SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૪૪ < 46 'तस्स असंचेययओ संचेययओ अ जाई सत्ताइं । जोगं पप्प विणस्संति णत्थि हिंसाफलं तस्स ।। ७५१ ।। ८ तस्य = एवंप्रकारस्य ज्ञानिनः कर्मक्षयार्थमभ्युद्यतस्य, असञ्चेयतः = अजानानस्य, कं ? सत्त्वानि, कथं ? प्रयत्नं कुर्वताऽपि कथमपि न दृष्टः प्राणी, व्यापादितश्च । तथा सञ्चेयतः = जानानस्य, कथं? अस्त्यत्र प्राणी ज्ञातो दृष्टश्च न च प्रयत्नं कुर्वताऽपि रक्षितुं पारितः, ततश्च तस्यैवंविधस्य यानि सत्त्वानि योगं कायादिव्यापारं प्राप्य विनश्यन्ति; तत्र नास्ति तस्य साधोः हिंसाफलं = सांपरायिकं संसारजननं दुःखजननमित्यर्थः । यदि परमीर्याप्रत्ययं कर्म भवति, तच्चैकस्मिन् समये बद्धमन्यस्मिन् समये क्षिप ( क्षपय) तीति" ओघनिर्युक्तिसूत्रवृत्तिवचने 'न च प्रयत्नं कुर्वताऽपि रक्षितुं पारितः' इति प्रतीकस्य दर्शनाज्जीवरक्षोपायानाभोगादेव तदर्थोपपत्तेः केवलिभिन्नस्यैव ज्ञानिनो योगानामीर्यापथप्रत्ययकर्मबन्धानुकूलसत्त्वहिंसाहेतुत्वं सिद्ध्यति, न तु केवलिनः, इति निरस्तम् । (ઉપાયનો અનાભોગ જ જીવરક્ષાપ્રયત્નને નિષ્ફળ બનાવે - પૂર્વપક્ષ) પૂર્વપક્ષ : ‘કર્મક્ષય માટે ઉઘત થયેલા જ્ઞાનીથી પ્રયત્ન કરવા છતાં, કોઈપણ કારણે જીવ દેખાયો નહિ અને મરી ગયો હોય તો, તેમજ ‘અહીં જંતુ છે' એવું જોઈને જાણેલું હોય અને તેમ છતાં પ્રયત્ન કરવા છતાં પણ એની રક્ષા ન થઈ શકી હોય તો, એવા જ્ઞાનીના કાયયોગ વગેરેને પામીને જીવોની જે વિરાધના થાય છે તેમાં તે સાધુને દુ:ખોત્પાદ રૂપ સાંપ૨ાયિક હિંસાફળ મળતું નથી. જો ઇર્યાપ્રત્યયિક કર્મ બંધાય તો એક સમયમાં બંધાયેલું તે બીજા સમયે ખપી જાય છે.’” ઓઘનિર્યુક્તિસૂત્ર(૭૫૧)ની આ વૃત્તિમાં ‘ન = પ્રયત્ન વંતાઽપિ રક્ષિતું પારિતઃ' ઇત્યાદિ જે કહ્યું છે તેના પરથી જણાય છે કે કેવલી સિવાયના જ જ્ઞાનીના યોગો ઇર્યાપથપ્રત્યયિકકર્મબંધને અનુકૂલ જીવહિંસાના હેતુ બની શકે છે, કેવલીના યોગો નહિ, કેમકે ‘પ્રયત્ન કરવા છતાં રક્ષા કરવા માટે સમર્થ ન બનવું' એ બાબત જીવરક્ષાના ઉપાયનો અનાભોગ (અજાણપણું) હોય તો જ સંગત બને છે. ઉપાયની જાણકારી હોય અને તેથી સાચા ઉપાયમાં પ્રયત્ન હોય તો કાર્ય ન થાય એવું બનતું નથી. અહીં પ્રયત્ન કર્યો છે અને તે છતાં જીવરક્ષારૂપ કાર્ય થયું નથી, તેથી જણાય છે કે એ ન થવાનું કારણ સાચા ઉપાયની જાણકારીના અભાવરૂપ અનાભોગ છે, જે કેવળીઓને સંભવતો નથી. માટે કેવળી જો પ્રયત્ન કરે તો જીવરક્ષા થવી જ જોઈએ. તેથી કેવળીઓને અશક્યપરિહાર રૂપે પણ દ્રવ્યહિંસા હોતી નથી. (ક્ષુત્પરિષહવિજયના પ્રયત્નને કોણ નિષ્ફળ બનાવે છે ? - ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષ : પૂર્વે જે દલીલ બતાવી હતી તેનાથી જ આ પૂર્વપક્ષનું પણ નિરાકરણ થઈ ગયેલું જાણવું. એટલે કે કેવલીને ભૂખ-તરસ લાગતા નથી એવું દિગંબરની જેમ પૂર્વપક્ષીને પણ માનવાની १. तस्यासंचेयतः संचेतयतश्च यानि सत्त्वानि । योगं प्राप्य विनश्यन्ति नास्ति हिंसाफलं तस्य ॥
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy