેશવિરતિને કે સર્વવિરતિને, પ્રાપ્ત કરે છે. વળી, જેઓ આભોગથી પાતને પામેલા છે=દેશવિરતિથી કે સર્વવિરતિથી પાતને પામેલા છે અને આભોગથી જ મિથ્યાત્વને પામેલા છે તેઓ જઘન્યથી અંતર્મુહૂર્ત કાળ સુધી, ઉત્કૃષ્ટથી ઘણા કાળ સુધી યથોક્તકરણપૂર્વક જપૂર્વમાં કહેલા કરણોપૂર્વક જ, ફરી તેને સમ્યક્તને, દેશવિરતિને અને સર્વવિરતિને પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે કર્મપ્રકૃતિની વૃત્તિમાં કહેવાયું છે.
સૈદ્ધાંતિક મતમાં વિરાધિત સમ્યક્તવાળો કોઈક જીવ ગ્રહણ કરાયેલા પણ સમ્યક્તથી છઠી તારક સુધી ઉત્પન્ન થાય છે. વળી, કાર્મગ્રંથિક મતથી વૈમાનિક દેવલોકથી અન્યત્ર તે ગૃહીત એવા સખ્યત્વથી ઉત્પન્ન થતો નથી એ પ્રમાણેકપૂર્વમાં સૈદ્ધાંતિક મત બતાવ્યો અને કાર્મગ્રંથિક મત બતાવ્યો એ પ્રમાણે, પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં કહેવાયું છે. (ગાથા ૯૬૧, ખંડ-૨, ૫. ૧૯૧)
પ્રાપ્ત થયેલ સમ્યક્તવાળો જીવ તેના પરિત્યાગમાં=સમ્યક્તના પરિત્યાગમાં, કાર્મગ્રંથિક મતથી, ઉત્કૃષ્ટ સ્થિતિવાળી કર્મપ્રકૃતિ બાંધે છે. વળી સૈદ્ધાંતિક અભિપ્રાયથી ભિન્નગ્રંથિવાળા એવા સમ્યગ્દષ્ટિને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જ ન થાય. ૧૫
શ્લોકમાં બતાવેલા પાંચ પ્રકારના સમ્યક્તમાંથી ઉપશમ સમ્યક્તનું વર્ણન પ્રાસંગિક કથનો સાથે અત્યાર સુધી કર્યું. હવે ક્ષાયિક સમ્યક્તનું વર્ણન કરતાં કહે છે –
અને ક્ષય=મિથ્યાત્વમોહનીયતો-અનંતાનુબંધીનો નિર્મળ નાશ. પ્રયોજન છે અને તે ક્ષાયિક=ક્ષાયિક સમ્યક્વ, છે. જે કારણથી કહેવાયું છે –
“ભવના નિદાનભૂત વિવિધ પણ દર્શનમોહ ક્ષીણ થયે છત=સમ્યક્વમોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વ મોહનીયરૂપ વિવિધ પણ દર્શનમોહ ક્ષીણ થયે છતે, વિપ્રત્યપાય મઉલવાળું સર્વ પ્રત્યપાયથી રહિત શરીરવાળું, સાયિક સમ્યક્ત થાય છે.” (ધર્મસંગ્રહણી ગાથા-૮૦૧) ‘તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. તે ક્ષાયિકસમ્યક્ત, સાદિ અનંત છે. રા.