________________
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૪૪ शक्यविषय एव विशेषतः साध्यत्वाख्यविषयतया तत्प्रवृत्तेस्तत्फलवत्त्वव्यवस्थितेः । तथा सामान्यतः सर्वजीवरक्षाविषयोऽपि भगवतः कायप्रयत्नो विशेषतः शक्यजीवरक्षाविषयत्वेन सफलः सन् नाशक्यविषये वैफल्यमात्रेण प्रतिक्षेप्तुं शक्यत इति ।
न च -" अधिकृतविषये वाक्प्रयत्नो न विफलः, स्वल्पसंसार्यपेक्षया साफल्याद्, इतरापेक्षया वैफल्यस्य तत्रावास्तवत्वाद्; अशक्यपरिहारजीवविराधनायां तु तद्रक्षाप्रयत्नः सर्वथैव विफल इति वैषम्यमिति तत्र वीर्यान्तरायक्षयवैफल्यापत्तिरिति तत्साफल्यार्थं भगवद्योगानां हिंसायां स्वरूपा
વિષયમાં ફળપ્રાપ્તિની શક્યતા હોય તે વિષયની અપેક્ષાએ જ સફળતા-નિષ્ફળતા નક્કી થાય છે. એ પણ એટલા માટે કે મુખ્યતયા એ વિષયને જ સાધ્ય તરીકે રાખીને એ પ્રયાસ થયો હોય છે. વળી તેવા સાધ્ય વિષયમાં તો એ દેશનાના પ્રયત્નથી બીજાધાનાદિ થયા જ હોય છે. માટે એને નિષ્ફળ શી રીતે કહેવાય ?
(કેવલીના પ્રયત્નની સફળતા સાધ્યવિષયની અપેક્ષાએ જ)
આ જ રીતે કેવળીના કાયપ્રયત્નની સફળતા-નિષ્ફળતા પણ શક્ય રક્ષાવાળા જીવો રૂપ વિષયની અપેક્ષાએ જ કહેવાની હોય છે, કેમ કે સામાન્યથી બધા જીવોની રક્ષાના ઉદ્દેશવાળો હોવા છતાં તે કાયપ્રયત્ન મુખ્યતયા શક્ય રક્ષાવાળા જીવો અંગે જ હોય છે. અને તેવા જીવોની રક્ષા તો તે કાયપ્રયત્નથી થઈ જ હોય છે. એટલે એ રીતે એ સફળ જ હોય છે. તેથી પછી અશક્ય રક્ષાવાળા જીવોની એ કાયપ્રયત્નથી રક્ષા ન થાય અને તેથી એ અંશમાં એ નિષ્ફળ રહે તો પણ એટલા માત્રથી એને ‘નિષ્ફળ જ' શી રીતે કહી શકાય ?
(કાયપ્રયત્ન અને વાપ્રયત્નમાં વૈષમ્ય છે - પૂર્વપક્ષ)
શંકા ઃ વાક્પ્રયત્નનું દૃષ્ટાન્ત લઈને તમે આ જે ઉત્ત૨૫ક્ષ કરો છો એ યોગ્ય નથી, કેમ કે ભગવાનના કાયપ્રયત્ન અને વાપ્રયત્નમાં વિષમતા છે. કઈ રીતે વિષમતા છે ? આ રીતે – ભગવાનના વાક્પ્રયત્નનો મુખ્યતયા અધિકારી વિષય અલ્પસંસારી જીવો હોય છે અને તેઓમાં તો એ પ્રયત્ન સફળ જ હોય છે. દીર્ઘસંસારી જીવોની અપેક્ષાએ એમાં જે નિષ્ફળતા રહે છે તે વાસ્તવિક હોતી નથી, કેમ કે તે જીવો મુખ્યતયા અધિકારી વિષયરૂપ જ હોતા નથી. પણ કાયપ્રયત્ન માટે આવું નથી. તમે જે જીવોની હિંસા અશક્ય પરિહારવાળી માનો છો, અને તેથી તેઓની દ્રવ્યહિંસા સયોગી કેવળીથી પણ થવી માનો છો, એ અંગે અમે તમને પૂછ્યું કે ભગવાન તેઓની રક્ષાનો પ્રયત્ન કરે કે નહિ ? એવો પ્રયત્ન જો હોય તો એક વાત નક્કી જ છે કે એ પ્રયત્ન મુખ્યતયા આ અશક્ય રક્ષાવાળા જીવો અંગે જ છે. વળી એ જીવોની રક્ષા તો થતી જ નથી. માટે તે કાયપ્રયત્નને (જો હોય તો) નિષ્ફળ જ શા માટે ન કહેવાય ? અને તે જો નિષ્ફળ છે તો વીર્યાન્તરાયનો થયેલો ક્ષય પણ નિષ્ફળ જવાની આપત્તિ આવે