SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા : જીવરક્ષાપ્રયત્નનો વિચાર – योग्यत्वमेवाभ्युपेयम्”- इति शङ्कनीयं, एवं सति हि भगवतः क्षुत्पिपासापरीषहबिजयप्रयत्नः क्षुत्पिपासानिरोधं विना विफल इति वीर्यान्तरायक्षयवैफल्यापत्तिनिरासार्थं भगवतः क्षुत्पिपासयोरपि स्वरूपायोग्यत्वं कल्पनीयमिति दिगम्बरस्य वदतो दूषणं न दातव्यं स्यादिति । यदि च क्षुत्पिपासयोर्निरोद्धुमशक्यत्वात् तत्परीषहविजयप्रयत्नो भगवतो मार्गाच्यवनादिस्वरूपेणैव फलवानिति विभाव्यते तदाऽशक्यपरिहारजीवविराधनाया अपि त्यक्तुमशक्यत्वात्तत्र जीवरक्षाप्रयत्नस्यापि भगवतस्तथास्वरूपेणैव फलवत्त्वमिति किं वैषम्यम् ? इत्थं च જ છે. એટલે એને સફળ ઠેરવવા માટે ભગવાનના જીવરક્ષાદિ વિષયક કાયપ્રયત્નને સફળ માનવો આવશ્યક છે. અને તેથી અશક્યપરિહારરૂપે પણ તેઓના યોગથી હિંસા માની શકાતી નથી. માટે અમે કહીએ છીએ કે “કેવલિ ભગવાનના યોગમાં હિંસાની સ્વરૂપયોગ્યતા પણ હોતી નથી એવું માનવું જોઈએ.” (શુત્પરીષહવિજયના કાયપ્રયત્નની પ્રતિબન્દી - ઉત્તરપક્ષ) : સમાધાન ઃ આવી શંકાઓ કરવી યોગ્ય નથી, કેમ કે આ રીતે તો અમે પણ તમને પૂછી શકીએ છીએ કે ભગવાન ક્ષુત્પિપાસાપરીષહને જીતવાનો કાયપ્રયત્ન કરે છે કે નહિ ? જો ના કહેશો તો ‘અસંયત’ બની જવાની આપત્તિ આવશે. જો હા કહેશો તો એ તો નક્કી જ છે કે એ પ્રયત્નનો મુખ્ય વિષય ક્ષુત્પિપાસાપરીષહનો વિજય જ છે. વળી આ પ્રયત્નથી જો ભૂખતરસનો નિરોધ ન થાય તો તો એ પ્રયત્ન નિષ્ફળ જ રહે. અને એ જો નિષ્ફળ રહે તો વીર્યાન્તરાયકર્મના ક્ષયને નિષ્ફળ માનવાની આપત્તિ આવી જ પડે. માટે એ આપત્તિ ન આવે એટલા ખાતર તમારે એવું કહેવું પડશે કે “કેવલી ભગવાનમાં ભૂખ-તરસની પણ સ્વરૂપયોગ્યતા જ હોતી નથી એવું માનવું જોઈએ.” અને આવું જો કહેશો તો તમે દિગંબરને કોઈ દોષ આપી શકશો નહિ. (માર્ગમાં રહેવું એ જ પ્રયત્નની સફળતા) શંકા : ક્ષુધા-પિપાસાને અટકાવવા શક્ય નથી. માટે અકલ્પ્ય ભિક્ષાનો ત્યાગ વગેરે રૂપ માર્ગમાં ટકી રહેવું એ જ તે પરિષહને જીતવાના પ્રયત્નનું ફળ છે, તેથી એટલા માત્રથી પણ એ પ્રયત્ન તો સફળ રહે છે, (પછી ભલેને ભૂખતરસનો નિરોધ ન પણ થયો હોય). સમાધાન : આ જ રીતે, અશક્યપરિહારરૂપ જીવવિરાધનાને પણ ત્યાજવી અશક્ય હોઈ તે અંગેનો ભગવાનનો જીવરક્ષા માટેનો પ્રયત્ન પણ તેવા માર્ગમાંથી ભ્રંશ ન થવા રૂપ ફળના કા૨ણે જ સફળ બની રહે છે. (પછી ભલેને એનાથી જીવરક્ષા ન પણ થઈ હોય.) તેથી આમાં શું વિષમતા છે કે જેથી જીવરક્ષા ન થવા માત્રથી વીર્યાન્તરાયનો ક્ષય નિષ્ફળ થવાની આપત્તિ ઊભી થાય ? આ જ પ્રમાણે નીચેના પૂર્વપક્ષનું પણ સમાધાન જાણી લેવું.
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy