Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ - 4 (પુ.) (કંઠસ્થાનીય અ સ્વર, આદ્ય સ્વર 2: અશરીરી-સિદ્ધ 3. વિષ્ણુ 4. રક્ષા 5. સ્થિરતા 6. શિવ 7. બ્રહ્મ 8. વાયુ 9, ચંદ્ર 10. અગ્નિ 11. સૂર્ય 12. કમઠ 13. અંતઃપુર 14. ભૂષણ 15, વરણ 16, કારણ 17. રણ 18. ચર્મ 19. ગૌરવ 20. અવ્યય 21. અભાવ 22. સંબોધન 23. અમંગલહારી) અક્ષરોમાં જે સર્વાગ પરિપૂર્ણ હોય, સ્વયં શોભાયમાન હોય તે સ્વર કહેવાય છે. સ્વરોમાં પ્રથમ સ્થાન “અ”નું છે. આ સ્વર અનેક અર્થોનો બોધક છે. શરીર રહિત એવા સિદ્ધોને અશરીરી કહેવાય છે. જીવ જયારે ચારેય ગતિ અને આઠેય કર્મોથી મુક્ત બને છે ત્યારે તે સિદ્ધિગતિ પ્રાપ્ત કરે છે. આપણે પણ જીવમાંથી શિવ બનવા માટે અજન્મા થવાની સાધના કરવી પડશે અને ત્યારે જ આપણે પણ સિદ્ધ-બુદ્ધની માફક અખંડ ઐશ્વર્યશાળી બનીશું. ( .) (નિષેધ 2. અભાવ 3. વિરોધ૪. અયોગ્યતા 5. અલ્પતા 6. ભેદ 7. સાદશ્ય 8. અપ્રશસ્તતા 9. અનુકંપા). *a ( વ્ય.) (અને, વળી 2. અવધારણ, નિશ્ચય 3. ભેદ, વિશેષ 4. અતિશય, અધિકતા 5. અનુમતિ, સંમતિ 6. પાદપૂર્તિ અર્થે વપરાતો અવ્યય). અમ - મન (ઈ.) (અજન્મા, ઈશ્વર 2. જીવ 3. બ્રહ્મા 4. વિષ્ણુ 5. ઇન્દ્ર 6. બકરો 7. મેષરાશિ 8. માક્ષિકધાતુ) અજ શબ્દ જન - જા ધાતુથી બનેલો છે. ‘ના રૂતિ સમગ' અર્થાત્ જે જન્મ ધારણ નથી કરતો તેને અજન્મા કહેવાય છે. જન્મ અને મરણના હેતુભૂત રાગ અને દ્વેષને નષ્ટ કરવા જીવાત્મા જયારથી પ્રયત્નશીલ બને છે ત્યારથી તેની અજન્મા બનવાની પ્રક્રિયા ચાલુ થાય છે. બાળકને ભણતરથી, પત્નીને સાસુની ખટપટથી, પતિને પત્નીની ફરિયાદોથી અને નોકરોને શેઠની જોહુકમીથી માનસિક ત્રાસ લાગે છે અને તેનાથી છૂટકારો મેળવવા તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. પરંતુ આ બધા થાક કરતાં સૌથી મોટો થાક છે જન્મમરણનો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે, જગતમાં જન્મ જેવું કોઈ દુઃખ નથી. આથી આપણે જન્મના દુ:ખથી છૂટકારો મેળવવા ધર્મમાં સતત ઉદ્યમવંત રહેવું જોઈએ. અઢાર - અન/૨ (પુ.) (સર્પ જાતિ વિશેષ, અજગર) અજગર શબ્દની વ્યુત્પત્તિ થાય છે - 3 નં છri fમતિ-ઉત્નત તિ અગર' જે બકરા જેવા નાના-મોટા જીવોને ગળી-ખાઈ જાય તેને અજગર કહેવાય. શાસ્ત્રોમાં કષાયો (ક્રોધ, માન,માયા અને લોભ)ને અજગરની ઉપમા આપવામાં આવી છે. આ કષાયો પણ, આપણા જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ આત્મગુણોને અજગરની જેમ જ ગળી જાય છે. માટે જ આત્મહિતમાં આગળ વધનારા મુમુક્ષુએ કષાયો પર વિજય મેળવવો અત્યંત આવશ્યક છે. સમવન - નાપતિ (પુ.) (બકરીઓનો પાલક 2. વ્રતોનો ભંગ કરનાર છે. વાચકનો એક ભેદ) ટ્રાફિક સિગ્નલનો ભંગ કરનારને દંડ ભરવો ફરજીયાત હોય છે. યાદ રાખજો !દુબુદ્ધિવશ લીધેલા વ્રતોના ભંગથી દુઃખોની પરંપરા વધારનાર કર્મોનો આશ્રવ થવો નક્કી છે. અ - વિ ( વ્ય.) (સંભાવના-સંબોધનવાચી, હે, અયિ, એ) રત્નાકર પચ્ચીશીમાં આત્માને સંબોધિને કહ્યું છે કે મેં તો દાન પણ નથી દીધું, શીલ પણ પાળ્યું નથી, તપથી કાયાને સંયમિત પણ કરી નથી અને શુભ ભાવ પણ ભાવ્યો નથી. તેથી હે પ્રભુ ! મારું તો આ સંસારમાં જનમવું પણ નિરર્થક સાબિત થયું છે. કામ (ઈ.). (ગમન કરવું, જવું)