________________
ધાર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
(૧) તત્ તું વિમૂઢા ન ગડા: સન્નાનને યત તેના - સત્વર્થતે સમાધૂરો શિવજ્યપાવરઃ III
... ચારથી .... ____ यद्येवं किमनेनेत्याह-तत् तु शठोक्तीत्यादि । तत् पुनस्तुच्छत्वमासां शठोक्तिविमूढाः सन्तो न जडाः प्राणिनः सञ्जानते-अवगच्छन्ति, यतः-यस्मात् तेन-कारणेन सन्दर्यतेतत्प्रतिपत्त्यानुगुण्येन सम्यग् दर्श्यते । कथमित्याह-समासस्थूरोक्तिशठोक्त्यपाकरणैः । समासेन स्थूरोक्तिभिः शठोक्त्यापाकरणानीति विग्रहस्तैरपि ।
- અનેકાંતરશ્મિ .. ગંભીરતાથી માત્ર ઉપરછલ્લું નહીં, પણ એ રીતે કે ફરીથી તે કુયુક્તિઓનું ઉત્થાન જ ન થઈ શકે – એવી જડબેસલાક યુક્તિઓથી બતાવ્યું છે=શકોક્તિઓની તુચ્છતા બતાવી છે. આમ શઠોક્તિઓ તુચ્છ હોવાથી, તેઓના નિરાકરણ માટે પ્રકરણ રચવું સરળ જ છે.
- નવમા શ્લોકનો ભાવાર્થ : (૯) શ્લોકાર્થ શોક્તિઓથી મૂઢ થયેલ જડો, જેથી તેને જાણતા નથી તે કારણથી, તેને સંક્ષેપથી, સ્થૂળ ઉક્તિઓ વડે શઠોક્તિઓના અપાકરણ દ્વારા બતાવાય છે. (૯)
વિવેચનઃ જો આવું જ હોય, તો પ્રસ્તુત પ્રકરણ રચવાથી શું? તે કહે છે – શઠોક્તિઓથી= એકાંતવાદીઓની કુયુક્તિગર્ભિત અને અજ્ઞાનાવલંબિત ઉક્તિઓ વડે મૂઢ થયેલ જડો=વિવેકનિકલ બની દયનીય સ્થિતિ પામેલા જડો જેથી તેને જાણતા નથી= પૂર્વસૂરિઓએ બતાવેલ શઠોક્તિઓનું તુચ્છત્વ, જે કરણથી સમજી શકતા નથી તે કારણથી–તેઓ સુખેથી સમજી શકે તે માટે, તેનેeતે શઠોક્તિઓના તુચ્છત્વને સંક્ષેપથી=વિસ્તારથી કહેવામાં, વિસ્તારરુચિ ન હોવાથી કંટાળે અને અલ્પધારણશક્તિ હોવાથી યાદ ન રાખી શકે, માટે સંક્ષેપથી ધૂળ ઉક્તિઓ વડે સૂક્ષ્મ ઉક્તિઓ જડજીવો ન સમજી શકે, માટે સ્થળ ઉક્તિઓ વડે શઠોક્તિઓના અપાકરણ દ્વારા=એકાંતવાદીની એકાંત નિત્યાનિત્ય વગેરે ઉક્તિઓનાં નિરાકરણ દ્વારા બતાવાય છે=જ્ઞાન કરાવાય છે, અર્થાત્ જડજીવો સમજી શકે તે રીતે બતાવાય છે.
આ શ્લોક દ્વારા ગ્રંથકારશ્રી પ્રતિજ્ઞા કરે છે કે, હવે સંક્ષેપથી અને સ્થૂળ ઉક્તિઓથી, એ રીતે નિરાકરણ કરવામાં આવશે, કે જેથી જડજીવોને શઠોક્તિઓની તુચ્છતાનું ભાન થાય.
જ વિવરમ્ प्रधानतया । अयमत्र भाव:-पूर्वसूरिभि: स्याद्वादयुक्त्या तथा शठोक्तयो निराकृताः, यथा निर्बीजतां याता: पुनरुत्थातुं न प्रवर्त्तन्ते ।।
પૂર્વસૂરિએ, વિસ્તૃત અને સૂક્ષ્મ યુક્તિઓથી તુચ્છત્વ બતાવ્યું છે, તેને સમજવા પ્રસ્તુત જડજીવો અસમર્થ છે, પણ તેને જો સંક્ષેપ + ધૂળ યુક્તિઓથી કહેવામાં આવે, તો જડજીવો પણ સમજી શકે.
૨. “શવત્યા' ત -પાઠ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org