________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૪ निरोधं विना तस्याः परिहर्तुमशक्यत्वात्, तदीययोगनिमित्तकहिंसाऽनुकूलहिंस्यकर्मविपाकप्रयुक्ता हि हिंसा तदीययोगाद्भवन्ती केन वार्यतामिति । अथैवं सर्वेषामपि हिंसाऽशक्यपरिहारा स्यादिति चेत् ? न, अनाभोगप्रमादादिकारणघटितसामग्रीजन्यायास्तस्या आभोगाप्रमत्ततादिना कारणविघटनेन शक्यपरिहारत्वाद्, योगमात्रजन्यायास्त्वनिरुद्धयोगस्याशक्यपरिहारत्वादिति विभावनीयम् ।
नन्वीदृश्यां जीवविराधनायां जायमानायां केवलिना जीवरक्षाप्रयत्नः क्रियते न वा? आये न क्रियते चेत् ? तदाऽसंयतत्वापत्तिः । क्रियते चेत्, तदा चिकीर्षितजीवरक्षणाभावात्प्रयत्नवैफल्यापत्तिः, सा च केवलिनो न संभवति, तत्कारणस्य वीर्यान्तरायस्य क्षीणत्वाद्, अत एव देशनाविषयकप्रयत्नविफलतायां केवलिनः केवलित्वं न संभवतीति परेषां सम्यक्त्वाद्यलाभे धर्मदेशनामप्यसौ न करोतीत्यभ्युपगम्यते । तदुक्तमावश्यकनियुक्तौ -
હાર થઈ શકતો નથી. તાત્પર્ય, તે જીવના યોગ નિમિત્તે થનારી હિંસાને અનુકૂલ એવું જે હિંસ્ય (મરનાર) જીવનું અશુભકર્મ તેના વિપાકથી પ્રેરાયેલી હિંસા તેના યોગથી થઈ જાય તો તેને કોણ અટકાવી શકે? અર્થાત્ એ હિસ્ય જીવનું કર્મ પણ હિંસામાં ભાગ ભજવતું હોઈ માત્ર કેવલીની અપ્રમત્તતા તેને અટકાવી શકતી નથી. “આ રીતે તો પ્રમત્તજીવોથી થતી હિંસા પણ અશક્યપરિહારરૂપ જ બની જશે, કેમકે એમાં પણ હિંસ્યજીવનું તેવુ અશુભ કર્મ ભાગ તો ભજવતું હોય છે ને!' એવું ન કહેવું, કારણ કે તે હિંસાની કારણસામગ્રીમાં અનાભોગ-પ્રમોદાદિ પણ ભળેલા હોય છે. તેથી તે ઘટકોને દૂર કરીને સામગ્રીને | વિકલ(=અપૂર્ણ) બનાવવા દ્વારા એ હિંસાનો પરિહાર કરી શકાય છે. જ્યારે કેવલીયોગજન્ય હિંસા
એવી હોય છે કે જેની કારણસામગ્રીમાં યોગ, હિંસ્યજીવનું કર્મ વગેરે જ ઘટકો હોય છે, પ્રમાદ-અનાભોગ વગેરે નહિ. તેથી એ કારણસામગ્રીનું વિઘટન કરવું યોગનિરોધ વગર શક્ય ન હોઈ યોગની હાજરીમાં એ અશક્યપરિહારરૂપ બની જાય છે.
(કેવલીનો જીવરક્ષાનો પ્રયત્ન નિષ્ફળ ન રહે - પૂર્વપક્ષ) પૂર્વપક્ષ આવી અશક્યપરિહારરૂપ હિંસા થઈ જતી હોય ત્યારે કેવલી તે જીવને બચાવવાનો પ્રયત્ન કરે છે કે નહિ? જો ન કરતા હોય તો કેવલી અસંયત બની જવાની આપત્તિ આવે. જે કરતા હોય (અને છતાં હિંસા થઈ જાય) તો કરવાને ઇચ્છાયેલી જીવરક્ષા ન થવાથી તેઓનો પ્રયત્ન નિષ્ફળ થવાની આપત્તિ આવે. પણ એ તો કેવલીને સંભવતી નથી, કારણ કે પ્રયત્નને નિષ્ફળ કરનાર વર્યાન્તરાય કર્મ તેઓની ક્ષીણ થઈ ગયું હોય છે. તેથી જ દેશનાનો પ્રયત્ન નિષ્ફળ જાય તો કેવલીપણું જ અસંભવિત બની જતું હોઈ “કેવલીભગવંતો બીજાઓને સમ્યકત્વ વગેરેની પ્રાપ્તિરૂપ સફળતા થવાની ન હોય તો ધર્મદેશના પણ આપતાં નથી એવું સ્વીકારાય છે. આવશ્યક નિર્યુક્તિ (પ૬૪)માં કહ્યું છે કે “પોતાના