________________
કેવલીમાં દ્રવ્યહિંસાઃ જીવરક્ષાપ્રયત્નનો વિચાર
"सव्वं च देसविरई सम्मं पिच्छइ य होइ कहणाउ । इहरा अमूढलक्खो ण कहेइ भविस्सइ ण तं वत्ति ।।५६४।।" ततः क्षीणवीर्यान्तरायत्वादशक्यपरिहाराऽपि जीवविराधना केवलिनो न संभवतीति चेत् ?
न, यथाहि भगवतः सामान्यतः सर्वजीवहितोदेशविषयोऽपि वाक्प्रयत्नः स्वल्पसंसारिष्वेव सफलो भवति, न तु बहुलसंसारिषु, प्रत्युत तेषु कर्मशूलायते । यत उक्तं सिद्धसेनदिवाकरैः -
"सद्धर्मबीजवपनानघकौशलस्य यल्लोकबान्धव! तवापि खिलान्यभूवन् । તત્રાભૂતં વુિષ્યિદ તાનસેષુ સૂર્યાશવો મધુરીવરાવિતા: ” (તા. ૨-૨૩) રૂતિ ..
अत एव च लोकनाथत्वमपि भगवतो बीजाधानादिसंविभक्तभव्यलोकापेक्षया व्याख्यातं ललितविस्तरायाम् 'अनीदृशि नाथत्वानुपपत्तेरिति' । न चैतावता भगवतो वाक्प्रयत्नस्य विफलत्वं, કથનથી ધર્મદિશનાથી સર્વવિરતિ-દેશવિરતિ કે સમ્યકત્વ થવાનું છે એવું કેવલી ભગવાન જુએ છે. (અને તેથી દેશના આપે છે.) ઈતરથા-તે સર્વવિરતિ આદિમાંનું કાંઈ કોઈને પ્રાપ્ત થવાનું નથી એવું જો જુએ તો અમૂઢલક્ષ્યવાળા કેવલી ભગવાન દેશના દેતા નથી.” તેથી વર્માન્તરાયનો ક્ષય થઈ ગયો હોવાથી કેવલીઓને નિષ્ફળ પ્રવૃત્તિ હોતી નથી. તેથી ફલિત થાય છે કે તેઓને અશક્યપરિહાર રૂપે પણ હિંસા હોતી નથી.
(કેવલીનો દેશના પ્રયત્ન નિષ્ફળ રહે? - ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષઃ તમારી વાત બરાબર નથી, કારણકે જેમ સામાન્યથી સર્વ જીવોનું હિત કરવાના ઉદ્દેશવાળો પણ ભગવાનનો દેશના દેવાનો પ્રયત્ન અલ્પ સંસારવાળા જીવોમાં જ સફળ બને છે, દીર્ધસંસારી જીવોમાં નહિ, તેઓને તો ઉપરથી કાનમાં શૂળની જેમ પીડા કરનારો જ તે થાય છે. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજે (દ્વાર્કિંશિકા ૨-૧૩) કહ્યું છે કે “હે લોકબાંધવ પ્રભો ! સદ્ધર્મરૂપ બીજ વાવવાની નિર્દોષ કુશળતા ધરાવનાર તારા પણ (વચનો) કેટલાક જીવોને જાણે કે પીડા કરનારા બને છે તે વાતમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી, કેમ કે ઘુવડ વગેરે પક્ષીઓ માટે સૂર્યકિરણો ભમરાના પગ જેવી કાન્તિવાળા (અંધકારરૂપ) જ બની જાય છે.” તેથી જ જેઓ બીજાધાનાદિને યોગ્ય ન હોય તેઓ વિશે ભગવાનનું નાથપણું અસંગત રહે છે એવું જણાવીને લલિતવિસ્તરામાં એવી વ્યાખ્યા કરી છે કે ભગવાન લોકનાથ પણ તેવા જ ભવ્ય જીવોની અપેક્ષાએ છે જેઓમાં બીજાધાનાદિ શક્ય હોય. આમ કાળ ન પાકેલાં વગેરે જીવોમાં બીજાધાન વગેરે થતું નથી એ નિશ્ચિત થાય છે. પણ તેમ છતાં, એટલા માત્રથી દેશના દેવાનો ભગવાનનો વાણી પ્રયાસ નિષ્ફળ બની જતો નથી કે નિષ્ફળ કહેવાતો નથી, કેમ કે જે
–
१. सर्वां च देशविरति सम्यक(त्वं) पश्यति च भवति कथनात् । इतरथाऽमूढलक्ष्यो न कथयति भविष्यति न तद्वेति ॥