________________
૨૩
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
અને સમ્યક્ત લભ્યમાન હોતે છતે કોઈક જીવ સમ્યક્ત સહિત પ્રથમ દેશવિરતિને અથવા સર્વવિરતિને પામે છે અને શતક બૃહસૂણિમાં કહેવાયું છે –
“અંતઃકરણમાં રહેલો ઉપશમસમ્યગ્દષ્ટિ કોઈ દેશવિરતિને પણ પ્રાપ્ત કરે છે. કોઈ પ્રમત્ત-અપ્રમત્ત ભાવને પણ=પ્રમત્તગુણસ્થાનક અને અપ્રમત્તગુણસ્થાનકને પણ, પ્રાપ્ત કરે છે. સાસ્વાદન વળી–ઉપશમસમ્યક્તનું આસ્વાદન કરનાર જીવ વળી, કંઈ પણ પ્રાપ્ત કરતો નથી દેશવિરતિ આદિમાંથી કાંઈપણ પ્રાપ્ત કરતો નથી.”
રૂતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. અને પંજત્રયનું સંક્રમ ‘કલ્પભાષ્યમાં આ પ્રમાણે કહેવાયું છે – પ્રવર્ધમાન પરિણામવાળો સમ્યગ્દષ્ટિ મિથ્યાત્વના દલિકોમાંથી પુગલોને ગ્રહણ કરીને સમજ્યમાં અને મિશ્રમાં સંક્રમણ કરે છે=સમ્યક્વમોહનીયમાં અને મિશ્રમોહનીયમાં સંક્રમણ કરે છે અને મિશ્રપુગલોને સમ્યગ્દષ્ટિ સમ્યક્તમાં સંક્રમ કરે છે, અને મિથ્યાદષ્ટિ મિશ્રમોહનીયના પુદ્ગલોને મિથ્યાત્વમોહનીયમાં સંક્રમણ કરે છે. વળી સમ્યક્વમોહનીયતા પુદ્ગલોને મિથ્યાત્વમોહનીયમાં સંક્રમણ કરે છે. પરંતુ સમ્યક્ત મોહનીયતા પુદ્ગલોને મિશ્રમોહનીયમાં સંક્રમણ કરતો નથી.
મિથ્યા અક્ષીણ હોતે છતે મિથ્યાત્વના દળિયા નાશ નહિ પામે છત, સમ્યગ્દષ્ટિ જીવ નિયમા ત્રણ પુંજવાળો હોય છે. મિથ્યાત્વ ક્ષીણ થયે છતે મિથ્યાત્વના દળિયા નાશ પામે છતે, બે પુંજવાળ)=સમ્યક્વમોહનીય અને મિશ્ર મોહનીયના પંજવાળો હોય છે અથવા એક પંજવાળો હોય છે મિશ્ર મોહનીય ક્ષીણ થયું હોય તો સમ્યક્વમોહનીયતા પુંજવાળો હોય છે અથવા ક્ષેપક હોય છે=ણાયિક સમકિતી હોય છે.” (બૃહત્કલ્પભાષ્ય ગાથા-૧૧૭) - મિથ્યાત્વ અક્ષીણ થયે છd=મિથ્યાત્વના દળિયા તાશ નહિ પામે છતે, સમ્યગ્દષ્ટિ જીવ નિયમથી ત્રણ પુંજવાળો છે. મિથ્યાત્વ મોહનીયતા દળિયા ક્ષીણ થયે છતે બે પુંજવાળો થાય અને મિશ્ર ક્ષીણ થયે છd=મિશ્રમોહનીયના દળિયા ક્ષીણ થયે છતે, એકjજવાળો થાય છે. વળી, સમ્યક્ત ક્ષીણ થયે છત=સમ્યક્ત મોહનીય નાશ પામે છતે, ક્ષપક થાય છે=ક્ષાયિક સમ્યગ્દષ્ટિ થાય છે અને શોધિત મદનકોદ્રવ સ્થાનીય એવા સખ્યત્ત્વના મુદ્દગલો વિરુદ્ધ તૈલાદિ દ્રવ્ય જેવા કુતીર્થિકના સંસર્ગથી અને કુશાસ્ત્રના શ્રવણાદિથી જન્ય મિથ્યાત્વથી મિશ્રિત છતા તત્ક્ષણ જ મિથ્યાત્વને પામે છે. પાત પામેલ સખ્યત્વવાળો જીવ ફરી જ્યારે પણ સમ્યક્ત પામે છે ત્યારે પણ અપૂર્વકરણથી પંજત્રયને કરીને અનિવૃત્તિકરણ દ્વારા સત્ત્વના પુંજમાં જ ગમતને કારણે જાણવું=સમ્યગ્દષ્ટિ થાય છે તેમ જાણવું.
પૂર્વલબ્ધ એવા અપૂર્વકરણની અપૂર્વતા પૂર્વ સદેશ કૃતપણું હોવાને કારણે અપૂર્વ જેવું છે. એ પ્રમાણે વૃદ્ધો કહે છે અને આ પૂર્વમાં કહ્યું કે પાત પામેલ સમ્યક્તવાળો જીવ ફરી સમ્યક્તને પામે છે ત્યારે અપૂર્વકરણ દ્વારા પુંજત્રયને કરીને અનિવૃત્તિકરણથી સમ્યક્વમોહનીયતા પુંજમાં જ ગમનને કારણે સમ્યક્ત પામે છે એ, સૈદ્ધાંતિક મત છે.
અહીં ટીકામાં ‘પૂર્વ સ્તોરાઃ તત્વેન...” છે તેના સ્થાને ‘પૂર્વસક્તત્વેન' પાઠ જોઈએ. પાઠ ઉપલબ્ધ થયો નથી.