________________
ભાગ્યની રમત ! બંદરે ઊતર્યા...કરમચંદ ભારે બિમાર પડી ગયા હજુ પણ તેઓ ખાટલાવશ છે. એમને ઊભા થતાં હજી ચાર પાંચ મહિના થઈ જશે....અહીં બંદરે ઉતરીને પ્રથમ એને પરિવારને સમાચાર આપ્યા ને એમને સાથે આવવા તૈયાર થવાનું કહીને હું આપને આ દુખદ સમાચાર દેવા આવ્યો છું.”
ભારે હૈયે ભાવડે આ સમાચાર સાંભળ્યા...કહો કે પિતાના સ્વપ્નના વિનાશના સમાચાર સાંભળ્યા.
પરંતુ ભાવકે હિંમતે ગુમાવ્યા વગર કહ્યું: “સ્વરૂપચંદશેઠ, આ તો બધી ભાગ્યની રમત છે.દુઃખ વખતે હિંમત ન હારવી અને સુખ વખતે હર્ષને કાબુમાં રાખવો એ જ વેપારીનું કર્તવ્ય છે. પરંતુ આપ આ રીતે આજને આજ જાએ એ મને બરાબર નથી લાગતું.”
“શેઠજી, હું જરૂર રેકાઈ જાત. પણ ગયા વગર છૂટકો નથી. એક તો કરમચંદના પરિવારને લઈ જ છે..... બીજુ મારા ચૌદ વહાણેનું નુકસાન એટલું બધું થયું છે કે હવે શું કરવું, એ એક ભારે ચિંતા છે. લાભ નુકશાન એ કર્માધિન છે એ વાત હું પણ સમજુ છું....પરંતુ વહેવારને ઉકેલ તે કરવું જ જોઈએ. અને આ સમાચાર મારા સિવાય કોઈ માણસ સાથે મોકલું તે મારા પિતાશ્રીને બરાબર નહોતું લાગતું....એટલે મારે આવવું પડયું છે. નહિ તો હું જરૂર આપને ત્યાં રોકાઈ જાત...” સ્વરૂપ
ચંદે કહ્યું,
ભાવને પણ આ વાત બરાબર લાગી...છતાં તેણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org