Book Title: Anekantjaipataka Part 01
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 358
________________ વિશેષ ટીપ્પણો પરિશિષ્ટ - ૧ o - માનો (મતલબ કે કોને બાળવાનો સ્વભાવ અને કોને ન બાળવાનો સ્વભાવ – એવું ન જણાવો) તો આ આપત્તિ આવશે - (જે હવે બતાવવા જઈ રહ્યા છે..) ६ (પૃ. ૧૮૨, પં. ૮) (કારણ કે બાળવા યોગ્ય તૃણાદિને એકીસાથે નહીં; પણ જુદા જુદા કાળે બાળે છે એટલે અમુક વખતે અમુકનું દહન અને અમુકનું અદહન - એમ અગ્નિમાં દહન-અદહન ઉભયસ્વભાવતા માનવી જ રહી..) (પૃ. ૧૯૧, ૫. ૨૫) જો કે આવું કહેવું પણ નિરર્થક જ છે, કારણ કે અભવનસ્વભાવી વસ્તુ ઉત્પન્ન નથી થતી - એવું કહેવાનો મતલબ જ શું ? જેમ કાળી વસ્તુ કાળી છે - આવું કહેવું નિરર્થક છે તેમ.. (પૃ. ૨૧૮, ૨૫) જો માટી અને ઊર્ધ્વકાર વચ્ચે કથંચિદ્ અભેદ માનો, તો એ આપત્તિ ન આવે.. કારણ કે તેવું માનવામાં ઊર્ધ્વકાર અને માટીના ઉપાદાનકારણ કથંચિદ્ અભિન્ન થવાથી ઊર્ધ્વકારની કથંચિદ્ નિવૃત્તિ થવા છતાં માટીની નિવૃત્તિ ન થઈ હોવાથી વિકાર માનવાની જરૂર ના રહે.. જ્યારે માટીની રાખ થશે, ત્યારે ઊર્ધ્વકાર + માટી ઉભયની નિવૃત્તિ થઈ જતાં તેના વિકારરૂપ એવી રાખ ઉત્પન્ન થઈ જશે કે જે માટીથી ભિન્ન છે.. (પૃ. ૨૨૪, પં. ૨૧) (અર્થાત્ તત્કૃત્ત્વ હોતે છતે પણ મૃત્ત્વ રહે છે અને તનૃત્ત્વભિન્ન હોતે છતે પણ મૃત્ત્વ રહે છે. એટલે વ્યભિચાર સ્પષ્ટ છે.) (પૃ. ૨૨૬, ૫. ૨૦) પ્રશ્ન ઃ જો એક સદન્તર એ બીજા સદન્તરરૂપ ન હોય, તો A ઘડાના કપાલની માટી A ઘડાની માટીરૂપ કેવી રીતે ? તે બંને સત્ જ છે ને ? ઉત્તર : જ્યારે A ઘડાના કપાલની માટીનું અસ્તિત્વ આવે, ત્યારે A ઘડાની માટી A ઘડાની માટીરૂપે નાશ પામી ગઈ હોય છે અને A ઘડાના કપાલની માટીરૂપે ઉત્પન્ન થાય છે. . જ્યારે B ઘડાના કપાલની માટી તો A ઘડાની માટી હાજર હોય ત્યારે પણ હાજર જ હોય છે.. A ઘડાની માટીમાં B ઘડાની માટીનો અભેદ ન રહી શકે.. જો B ઘડાના કપાલની માટીનો અભેદ માનો, તો તે વખતે A ઘડાની માટી નાશ પામી જવી જોઈએ, જેવી રીતે A ઘડાના કપાલની માટીથી અભિન્ન થવાથી A ઘડાની માટીનો નાશ થઈ જાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370