SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૪૪ शक्यविषय एव विशेषतः साध्यत्वाख्यविषयतया तत्प्रवृत्तेस्तत्फलवत्त्वव्यवस्थितेः । तथा सामान्यतः सर्वजीवरक्षाविषयोऽपि भगवतः कायप्रयत्नो विशेषतः शक्यजीवरक्षाविषयत्वेन सफलः सन् नाशक्यविषये वैफल्यमात्रेण प्रतिक्षेप्तुं शक्यत इति । न च -" अधिकृतविषये वाक्प्रयत्नो न विफलः, स्वल्पसंसार्यपेक्षया साफल्याद्, इतरापेक्षया वैफल्यस्य तत्रावास्तवत्वाद्; अशक्यपरिहारजीवविराधनायां तु तद्रक्षाप्रयत्नः सर्वथैव विफल इति वैषम्यमिति तत्र वीर्यान्तरायक्षयवैफल्यापत्तिरिति तत्साफल्यार्थं भगवद्योगानां हिंसायां स्वरूपा વિષયમાં ફળપ્રાપ્તિની શક્યતા હોય તે વિષયની અપેક્ષાએ જ સફળતા-નિષ્ફળતા નક્કી થાય છે. એ પણ એટલા માટે કે મુખ્યતયા એ વિષયને જ સાધ્ય તરીકે રાખીને એ પ્રયાસ થયો હોય છે. વળી તેવા સાધ્ય વિષયમાં તો એ દેશનાના પ્રયત્નથી બીજાધાનાદિ થયા જ હોય છે. માટે એને નિષ્ફળ શી રીતે કહેવાય ? (કેવલીના પ્રયત્નની સફળતા સાધ્યવિષયની અપેક્ષાએ જ) આ જ રીતે કેવળીના કાયપ્રયત્નની સફળતા-નિષ્ફળતા પણ શક્ય રક્ષાવાળા જીવો રૂપ વિષયની અપેક્ષાએ જ કહેવાની હોય છે, કેમ કે સામાન્યથી બધા જીવોની રક્ષાના ઉદ્દેશવાળો હોવા છતાં તે કાયપ્રયત્ન મુખ્યતયા શક્ય રક્ષાવાળા જીવો અંગે જ હોય છે. અને તેવા જીવોની રક્ષા તો તે કાયપ્રયત્નથી થઈ જ હોય છે. એટલે એ રીતે એ સફળ જ હોય છે. તેથી પછી અશક્ય રક્ષાવાળા જીવોની એ કાયપ્રયત્નથી રક્ષા ન થાય અને તેથી એ અંશમાં એ નિષ્ફળ રહે તો પણ એટલા માત્રથી એને ‘નિષ્ફળ જ' શી રીતે કહી શકાય ? (કાયપ્રયત્ન અને વાપ્રયત્નમાં વૈષમ્ય છે - પૂર્વપક્ષ) શંકા ઃ વાક્પ્રયત્નનું દૃષ્ટાન્ત લઈને તમે આ જે ઉત્ત૨૫ક્ષ કરો છો એ યોગ્ય નથી, કેમ કે ભગવાનના કાયપ્રયત્ન અને વાપ્રયત્નમાં વિષમતા છે. કઈ રીતે વિષમતા છે ? આ રીતે – ભગવાનના વાક્પ્રયત્નનો મુખ્યતયા અધિકારી વિષય અલ્પસંસારી જીવો હોય છે અને તેઓમાં તો એ પ્રયત્ન સફળ જ હોય છે. દીર્ઘસંસારી જીવોની અપેક્ષાએ એમાં જે નિષ્ફળતા રહે છે તે વાસ્તવિક હોતી નથી, કેમ કે તે જીવો મુખ્યતયા અધિકારી વિષયરૂપ જ હોતા નથી. પણ કાયપ્રયત્ન માટે આવું નથી. તમે જે જીવોની હિંસા અશક્ય પરિહારવાળી માનો છો, અને તેથી તેઓની દ્રવ્યહિંસા સયોગી કેવળીથી પણ થવી માનો છો, એ અંગે અમે તમને પૂછ્યું કે ભગવાન તેઓની રક્ષાનો પ્રયત્ન કરે કે નહિ ? એવો પ્રયત્ન જો હોય તો એક વાત નક્કી જ છે કે એ પ્રયત્ન મુખ્યતયા આ અશક્ય રક્ષાવાળા જીવો અંગે જ છે. વળી એ જીવોની રક્ષા તો થતી જ નથી. માટે તે કાયપ્રયત્નને (જો હોય તો) નિષ્ફળ જ શા માટે ન કહેવાય ? અને તે જો નિષ્ફળ છે તો વીર્યાન્તરાયનો થયેલો ક્ષય પણ નિષ્ફળ જવાની આપત્તિ આવે
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy