Book Title: Anekantjaipataka Part 01
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 355
________________ પરિશિષ્ટ - ૧ વિશેષ ટીપ્પણો ઉત્તર ઃ તમારી વાત શક્ય નથી, જુઓ - (તમે વસ્તુમાં ...) છે (પૃ. ૯૦, પં. ૧૮) એટલે એકાંતે એકરૂપ સેતિકાથી જો બીજાને પણ તૃપ્તિ થાય તો માનવું જ પડે કે એકમાં તે સંપૂર્ણતયા ઉપયોગવાળી નહોતી, બેમાં જુદા જુદા અંશે ઉપયોગવાળી હતી... (પૃ. ૯૩, પં. ૧૩) કારણ કે સેતિકા અને ઘટ બંને એકસ્વરૂપવાળા હોવાથી તેમાં બેમાં વિશેષ શું ? કે જેથી ઘટથી બે કાર્ય થાય ને સેતિકાથી માત્ર એક જ ! હવે વધુ ચર્ચાથી સર્યું. (પૃ. ૧૦૫, પં. ૧૩) (ઉભયની પ્રતીતિ ઉભયનાં અસ્તિત્વ વિના ન જ હોઈ શકે.) (પૃ. ૧૦૫, પં. ૨૧) (અન્યથા ઘટાદિમાં દેખાતું સ્વ-પરવૈશિષ્ટ્ય અનુપપન્ન થાય.) ३ (પૃ. ૧૦૬, પં. ૨૧) પ્રશ્ન ઃ જો અબાદિઅસત્ત્વ ઘટમાં જ રહેશે, તો પટમાં અબાદિઅસત્ત્વાભાવ સિદ્ધ થતાં પટ અપ=જળરૂપ થવાની આપત્તિ આવે.. ઉત્તર : વાત સાચી છે, પણ અબાદિઅસત્ત્વ ઘટમાં જ રહે તેવું નહીં માનીએ, પણ અબાદિઅસત્ત્વ ઘટસત્ત્વથી જ અનુવિદ્ધ નથી, પણ પટાદિસત્ત્વથી પણ અનુવિદ્ધ છે તેમ માનીશું.. આ જ વાત ‘અથવા' કરીને ગ્રંથકારશ્રી જણાવે છે.. టీ (પૃ. ૧૦૯, પં. ૧૬) તેથી ભાવ એ કે, પૃથ્વીમાં રહેલું જળાસત્ત્વ, જળમાં જ જળાસત્ત્વની પ્રતીતિ કરાવે એવું ન બને, કારણ કે જળમાં જળાસત્ત્વનો અનુવેધ નથી.. એટલે જળસત્ત્વ સિવાય પાર્થિવસત્ત્વ વગે૨ે તમામની સાથે જળાસત્ત્વનો અનુવેધ માનવો જ રહ્યો અને તો પાર્થિવમાં પાર્થિવસત્ત્વ અને જળાસત્ત્વરૂપ ઉભયરૂપતા આવશે જ.. (પૃ. ૧૧૪, પં. ૧૯) એટલે તમે જેવો અનેકાંતવાદ (=કેવળ ભેદના સમાનાધિકરણ કેવળઅભેદને સ્વીકા૨વારૂપ અનેકાંતવાદને) કલ્પીને તેના વિશે દોષો રજૂ કર્યા તેવો અનેકાંતવાદ અમે માનતા જ નથી (અને એટલે તેને લઈને અમને દોષો પણ ન આવે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370