________________
એક વીર પુરુપ (૪૩)
સંવિગ્નપાક્ષિક હતા એવું જણાવ્યું છે.
હકીકતમાં આ. હરિભદ્રસૂરિએ સંબોધપ્રકરણમાં ચૈત્યવાસની વિરુદ્ધમાં ઘણું લખ્યું છે એ જોતાં પણ આ આરોપ નિરાધાર જણાય છે.
“હરિભદ્ર નામના અનેક આચાર્યો શ્વેતાંબર પરંપરામાં થયા છે. ૫. કલ્યાણવિજયગણિએ ૯ જુદા જુદા હરિભદ્ર નામના આચાર્યાદિના સંદર્ભો (ગ્રંથકારપરિચય પત્ર-૧-૪માં) આપ્યા છે.
ગણધરસાર્ધશતક ગા. પ૭માં આ. જિનદત્તસૂરિએ જણાવ્યું છે કે – સરખા નામથી ભૂલમાં કેટલાકે હરિભદ્રસૂરિ ઉપર ચૈત્યવાસીપણાનો આક્ષેપ કર્યો છે.
આ. હરિભદ્રસૂરિજી રાત્રે પણ ગ્રંથસર્જન કરી શકે એ માટે લલિગશ્રાવક ઉપાશ્રયની ભીંતમાં રત્ન ગોઠવ્યું હતું એ વિગત કહાવલી વગેરેમાં છે..
કાર્યાસિક નામનો એક આ. હરિભદ્રસૂરિનો શ્રીમંત ભક્ત હતો, જેણે આચાર્યશ્રીના ઘણાં ગ્રંથોની પ્રતિલિપિઓ કરાવી હતી. .
ચતુર્વિશતિપ્રબંધ મુજબ, કોઈ રાસાયણિક પ્રક્રિયાથી ગુપ્ત કરેલા સ્તંભમાંથી કોઈક દેવે આ. હરિભદ્રસૂરિજીને ગ્રંથો આપ્યા હતાં. આ જ પ્રબંધમાં (પૃ. ૬૦૫૨) આચાર્યશ્રીનું બિરૂદ “કલિકાલસર્વજ્ઞ હોવાનું જણાવ્યું છે. •
* સ્વર્ગ અને મોક્ષ * પૂ. હરિભદ્રસૂરિ મહારાજા, શ્રુતજ્ઞાનના બળે પોતાનો અંત સમય નજીક જાણી અણસણ કરી સ્વર્ગે ગયા.
કહાવલીના પ્રથમ પરિચ્છેદના આધારે “શ્રીહરિભદ્રસૂરિ' નામની પુસ્તકમાં (પૃ. ૩૫૧ પર) કાપડિયા લખે છે કે -
હરિભદ્રસૂરિ જ્યાં કાળધર્મ પામ્યા. ત્યાં સૌધર્મદેવલોકમાંથી દેવો આવ્યા અને એમને ઉદ્ઘોષણા કરી કે ભવવિરહસૂરિ.અમારા સ્વામી બન્યા છે અને એઓ સૌધર્મદેવલોકમાં “લીલ' નામના વિમાનમાં પાંચ પલ્યોપમના આયુષ્યવાળા દેવ થયા છે.. એઓ અમારી સાથે સીમંધરસ્વામી પાસે આવ્યા અને એમણે વંદન કરીને પૂછ્યું કે – મને મુક્તિ ક્યારે મળશે? સીમંધરસ્વામીએ એમને ઉત્તર આપ્યો કે - સૌધર્મદેવલોકમાંથી ચ્યવી અપરવિદેહમાં સમૃદ્ધ કુળમાં ઉત્પન્ન થઈ તમે મોક્ષે જશો.. આ જાણી અમે દેવો રાજી થઈ અહીં આવ્યા છીએ અને હવે અમે અમારા સ્થાને જઈશું.....” - એક અવતાર પછી મોક્ષે જનારા આ. હરિભદ્રસૂરિજીને શતશઃ વંદન!
* આચાર્યશ્રીનું શ્રુતસર્જન * આ. હરિભદ્રસૂરિજીના ગ્રંથોની આગવી વિશેષતા વર્ણવતાં મુનિ ઉદયવલ્લભ વિજયજી મ.સા (મુનિ યશોવિજયજી દ્વારા સંપાદિત ષોડશક પ્રથમ ભાગની પ્રસ્તાવના પૃ. ૬માં) જણાવે છે કે -
“ધન્નાશા પોરવાળે નલિની ગુલ્મવિમાનાકારે બંધાવેલ રાણકપુરજીના ભવ્ય જિનપ્રાસાદની
૧ews
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org