________________
(૬૩)
કૃપાદૃષ્ટિ... ઉપકારવૃષ્ટિ... જીવનસૃષ્ટિ...
મારી નાનકડી બુદ્ધિ ! નાનકડો ક્ષયોપશમ !
અને પૂ. હરિભદ્રસૂરિ મ.નો ઉચ્ચતમ દાર્શનિક ગ્રંથ ! અને તેના પર વિવેચન !
ખરેખર ફૂટપટ્ટીથી આકાશ માપવાની ચેષ્ટા હતી. મારું સામર્થ્ય જ નથી કે આવું વિરાટ્ કાર્ય હું સ્પર્શી શકું..
પણ જો ...
- સુવર્ણરસના પ્રભાવથી તાંબુ પણ સોનું બની જતું હોય..
• રામના નામથી પત્થર પણ તરી જતો હોય..
• ફટકડીના પ્રભાવથી મેલું પણ પાણી નિર્મલ અને શુદ્ધ બની જતું હોય..
• વિદ્યાના પ્રભાવથી વામન પણ વિરાટ્ બની જતો હોય..
સૂર્યના પ્રભાવથી મંદ આંખવાળો પણ યથાર્થ જોઈ શકતો હોય..
તો સરસ્વતીસમાન એ ઉપકારીઓના પ્રભાવથી મૂર્ખ પણ હું લખી શકું એમાં કંઈ જ આશ્ચર્ય નથી.. એ તમામ સામર્થ્ય-પ્રભાવ, ગુરુભગવંતો, સહવર્તીઓ અને ઉપકારીઓનો છે, એ નિશ્ચિત વાત
છે.
તે બધાની ઋણસ્મૃતિનો અવસ૨ ઉપસ્થિત થયો છે, તેમનો જે ઉપકાર મારા પર થયો છે, તે હકીકતમાં વર્ણનાતીત છે. . તે છતાં, આંશિક શબ્દદેહ આપી તેને હું વ્યક્ત કરવા ઇચ્છું છું...
rs પ. પૂ. કર્મસાહિત્યનિષ્ણાત, સિદ્ધાંતમહોદધિ આ.ભ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજા... ન્યાયવિશારદ, વર્ધમાનતપોનિધિ પ. પૂ. આ. ભ. શ્રી વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ... મેવાડદેશોદ્ધારક, ૪૦૦ અક્રમના ભીષ્મતપસ્વી પ.પૂ.આ.ભ.શ્રી જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા આ ત્રણે ગુરુભગવંતોની અનવરત દિવ્ય કૃપાવર્ષા..
Jain Education International
rTM સિદ્ધાંતદિવાકર, સુવિશાળગચ્છાધિપતિ, આગમહાર્દમર્મજ્ઞ પ. પૂ.આ.ભ. શ્રી વિ. જયઘોષસૂરીશ્વરજી મહારાજા... જેઓશ્રીની અનેકાંતમય હિતશિક્ષાઓથી જીવન ધન્ય બનાવી શક્યો..ને યાવત્ જયપતાકા ગ્રંથ પરનો ગુર્જરઘોષ હું કરી શક્યો..
Leve
For Personal & Private Use Only
www.jainelibrary.org