Book Title: Dharmdravyano Vahivat Kevi Rite Karsho
Author(s): Dharmdhwaj Parivar
Publisher: Dharmdhwaj Parivar
Catalog link: https://jainqq.org/explore/005566/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્વેતાંબ તપાગચ્છ મૂર્તિપૂજક જૈન સંઘ માન્ય તવાર ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? ૧. દ્રવ્ય વહીવટ માર્ગદર્શન = = ૪ ક. ૨. સંઘ વહીવટ માર્ગદર્શન હs 6ELIES NO > મા હ૦ઇમ = 'ક માઇક * out it ? 5 કોમ ઝાટક ઠા 646644 ICU “પ્રકાશ શ્રી જૈન 'ધર્મધ્વજ પરિવાર (શ્રાદ્ધવિધિ પ્રકણ, દ્રવ્ય સપ્તતિકા, ધર્મસંગ્રહ વગે ગ્રંથો અને ગીતાર્થ ગુભગવંતોના પ્રવચનોમાંથી) Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સંઘના વહીવટકર્તા/સદસ્ય તરીકેની આપણી જવાબદારી અંગે જગતમાં સર્વ જીવોનું કલ્યાણ કરનારું પ્રભુ મહાવીરનું શાસન જિનમંદિરો જિનમૂર્તિ તથા શ્રુતજ્ઞાન-ભંડારો દ્વારા ૨૧,૦૦૦ વર્ષ ચાલવાનું છે. આ જિનમંદિરો તથા જ્ઞાનભંડારોનું અસ્તિત્વ દેવદ્રવ્યજ્ઞાનદ્રવ્ય ઈત્યાદિ સાતક્ષેત્રના ધર્મદ્રવ્યોની આવક અને તેના જિનાજ્ઞાનુસારી વહીવટ પર નિર્ભર છે. સાતક્ષેત્ર તથા ધર્મદ્રવ્યોના જિનાજ્ઞાનુસારી વહીવટ દ્વારા પ્રભુ મહાવીરનાં શાસનને ૨૧,૦૦૦ વર્ષો સુધી પહોંચાડવા દ્વારા ભવિષ્યનાં આપણા વારસદારોને એક સુદૃઢ વ્યવસ્થા પ્રદાન કરવાની આપણી જવાબદારી કર્તવ્ય નિભાવીએ. અગત્યની સૂચના ધર્મદ્રવ્યના જિનશાસન અનુસાર વહીવટ માટે આ પુસ્તક મહત્વનું છે. આપને તેની જરૂરીયાત ન હોય તો આસપાસના જૈન સંઘોમાં કે અમોને પરત કરવા વિનંતી છે. લી. શ્રી જૈન ધર્મધ્વજ પરિવાર, મુંબઈ ફોન : ૯૮૭૯૦૪૦૧૦૪ Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્વેતાંબર તપાગચ્છ મૂર્તિપૂજક જૈન સંઘ માન્ય ધર્મદ્રવ્યનો વહીવટ જ કેવી રીતે કરશો? ૧. દ્રવ્ય વહીવટ માર્ગદર્શન ૨. સંઘ વહીવટ માર્ગદર્શન નક : શ્રદર્શs: તપાગચ્છાધિરાજ પૂ.આ.શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન વર્ધમાન તપોનિધિ પૂ.આ.શ્રી વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ્રવચનપ્રભાવક પૂ.આ.શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ ૦િ પ્રકાશક છે શ્રી જૈના ધર્મધ્વજ પરિવાર જિનાજ્ઞાનુસાર સાતક્ષેત્ર દ્રવ્ય વહીવટ અભિયાન Page #4 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકનું નામ : ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? પ્રકાશક : શ્રી જૈન ધર્મધ્વજ પરિવાર મલાડ - મુંબઈ સાલ : વિ.સં. ૨૫૩૯ વિ.સં. ૨૦૬૯, ઈ.સં. ૨૦૧૩ આવૃત્તિ : દ્વિતીય આવૃત્તિ પ્રતિ : ૧OOO ગુજરાતી : પ્રથમ આવૃત્તિ : ૨૦OO નકલ દ્વિતીય આવૃત્તિ : ૧OOO નકલ હિન્દી : પ્રથમ આવૃત્તિ : ૧OOO નકલ દ્વિતીય આવૃત્તિ : ૧OOO નકલ તૃતીય આવૃત્તિ : ૧OOO નકલ ચતુર્થ આવૃત્તિ : ૧૦૦૦ નકલ : પ્રાપ્તિસ્થાન : - શ્રી જૈન ધર્મધ્વજ પરિવાર ૧૯ એ, બીજે માળે, શાંતિનાથ શોપિંગ સેન્ટર, એસ.વી.રોડ, બેંક ઓફ બરોડા ઉપર, મલાડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૧૪ સંજયભાઈ શાહ - મલાડ, મુંબઈ ફોન : 022-28443328 / 09820455443 ફેક્સ : 022-28443328 બિરેનભાઈ શાહ - ઓપેરા હાઉસ, મુંબઈ ફોન : 09322232391 / 09821133597 ધર્મેશભાઈ શાહ – પાયધૂની, મુંબઈ ફોન : 09320284827 / 09322284827 - આભાર - તે તે ગીતાર્થ ગુરુભગવંત અને કલ્યાણ મિત્રોનો અમે આભાર માનીએ છીએ કે જેમણે અમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને સહાય કરી છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ ♦ પ્રકાશકીય ♦ આજ્ઞામાં ધર્મ અનુક્રમણિકા ૭ અત્યન્ત આવશ્યકતા ૭ શ્રી સાત ક્ષેત્ર પરિચય ૧ - જિનપ્રતિમા ક્ષેત્ર, ૨-જિનમંદિર ક્ષેત્ર ૩ - જિન આગમ ક્ષેત્ર, ૪-જિન સાધુ ક્ષેત્ર, ૫ - જિન સાધ્વી ક્ષેત્ર ૬-જિન શ્રાવક ક્ષેત્ર, ૭-જિન શ્રાવિકા ક્ષેત્ર ૭ સાત ક્ષેત્રો ભક્તિ કરવા યોગ્ય જીવદયા અનુકંપા ક્ષેત્રો દયા કરવા યોગ્ય ૧. ધર્મદ્રવ્યના વહીવટનું માર્ગદર્શન ૧. જિનપ્રતિમા ક્ષેત્ર ૨. જિનમંદિર ક્ષેત્ર ૩. જિનાગમ ક્ષેત્ર – જ્ઞાનદ્રવ્ય 5 ૪-૫. જિન સાધુ-સાધ્વી ક્ષેત્ર ૬-૭. જિન શ્રાવક-શ્રાવિકા ક્ષેત્ર ૮. ગુરુદ્રવ્ય : ગુરુપૂજન વગેરેનું દ્રવ્ય ગુરુમંદિર-ગુરુમૂર્તિ વગેરે સંબંધી ચડાવા ૧૭. કાલકૃત ૧૮. અનુકંપા ?? J©e [ spape પૂ. સાધુ-સાધ્વીજીના કાળધર્મ પછીના ચડાવા ૯. જિનમંદિર સાધારણ ૧૦. સાધારણ દ્રવ્ય ૧૧. સર્વ સાધારણ (શુભ) ૧૨. સાત ક્ષેત્ર સાધારણ ૧૩. ઉપાશ્રય-પૌષધશાળા-આરાધના ભવન ૧૪. આયંબિલ તપ ૧૫. ધારણાં, ઉત્તરપારણાં, પારણાં, નવકારશી ખાતું ૧૬. નિશ્રાકૃત 3 J 8 HIT ૧ ૧ ૪ ) ૦ ૧ ૧૨ ૪ ૪ ૪ ૪૭ ક્ ૬ ૧૬ ૧૯ ૧૭ Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨૧. ૨૨ - ૨૩ ૨૪ ૨૪ ર પ ૨ ૫. ૨૩ ૨૮ ૨૯ ૧૯. જીવદયા ૨૦. વ્યાજ વગેરેની આવક ૨૧. ટેકસ (કર) વગેરેનો ખર્ચો ૨૨. જિનભક્તિ માટે અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી સંઘને સમર્પિત કરવાના ચડાવા (કેશર-ચંદન ખાતું) ૨૩. પર્યુષણમાં જન્મ વાંચન પ્રસંગે બોલાવાતા ચડાવાની વિગત ૨૪. ઉદ્યાપન-ઉજમણું ૨૫. આચાર્ય વગેરે પદપ્રદાન પ્રસંગે બોલાવાતા ચડાવા ૨૭. પૂજારીના પગાર સંબંધી ૨૭. દેવ-દેવી સંબંધી સમજ ૨૮. અંજનશલાકા-પ્રતિષ્ઠાના ચડાવાઓ ૨૯. રથયાત્રા-પ્રભુજીના વરઘોડા સંબંધી ચડાવા ૩૦. દેરાસરમાં કે દેરાસરની બહાર ક્યાંય પણ પરમાત્માની ભક્તિ નિમિત્તે કે પરમાત્માની નિશ્રામાં બોલાવાતા દેવદ્રવ્યના ચડાવા વિષે જેમ કે, તીર્થમાળ, ઉપધાન માળા ૩૧. અલગ અલગ ચડાવાની વિગત ૩૨. દીક્ષા પ્રસંગે બોલાવાતા ચડાવા ૩૩. સૂત્ર-ગ્રંથ વાચન પ્રસંગે બોલાવાતા ચડાવાલા ૩૪. શિલાસ્થાપન પ્રસંગના ચડાવા ૩૫. લઘુશાંતિસ્નાત્ર, સિદ્ધચક્રપૂજન આદિ પ્રસંગના ચડાવા ૨. સંઘ વહીવટ માર્ગદર્શન પરિશિષ્ટ-૧ ‘દ્રવ્ય સપ્તતિકા' ગ્રંથના આધારે સમજવા જેવી બાબતો પરિશિષ્ટ-૨ જિનમંદિર સંબંધી આગેવાનોએ કરવા યોગ્ય કેટલાંક કાર્યો પરિશિષ્ટ-૩ ધર્મસંસ્થાઓના વહીવટદારોને કેટલુંક માર્ગદર્શન પરિશિષ્ટ-૪ આરતી-મંગળ દીવાની થાળીમાં મૂકાયેલ દ્રવ્ય અંગે આ .ક ની પેઢીના બે પત્રો • પરિશિષ્ટ-પ આપના પ્રશ્નો-શાસ્ત્રના ઉત્તરો ૩) ૩૨ ૩૩ ३४ ३४ ૩૫. પ૦ પ. Page #7 -------------------------------------------------------------------------- ________________ પર, પ૨૨ પ૩ પ૪ પપ. પપ. પs પડે પ૦ પ૭ ૧. પ્રભુની આરતી-મંગળદીવામાં મૂકેલા રૂપિયા પર અધિકાર કોનો ? ૨. ભગવાનની સમક્ષ અષ્ટમંગલ આલેખવા કે તેની પૂજા કરવી ? ૩. વૈયાવચ્ચ ખાતાની રકમમાંથી વિહાર સ્થાન બનાવી શકાય ? ૪. દેરાસરમાં ચડેલી બદામ-શ્રીફળ ફરીવાર ચડાવાય કે નહિ ? ૫. કેસર ઘસવા અને પ્રક્ષાલ માટે દેરાસરનો ઓરસીયો-પાણી વપરાય ? ૯. કારણ વિના જ્ઞાનખાતાનું દ્રવ્ય દેવદ્રવ્યમાં લઈ જવાય ? ૭. દ્રવ્યવ્યવસ્થા અંગે શંકા હોય ત્યાં પૂજા કરી શકાય? ૮. પ્રભુપૂજા અને તિલક માટે એક જ કસર રાખી શકાય? ૯. દેરાસર માટે ખરીદેલ ફૂટ ઘરમાં વપરાય કે નહિ ? ૧૦. સંઘની મિલકત કારણ વિના વેચી શકાય કે નહિ ? ૧૧. ઉપાશ્રય-પૌષધશાળામાં હોસ્પીટલ અને પ્રસૂતિગૃહ બનાવી શકાય ? ૧૨. ઉપાશ્રય હોસ્પીટલ અને પ્રસૂતિગૃહ બનાવવા વેચી શકાય ? ૧૩. કુમારપાળની આરતિની આવક કયા ખાતામાં જાય ? ૧૪. શ્રેયાંસકુમાર બનવાના ચડાવાની રકમ ક્યા ખાતામાં જાય ? ૧૫. જીવદયાની ટીપ લખાવનાર રકમ. મોડી ચૂકવે તો દોષ કોને લાગે ? ૧૬. જીવદયાની રકમ બેંકમાં મૂકી વ્યાજ વધારવું યોગ્ય છે ? ૧૭. જીવદયાની ટીપમાંથી પીડાતા માણસને મદદ કરી શકાય ? ૧૮. જીવદયાનું ફંડ બંધ રાખી અનુકંપાનું ફંડ કરી શકાય ? ૧૯. ફલેચૂંદડીની રકમ ભૂકંપ રાહતમાં વાપરી શકાય ? ૨૦. દેવદ્રવ્યના પૈસાથી નૂતન જિનમંદિર બનાવી શકાય ? ૨૧. ગુરુપૂજનની આવકનો અધિકાર કોનો ? સાધુનો કે સંઘનો ? ૨૨. સાધારણનું ફંડ ઓછું હોય તો પૂજારીને પગાર દેવદ્રવ્યનો અપાય ? ૫૮ પ૮ ૫૮ પ૯ પ૯ GO - | ૬૧ ૩૧. ૩૨ ૩૪ ૯૪ " . (5) Page #8 -------------------------------------------------------------------------- ________________ ૬૫ ૬૫ 99 ૯૮ ૩૮ GE ૭) છO થર ૭૩ ૨૩. હિસાબ-કિતાબ રજૂ ન થાય તો સંઘના સભ્યો શું કરે ? ૨૪. ધર્મદ્રવ્યની માત્ર એફ ડી. જ થતી હોય તો ચડાવા બોલાય ? ૨૫. ધર્મદ્રવ્યની આવકનો ઉપયોગ ક્યાં અને કઈ રીતે કરવો ? ૨૬. સ્નાત્રમાં શ્રીફળ રોજ નવું મૂકવું જરૂરી છે ? ૨૭. ચૈત્યવંદન પછી પૂજાના અક્ષત, ફળ, નૈવેદ્યનો ઉપયોગ કોણ કરે ? ૨૮. પ્રભુને ચડાવેલા ફળ-નૈવેદ્યનું વેચાણ કેવી રીતે કરવું ? ૨૯. “અબોટ દીવા'નું શાસ્ત્રમાં વિધાન છે ? એની જરૂર શી ? ૩૦. અખંડ દીપકનો લાભ શું ? દેવદ્રવ્યમાંથી કરી શકાય ? ૩૧. દેવદ્રવ્યમાંથી બનાવેલ ઉપાશ્રયમાં કઈ પ્રવૃત્તિ થઈ શકે ? ૩૨. નકરો ભરી દેવદ્રવ્યના ઉપાશ્રયનો ઉપયોગ કરી શકાય ? ૩૩. વૈયાવચ્ચના પૈસા વ્હીલચેર માટે ફાળવી શકાય ? ૩૪. ઈન્દ્રમાળ વગેરે બોલીઓ કયા સમયમાં શરૂ થઈ ? ૩૫. દેવદ્રવ્યનો નાશ થતો હોય તો સાધુએ એને રોકવો જોઈએ ? ૩૬. આશાતના ટાળવા માટે પ્રભુ પ્રતિમા ઓછાં ન કરી શકાય ? ૩૭. શ્રાવક માટે પ્રભુની આજ્ઞા કઈ કઈ છે ? એ ક્યાંથી જાણવી ? ૩૮. ભગવાનની સાથે હનુમાન વગેરેની પ્રતિમા હોય તો ત્યાં દર્શન થાય ? ૩૯. ઘર દેરાસરમાં કે સંઘ દેરાસરમાં A.C. કે પંખા મૂકી શકાય ? ૪૦. ચાંદીની ચોવીશીના ભગવાન છૂટા પડેલ હોય તો પૂજા કરાય ? ૪૧. ભગવાનના અંગ ઉપર બરાસ પૂજા થાય કે નહિ ? ૪૨. તીર્થોમાં શ્રીફળના તોરણ લગાડાય છે તેનું મહત્ત્વ શું ? ૪૩. ધાર્મિક વાતો માટે વિવાદ-કોર્ટ વગેરે કેટલું ઉચિત છે ? ૪૪. “વરખ માંસાહારી છે” આ વાત સાચી છે ? ૪૫. પરમાત્માની અંગરચનામાં વરખ લગાવવો જરૂરી છે ? ૪૩પૂજાના કપડાં પહેરીને સામાયિક કરાય ? ૪૭. અત્યારે પદ્માવતી પૂજન ભણાવાય છે તે યોગ્ય છે ? ૪૮. દેરાસરની ધજાનો રંગ કેવો રાખવો જોઈએ ? ૪૯. સાધુ-સંસ્થામાં ઈલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ થતો હોય તો શું કરવું ? ૭૩ ७४ ૭૪ ૭પ ૭પ. ૭૭ ७८ ZO ૮) ૮O Page #9 -------------------------------------------------------------------------- ________________ ૫૦. ભગવાનના અંગથી ઉતારેલો વાસક્ષેપ શ્રાવક લઈ શકે ? ૫૧. ભાઈઓ-બહેનોનું સામાયિક એક સાથે રાખી શકાય ? ૫૨. દેરાસરની ધજાનો પડછાયો ઘર ઉપર પડે તો તે ઉચિત છે ? ૫૩. નિર્માલ્ય પુષ્પોનો નિકાલ ક્યાં કરવો ? ૫૪. સાધ્વીજી ભગવંતો પુરુષો સમક્ષ પાટ ઉપરથી વ્યાખ્યાન આપી શકે ? ૫૫. સાધર્મિક વાત્સલ્યમાં બૂફે-ભોજન કરી શકાય ? ૫૬. વીશસ્થાનકની પૂજા કર્યા પછી અરિહંતની પૂજા થાય ? ૫૭. ધર્મ ક્ષેત્રની ૨કમ ધર્મક્ષેત્ર સિવાય બીજે વાપરી શકાય ? ૫૮. ભગવાનની ઝોળી બનાવી પૈસા ઉઘરાવવા ઉચિત છે ? ૫૯. ધર્મનાં કે અન્ય ફાટી ગયેલા પુસ્તકો ક્યાં, કેવી રીતે પરઠવવાં ? ૬૦. પ્રભુ પ્રતિમાને ચક્ષુ, શ્રીવત્સ, કપાળી વગેરે કઈ રીતે લગાવાય ? પરિશિષ્ટ-૬ દેવદ્રવ્ય વગેરે સાત ક્ષેત્રનાં વહીવટના અધિકારી કોણ ? → પરિશિષ્ટ-૭ શાસ્ત્રાનુસા૨ી મહત્ત્વનો નિર્ણય : સ્વપ્નોની ઘીની બોલીમાં સરચાર્જ (વૃદ્ધિદર) વધારીને તે વધારો સાધારણમાં લઈ જવાય નહિ. પરિશિષ્ટ-૮ સ્વપ્નની ઉપજનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જ જાય ! ♦ પરિશિષ્ટ-૯ દેવદ્રવ્યની રક્ષા તથા તેનો સદુપયોગ કઈ રીતે કરવો ? દેવદ્રવ્યની ૨કમ જૈન શ્રાવકોને વ્યાજ લઈને આપી શકાય ? આ પાના : ૦ પરિશિષ્ટ-૧૦ પ્રભુપૂજા સ્વદ્રવ્યથી કે દેવદ્રવ્યથી ? ♦ પરિશિષ્ટ-૧૧ સમસ્યા વર્તમાનની, સમાધાન શાસ્ત્રનું... ૧. દેવદ્રવ્યના રૂપિયા સાધર્મિક ભક્તિ, સ્કૂલ-કોલેજ, લગ્નની વાડી, જીવદયા, હોસ્પિટલ વગેરેમાં વપરાય કે નહિ ? ૨. સાધારણ ખાતાની ઉપજ માટે શાસ્ત્રસંમંત ઉપાયો ક્યા ? ૩. ધર્મદ્રવ્ય વધારે હોય તો અન્ય સંઘોમાં આપવું જોઈએ કે નહિ ? ૪. ધર્મદ્રવ્યના સંચાલન માટે ટ્રસ્ટ કરવું જરૂરી છે કે નહિ ? ૦ પરિશિષ્ટ-૧૨ મંદિરના શિખર પર બનાવવામાં આવતો કઠેડો એ અટકાવવા જેવી આશાતના છે ! 7 333 ૮૨ ૮૨ ૮૨ ૮૩ ૮૪ ૮૪ ૬૩ ૪ ૫ ૬ ८७ -2-2 JI ૧૦૮ ૧૨૮ ૧૩૪ ૧૪૫ ૧૪૫ ૧૪૭ ૧૪૯ ૧૫૧ ૧૫૫ Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય જિનાજ્ઞાનું મહત્ત્વ અને સાતક્ષેત્રનો મહિમા કલિકાલસર્વજ્ઞપ્રભુ પૂ. શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજાએ યોગશાસ્ત્રમાં જણાવ્યું છે કે – “સૂર્ય-ચંદ્ર નિશ્ચિત સમયે ઉદય-અસ્ત પામે છે, પૃથ્વી સ્થિર રહી જગતને ધારણ કરે છે, સાગર મર્યાદા મૂકતો નથી અને ઋતુઓ યોગ્ય સમયે પ્રવર્તે છે; આ બધો પ્રભાવ ધર્મનો છે.” આ ધર્મ પ્રભુની આજ્ઞામાં રહેલો છે. પ્રભુની તે આજ્ઞા દ્વાદશાંગી દિ આગમો અને ધર્મશાસ્ત્રોમાં સમાયેલી છે. છે. દ્વાદશાંગી આદિ ધર્મશાસ્ત્રોમાં બતાવેલી આજ્ઞાનું પાલન વિશ્વના દરેક જીવોને સુખ આપે છે. જે જીવ આજ્ઞાનું પાલન કરે છે, તે નક્કી સુખને પામે છે. જે પ્રભુની આજ્ઞાની વિરાધના કરે છે, તે ચોક્કસપણે દુ:ખ પામે ભગવાનની આજ્ઞાઓને સમજવી, એના ઉપર શ્રદ્ધા કરવી અને શક્તિ અનુસાર એનું પાલન કરવું - એ આપણા સહુનું કર્તવ્ય છે. વ્યવહારમાં જિનાજ્ઞાનું પાલન સાતક્ષેત્રના વિવિધ ભક્તિ-વ્યવહારો દ્વારા થતું હોવાથી અને નિશ્ચયાત્મક આજ્ઞાનું પ્રગટન એ વ્યવહાર આજ્ઞાના પાલનથી જ થતું હોવાથી આજ્ઞાને સમજવા માટે સાતક્ષેત્રનું સ્વરૂપ સમજવું પણ અનિવાર્ય બને છે. ૧-જિનપ્રતિમા, ૨-જિનમંદિર, ૩-જિનાગમ અને ભગવાને બતાવેલા માર્ગ પર ચાલનારા ૪-સાધુ, પ-સાધ્વી, ૬-શ્રાવક, ૭-શ્રાવિકા આ સાતક્ષેત્રોનાં આલંબન, પ્રભાવ અને ભક્તિથી જીવોના રાગ-દ્વેષ શાંત થાય છે. રાગ-દ્વેષ શાંત થવાથી દુઃખ, પાપ, કલહ, અશાંતિ અને ભવભ્રમણથી પણ કાયમ માટે મુક્તિ મળે છે. આ સાતક્ષેત્રોનાં જિનાજ્ઞા મુજબ ભક્તિ અને દ્રવ્ય વહીવટથી જ પ્રભુ શ્રી મહાવીરસ્વામીજીએ સ્થાપેલું જૈનશાસન ૨૧000 વર્ષ સુધી ચાલવાનું છે. તે જિનશાસનથી ભવિષ્યકાળમાં ભવ્ય જીવોનું કલ્યાણ થવાનું છે. કલ્યાણને કરનારા જૈનશાસનનાં સાતક્ષેત્રનાં સુયોગ્ય સંચાલનથી સંચાલક એવા ટ્રસ્ટીગણ વગેરે આગેવાન પુણ્યાત્માને તીર્થકર નામકર્મ બંધાય છે અને જિનાજ્ઞાથી વિપરીત સંચાલનથી યાવત્ દુ:ખ, દારિદ્ર અને દુર્ગતિ સુધીનાં દારુણ ફળો મળે છે. (8) Page #11 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માની આજ્ઞાના એક અદકેરા આરાધના – પ્રકાર “ધર્મદ્રવ્યનો વહીવટ’ને લગતા શાસ્ત્રસાપેક્ષ વિચારોનાં સંકલનરૂપ એક હિંદી પુસ્તક ‘ધર્મદ્રવ્ય #ા સંય' ન જૈસે રે ?' નામે અમોએ પ્રકાશિત કર્યું હતું. એક જ મહિનામાં એની બધી નકલો ખપી જતાં બીજી આવૃત્તિ પણ પ્રકાશિત કરવી પડી હતી. એ પુસ્તક જોયા બાદ ઘણા ગુજરાતીભાષિક જિજ્ઞાસુઓ તરફથી એની ગુજરાતી આવૃત્તિ કરી આપવાની વારંવાર માંગણી થતાં અમોએ ઝડપભેર ગુજરાતીકરણ કરાવી આ પુસ્તક પ્રકાશિત કર્યુ હતું. ત્યાર બાદ માત્ર બે વર્ષમાં જ તેની ઉપયોગીતાને સૂચવતી બધી જ નકલો પૂર્ણ થતાં આજે ફરીથી તેની દ્વિતીય આવૃત્તિ પ્રકાશિત કરી રહ્યા છીએ. આજથી લગભગ ૩૦૦ થી વધુ વર્ષ પહેલા રચાયેલ શ્રી દ્રવ્યસપ્તતિકા ગ્રંથના માધ્યમથી સાત ક્ષેત્રનાં મહત્વ, ભક્તિ અને આરાધનાવિરાધનાનાં ફળ-વિપાકને સમજાવી મહાન ઉપકાર કરનાર માર્ગદર્શક પ્રવચનપ્રભાવક પૂ.આ.શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા તથા તેઓશ્રીના વિદ્વાન શિષ્યગણના અમે હંમેશા ઋણી રહીશું. ચાલો ! આપણે આ પુસ્તકથી સાત ક્ષેત્રોની સમજ પામી સુયોગ્ય દ્રવ્ય-વહીવટ અને ધર્મદ્રવ્યના સુયોગ્ય ઉપયોગ કરવામાં કટીબદ્ધ બનીએ. તેના ફળ રૂપે સુખ-સદ્ગતિ અને મોક્ષના અધિકારી બનીએ. - શ્રી જૈન ધર્મધ્વજ પરિવાર Page #12 -------------------------------------------------------------------------- ________________ સાII, થપ્પો - આજ્ઞામાં ધર્મ ૨૧000 વર્ષ સુધી ચાલનારા આ જૈનશાસનમાં થનારા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા સંઘના સ્કંધો ઉપર ભગવાન શ્રી મહાવીરદેવે આ શાસનની ધુરા મૂકી છે. ભગવાને સંઘને કહ્યું છે કે, “જગતનું હિત કરવા માટે મેં આ શાસનની સ્થાપના કરી છે. તમારે પણ તે જ આશયથી આ શાસનને ચલાવવાનું છે.” પરમાત્માના નિર્વાણ પછી આ શાસન પરમાત્માએ બતાવેલા શાસ્ત્રોના આધારે શ્રમણ શ્રેષ્ઠોની પરંપરાથી જ ચાલતું હોય છે. જ્યાં સુધી પરમાત્માના શાસ્ત્રોને સમર્પિત શ્રમણ સંઘ વિદ્યમાન છે ત્યાં સુધી આ શાસન પણ જયવંતુ રહેવાનું છે. તેથી જ આ શાસનમાં શ્રમણો મુખ્ય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે, “સમUMદાનો સંયો ” આ સંઘ શ્રમણોની પ્રધાનતાવાળો છે. તે શ્રમણ ભગવંતોમાં પણ આચાર્ય ભગવંતો મુખ્ય છે. તેથી જ શાસ્ત્રોમાં કહ્યું છે કે, સારિયો સંયો ' સંઘ એ આચાર્ય ભગવંતથી યુક્ત હોય. શ્રીસંઘમાં પ્રધાન એવા આચાર્ય ભગવંતો પણ જિનાજ્ઞા અને જિનાજ્ઞાને બતાવનારા ધર્મશાસ્ત્રો સાથે બંધાયેલા હોય છે કહ્યું છે કે, ‘ઘમ્મો માળા પડિવો ’ અને ‘ગામ વહૂ સાદૂ I', ધર્મશાસ્ત્રોમાં બતાવેલી જિનાજ્ઞાને અનુસરીને જ આચાર્ય ભગવંતો અને શ્રમણ ભગવંતો સ્વયં પ્રવૃત્તિ કરતા હોય છે. શ્રાવક અને શ્રાવિકા સંઘને પણ જિનાજ્ઞાનુસાર ધર્મારાધના કરાવતા હોય છે. આ મર્યાદા આપણે સૌએ ખૂબ ધ્યાનમાં રાખવા જેવી છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ અત્યન્ત આવશ્યક જિન પ્રતિમા, જિનમંદિર, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ સાતક્ષેત્ર પોતાના વાસ્તવિક સ્વરૂપમાં જળવાઈ રહે, તે જોવાની જવાબદારી ચારે ય પ્રકારના સંઘની છે. આ પ્રત્યેક ક્ષેત્ર જીવંત રહે, જગતનો ઉદ્ધાર કરતા રહે, કોઈથી પણ તેને નુકસાન ન પહોંચે, ક્યાંય તેની ઉપેક્ષા ન થાય તે માટે યોગ્ય કાળજી લેવાની જવાબદારી સંઘમાં ગણાતા એવા આપણી સૌની છે. પોતપોતાની ભૂમિકા અનુસાર આ જવાબદારી વહન કરવા સાધુ ભગવંતોએ ગીતાર્થ બનવું અને શ્રાવકે બહુશ્રુત શ્રાવક બનવું એ અત્યંત આવશ્યક છે. શ્રાવકોએ બહુશ્રુત બનવા માટે સંવિગ્ન, ગીતાર્થ ગુરુ ભગવંતોના શ્રીમુખે આગમાદિધર્મશાસ્ત્રોનું જ્ઞાન મેળવવું જરૂરી છે. એમાં સૌ પ્રથમ જૈન સંઘના દરેક પુણ્યશાળીઓએ શ્રી શ્રાદ્ધવિધિ અને ધર્મસંગ્રહ ભાગ-૧ ગ્રંથનો અભ્યાસ કરવો આવશ્યક છે. આ ગ્રંથોમાં શ્રાવક જીવનનાં મૂળભૂત આચારોનું વિસ્તારથી વર્ણન છે. આ ગ્રંથો ગુજરાતી, હિન્દી વગેરે ભાષામાં પ્રગટ થયેલા છે. બીજા નંબરે જેણે શ્રીસંઘનું સંચાલન અને ધર્મદ્રવ્યનો વહીવટ અને વ્યવસ્થા કરવાની છે, તેવા આગેવાન પુણ્યાત્માઓએ શ્રાદ્ધવિધિધર્મસંગ્રહ ઉપરાંત દ્રવ્ય સપ્તતિકા ગ્રંથનો પણ ગુરુનિશ્રામાં બેસી અભ્યાસ કરવો આવશ્યક છે. જે સાતક્ષેત્ર, જીવદયા, અનુકંપા વગેરે ક્ષેત્રોનો વહીવટ-સંચાલન ભગવાનની આજ્ઞાને અનુસાર કરવાથી તીર્થંકર નામકર્મ બંધાય છે અને આજ્ઞા વિરુદ્ધ કરવાથી નરકાદિ દુર્ગતિમાં જવું પડે છે, તેનો વહીવટ કઈ રીતે કરવો ? અને કઈ રીતે ન કરવો ? વગેરેની શાસ્ત્રાનુસારી માહિતી આ ગ્રંથમાં આપી છે. આજથી ૩૦૦ વર્ષ પૂર્વે પૂર્વાચાર્યોનાં અનેક ગ્રંથો અને સુવિહિત (11) Page #14 -------------------------------------------------------------------------- ________________ sspro ba15 પરંપરાનો આધાર લઈ ગીતાર્થાગ્રણી પૂ.ઉપાધ્યાય શ્રી લાવણ્યવિજયજી મહારાજે સ્વોપજ્ઞવૃત્તિસહ આ ગ્રંથ બનાવ્યો છે. ‘ટંકશાળી વચનો’ તરીકે જેઓશ્રીના ગ્રંથો અને વચનો જૈન સંઘમાં સર્વમાન્ય છે. તેવા પૂ. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા પણ જ્યારે આ ગ્રંથકારશ્રીજી માટે ખૂબ જ આદરભર્યો ઉલ્લેખ ધર્મસંગ્રહ ગ્રંથની પ્રશસ્તિમાં કરતા હોય ત્યારે ગ્રંથકારશ્રીજી અને તેઓશ્રીની રચેલી આ ગ્રંથ-કૃતિનું મહત્વ કેટલું હોઈ શકે તે સહેજે સમજાય તેવું છે. ®©_ /// પહેલી 51 GIL fie Spiep AP lisa op BJDES Shop Fis Penck Miss 198 ******* 12 150 Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી સાતક્ષેત્ર પરિચય ૧-જિનપ્રતિમા ક્ષેત્રઃ ૨-જિનમંદિર ક્ષેત્ર: “જિન પ્રતિમા જિન સારીખી” આ પંક્તિ સ્વયં કહે છે કે સાક્ષાત્ તીર્થંકરની ગેરહાજરીમાં જિનપ્રતિમા જિનેશ્વર સમાન છે. શાસનના સાતક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ પહેલું ક્ષેત્ર ‘જિનપ્રતિમા’ ક્ષેત્ર છે. સાક્ષાત્ તીર્થકરને પામીને પોતાનું કલ્યાણ કરનારા આત્માઓ કરતાં | જિનપ્રતિમાનું આલંબન લઈને આત્મકલ્યાણ કરનારા આત્માઓ અનેકગણાં વધારે હોય છે સાક્ષાત્ સદેહી તીર્થકર તો એક સમયમાં એક સ્થાન ઉપર જ ઉપકાર કરી શકે છે. જ્યારે બીજા બધા સ્થાનોમાં તે સમયે પણ તીર્થંકરની પ્રતિમા ઉપકાર કરી શકે છે. સદેહે તીર્થકર મધ્યલોકમાં પણ માત્ર અઢીદ્વીપના સુનિશ્ચિત ક્ષેત્રમાં જ હોય છે. જ્યારે પ્રભુની પ્રતિમા ત્રણે લોકમાં હંમેશા હોય છે. સાક્ષાત્ તીર્થકર શાશ્વત હોતાં નથી, જિનપ્રતિમાઓ શાશ્વત પણ હોય છે. સમવસરણમાં ચાર દિશાના ચાર પ્રભુજી પૈકી માત્ર એક જ પૂર્વ દિશામાં સાક્ષાત્ પ્રભુજી હોય છે તો અન્ય ત્રણે દિશાઓમાં તો પ્રભુજીની પ્રતિમાં જ બિરાજમાન થઈ એ તરફના ભવ્ય દેવો, મનુષ્યો આદિને ઉપકારક બનતી હોય છે. જે જેમ સદેહી જિનેશ્વરની ભક્તિ યાવત્ તીર્થંકર પદના ફળને આપે છે, તેમ જિનપ્રતિમાની ભક્તિ પણ આત્માને તીર્થકર પદ સુધી પહોંચાડે છે. આવા અનેક દૃષ્ટિકોણથી જૈન શાસનમાં જિન-પ્રતિમાનું મહત્વ પ્રસ્થાપિત થયેલ (13) Page #16 -------------------------------------------------------------------------- ________________ છે. આત્માને પરમાત્મપદની સંપદાને આપતા મહત્ત્વપૂર્ણ આ ક્ષેત્રની ભક્તિનાં અનેક પ્રકાર છે. પ્રાચીન અને મહિમાવંતી પ્રતિમાની ઉત્તમ દ્રવ્યોથી ભક્તિ કરવી. આપત્તિના સમયમાં તેની સર્વાંગીણ સુરક્ષા કરવી. સ્વદ્રવ્યથી નિયમિત અષ્ટપ્રકારી - ત્રિકાળ પૂજા કરવી. ભક્તિના આલંબનરૂપ પ્રભુની પ્રતિમા જે ક્ષેત્રમાં ન હોય ત્યાં પ્રાચીન કે નવી પ્રતિમા ભરાવી તેની અંજનશલાકા-પ્રતિષ્ઠા કરવી. જિનપ્રતિમાની સુરક્ષા અને ભક્તિના સ્થાનભૂત જિનમંદિર બંધાવવું. પ્રાચીન જિનમૂર્તિ જીર્ણ હોય તો ઉત્તમ દ્રવ્યોથી ઓપ-લેપ આદિ દ્વારા એની આવરદા વધારવી. OJA આવા બીજા પણ અનેક પ્રકારો શાસ્ત્રમાં વર્ણવેલા છે. બીજા નંબરનું મહાન ક્ષેત્ર ‘જિનમંદિર’ છે. જિનમંદિરએ આત્માનું સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપ અને અનંત સુખ પામવા માટે રાજમહેલ છે. શરીર અને મન સંબંધી આધિ, વ્યાધિ અને ઉપાધિથી ઘેરાયેલા મનને એનાથી ઉગારી ૫૨મ પ્રસન્નતાથી ભરવા માટેનું સર્વોત્તમ સ્થાન જિનમંદિર ગણાય છે. - તીર્થ સ્વરૂપ પ્રાચીન જિનમંદિરની કાળજી લેવી. - જીર્ણ તીર્થો, દેરાસરોનો જીર્ણોદ્ધાર કરવો. - તીર્થભૂમિનો મહિમા વધારવો. - સ્વદ્રવ્યથી જિનમંદિરની મહાપૂજા કરવી. 14 Page #17 -------------------------------------------------------------------------- ________________ જે ક્ષેત્રમાં જરૂરિયાત હોય ત્યાં નવા જિનમંદિરનું નિર્માણ કરવું. ભક્તિના આવા અનેક શાસ્ત્ર વિહિત માર્ગો છે. જિનપ્રતિમા અને જિનમંદિરની આશાતના કોઈ પણ રીતે કે કોઈના પણ દ્વારા થતી હોય તો શક્તિ-પુણ્ય અનુસાર તે આશાતનાનું સ્વયં નિવારણ કરવું, બીજા પાસે કરાવવું. | જિનપ્રતિમા–જિનમંદિરની ભક્તિથી સમ્યદર્શન પામવું અને પરંપરાએ મુક્તિ મેળવવી એ તમારું-અમારું મુખ્ય અને અંતિમ ધ્યેય છે. દેવદ્રવ્યની રક્ષા દ્વારા જિનપ્રતિમાઓ તથા જિનાલયોનું રક્ષણ: જગતના સર્વ જિનાલયોના જિર્ણોદ્ધાર અને તેમનું અસ્તિત્વ, દેવદ્રવ્યની આવક પર નિર્ભર કરે છે અને આ સર્વ જિનાલયો અને જિનબિંબોના અસ્તિત્વ પર જગતના સર્વજીવોનું આત્મકલ્યાણ તથા સદ્ગતિ નિર્ભર કરે છે માટે દેવદ્રવ્યની આવકની બાકી રહેતી રકમની વસુલાતમાં પ્રમાદ ન કરતાં કે તેની ઉપેક્ષા ન કરતા, દેવદ્રવ્યની સતતવૃદ્ધિ થાય તેવા શાસ્ત્રાનુસારી પ્રયત્નો કરવા જોઈએ. દેવદ્રવ્યનું જાણે-અજાણ્યે થયેલું થોડું પણ ભક્ષણ તથા તેનો અનુચિત ઉપયોગ, તે શ્રી જિનેશ્વર ભગવંત તથા જગતના સર્વજીવો પ્રત્યે વિશ્વાસઘાત સમાન છે. તેથી દેવદ્રવ્યનો ઉપયોગ સામાન્ય સંજોગોમાં પ્રાચીન જિનાલયો તથા પ્રતિમાઓના જિર્ણોદ્ધાર તથા નૂતન જિનબિંબ તથા જિનાલયોના નિર્માણ સિવાય ન થાય અને તેનો ઉચિત ઉપયોગ ત્વરિત થાય તેવી કાળજી લેવી. Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી સાતક્ષેત્ર પરિચય ૩-જિન આગમ ક્ષેત્રઃ અપેક્ષાએ વિચારીએ તો જિનઆગમ સાત ક્ષેત્રમાં કેન્દ્ર સ્થાન પર છે. જિનબિંબ અને જિનમંદિર ક્ષેત્રનો પરિચય કરાવનાર અને તે બે ક્ષેત્રની ભક્તિના પ્રકાર અને પ્રભાવ બતાવનાર જિનાગમ છે. તે જ રીતે સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રનો પરિચય કરાવનાર અને તે ચાર ક્ષેત્રની ભક્તિના પ્રકાર અને પ્રભાવ બતાવનાર પણ જિનાગમ જ છે. આ રીતે જોતાં સાત-સાત ક્ષેત્રની વ્યાખ્યાથી લઈ એની ભક્તિ સુધીની તમામ બાબતોનું જ્ઞાન જિનાગમ જ આપે છે. જિનામના આધારે જ મૂર્તિ-મંદિરનું નિર્માણ થાય છે. જિનાગમમાં બતાવેલી વિધિ મુજબ જ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા સંઘ આરાધના કરે-કરાવે છે. જિનાગમરૂપી શ્રુતના સહારા વગર જૈનશાસનનું એક પણ અંગ વાસ્તવિક રીતે જીવંત બનતું નથી માટે જ , શ્રતની શ્રુતજ્ઞાનીની અને શ્રુતનાં સાધનોની ઉપેક્ષા અને એમનો અનાદર એ સમગ્ર જૈનશાસનની ઉપેક્ષા અને અનાદર છે. | જિનાગમ એ શાસનનું અમૂલ્ય ધન છે. આજે મોટા ભાગના જૈન સંઘોમાં અજ્ઞાન આદિના કારણે આત્મતારક એવા જિનાગમ ક્ષેત્રની ઘણી ઉપેક્ષા થતી જોવા મળે છે. જિનાગમ ક્ષેત્રની અત્યંત આત્મ ઉપકારકતા અને એની મહત્તાને સમજીને આપણે આજથી જ જિનાગમ ક્ષેત્રની ભક્તિ અને સુરક્ષા કરવાનો પ્રયત્ન કરવાનો છે. 16 Page #19 -------------------------------------------------------------------------- ________________ આપણા શ્રીસંઘમાં આગમાદિ ધર્મશાસ્ત્રોના સંગ્રહરૂપ જ્ઞાનભંડાર ન હોય તો વહેલી તકે ગીતાર્થ ગુરુનું માર્ગદર્શન લઈ તે બનાવવો જરૂરી છે. સમ્યગ્દર્શનને વિશુદ્ધ કરનાર જિનમંદિર વિના જેમ ક્યારેય ન ચાલે તેમ સમ્યજ્ઞાનને આપનાર જ્ઞાનભંડાર વગર પણ ન જ ચાલે. - શ્રીસંઘના જ્ઞાનભંડારની દરરોજ સાર-સંભાળ કરવી જોઈએ. - દ્વાદશાંગીને અનુસરતા અપ્રાપ્ય ગ્રંથોનું લેખન-પુનર્મુદ્રણ કરાવવું જોઈએ. - હસ્તલિખિત તરીકે સચવાયેલા ગ્રંથો આગામી પેઢીને ઉપલબ્ધ થાય તે માટે તેના લેખન-મુદ્રણ-સંરક્ષણના પ્રયત્નો કરવા-કરાવવા જોઈએ. - સંઘના દરેક સદસ્યને એની ભૂમિકા મુજબનું સમ્યજ્ઞાન ભણવાની પ્રેરણા કરવી જોઈએ. - સંઘના નાના-મોટા દરેક સભ્યોને ભણવા માટે ધાર્મિક શિક્ષણની વ્યવસ્થારૂપ પાઠશાળાઓની વ્યવસ્થા કરવી જોઈએ. - જ્ઞાનપંચમી આવે એ દિવસોમાં ફરી જ્ઞાનભંડારની સાફસફાઈ, સાર-સંભાળ, શુદ્ધિ-વૃદ્ધિ વિશેષ રીતે અને સ્વયં કરવી જોઈએ. - ધાર્મિક અભ્યાસમાં આગળ વધતા સંઘના સભ્યોનું ભક્તિભાવપૂર્વક બહુમાન કરીને અનુમોદનાનો લાભ લેવો જોઈએ. - ગીતાર્થ ગુરુ ભગવંતોના સાનિધ્યમાં જ્ઞાનપ્રાપ્તિ-વૃદ્ધિના શાસ્ત્રસાપેક્ષ આયોજનો કરીને ચતુર્વિધ શ્રીસંઘને સમ્યજ્ઞાનના સુંદર આલંબનો આપવાં જોઈએ. Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી સાતક્ષેત્ર પરિચય ૪-જિન સાધુક્ષેત્ર પ-જિન સાધ્વીક્ષેત્રઃ જૈનશાસનની આરાધના, પ્રભાવના, રક્ષા અને ભવ્યજીવોના હૃદયમાં શાસનની સ્થાપના : આ બધી જવાબદારી પ્રભુ મહાવીરદેવે પોતાના હાથે શ્રમણ-શ્રમણી ભગવંતોના વૃષભ કંધો ઉપર મૂકી છે. શક્તિ અને ભક્તિના આલંબનથી શાસનની જવાબદારી વહન કરનારા સાધુ-સાધ્વીજી ભગવંતોની ભક્તિ-સેવા કરવાથી સર્વાગીણ શાસનની ભક્તિનો પણ લાભ મળે છે. પોતાનું સમસ્ત જીવન શાસનના ચરણે સમર્પિત કરનારા સાધુ-સાધ્વીજી ભગવંતોને નિર્દોષ ગોચરી-પાણી-વસ્ત્ર-પાત્ર-ઔષધિ-વસતિ (ઉપાશ્રય) વગેરેનું દાન કરવાથી આપણા તન-મન-ધન અને જીવન સફળ થાય છે. આપણા પરિવારના દરેક સભ્યોને સંયમ જીવનનો માર્ગ બતાવવો, એ માર્ગ ઉપર ચાલવા તૈયાર થયેલ પુણ્યાત્માને સહર્ષ અનુમતિ આપવી અને મહોત્સવપૂર્વક એને સંયમમાર્ગ સુધી પહોંચાડવો, એ સાધુ-સાધ્વીજી ક્ષેત્રની સૌથી મહાન ભક્તિ છે. આ વાત હંમેશા યાદ રાખવા જેવી છે. આપણને સાધુ ભગવંતોની સંયમ મર્યાદાનું પૂરું જ્ઞાન હોવું જરૂરી છે. ગીતાર્થ ગુરુ ભગવંતના સાનિધ્યમાં તે જ્ઞાન મેળવીને સાધ્વાચારના પાલનમાં સાધુ ભગવંતોને સહાયક બનવું એ આપણી ફરજ છે. સાધુ ભગવંતોની ભક્તિ તેમના માટે નહિ, પરંતુ આપણા આત્મકલ્યાણના હેતુથી કરવાની છે. ભક્તિ કરીને આપણે એમના ઉપર ઉપકાર નથી કરતા. તેઓ આપણી ભક્તિનો સ્વીકાર કરીને આપણા ઉપર ઉપકાર કરે છે. - આપણા શ્રીસંઘમાં સાધુ-સાધ્વીજી ભગવંતોને ચાતુર્માસ, નવપદ ઓળી, પર્યુષણા, પોષદશમ, વર્ષીતપ પારણાં, પ્રતિષ્ઠા-સાલગીરી આદિ 18 Page #21 -------------------------------------------------------------------------- ________________ નિમિત્ત પામીને વિધિવત્ આમંત્રણ આપીને પધરાવવા જોઈએ. એમની નિશ્રામાં વિવિધ પર્વોની આરાધના કરવી જોઈએ. - દરરોજ બહુમાનપૂર્વક એમને વંદન અને કાર્યપૃચ્છા કરવી જોઈએ. - તેમના શ્રીમુખે જિનવાણીનું શ્રવણ કરવું, તેના આધારે જીવનમાં જિનાજ્ઞાનું પાલન કરવું. તેમના ઉપદેશનો વધારેમાં વધારે પ્રસાર-પ્રચાર કરવો એ આપણું કર્તવ્ય છે. - સાધુ જીવનમાં ક્યાંક નાની-મોટી ભૂલ થઈ જાય તો માતા-પિતા-મિત્રરાજા જેવા બનીને વિવિધ શાસ્ત્રીય ઉપાયો દ્વારા યોગ્ય પ્રયત્નો કરીને એમને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમના જૂનાચરણાદિની કલ્પિતઅકલ્પિત વાતોને મોટું સ્વરૂપ આપીને છાપાં-પત્રિકાના માધ્યમથી સામાન્ય લોકોની સમક્ષ પ્રગટ કરવાથી સરવાળે જૈન શાસનની અવહેલનાનું પાપ લાગે છે. નવી પેઢી ધર્મથી વિમુખ બને છે. આ સૌથી મોટું પાપ છે. - સાધુ ભગવંતોની જિનાજ્ઞાનુસારી પ્રત્યેક આચરણામાં ઉચિત રીતે સહાયક બની સાધુધર્મની રક્ષા કરવી, આ આપણા દરેક સંઘ-સદસ્યની જવાબદારી છે. તે માટે નીચેના મુદ્દામાં ખાસ ઉપયોગ રાખવો. - કોઈ પણ સાધુને વીજળી કે વીજાણુંથી ચાલતાં-વપરાતાં સાધનો, સુવિધાઓ-પંખો, કુલર, માઈક, લાઈટ, A.C., ફોન, મોબાઈલ, લેપટોપ, કમ્યુટર, ઈંટરનેટ વગેરેની સુવિધા પૌષધ શાળામાં કે અન્ય કોઈપણ સ્થળે આપવી નહિ..સાધુ સંસ્થાને તેનાથી દૂર રાખવાનો પ્રયત્ન કરવો. - સામાન્ય સંયોગમાં સામેથી લાવીને અગર દોષિત ગોચરી વહોરાવવી નહિ. | - ચાતુર્માસ, ઉપધાન, મહોત્સવ વગેરે તેમજ અશક્ત/બિમાર સિવાય સ્થિરવાસની વ્યવસ્થા આપવી નહિ. કાયમી રૂમની વ્યવસ્થા વિશેષ કરીને તીર્થસ્થાનમાં ન આપવી. (19) Page #22 -------------------------------------------------------------------------- ________________ - પૌષધશાળામાં લઘુનીતિ-ગુરુનીતિ માટે બાથરૂમ સંડાસના બદલે માત્રાની કુંડી/વાડાની વ્યવસ્થા કરી પરિણામોની સુરક્ષામાં સહાયક બનવું. - કોઈ પણ સંસ્થાના સંચાલન-વહીવટનું કોઈ પદ સાધુને ન આપવું. સામેથી લેવાનું કહે તો પણ વિવેકપૂર્ણ વિરોધ કરવો. - સાધુ દ્વારા કરાતા કોઈ પણ પ્રકારના દોરા, ધાગા, મંત્ર-તંત્ર ચમત્કાર, દેવગુરુ-અધિષ્ઠાયકોની મૂર્તિઓ-યંત્રો-માદળિયાં, શંખો વગેરે સાધનોના આદાન-પ્રદાન અને હોમ હવન વગેરે મિથ્યાત્વ વધારનારી વિધિ-પ્રવૃત્તિમાં પડવું નહિ – ભાગ પણ લેવો નહિ. 20. Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી સાત ક્ષેત્ર પરિચય ઉ-જિન શ્રાવક ક્ષેત્રઃ ૭-જિન શ્રાવિકા ક્ષેત્રઃ પરમાત્મા શ્રી જિનેશ્વરદેવોએ ચાર ગતિરૂપ સંસારથી એક સાથે ઉદ્ધાર કરીને પરમપદ-મોક્ષમાં લઈ જવા માટે સંઘના ચાર રૂપો સ્થાપ્યા છે. એમાં આદ્ય બે પાયા રૂપે સાધુ અને સાધ્વીજી આવે છે તો અંતિમ બે પાયા રૂપે શ્રાવક અને શ્રાવિકા આવે છે. સાત ક્ષેત્રમાં ઉપરના ત્રણ ક્ષેત્રને જે શિરસાવંદ્ય કરે તે સાધુ અને સાધ્વી કહેવાય. તેમ ઉપરના પાંચ ક્ષેત્રને જીવનમાં પરમ પૂજ્ય માને તે શ્રાવકશ્રાવિકા કહેવાય. ટૂંકમાં જિનાજ્ઞાના આરાધક, ઉપાસક અને વફાદાર હોય તે ગૃહસ્થો શ્રાવક અને શ્રાવિકા ક્ષેત્રમાં ગણાય છે. શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રમાં સ્થાન-માન ધરાવતા ગૃહસ્થોની બહુમાનપૂર્વક દ્રવ્ય અને ભાવ ભક્તિ કરવી એ પ્રત્યેક શક્તિસંપન્ન શ્રાવક-શ્રાવિકાઓનું કર્તવ્ય છે. આ ભક્તિને જ વ્યર્વહારમાં સાધર્મિક-ભક્તિ કહેવાય છે. આપણે એક સાથે સાતક્ષેત્રની ભક્તિ અને પ્રત્યેક ધર્માનુષ્ઠાન કરી શકતાં નથી. જ્યારે સાધર્મિકની ભક્તિ કરવાથી તેમના દ્વારા થતી સાતે ક્ષેત્રની ભક્તિ અને તેમના દરેક ધર્માનુષ્ઠાનની અનુમોદનાનો લાભ મળે છે. સાધર્મિકભક્તિ કરતી વખતે શ્રાવકોની શ્રીમંતાઈ કે ગરીબી વગેરે બાહ્ય પરિસ્થિતિ જોયા વિના માત્ર સાધર્મિક તરીકે તેમના ગુણોને જ જોવા જોઈએ. આર્થિક કે સામાજિક પરિસ્થિતિ જોઈને ક્યારેય સાધર્મિકનું મૂલ્યાંકન કરવું ન જોઈએ. દરેક સાધર્મિકને એક સમાન નજરે જોઈને તેમની ભક્તિ કરવી એ આપણું કર્તવ્ય છે. સાધર્મિકના ગુણો આપણને પણ પ્રાપ્ત થાય એ ઉદ્દેશથી અને “સ્વ-પર બંનેની ધર્મભાવના-ધર્મારાધના વધતી જાય” આ ભાવથી ભક્તિ કરવી જોઈએ. - સાધર્મિકને પરમાત્માના મુક્તિમાર્ગમાં સ્થિર કરવા માટે આપણી (21) Page #24 -------------------------------------------------------------------------- ________________ શક્તિ-સંયોગને અનુરૂપ અને એમની પરિસ્થિતિ-જરૂરિયાતને અનુરૂપ જેજે પણ ઉપાયો કરવા જરૂરી જણાય તે બધા જ ઉપાયોથી ભક્તિ કરવી. | - આર્થિક, સામાજિક, શારીરિક, માનસિક વગેરે પરિસ્થિતિથી નાજૂક સાધર્મિકની તે-તે વિષયક સઘળી જવાબદારી પોતાના ખભે લઈને એમની દરેક મુશ્કેલી દૂર કરવી જોઈએ. - આપણા દરેક શુભ પ્રસંગે વિનંતીપૂર્વક આમંત્રણ આપી બોલાવવાં જોઈએ. તે પ્રસંગ નિમિત્તે બહુમાનપૂર્વક પહેરામણી દ્વારા ભક્તિ કરવી. - આપણી નાની-મોટી ધર્મારાધનાને નિમિત્ત બનાવી સાધર્મિકની ભક્તિ કરવી. - સાધર્મિકની નાની-મોટી ધર્મારાધનાને નિમિત્ત બનાવી ભક્તિ કરવી. - સાધર્મિકને ધર્મની વધારે નજીક લાવવાનો પ્રયત્ન કરવો. - કલ્યાણ મિત્રો અને ગુરુ ભગવંતની સાથે સંપર્ક કરાવવો. - ટૂંકમાં પોતાના પુત્ર-પુત્રીના શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક, શૈક્ષણિક, ધંધાકીય, સુખ સમૃદ્ધિ અને ધર્મની ચિંતા જેમ માતા-પિતા કરે છે, તે માટેના પ્રયત્નો કરે છે તે જ રીતે શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રની ભક્તિ શક્તિમંત શ્રાવકે કરવી જોઈએ. યાદ રાખવું કે - સાધર્મિકો આપણા ઉપકારી છે. આપણે એમના ઉપકારી નથી. આપણને સાધર્મિક ભક્તિનો લાભ આપીને તેઓ પુણ્યાનુબંધીપુણ્યની ભેટ આપે છે. જેમ દેવ અને ગુરુની ભક્તિ દ્વારા ભવ તરી શકાય છે તેમ દેવ અને ગુરુની ભાવપૂર્વક યથાશક્તિ ભક્તિ કરનારા સાધર્મિકોની ભક્તિ દ્વારા પણ ભવ તરી શકાય છે. ભક્તિ પાત્ર સાધર્મિકને લાચાર અને દયાપાત્ર ક્યારેય ન બનાવવો. Page #25 -------------------------------------------------------------------------- ________________ વર્તમાનમાં સાધર્મિક વાત્સલ્ય દ્વારા સકળ શ્રીસંઘના પ્રત્યેક સાધર્મિકની એક સાથે ભક્તિ કરાવામાં આવે છે. તે બહુ ઉત્તમ કાર્ય છે, પરંતુ જો તેમાં પરમાત્માની આજ્ઞાનું પાલન ન હોય તો તે પાપબંધનું કારણ છે. સાધર્મિક વાત્સલ્યમાં પણ પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું ફરજિયાત છે. ૧. સાધર્મિકને બહુમાનપૂર્વક બેસાડીને જ તેની ભક્તિ કરવી. ૨. અભક્ષ્ય વાનગીઓ ક્યારે પણ ન હોવી જોઈએ. ૩. રાત્રિભોજન કોઈ પણ હિસાબે ન થવું જોઈએ. ૪. થાળી ધોઈને પીવાનો-એઠું ન મૂકવાનો વિવેક જાળવવો જોઈએ. શ્રી સંભવનાથ ભગવાને પૂર્વભવમાં ઉત્કૃષ્ટ સાધર્મિકભક્તિ દ્વારા તીર્થકર નામકર્મ બાંધ્યું હતું, તેથી સાધર્મિક ભક્તિનું સ્થાન જિનશાસનમાં અનેરું છે એમ કહી શકાય. ધર્મશાસ્ત્રોના આઈનામાં જોઈ ગીતાર્થ ગુરુ ભગવંતોની દોરવણીમાં રહી સ્વ-સ્વ ભૂમિકાને ઉચિતપણે સાધર્મિક એવા શ્રાવક-શ્રાવિકાઓની ભક્તિ કરીને આપણે પણ ભવજલ તરીએ ! Page #26 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનના સાતક્ષેત્રો ભક્તિ કરવા યોગ્ય જીવદયા-અનુકંપાના ક્ષેત્રો દયા કરવા યોગ્ય જગતના સર્વ જીવો શાશ્વત, સંપૂર્ણ અને સ્વાધીન સુખને ઈચ્છે છે. છતાં નાશવંત, અપૂર્ણ અને પરાધીન એવા સંસારના સુખ પ્રત્યેની આસક્તિના કારણે અનાદિકાળથી દુ:ખ, દારિદ્રય અને દુર્ગતિમાં ભટકે છે. સંસારના તે નાશવંત સુખને પામવા માટે જ હિંસા, અસત્ય, ચોરી, મૈથુન પરિગ્રહ વગેરે પાપો કરે છે. તે પાપનાં પરિણામે આવતાં દુઃખોથી બચવા સંસારના સુખની આસક્તિ તોડવી અનિવાર્ય છે. તે આસક્તિ તોડવાનું સામર્થ્ય એક માત્ર વીતરાગ પરમાત્માએ સ્થાપેલા જિનમૂર્તિ વગેરે સાતક્ષેત્રોમાં છે. આ સાતક્ષેત્રોના આલંબન, ભક્તિ અને પ્રભાવથી જીવો શાશ્વત સુખ અને પરમ શાંતિ પામી શકે છે, ઉત્તરોત્તર આત્મકલ્યાણ દ્વારા મોક્ષ પ્રાપ્ત કરે છે. તેથી જ શાસ્ત્રોમાં કહ્યું છે કે, “સાત ક્ષેત્રો અનંત માતા-પિતા કરતા પણ અધિક ઉપકારી છે અને બહુમાનપૂર્વક ભક્તિ કરવા યોગ્ય છે.” . દુઃખી પ્રત્યે દયા તથા દીન અનાથની અનુકંપા કરવાથી તે જીવોને અલ્પ સમય માટે શારીરિક-માનસિક દુઃખ મુક્ત કરી શકાય છે. જ્યારે સાત ક્ષેત્રોની ભક્તિથી અનંત જીવોના અનંતકાલીન સર્વ દુઃખો દૂર કરી શકાય છે. તેથી સર્વ પ્રકારે સાતે ક્ષેત્ર ભક્તિ કરવા યોગ્ય છે. શરાબ (દારૂ) વિના તડપતા શરાબીને દયાભાવથી શરાબ પીવડાવવાથી અલ્પ કાલીન તડપન દૂર કી શકાય. પણ જો તેને શરાબની કુટેવથી મુક્ત કરવામાં આવે તો જ સાચો પરોપકાર કર્યો કહેવાય. તે જ રીતે દીન દુઃખીના દેખાતા દુઃખો દૂર કરવા તે જીવદયા-અનુકંપા છે. જ્યારે તે જીવોને સંસારના સુખની આસક્તિ તોડાવી ધર્મના માર્ગે વાળવા; તે સાચો પરોપકાર છે. આ કામ એક માત્ર સાત ક્ષેત્રો કરે છે. સાત ક્ષેત્રોનું સ્થાન જીવદયા-અનુકંપા કરતા અનેકગણું ઉપર છે. તેથી સાત ક્ષેત્રની ભક્તિ નિમિત્તે આવેલ દ્રવ્યનો ઉપયોગ જીવદયા-અનુકંપામાં ન કરી શકાય. સમાજ સેવા, હોસ્પિટલ, કેમ્પ આદિના કાર્યોમાં તેનો ઉપયોગ કરવો તે ગાઢ કર્મબંધનું કારણ છે. જિનાજ્ઞાની વિરાધના છે. તે આપણે સૌએ હંમેશા યાદ રાખવું જોઈએ. (24) Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧. ધર્મદ્રવ્યના વહીવટનું માર્ગદર્શન શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ દ્વારા સંચાલિત સાત ક્ષેત્ર આદિના ધર્મદ્રવ્યની વ્યવસ્થા એક શાસ્ત્રીય માર્ગદર્શન સાત ક્ષેત્રોનાં નામ ૧-જિનપ્રતિમા, ૨-જિનમંદિર, ૩-જિનાગમ, ૪-સાધુ, પ-સાધ્વી, ક-શ્રાવક અને ૭-શ્રાવિકા. ૧. જિનપ્રતિમા ક્ષેત્રઃ જિનપ્રતિમાને ઉદ્દેશીને પ્રતિમાનિર્માણ, પ્રતિમાપૂજા આદિ કાર્યો માટે કોઈ પણ વ્યક્તિએ ભક્તિથી જે દ્રવ્ય અર્પણ કર્યું હોય તે જિનપ્રતિમા ક્ષેત્રનું દ્રવ્ય (દેવદ્રવ્ય) કહેવાય છે. ઉપયોગ : - આ દ્રવ્યથી નવી પ્રતિમાજી ભરાવી શકાય. - પ્રભુજીની આંગી (આભૂષણ), ચક્ષુ, ટીકા, તિલક માટે વાપરી શકાય. - પ્રભુ પ્રતિમાને લેપ-ઓપ કરાવી શકાય. - આપત્તિમાં પ્રતિમાજીના રક્ષણ માટેનાં બધાં જ ખર્ચમાં વાપરી શકાય. નોંધ : શ્રાવક સંઘે પ્રભુ પ્રતિમાનું નિર્માણ સ્વદ્રવ્યથી જ કરવું જોઈએ. પરંતુ સંયોગવશ પ્રભુ પ્રતિમા દેવદ્રવ્યમાંથી બનાવવામાં આવે તો પ્રતિમા ઉપર લખવું જોઈએ કે, “આ પ્રતિમા અમુક સંઘની દેવદ્રવ્યની આવકમાંથી નિર્માણ પામી છે” આવો ઉલ્લેખ કરવો જરૂરી છે. ૨. જિનમંદિર ક્ષેત્રઃ જિનમંદિરને ઉદ્દેશીને પ્રાપ્ત થયેલું દ્રવ્ય જિનમંદિર ક્ષેત્રનું દેવદ્રવ્ય કહેવાય છે. તે જ પ્રમાણે પ્રભુના પાંચે કલ્યાણક ૧-ચ્યવન કલ્યાણક (સ્વપ્ન ઉતારવાના ચડાવા), ૨-જન્મ કલ્યાણક (પારણા અને સ્નાત્ર મહોત્સવના ચડાવા), ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૩-દીક્ષા, ૪-કેવળજ્ઞાન અને પ-મોક્ષ કલ્યાણક નિમિત્તે પ્રભુને ઉદ્દેશીને દહેરાસર-ઉપાશ્રય અથવા બીજી કોઈ જગ્યાએ પ્રભુ ભક્તિ નિમિત્તે ઉછામણી કે બોલી થઈ હોય એ બધું જ દેવદ્રવ્ય ગણાય છે. પ્રભુની અષ્ટ પ્રકારી પૂજાના ચડાવા, આરતી, મંગળદીવો, પ્રભુજીની સામે રાખેલો ભંડાર, સુપના, પારણું, અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ, ઉપધાનમાં નાણનો નકરો, ઉપધાનની માળ પહેરવાનો ચડાવો અથવા નકરો, તીર્થમાળ, ઈન્દ્રમાળ આદિ ચડાવાઓ તેમજ પ્રભુજીના વરઘોડા સંબંધી જુદા જુદા વાહનો વગેરે ઉપરાંત પ્રભુજીના રથ, હાથી, ઘોડો વગેરેમાં બેસવા વગેરેના તમામ ચડાવાઓ શ્રી તીર્થંકર પરમાત્માને ઉદ્દેશીને બોલાવાય છે. આથી આ બધું જ દ્રવ્ય દેવદ્રવ્ય કહેવાય છે. દેવદ્રવ્યનો ઉપયોગ : - જિનમંદિરોના જીર્ણોદ્ધારમાં અને નવું જિનમંદિર બંધાવવામાં થઈ શકે છે. - આક્રમણ સમયે તીર્થ, દેરાસર અને પ્રભુ પ્રતિમાની રક્ષા માટે આ દ્રવ્ય ઉપયોગમાં લઈ શકાય છે. - તીર્થરક્ષા વગેરે કાર્યો માટે પણ જૈન વ્યક્તિને આ દ્રવ્ય આપી શકાય નહિ. - જિનેશ્વર ભગવાનની ભક્તિ, પૂજા તો શ્રાવકે પોતાના દ્રવ્યમાંથી જ કરવી જોઈએ. પણ જ્યાં શ્રાવકના ઘર ન હોય, તીર્થભૂમિમાં જ્યાં શ્રાવકોનાં ઘર શક્તિ સંપન્ન ન હોય ત્યાં પ્રતિમાજી અપૂજ ન રહે તે માટે અપવાદરૂપે દેવદ્રવ્યથી પણ પ્રભુપૂજા કરાવવી જોઈએ. પ્રતિમાજી અપૂજ તો ન જ રહેવા જોઈએ. - જ્યાં શ્રાવક ખર્ચ કરવા શક્તિશાળી ન હોય ત્યાં પ્રભુજી અપૂજ ન રહે. તેટલી માત્રામાં જૈનેતર પૂજારીને પગાર, કેશર, ચંદન, અગરબત્તી આદિનો ખર્ચ દેવદ્રવ્યમાંથી કરી શકાય. પણ એટલું તો ચોક્કસ ધ્યાન રાખવું કે શ્રાવકના “સ્વકર્તવ્યરૂપ જિનપૂજાદિ” કામમાં તો આ દ્રવ્ય વપરાય નહિ. - ત્યાં પણ જો પૂજારી શ્રાવક હોય તો તેને સાધારણ ખાતામાંથી પગાર આપવો જોઈએ. જૈનને દેવદ્રવ્યમાંથી પગાર-પૈસા અપાય જ નહિ. કારણ કે લેવા અને દેવાવાળા બંને પાપના ભાગીદાર થાય છે. ૨ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #29 -------------------------------------------------------------------------- ________________ - જિનમંદિરનો જીર્ણોદ્ધાર કે નિર્માણ વગેરે કાર્યોમાં માર્બલ-પથ્થર વગેરે કોઈ પણ વસ્તુ ખરીદવા માટે અથવા તેના મજૂરોને મજૂરી પેઠે જો વેપારી કે મજૂર જૈન હોય તો દેવદ્રવ્ય ન આપી શકાય. - આ ખાતાનું દ્રવ્ય પહેલા ખાતામાં-જિનપ્રતિમાના કામમાં વાપરી શકાય. - જિનપ્રતિમા અને જિનમંદિર - આ બંને ક્ષેત્રોનું દ્રવ્ય દેવદ્રવ્ય હોવાથી નીચેના કોઈપણ ખાતામાં એનો ક્યારેય ઉપયોગ થાય નહિ. ઘર દેરાસર ઘરદેરાસરના ભંડારમાં આવેલી રકમ, ત્યાં પ્રાપ્ત થયેલા ચોખા, ફળ, નૈવેદ્ય (મીઠાઈ) વગેરેને વેચવા દ્વારા પ્રાપ્ત થયેલી રકમ દેવદ્રવ્યમાં જાય છે. પરંતુ આ દેવદ્રવ્યની રકમ પોતાના ઘરદેરાસરમાં કોઈ પણ કાર્યમાં વાપરી શકાય નહિ. જો દેવદ્રવ્યની રકમ ભેગી થતી હોય તો એને શ્રીસંઘના મંદિરમાં દેવદ્રવ્ય ખાતામાં જમા કરાવવી અથવા બીજે ક્યાંક જિનમંદિર જીર્ણોદ્ધાર થતો હોય ત્યાં મોકલી આપવી અને ત્યાં શ્રી xxx વ્યક્તિના શ્રી xxx પ્રભુના ઘર દેરાસરની દેવદ્રવ્યની રકમ અર્પણ કરવામાં આવી છે. આવી સૂચના જરૂરથી કરવી. ઘરદેરાસરનો કોઈપણ નાનો-મોટો સુધારો-ફેરફાર કરવો હોય અથવા પ્રભુજીના આભૂષણ-આંગી વગેરે બનાવવા હોય તો ઘરદેરાસરના દેવદ્રવ્યની આવકમાંથી ન કરાવાય. એ બધાં કાર્યો પોતાના સ્વદ્રવ્યથી જ કરવા જોઈએ. નિર્માલ્ય દ્રવ્ય - પ્રભુજીની આંગીનો ઉતારો, બાદલું, વરખ વગેરે વેચવાથી પ્રાપ્ત થયેલ રકમ પ્રભુના આભૂષણ-આંગી બનાવવામાં, પ્રભુના ચક્ષુ-ટીકા બનાવવામાં, લેપ-ઓપ કરાવવામાં વાપરી શકાય છે. આ રકમથી દેરાસરનો જીર્ણોદ્ધારનવનિર્માણ પણ કરી શકાય છે. - પ્રભુજી સમક્ષ ચઢાવેલાં અક્ષત, નૈવેદ્ય, ખડી સાકર, ફળ, બદામ વગેરે દ્રવ્યો સુયોગ્ય કીંમતથી અજૈનોને વેચવી જોઈએ. તેના વેચાણથી પ્રાપ્ત રકમનો ઉપયોગ દેરાસરના નવનિર્માણ-જીર્ણોદ્ધારમાં કરી શકાય છે. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? 3 Page #30 -------------------------------------------------------------------------- ________________ - બદામ વગેરે ચીજો એકવાર પ્રભુને ચડાવ્યાં બાદ ફરી ખરીદીને પ્રભુને ચડાવવી કોઈ પણ રીતે યોગ્ય નથી. ૩. જિનાગમ ક્ષેત્ર જ્ઞાનદ્રવ્ય - જ્ઞાનભંડારની રકમ, આગમ કે શાસ્ત્રોની પૂજાથી ઉત્પન્ન દ્રવ્ય, વાસક્ષેપથી જ્ઞાનપૂજા કે જ્ઞાનની અષ્ટપ્રકારી પૂજાના ચડાવા, પ્રતિક્રમણના સૂત્રોને બોલવાની બોલી, સંવત્સરી પ્રતિક્રમણમાં સકળ સંઘને “મિચ્છા મિ દુક્કડમ્' કહેવાની બોલી, કલ્પસૂત્ર-બારસાસૂત્ર અથવા બીજા કોઈપણ સૂત્ર વહોરાવવા આદિના ચડાવા અને શાસ્ત્ર ઉપર જે નાણું ચઢાવાય તે બધું જ જ્ઞાનદ્રવ્યમાં ગણાય. - મુમુક્ષુને દીક્ષા સમયે પુસ્તક-સાપડો અને નવકારવાળી અર્પણ કરવાના તેમજ આચાર્યાદિ પદ પ્રદાનાદિ સમયે પૂજ્યોને પટ-નવકારવાળી-મંત્ર પટ અર્પણ કરવાના ચડાવાની રકમ જ્ઞાનદ્રવ્ય ગણાય છે. - જ્ઞાનદ્રવ્યમાંથી છપાયેલા પુસ્તકોના વેચાણની આવક જ્ઞાનખાતામાં જમા કરવી જોઈએ. - ૪૫ આગમ કે અન્ય કોઈ પણ ધર્મગ્રંથનો જ વરઘોડો હોય જેમાં ભગવાન ન હોય તેવા વરઘોડાના ચડાવાની તમામ ઉપજ જ્ઞાનખાતે જમા કરવી જોઈએ. પરંતુ એ વરઘોડાનો ખર્ચ એ ઉપજમાંથી બાદ કરાય નહિ. એ ખર્ચ વૈયક્તિક કે સાધારણદ્રવ્યમાંથી જ કરવો જોઈએ. જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ : - જ્ઞાનપાંચમના દિવસે જ્ઞાન સન્મુખ ચડાવેલ પોથી, કવર, પેન-પેન્સિલ, ઘોડાવજ વગેરે સામગ્રીનો ઉપયોગ જ્ઞાનભંડાર માટે કરી શકાય છે. પુસ્તકો અને જ્ઞાન સંબંધી સાધનોનો ઉપયોગ પૂ.સાધુ-સાધ્વીજી ભગવતો કરી શકે છે. શ્રાવક-શ્રાવિકાઓ તેનો ઉપયોગ કરી ન શકે. - જ્ઞાનદ્રવ્યની રકમમાંથી પૂસાધુ-સાધ્વીજી ભગવંતોને ભણાવનાર જૈનેતર પંડિતને પગાર આપી શકાય છે. ૪ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #31 -------------------------------------------------------------------------- ________________ - પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને ભણવા માટે યોગ્ય પુસ્તકો ખરીદ કરી શકાય છે. - ગુરુ ભગવંતના માર્ગદર્શનથી જ્ઞાનભંડાર માટે ધાર્મિક-સાહિત્યિક પુસ્તકો ખરીદી શકાય છે. - પ્રાચીન ધાર્મિક આગમાદિ શાસ્ત્રો લખાવવા, છપાવવા માટે અને તેની સુરક્ષા માટે જરૂરી વસ્તુઓ લાવવા માટે આ દ્રવ્યનો ઉપયોગ કરી શકાય છે. - જ્ઞાનભંડાર-જ્ઞાનમંદિર શ્રાવકોએ સ્વદ્રવ્યથી જ બનાવવી જોઈએ. પ્રાચીન જ્ઞાનની સુરક્ષા માટે જરૂર પડે તો જ્ઞાનદ્રવ્યમાંથી બનાવી શકાય. પરંતુ જ્ઞાનદ્રવ્યમાંથી બનેલા જ્ઞાનમંદિર-જ્ઞાનભંડારમાં સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સંઘ રહી શકતો નથી. એમાં રાત્રેિ રોકાણ કરી શયન કરી ન શકાય. સાધુસાધ્વીજી ભગવંતો પણ તેમાં ગોચરી-પાણી કરી શકતા નથી. - જ્ઞાનભંડારમાં પુસ્તકો રાખવા કબાટ ખરીદી શકાય છે. પણ તે કબાટ ઉપર જ્ઞાનદ્રવ્યમાંથી ખરીદેલ કબીટ' આવું સ્પષ્ટ લખવું જોઈએ. - જ્ઞાનદ્રવ્યમાંથી ખરીદેલા કબાટમાં જ્ઞાન સંબંધી પુસ્તકો કે સામગ્રી જ રાખી શકાય. સાધુ-સાધ્વીજી ભગવંતોનો સામાન, શ્રાવક-શ્રાવિકાને યોગ્ય પૌષધના ઉપકરણ અને ઉપાશ્રયની સામગ્રી રાખી ન શકાય. - જ્ઞાનભંડારને સંભાળવા માટે રાખેલ જૈનેતર ગ્રંથપાળને પગાર આપી શકાય. - ધાર્મિક પાઠશાળામાં વિદ્યાર્થી માટે જરૂરી પાંચ પ્રતિક્રમણ આદિના પુસ્તકો જ્ઞાનદ્રવ્યમાંથી ખરીદી ન શકાય. પાઠશાળાના જૈન-જૈનેતર કોઈ પણ પંડિતને પગાર ન આપી શકાય.' - ટૂંકમાં શ્રાવકોની પાઠશાળા સંબંધી કોઈ પણ ખર્ચો જ્ઞાનદ્રવ્યમાંથી કરી શકાય નહિ. - જ્ઞાનદ્રવ્યનો અને જ્ઞાનભંડાર-જ્ઞાનમંદિરોનો ઉપયોગ સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ વગેરે વ્યવહારિક શિક્ષણના કાર્યમાં કરી શકાય નહિ. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? ૫ Page #32 -------------------------------------------------------------------------- ________________ - જ્ઞાનભંડારની પુસ્તકોનો જો શ્રાવક-શ્રાવિકા ઉપયોગ કરે તો એનો સુયોગ્ય નકરો જ્ઞાનખાતામાં જમા કરવો જોઈએ. - જ્ઞાનાભ્યાસ સિવાય બીજા એક પણ કાર્યમાં સાધુ-સાધ્વીજી ભગવંતો પણ આ દ્રવ્યનો ઉપયોગ ન કરી શકે. કારણ કે દેવદ્રવ્યની જેમ જ્ઞાનદ્રવ્ય પણ ઉપરના ક્ષેત્રનું પવિત્ર દ્રવ્ય છે. - ઉપરોક્ત કોઈ પણ કાર્ય માટે મજૂરી પેઠે, જૈનપંડિતને, જૈન પુસ્તક વિક્રેતાઓને, જૈન ગ્રંથપાળને અથવા કોઈ પણ જૈન વ્યક્તિને જ્ઞાનદ્રવ્યમાંથી ૨કમ આપી શકાય નહિ. જૈનને શ્રાવકોનું વ્યક્તિગત દ્રવ્ય કે સાધારણ દ્રવ્ય આપી શકાય. ધાર્મિક પાઠશાળા – ધાર્મિક શિક્ષણ ખાતું આ ખાતું સાધર્મિક શ્રાવક-શ્રાવિકાની જ્ઞાનભક્તિ માટેનું ખાતું છે. શ્રાવકશ્રાવિકાઓ દ્વારા ધાર્મિક અધ્યયન-અધ્યાપન માટે જે સ્વદ્રવ્ય અર્પણ કર્યુ હોય તે આ ખાતામાં આવે છે. ઉપયોગ : આ દ્રવ્યમાંથી પાઠશાળાના જૈન-જૈનેતર શિક્ષક-પંડિતને પગાર આપી શકાય છે. આ પાઠશાળા અને તેના પંડિત-શિક્ષકનો લાભ સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિકા ચારે ય પ્રકારનો સંઘ લઈ શકે છે. – - પાઠશાળામાં ઉપયોગી ધાર્મિક પુસ્તકો અને પાઠશાળાના બાળકો આદિ માટે ઈનામ અને પ્રોત્સાહન યોજનાઓમાં આ ૨કમનો ઉપયોગ કરી શકાય છે. - વ્યવહારિક સ્કૂલ-કોલેજના અભ્યાસ માટે આ દ્રવ્યનો ઉપયોગ ક્યારેય થઈ શકતો નથી. - ધાર્મિક પાઠશાળાનું મકાન કે જમીન વ્યવહારિક શિક્ષણ માટે કે સાંસારિક કાર્ય માટે આપી શકાય નહિ. - પાઠશાળા ઉદ્ઘાટનની બોલીની ઉપજ પાઠશાળા સંબંધી કોઈપણ કાર્યમાં વાપરી શકાય છે. ૬ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #33 -------------------------------------------------------------------------- ________________ ૪-૫ જિન સાધુ-સાધ્વી ક્ષેત્ર - દાનવીરો પાસેથી પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતોની ભક્તિ માટે (વૈયાવચ્ચ માટે) જે દ્રવ્ય પ્રાપ્ત થયું હોય તે આ ખાતામાં ગણાય છે. - દીક્ષાર્થી ભાઈઓ-બહેનોની દીક્ષામાં દીક્ષાર્થીને અર્પણ કરવા માટે ચારિત્રના ઉપકરણોની બોલી બોલાય છે તેમાંથી ૧-પુસ્તક (પોથી), ર-નવકારવાળી, ૩-સાપડા ને અર્પણ કરવાની બોલી જ્ઞાનખાતામાં લઈ જવાય છે. બાકીના બધાં ઉપકરણોને અર્પણ કરવાની બોલીઓ સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતામાં જમા કરવામાં આવે છે. - પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચનો લાભ શ્રાવકે સ્વદ્રવ્યથી જ લેવો જોઈએ. જેથી ગુરુભક્તિનો લાભ પોતાને મળે. ઉપયોગ : - આ દ્રવ્ય પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોની સંયમ-શુશ્રુષા અને વિહારની અનુકૂળતા માટે વાપરી શકાય છે. - પૂ. સાધુ-સાધ્વીજી માટે દવા તેમજ જૈનેતર ડોક્ટર-વૈદ્ય વગેરેની ફી ચૂકવવા માટે કામમાં લઈ શકાય છે. - પૂ. સાધુ-સાધ્વીજીની સેવા માટે વિહારમાં રાખેલ જૈનેતર વ્યક્તિઓનાં પગાર પણ આપી શકાય છે. - જેનડોક્ટર-વૈદ્ય અને કોઈ પણ જૈન વ્યક્તિને આ રકમ આપી શકાય નહિ. - પૂ. સાધુ-સાધ્વીજીની ભક્તિ માટે કોઈએ વ્યક્તિગત રકમ આપી હોય તો તે રકમ વૈયાવચ્ચના દરેક કાર્યમાં વાપરી શકાય. આ રકમ જૈન ડોક્ટર આદિને ફિ-પગાર તરીકે પણ આપી શકાય. - સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતાની રકમમાંથી ઉપાશ્રય કે વિહારધામ બનાવી ન શકાય. તે જ પ્રમાણે તે મકાનોનું સમારકામ પણ આ દ્રવ્યમાંથી ન કરી શકાય. ઉપાશ્રય-વિહારધામમાં રાખેલા કાર્યકર માણસોને પગાર પણ ન આપી શકાય. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? ૭. Page #34 -------------------------------------------------------------------------- ________________ - વિહારના સ્થાનોમાં ખાવા-પીવાની કે ગોચરી-પાણી માટે વૈયાવચ્ચનું દ્રવ્ય ઉપયોગમાં લઈ શકાય નહિ. કારણ કે, વિહારના સ્થાનોમાં રસોઈ બનાવવા વગેરે કાર્ય માટે જૈન પરિવાર હોય તો તેને પણ રહેવાનું, ખાવાનું, પીવાનું ત્યાં જ હોય છે. તેથી તેને આ દ્રવ્યના ભોગવટા-ભક્ષણનો દોષ લાગે. - પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોની સાથે મુમુક્ષુ-દીક્ષાર્થી શ્રાવક હોય અથવા એમને વંદન કરવા આવેલા શ્રાવક-શ્રાવિકાઓને ત્યાં રહેવાનો-ખાવાનોપીવાનો અવસર પણ આવે. તેથી આ ઉપજ ત્યાં ન વપરાય. - પૂ. સાધુ-સાધ્વીજીઓ પાસે કામ કરવા માટે જૈન શ્રાવક હોય તો તેમને પણ રહેવા આદિનો અવસર આવે. આથી વિહારાદિના સ્થાનોમાં ઉદારદીલ શ્રાવકો દ્વારા ભક્તિ માટે જે દ્રવ્ય અર્પણ કરાયું હોય એનો જ ઉપયોગ કરવો. -૭ જિન શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રઃ ઉદારતા સંપન્ન શ્રાવકોએ ભક્તિભાવથી જે દ્રવ્ય આપ્યું હોય, તે જ પ્રમાણે સાધર્મિક ભક્તિ માટે ફંડ કરવામાં આવ્યું હોય તે દ્રવ્ય શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રમાં જાય. ઉપયોગ : - આ દ્રવ્યનો ઉપયોગ અત્યંત જરૂરિયાતવાળા સાધર્મિક શ્રાવકશ્રાવિકાઓને ધર્મમાં સ્થિર કરવા માટે થઈ શકે છે. તેમજ આપત્તિના સમયમાં તેમને દરેક પ્રકારની યોગ્ય સહાય કરવા માટે થઈ શકે છે. - શ્રીસંઘમાં પ્રભાવના અથવા સાધર્મિક વાત્સલ્ય આ દ્રવ્યથી ક્યારેય ન કરી શકાય. - આ ધાર્મિક પવિત્ર દ્રવ્ય છે. તેથી ધર્માદા (ચેરિટી) સામાન્ય જનતા, યાચક, દિનદુઃખી, રાહતફંડ અથવા અન્ય કોઈ માનવીય અને પશુની દયાઅનુકંપાના કાર્યોમાં આ દ્રવ્ય ક્યાંય વપરાય નહિ. ૮-ગુરુદ્રવ્ય - પાંચ મહાવ્રતને ધરનારા, સંયમી, ત્યાગી મહાપુરુષોની આગળ ગહુલી (ચોખાનો સાથીયો વગેરે રચના) કરી હોય અથવા ગુરુની સોના-ચાંદી વગેરેના ૮ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #35 -------------------------------------------------------------------------- ________________ સિક્કા આદિ દ્રવ્યોથી પૂજા કરી હોય, ગુરુપૂજનનો ચડાવો બોલાવ્યો હોય તો તે દરેક દ્રવ્ય જિનમંદિરનો જીર્ણોદ્ધાર અને નવનિર્માણમાં વાપરવું જોઈએ. આવું દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં સ્પષ્ટ પણે જણાવ્યું છે. - ગુરુ પ્રવેશ મહોત્સવમાં સાંબેલા, હાથી, ઘોડા આદિની જે બોલી, ગુરુ મહારાજને કામળી આદિ ચારિત્રોપકરણ વહોરાવવાની બોલી, ગુરુપૂજનના ભંડારમાંથી ઉત્પન્ન દ્રવ્ય, તેમજ નૂતન દીક્ષિતને કરેમિ ભંતે ઉચ્ચરાવ્યા બાદની અવસ્થાની તમામ બોલીઓ દા.ત. નૂતન દીક્ષિતના નામ જાહેર કરવાની બોલી ગુરુદ્રવ્ય કહેવાય છે. - આ દ્રવ્ય ભોગાહ – ભોગ યોગ્ય ન હોવાથી ગુરુમહારાજ (સાધુસાધ્વીજી)ના કોઈ પણ કાર્યમાં ઉપયોગમાં ન લઈ શકાય. પરંતુ દ્રવ્યસપ્તતિકા'ના પાઠને અનુસાર ગુરુમહારાજથી ઉંચા સ્થાનરૂપ જિનમંદિરના જીર્ણોદ્ધાર કે નવનિર્માણમાં જ ઉપયોગ કરી શકાય. - આ દ્રવ્ય પરમાત્માની અંગપૂજામાં ક્યાંય પણ ઉપયોગમાં ન આવે. - જે સાધુપણાના આચારથી રહિત હોય, જેને શાસ્ત્રોમાં દ્રવ્યલિંગી કહ્યાં છે, એવા વેશધારી સાધુ દ્વારા ભેગુ કરેલું ધન અત્યંત અશુદ્ધ હોવાથી એને અભયદાન-જીવદયામાં જ વાપરી શકાય. જિનમંદિર-જીર્ણોદ્ધારમાં ક્યાંય ન વાપરી શકાય. ગુરુપૂજન વગેરેનું દ્રવ્ય - ગુરુદ્રવ્ય : ધર્મસંગ્રહ-દ્રવ્યસપ્તતિકા વગેરે ગ્રંથોને આધારે ગુરુદ્રવ્ય બે પ્રકારનું છે. ૧-ભોગાહે ગુરુદ્રવ્યઃ ગુરૂના ભોગ-ઉપભોગ (ઉપયોગ)માં આવી શકે એવું દ્રવ્ય એમને વહોરાવવું તે. દા.ત. આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, કામળી વગેરે. ર-પૂજાઈ ગુરુદ્રવ્યઃ ગુરુની અંગપૂજા, અગ્રપૂજાના સ્વરૂપે જે સુવર્ણ આદિ દ્રવ્ય અર્પણ કરાય છે. તેને પૂજા ગુરુદ્રવ્ય કહેવાય. ઉદા. સોનાની ગીની, ચાંદીની ગીની મૂકીને ગુરુપૂજન કરવું, રૂપિયા અને સિક્કા મૂકીને ગુરુપૂજન વગેરે. - ભોગાહે ગુરુદ્રવ્યનો ઉપયોગ ગુરુ સ્વયં કરી શકે છે. પૂજાઈ ગુરુદ્રવ્ય ગુરુના ઉપયોગમાં ક્યાંય વાપરી ન શકાય. આથી દ્રવ્યસપ્તતિકા ગ્રંથના પાઠને ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૯ Page #36 -------------------------------------------------------------------------- ________________ અનુસારે એ દ્રવ્યને ગુરુ કરતાં ઉંચા સ્થાનમાં એટલે જિનમંદિરના જીર્ણોદ્ધારનવનિર્માણમાં લઈ જવાય છે. યાદ રાખવું કે – દ્રવ્યસપ્તતિકામાં ગુરુદ્રવ્યથી ઉપરનું ખાતું દેવદ્રવ્યનું જ છે. આથી ગુરુપૂજનમાં આવેલી બધી રકમ જિનમંદિર જીર્ણોદ્ધાર અને નવનિર્માણમાં જ વાપરવી જોઈએ. - ગુરુભગવંતને કામની વહોરાવવાની બોલી બોલાય છે. એમાં કામળી ભોગા દ્રવ્ય હોવાથી તે કામળી ગુરુ વાપરી શકે છે, પરંતુ એની બોલીની રકમ ધન સ્વરૂપ હોવાથી તે પૂજાઈ જ મનાય છે. તેથી તે પણ ગુરુપૂજનની રાશિની જેમ જિનમંદિર-જીર્ણોદ્ધાર-નવનિર્માણમાં જ જાય છે. આ ધ્યાનમાં રાખવું. - ગુરુપૂજનની રાશિ જિનેશ્વરની કેસર વગેરે અંગપૂજામાં તથા મુકુટઅલંકાર વગેરે આભરણ પૂજામાં વાપરવી નહિ. કારણ કે એ દ્રવ્ય ગુરુના ચરણોમાં મૂકેલ છે. ચડાવા રકમ ક્યા ખાતામાં ? ગુરુપૂજનની રકમ... પૂજાઈ ગુરુદ્રવ્ય, દેવદ્રવ્ય ગુરુપૂજન સમયે સમર્પિત કરેલ પૂજાદ્રવ્ય... પૂજાઈ ગુરુદ્રવ્ય-દેવદ્રવ્ય. ગુરુભગવંતને કામની વહોરાવવાની રકમ.. પૂજાઈ ગુરુદ્રવ્ય - દેવદ્રવ્ય ગુરુમહારાજની સમક્ષ કરેલી ગફૂલીદ્રવ્ય.. પૂજાહે ગુરુદ્રવ્ય-દેવદ્રવ્ય ગુરુમહારાજના પ્રવેશ-સ્વાગત સમયે વાહન-હાથી-ઘોડા વગેરેના ચડાવાની રકમ. પૂજા ગુરુદ્રવ્ય-દેવદ્રવ્ય ગુરુમહારાજના પ્રવેશ મહોત્સવના પૂજાઈ ગુરુદ્રવ્ય-દેવદ્રવ્ય ચડાવાની રકમ... ગુરુમહારાજના પ્રવેશ કે વ્યાખ્યાન પ્રસંગે હીરા-માણેક, મોતી વગેરે કીમતી દ્રવ્યોથી ગફૂલી કરી હોય તો તે દ્રવ્ય દેવદ્રવ્યમાં જમા કરાવવું. એ જ ગફૂલી જો બીજીવાર વાપરવી હોય તો એ સમયે એની જેટલી કિંમત હોય તેટલી દેવદ્રવ્યમાં જમા કરાવવી. ગુરુ ભગવંતના પ્રવેશોત્સવની બોલીમાંથી પ્રવેશોત્સવનો કોઈ પણ ખર્ચો બાદ કરી શકાય નહિ.બોલીની સંપૂર્ણ રકમ દેવદ્રવ્યમાં જ જવી જોઈએ. જ્યારે પ્રવેશોત્સવનો ખર્ચો વ્યક્તિગત કે સાધારણ ખાતામાંથી કરવો જોઈએ. ૧૦ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #37 -------------------------------------------------------------------------- ________________ ગુરુપૂજન અને કામની વહોરાવા આદિ ઉપરોક્ત બધા ચડાવાનું ગુરુદ્રવ્ય સાધુ-સાધ્વી વૈયાવચ્ચના કોઈપણ કાર્યમાં વાપરી શકાય નહિ. ગુરુમંદિર-ગુરુમૂર્તિ વગેરે સંબંધી ચડાવા રકમ ૧-ગુરુમંદિર ભૂમિપૂજન-ખનન અને શિલાસ્થાપનની ૨-ગુરુમૂર્તિ - પાદુકા ભરાવવાની ૩-ગુરુમૂર્તિ - પાદુકાના પાંચ અભિષેકની ૪-ગુરુમૂર્તિ - પાદુકાની પ્રતિષ્ઠાની પ-ગુરુમૂર્તિ - પાદુકાના પૂજનની કુ-ચાર દિશામાં શ્રીફળ વધેરવાની ૭-ગુરુમંદિર ઉપર કળશ-ધજા સ્થાપવાની ૮-ગુરુભગવંતની પ્રતિકૃતિ (ફોટા)ને ઉપાશ્રયમાં કે બીજે ક્યાંય પણ પધરાવવાની, તેનાં ઉદ્ઘાટનની. ૯. ગુરુભગવંતના ફોટાનું પૂજન કરવાની. ૧૦. ગુરુમૂર્તિ-પાદુકા સમક્ષ રાખેલા ભંડાર-પેટી-ગોખલાની. ઉપરની બધી રકમ અને તે-તે ભંડારની આવક ગુરુમૂર્તિનું નિર્માણ, ગુરુ, પાદુકાનાં નિર્માણ તથા તેના સમારકામમાં વાપરી શકાય છે. ગુરુમંદિરના જીર્ણોદ્ધાર-નવનિર્માણમાં અને જિનમંદિર જીર્ણોદ્ધાર-નવનિર્માણ પણ વાપરી શકાય છે. પૂ. સાધુ-સાધ્વીજીના કાળધર્મ પછી તેઓશ્રીના પાર્થિવદેહના અગ્નિ-સંસ્કાર - અંતિમ યાત્રા નિમિત્તે ચડાવા - પૂ. સાધુ-સાધ્વીજીના કાળધર્મ પછી અંતિમયાત્રા-અંતિમ સંસ્કાર નિમિત્તે બોલાયેલી દરેક બોલીની રકમ ૧ - સ્વર્ગસ્થ પૂજ્યના પાર્થિવ દેહનું વિલેપન-બરાસ-ચંદન પૂજાનો. ૨ - સ્વર્ગસ્થ પૂજ્યના પાર્થિવ દેહની વાસક્ષેપ પૂજાનો. ૩ - સ્વર્ગસ્થ પૂજ્યના પાર્થિવદેહને પાલખીમાં પધરાવવાનો. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૧ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૪ - સ્વર્ગસ્થ પૂજ્યની પાલખીને ખભો આપવાનો. ૧-આગળ જમણી બાજુ ૩-પાછળ જમણી બાજુ અને ૨-આગળ ડાબી બાજુ ૪-પાછળ ડાભી બાજુ ૫ - આગળ દોણી લઈને ચાલવાનો. ૬ - ચાર ધૂપદાની અને ચાર દીપક લઈને ચાલવાનો. ૭ - પાલખી ઉપરની લોટી (કળશ) લઈ જવાનો. ૧ - મુખ્ય લોટી, ૨ - બાકીની ચાર અથવા આઠ ૮ - પાલખી સમયે ધર્મપ્રભાવક અનુકંપા દાન આપવાનો. ૯ - પૂજ્યના શરીરને અગ્નિદાહ આપવાનો. ૧ – જિનમંદિરનો જીર્ણોદ્ધાર અને નવનિર્માણમાં વાપરવી જોઈએ. ૨- ગુરુભગવંતની પ્રતિમા, પાદુકા અને ગુરુમંદિર નિર્માણ અને જીર્ણોદ્ધાર વગેરેમાં, ૩ - ગુરુભગવંતના સંયમજીવનની અનુમોદના માટે જિનભક્તિ મહોત્સવમાં સ્વામી વાત્સલ્ય-પ્રભાવના સિવાય) વાપરી શકાય છે. - જૈન સંગીતકાર અને જૈન વિધિકાર વગેરેને આ રકમ આપી શકાય નહિ. - કોઈપણ સંયોગમાં આ રાશિ જીવદયામાં વાપરી શકાય નહિ. - આ પ્રસંગે જીવદયા માટે જુદી ટીપ (ફંડ) કરી શકાય. અગ્નિસંસ્કાર વગેરેની બોલીની રકમમાંથી જો ગુરુમંદિર માટે જમીન ખરીદી હોય અથવા ત્યાં ગુરુમંદિર બનાવ્યું હોય તો તે સ્થાનમાં પૂ. સાધુસાધ્વીજી કે શ્રાવક-શ્રાવિકાઓ રોકાણ તેમજ સંથારો કરી શકતા નથી. પૂ. સાધુસાધ્વીજી ભગવંતો ત્યાં ગોચરી-પાણી પણ વાપરી શકે નહિ. ૯ જિનમંદિર સાધારણ શ્રી જિનેશ્વર પરમાત્માની ભક્તિ અને જિનમંદિરને સુવ્યવસ્થિત ચલાવવા માટે પ્રાપ્ત થયેલું દ્રવ્ય જિનમંદિર સાધારણ દ્રવ્ય કહેવાય છે. ૧૨ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #39 -------------------------------------------------------------------------- ________________ જિનમંદિર સાધારણ માટે કરેલું ફંડ, કાયમી તિથિ, ઉપરોક્ત હેતુથી કોઈ ભક્ત દ્વારા અપાયેલું મકાન વગેરેના ભાડાની આવક તથા જિનમંદિર સાધારણના ભંડારમાંથી પ્રાપ્ત થયેલું દ્રવ્ય આ જિનમંદિર-સાધારણ ખાતામાં જમા કરવામાં આવે છે. ઉપયોગ : આ ખાતાની રકમમાંથી પરમાત્માની ભક્તિ માટે દરેક પ્રકારના દ્રવ્ય - સામગ્રી લાવી શકાય છે. ઉદાહરણ તરીકે : ૧-કેશર, ૨-ચંદન, પુષ્પ, ફૂલદાની, ૩-બરાસ-કપૂર, ૪-પ્રક્ષાલ માટે દૂધ, પ-પ્રક્ષાલ માટે પાણી, કુ-ધૂપબત્તી, ૭-દીપક માટે ઘી, ૮-ફાનસ, ૯-દીપકના ગ્લાસ, ૧૦-દીપક માટે સ્ટેન્ડ, ૧૧-રૂની વાટ, ૧૨-વાળાફેંચી, ૧૩-મોરપીંછી-પંજણી, ૧૪-અંગલુછણાનું કપડું, ૧૫-પાટલૂછણા, ૧૬-ધૂપદાની, ૧૭-ચામર, ૧૮-દર્પણ, ૧૯-ઝાલર-ડંકા, ૨૦-પૂજાની થાળીવાડકી, ર૧-કળશ, તાંબાની કૂંડી, ૨૨-આરતી-મંગળદીવો, ૨૩-જિનમંદિરમાં જરૂરી સાબુ, ૨૪-કેસર ઘસવાનો પથ્થર, ૨૫-શિખરની ધજા, ૨૬-નાડાછડી, ૨૭-અત્તર, વરખ, બાદલું, ૨૮-આંગીનો સામાન. - આ દ્રવ્યમાંથી પૂજારીને પગાર અને પૂજારીને પૂજા કરવા માટે કપડા ખરીદીને આપી શકાય છે. - ભંડાર, સિંહાસન, દીપક માટે કાચની હાંડી વગેરે લાવી શકાય છે. - દેરાસરના વાસણોને સાફ કરનાર માણસનો પગાર, દેરાસરની દેખરેખ કરનાર માણસોનો પગાર વગેરે આપી શકાય છે. - વાસક્ષેપ અને કાજો કાઢવા માટે સાવરણી : આવી દેરાસર અને ઉપાશ્રય બંનેનાં ઉપયોગમાં આવનારી વસ્તુઓ સાધારણ ખાતામાંથી ખરીદવી. - જિનમંદિર સાધારણનો ભંડાર દેરાસરની અંદરના ભાગમાં રાખી ન શકાય. એને દેરાસરની બહાર કોઈક સુરક્ષિત જગ્યાએ યોગ્ય સ્થાનમાં જ રાખવા જોઈએ. કેસર-સુખડ ઘસવાની રૂમમાં રાખી શકાય. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? ૧૩ Page #40 -------------------------------------------------------------------------- ________________ - જિનમંદિરના વહીવટ માટે દર વર્ષે બાર મહિનાની બાર અથવા પંદર દિવસની એક; એમ ૨૪ બોલીઓ બોલવાનું આયોજન કરવામાં આવે તો તેની ઉપજમાંથી કેસર-ચંદન વગેરેના ખર્ચા અને પૂજારીના પગાર વગેરે ખર્ચા કરી શકાય. - શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમંદિરના કાર્યો સિવાયના શ્રીસંઘની પેઢીના માણસ તથા ઉપાશ્રય, પાઠશાળા, આયંબિલ ખાતા આદિ સ્થાનોમાં કચરો કાઢનાર માણસના પગાર વગેરે કોઈ પણ કાર્યમાં જિનમંદિર સાધારણદ્રવ્યનો ઉપયોગ ન કરી શકાય. • ખાસ ધ્યાનમાં રાખવાની વાતો : - નીચે બતાવેલ ખર્ચાઓ જિનમંદિર સાધારણ ખાતામાંથી ન થઈ શકે. એને સાધારણ ખાતામાંથી જ કરવા જોઈએ. ૧-સંઘની પેઢીના વહીવટના ખર્ચા. ' ર-સ્ટેશનરી, પોસ્ટેજ, ટેલીફોન, પાણી વગેરેના ખર્ચા. ૩-દેરાસરની બહાર દર્શનાર્થી માટે પાણીની વ્યવસ્થાનો ખર્ચો. ૪-પગ લૂંછણીયા, કારપેટ વગેરેના ખર્ચા. પ-સૂચના લખવા બ્લેક બોર્ડ, ચાક, કપડાદિના બેનર. ઉ-સાલગીરીના દિવસે ધજા માટે પાલખ બાંધવાના. ૭-ધાર્મિક કાર્યો માટેના મંડપ વગેરેના ખર્ચા. ૮-સ્નાત્ર પૂજા વગેરેની પુસ્તકો-સાપડા વગેરેના ખર્ચા. ૧૦-સાધારણ દ્રવ્ય શ્રીસંઘની પેઢીમાં, તીર્થની પેઢીમાં સાધારણ ખાતામાં ઉદારતા સંપન્ન શ્રાવકો દ્વારા જે દાન પ્રાપ્ત થાય છે અને સાધારણ ખાતા માટે કાયમી તિથિઓની રકમ આ ખાતામાં જમા થાય છે. ચડાવા બોલવાથી પણ સાધારણ દ્રવ્યની આવક થાય છે. ૧૪ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #41 -------------------------------------------------------------------------- ________________ ઉદાહરણ : - સંઘપતિ, દાનવીર, તપસ્વી શ્રાવક, બ્રહ્મચારી, દીક્ષાર્થી, મુમુક્ષુ ભાઈબહેનોને તિલક-હાર-શ્રીફળ, શાલ, ચૂંદડી-સન્માન પત્ર વગેરે અર્પણ કરવાના ચડાવાનું દ્રવ્ય. - દીક્ષા વિધિપૂર્વે દીક્ષાર્થીને અંતિમ વિદાય તિલકનો અથવા અંતિમ પ્રયાણ તિલક કરવાના ચડાવાની આવક, - અંજનશલાકા-પ્રતિષ્ઠા વગેરે ધાર્મિક પ્રસંગે કરવાના ચડાવાઓના સમયે સંઘને પધરાવવા માટે જાજમ પાથરવાના ચડાવાની આવક. - શ્રીસંઘના મુનિમજી કે મહેતાજી બનવાની બોલી. આ સિવાય શાસ્ત્રથી અબાધિત ઉપાયો દ્વારા પ્રાપ્ત થતું દ્રવ્ય તે સાધારણ ખાતાનું દ્રવ્ય કહેવાય છે. ઉપયોગ : - જિનમંદિર, ઉપાશ્રય, સંઘ-તીર્થની પેઢી સંબંધી દરેક કાર્યોમાં ઉપયોગ કરી શકાય છે. સાત ક્ષેત્રમાં જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં આવશ્યકતા મુજબ ખર્ચ કરી શકાય છે. - આ દ્રવ્યનો ઉપયોગ ટ્રસ્ટી, વ્યવસ્થાપક કે અન્ય કોઈ પણ વ્યક્તિ પોતાના કાર્યમાં કરી શકતો નથી. - આપત્તિમાં રહેલા શ્રાવક-શ્રાવિકાના ઉદ્ધાર માટે ધર્મમાં સ્થિર કરવાના લક્ષથી આ દ્રવ્ય શ્રીસંઘ આપી શકે છે. - સાધારણ ખાતાનું આ દ્રવ્ય ધાર્મિક (Religius) પવિત્ર દ્રવ્ય છે. સામાન્ય લોકોને ઉપયોગી, વ્યવહારિક, સાંસારિક કે જૈનેતર ધાર્મિક કાર્યમાં આપી શકાય નહિ. આ ખાતાનું દ્રવ્ય ધર્માદા (ચેરિટી) ઉપયોગમાં, વ્યવહારિક (સ્કૂલ-કોલેજ) શિક્ષણમાં તથા અન્ય કોઈપણ સાંસારિક કાર્યમાં વાપરી શકાય નહિ. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૫ Page #42 -------------------------------------------------------------------------- ________________ અંજનશલાકા-પ્રતિષ્ઠા-જિનભક્તિ મહોત્સવના પ્રસંગે નવકારશી (સાધર્મિક વાત્સલ્ય) વગેરેની બોલી તેમજ નકરાનો ઉપયોગ. સાધર્મિક વાત્સલ્યમાં તથા જો ૨કમ વધે તો સાધર્મિક ભક્તિના દરેક કાર્યોમાં તેમજ જિનભક્તિ મહોત્સવ સંબંધી સર્વ કાર્યોમાં ઉપયોગ થઈ શકે. આ દ્રવ્યનો ઉપયોગ વિહાર સ્થાનોમાં રસોઈ વગેરે જે વ્યવસ્થા કરવામાં આવે છે તેમાં કરી શકાય છે. - ઝાંપા ચૂંદડી કે ફલે ચૂંદડીના ચડાવાની આવક સર્વ સાધારણ (શુભ) ખાતામાં જાય છે. એમાંથી દરેક પ્રકારના શુભ કાર્યો કરી શકાય છે. - - કુંકુમ પત્રિકામાં લિખિતં/સાદર પ્રણામ/જય જિનેન્દ્ર રૂપે નામ લખવાની બોલી-નકરાની ૨કમ કે મહોત્સવના શુભેચ્છક, સૌજન્ય, આધારસ્તંભ, સહાયક વગેરે તરીકે નામ આપવાની જે ૨કમ આવે તેનો ઉપયોગ : - જિનભક્તિ મહોત્સવના પ્રભાવના, સાધર્મિકવાત્સલ્ય, સંગીતકાર, પત્રિકા છપાવવામાં વગેરે દરેક કાર્યો કરી શકાય. ૧૧-સર્વ સાધારણ (શુભ) ધાર્મિક કે ધર્માદા એમ કોઈ પણ શુભ કાર્યમાં વા૫૨વા માટે કોઈ સર્વ સાધારણનું ફંડ એકઠું કર્યુ હોય તો એ દ્રવ્યનો ઉપયોગ ધાર્મિક કે ધર્માદા કોઈ પણ શુભકાર્યમાં કરી શકાય છે. ઉદાહ૨ણ : ચાતુર્માસમાં દરેક કાર્યોનો ખર્ચો કરવા માટે કે વાર્ષિક કોઈ પણ કાર્યોના ખર્ચ પેટે જે પણ ફંડ ક૨વામાં આવે છે તે સર્વ સાધારણ ખાતું કહેવાય. બાર મહિનાની બાર અથવા પંદર દિવસની એક-એક; એમ બાર મહિનાની ૨૪ બોલીઓ બોલીને આ ખાતામાં આવક ઉભી કરી શકાય છે. - કુદરતી આફત, સામાજિક આફત, સરકારી પ્રશ્નો વગેરેમાં ચેરીટી (ધર્માદા) તરીકે આ દ્રવ્યનો ઉપયોગ કરી શકાય છે. - ઝાંપા ચૂંદડી કે ફલેચૂંદડીના ચડાવાની આવક આ શુભ ખાતામાં વાપરી શકાય છે. ૧૬ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૨-સાતક્ષેત્ર સાધારણ સાતક્ષેત્રના નામ : ૧-જિનપ્રતિમા, ૨-જિનમંદિર, ૩-જિનાગમ, ૪-સાધુ, પ-સાધ્વી, ક-શ્રાવક અને ૭-શ્રાવિકા. સાત ક્ષેત્રમાં જ્યાં પણ જરૂર હોય ત્યાં વાપરવા માટે કોઈક દ્વારા જે દ્રવ્ય પ્રાપ્ત થયું હોય તો એનો ઉપયોગ જે ક્ષેત્રમાં જેટલી જરૂર હોય તે પ્રમાણમાં વાપરી શકાય છે. અથવા દાતાની ભાવના અને આશય અનુસાર તે-તે ક્ષેત્રમાં વાપરી શકાય છે. સાત ક્ષેત્રની પેટી/ડબ્બા/ગોખલા: - સાતક્ષેત્રના અલગ-અલગ નામોલ્લેખપૂર્વક પેટી વગેરે રાખ્યા હોય તો એમાંથી નીકળેલા પૈસા તે તે ખાતામાં આવક મુજબ-જરૂરિયાત મુજબ વાપરી શકાય. - સાત ક્ષેત્રોની ભેગી પેટી રાખી હોય તો તેમાંથી નીકળેલા પૈસા સાત ક્ષેત્રમાં સમાન ભાગ કરી વાપરી શકાય. - સાત ક્ષેત્ર માટે ફંડ ભેગું કર્યુ હોય તો એને સમાન ભાગ કરી સાત ક્ષેત્રોમાં લગાવી શકાય. - આ સિવાય પણ કોઈપણ ફંડ કરતી વખતે જે જાહેરાત કરીને ફંડ કર્યુ હોય તે મુજબ એનો ઉપયોગ કરવો. - પગાર વગેરે સાધારણનો ખર્ચો આ દ્રવ્યમાંથી ન કરવો. - જીવદયા-અનુકંપાના કાર્યોમાં આનો ઉપયોગ ન કરવો. નોંધ : સાત ક્ષેત્રની પેટી-ભંડાર, જીવદયાની પેટી, સાધર્મિક ભક્તિની પેટી, પાઠશાળા-આયંબીલ ભવનની પેટી વગેરે જિનમંદિરની અંદરના ભાગમાં ન રાખી શકાય. એ ઉપાશ્રયમાં અથવા જિનમંદિરની બહાર ક્યાંક સુરક્ષિત સુયોગ્ય સ્થાનમાં રાખવી. આ ખાસ ધ્યાન રાખવું. ૧૩-ઉપાશ્રય-પૌષધશાળા-આરાધના ભવન - ઉપાશ્રય બનાવવા માટે દાનવીરો દ્વારા આપેલી રકમ, ઉપાશ્રયના જુદા ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૭ Page #44 -------------------------------------------------------------------------- ________________ જુદા વિભાગો અને ઉપાશ્રય નામકરણ માટે આવેલી રકમ, ઉપાશ્રય ખાતાની પેટી-ભંડારમાંથી નીકળેલી રકમ, ઉપાશ્રય ઉદ્ઘાટનની બોલીની રકમ વગેરે ઉપાશ્રય ખાતાનું દ્રવ્ય ગણાય છે. - ધર્મ આરાધના કરવા માટે ઉપાશ્રયનું નિર્માણ શ્રાવકે પોતાનાં સ્વદ્રવ્યથી કરવું જોઈએ. - ઉપાશ્રય, શ્રાવક-શ્રાવિકા સંઘની આરાધના માટેનું પવિત્ર સ્થાન છે. એનો ઉપયોગ ધાર્મિક કાર્યો કરવા માટે જ કરવો જોઈએ. વ્યવહારિક-સ્કૂલ, કોલેજ, રાષ્ટ્રીય-સામાજિક પ્રવૃત્તિઓ-સમારોહ અને લગ્ન વગેરે સાંસારિક કોઈ પણ કાર્યમાં આ ઉપાશ્રયનાં મકાનનો ઉપયોગ કરી શકાય નહિ. ઉપરોક્ત કોઈ પણ કાર્યો માટે આ ઉપાશ્રય ભાડાથી પણ આપી ન શકાય. - આ ધર્મસ્થાનોની માલિકી કોઈ કરી શકે નહિ. કારણ કે આ જૈનશાસનની અબાધિત મિલકત છે અને રહેશે. , - ઉપાશ્રયની જમીન ખરીદવા કે ઉપાશ્રય વગેરે સ્થાન બનાવવા માટે દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, વૈયાવચ્ચ દ્રવ્ય વગેરેનો ઉપયોગ કરી શકાય નહિ. તે જ પ્રમાણે તે-તે ખાતામાંથી વ્યાજે કે વગર વ્યાજે લોન પણ લઈ શકાય નહિ. - લક્કી ડ્રો (ભાગ્ય લક્ષ્મી) જેવી અહિતકર પદ્ધતિઓ દ્વારા પણ ઉપાશ્રય માટે રકમ એકઠી કરવી ઉચિત નથી. - ઉપાશ્રયમાં શય્યાતર તરીકે જે રકમ (ફંડ) ભેગી થઈ હોય તે રકમ ઉપાશ્રય નિર્માણ અને સમારકામ માટે વાપરી શકાય. - ક્યાંક ક્યાંક ઉપાશ્રય અને દેરાસર બાજુ-બાજુમાં જ હોય છે. ત્યાં ઉપાશ્રયની અંદર કે બહાર ક્યાંય પણ અજાણતા પણ દેવદ્રવ્યની કોઈ વસ્તુ, માર્બલ, ટાઈલ્સ, ઈંટ, સીમેન્ટ વગેરે વપરાઈ ન જાય તેનું પાકું ધ્યાન રાખવું. - ભૂલથી પણ ક્યારેક આવું બની જાય તો તરત તેની રકમ દેવદ્રવ્યમાં જમા કરી દેવી જોઈએ. જો તેમ કરવામાં ન આવે તો દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગે છે. ૧૮ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? Page #45 -------------------------------------------------------------------------- ________________ - ઉપાશ્રયની કોઈપણ ચીજ (પાટ-પાટલા-જાજમ વગેરે) ધાર્મિક કાર્ય માટે કોઈ લઈ જાય તો એનો નકરો સાધારણ ખાતામાં (ઉપાશ્રય ખાતામાં) આપવો જોઈએ. - ઉપાશ્રય અને દેરાસરની કોઈપણ વસ્તુ સાંસારિક કાર્યો માટે આપી ન શકાય. ૧૪-આયંબિલ તપ આયંબિલ તપ માટે કરેલું ફંડ, ચૈત્ર અને આસો મહિનાની ઓળીના આદેશની બોલી કે નકરાની રકમ, આયંબિલ માટે કાયમી તિથિની આવક આયંબિલ ભવન નામકરણની આવક તેમજ આયંબિલ ખાતાના ભંડારની આવક આયંબિલ તપ ખાતામાં જમા થાય છે. ઉપયોગ : - આ દ્રવ્ય આયંબિલ તપ કરનારા તપસ્વીની ભક્તિમાં અથવા આયંબિલ માટે જરૂરી વ્યવસ્થામાં વાપરી શકાય છે. - આ ખાતામાં વૃદ્ધિ હોય તો અન્ય ગામ-શહેરોમાં આયંબિલ તપ કરનારની ભક્તિ માટે મોકલી શકાય છે. - ટૂંકમાં કહીએ તો આ દ્રવ્ય આયંબિલ તપનો પ્રચાર-પ્રસાર કરવા માટે જ હોવાથી અન્ય કોઈ પણ કાર્યમાં તેનો ઉપયોગ કરી શકાય નહિ. - આયંબિલ માટેની રકમનો ઉપયોગ એકાસણાની ભક્તિમાં કરવાનો નિષેધ છે. - આયંબિલ ભવનનું નિર્માણ શ્રાવક સંઘે પોતાના સ્વદ્રવ્યથી કરવું. લક્કી ડો – લોટરી જેવી અહિતકર પદ્ધતિ દ્વારા રકમ ભેગી કરી આવા કાર્યો ન કરવા જોઈએ. - આ પણ માત્ર ધાર્મિક અને પવિત્ર દ્રવ્ય છે. આયંબિલ ભવનનો ઉપયોગ પણ સાંસારિક-વ્યવહારિક-સામાજિક કોઈ પણ કાર્યોમાં કરવો ન જોઈએ. આમાં માત્ર ધાર્મિક કાર્યો જ કરવા જોઈએ. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૯ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૫. ધારણાં, ઉત્તરપારણાં, પારણાં, નવકારશી ખાતું પૌષધવાળાઓને એકાસણાં અને પ્રભાવના વગેરે ખાતું. ઉપરોક્ત નામવાળા અથવા તો કોઈ પણ તપ-જપ, તીર્થયાત્રા વગેરે ધાર્મિક કાર્ય કરનારા સાધર્મિકોની ભક્તિ માટે જે દ્રવ્ય ભેગું થયું હોય તે દ્રવ્ય દાતાની ભાવના મુજબ તે તે ખાતામાં વાપરવું જોઈએ. તે રકમમાં વૃદ્ધિ હોય તો સાત ક્ષેત્રમાં જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં વાપરી શકાય. પરંતુ કોઈ સાર્વજનિક કાર્યોમાં વાપરી શકાય નહિ, કારણ કે આ દ્રવ્ય માત્ર ધાર્મિક ક્ષેત્રનું દ્રવ્ય છે. નોંધ : સાધુ-સાધ્વીજીના તપના પારણા કરાવવાની બોલી બોલાવવી યોગ્ય નથી. પરંતુ અજ્ઞાનતા વશ ક્યાંક કોઈએ બોલી હોય તો તે દ્રવ્ય સાધુ-સાધ્વી સંબંધી હોવાથી ગુરુદ્રવ્યની જેમ જિનમંદિર જીર્ણોદ્ધાર અથવા નવનિર્માણ માટે દેવદ્રવ્યમાં જમા કરાવવું જોઈએ. ૧૬. નિશ્રાકૃત - દાનવીરો દ્વારા વિશિષ્ટ પ્રકારના ધાર્મિક કાર્ય માટે આપેલા દ્રવ્યનો ઉપયોગ તે-તે કાર્ય માટે જ કરી શકાય છે. એમાં વૃદ્ધિ હોય તો શાસ્ત્રીય મર્યાદાનુસાર ઉપરના ખાતામાં લઈ જવાય. ૧૭. કાલકૃતા ખાસ કરીને પોષ દશમી, અક્ષય તૃતીયા, જિનમંદિરની સાલગીરા વગેરે પર્વોના નિશ્ચિત દિવસોમાં વાપરવા માટે દાતાએ જે દ્રવ્ય આપ્યું હોય તો તેનો ઉપયોગ તે-તે દિવસ સંબંધી કાર્યોમાં જ કરવો જોઈએ. ૧૮. અનુકંપા દરેક દીન-દુઃખી, નિઃસહાય, વૃદ્ધ, અનાથ, અપંગ લોકોને અન્ન-પાણી, વસ્ત્ર, ઔષધિ વગેરે આપવા દ્વારા દ્રવ્ય દુઃખ ટાળીને પરંપરાએ ભાવદુઃખ (સંસાર) ટાળવાનો પ્રયત્ન એટલે અનુકંપા આના માટે મળેલી રકમ ઉપરોક્ત કાર્યોમાં વાપરવી જોઈએ. ૨૦ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #47 -------------------------------------------------------------------------- ________________ - આ સામાન્ય દ્રવ્ય છે. આથી ઉપરના સાત ક્ષેત્રોમાં કે કોઈ પણ ધાર્મિક ક્ષેત્રોમાં આનો ઉપયોગ કરી શકાય નહિ. તે જ રીતે સાત ક્ષેત્રોનું પવિત્ર દ્રવ્ય પણ અનુકંપા ક્ષેત્રમાં વાપરી શકાય નહિ. - અત્યંત આવશ્યકતા હોય તો અનુકંપાનું દ્રવ્ય જીવદયામાં વાપરવાની રજા મળે છે. - હિંસાને પ્રોત્સાહન આપતી હોસ્પિટલો વગેરેમાં આ દ્રવ્ય વાપરી શકાય નહિ. - આ દ્રવ્ય રાખી ન મૂકાય, તરત વાપરી દેવું જોઈએ નહિતર અંતરાયનું પાપ લાગે છે. ૧૯. જીવદયા જીવદયાની ટીપ (ફંડ), જીવદયાના ભંડારની આવક, જીવદયાનો લાગો વગેરેની આવક આ ખાતામાં જમા કરવી જોઈએ. ઉપયોગ : - આ ખાતાની રકમ મનુષ્ય સિવાય બાકીના દરેક તિર્યંચ પશુ-પંખીજાનવરની ભાવદયાના લક્ષપૂર્વક દ્રવ્યદયાના કાર્યમાં વાપરવાની હોય છે. અન્ન, પાણી, ઔષધિ વગેરે દ્વારા એમના દુઃખને દૂર કરવા માટે શાસ્ત્રીય મર્યાદાને અનુસરીને વાપરી શકાય છે. જીવદયા સંબંધી દરેક કાર્યમાં વાપરી શકાય. - આ સામાન્ય કક્ષાનું દ્રવ્ય છે. આથી ઉપરના સાત ક્ષેત્ર વગેરે કોઈ પણ ધાર્મિક ક્ષેત્રમાં કે અનુકંપા ક્ષેત્રમાં પણ આ દ્રવ્યનો ઉપયોગ કરી શકાય નહિ. - જીવદયાની રકમ જીવદયામાં જ વાપરવી જોઈએ. - કૂતરાને રોટલી, પક્ષીને અનાજ વગેરે વિશેષ હેતુથી આવેલી રકમ તે-તે ઉદ્દેશમાં જ વાપરવી જોઈએ. - આ દ્રવ્ય રાખી ન મૂકવું. તુરંત વાપરી નાખવું જોઈએ. નહીંતર અંતરાયનો દોષ લાગે. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૨૧ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૦. વ્યાજ વગેરેની આવક - જે ખાતાની રકમનું વ્યાજ આવ્યું હોય તો તે-તે ખાતામાં જ જમા કરવું જોઈએ. જે ખાતા માટે ભેટ આવેલી રકમ તે ખાતામાં જ વાપરવી જોઈએ. જો જરૂરિયાત કરતા રકમ વધારે હોય તો અન્ય સ્થળોમાં તે-તે ખાતામાં ખર્ચ કરવા માટે ભક્તિપૂર્વક મોકલી આપવું જોઈએ એ જૈનશાસનની ઉજળી મર્યાદા છે. ૨૧. ટેક્સ (કર) વગેરેનો ખર્ચો . ' - જે ખાતાની આવક ઉપર ટેકસ (કર), ઓકટ્રોય વગેરે સરકારી ખર્ચ થયો હોય તેને તે-તે ખાતામાંથી આપી શકાય છે. ૨૨. જિનભક્તિ માટે અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી સંઘને સમર્પિત કરવાના ચડાવા (કેશર-ચંદન ખાતું) - જિનભક્તિ માટે જે અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી ઉપયોગમાં લેવામાં આવે છે. તે સામગ્રીનો લાભ લેવા માટે દર વર્ષે જે ચડાવા બોલાવાય છે તેની વિગતઃ ૧-વાસક્ષેપ, ર-મોરપીંછી-પંજણી-વાળાકુચી, ૩-પ્રક્ષાલ માટે દૂધ, ૪-બરાસ, પ-કેશર, ૬-ચંદન, ૭-પુષ્પ, ૮-ધૂપ, ૯-દીપક (ઘી), ૧૦-અંગ-લૂછણાપાટલૂછણા, ૧૧-અત્તર-ચંદનનું તેલ, ૧૨-વરખ વગેરે સામગ્રીના ચડાવા. ઉપયોગ : - આ ચડાવાની રકમ પૂજાના આ દ્રવ્યો ખરીદવા માટે પરસ્પર વાપરી શકાય છે. - દેરાસરમાં રાતે રોશની કરવા ઘી-કોપરેલનું તેલ વગેરેના દીપક રાખવાનો ખર્ચો પણ જરૂર પડે તો આ દ્રવ્યમાંથી કરી શકાય છે. - આ રકમનો ઉપયોગ જિનભક્તિના કાર્ય સિવાય બીજા કોઈ પણ કાર્યમાં કરી શકાય નહિ. નોંધ: શ્રાવકે પ્રભુની પૂજા પોતાના દ્રવ્યથી જ કરવી એ વિધિ છે. આથી આ પ્રકારની બોલી દ્વારા કરાયેલી સુવિધા સામગ્રીનો ઉપયોગ કરનાર પુણ્યાત્માએ પોતે જેટલી સામગ્રીનો ઉપયોગ કરે તેટલી સામગ્રીની રકમ તે ખાતામાં (કેશરચંદન ખાતામાં) આપવાનો વિવેક રાખવો જરૂરી છે. ૨૨ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૩. પર્યુષણમાં જન્મવાંચન પ્રસંગે બોલાવાતા ચડાવાની વિગત ચડાવા રકમ કયા ખાતામાં ? ૧. પ્રવેશ સમયે સકળ સંઘ ઉપર ગુલાબજળ છાંટવાની સાધારણમાં ૨. સંઘના મુનિમ-મહેતાજી બનવાની સાધારણમાં ૩. સ્વપ્ન વગેરેના ચડાવા લેનારનું બહુમાન કરવાની સાધારણમાં ૪. ચૌદ સ્વપ્નોને ઉતારવાની-ઝૂલાવવાની દેવદ્રવ્યમાં ૫. ચૌદ સ્વપ્નોને પુષ્પ-સુવર્ણ-મોતી વગેરેની દેવદ્રવ્યમાં માળા પહેરાવવાની ૬. પદ્મસરોવર સ્વપ્ન સમયે ગુલાબજળ છાંટવાની દેવદ્રવ્યમાં ૭. સ્વપ્નોને માથે લઈ પધરાવવાની દેવદ્રવ્યમાં ૮. પારણામાં પ્રભુજીને પધરાવવાની-ઝૂલાવવાની દેવદ્રવ્યમાં ૯. પારણા-પ્રભુજી સંબંધી દરેક લાભની દેવદ્રવ્યમાં ૧૦. પ્રભુના જન્મ ખુશાલીના થાપાની દેવદ્રવ્યમાં (દા.ત. ધૂપ-દીપક-ચામર-થાળી-ડંકા વગાડવાની) નોંધઃ સ્વપ્નોના ચડાવા બોલાવતી વખતે એની રકમ મુજબ અમુક રકમ સાધારણમાં કે અન્ય કોઈ ખાતામાં આપવી પડશે” આવું નક્કી કરીને ચડાવા બોલાવાય નહિ. સ્વપ્નો સંબંધી ચડાવાઓની સંપૂર્ણ રકમ દેવદ્રવ્યમાં જ જાય છે. એનો ઉપયોગ જિનમંદિરનો જીર્ણોદ્ધાર અને નવનિર્માણમાં જ કરવો જોઈએ. દેરાસરની વ્યવસ્થા, પરમાત્માની પૂજા અને સંચાલન માટે આ રકમનો ઉપયોગ કરી શકાય નહિ. મુનિમજી-મહેતાજી બનવાની બોલી બોલતી વખતે જો ભગવાનના મુનિમ કે મહેતાજી બનવાની જાહેરાત થતી હોય તો તેની રકમ દેવદ્રવ્યમાં લઈ જવી જોઈએ. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૨૩ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૪. ઉધાપન-ઉજમણું ઉદ્યાપન-ઉજમણામાં દર્શન, જ્ઞાન અને ચારિત્રની પુષ્ટિ થાય અને સાત ક્ષેત્રમાં ઉપયોગી થાય તેવા જ ઉપકરણ રાખવા જોઈએ. ઉદ્યાપન-ઉજમણાનું ઉદ્ઘાટન કરવાની બોલીની ૨કમમાંથી દર્શન, જ્ઞાન અને ચારિત્ર સંબંધી ઉપકરણ લાવી (ખરીદી) શકાય છે. ઉપયોગ : જિનમંદિરમાં ઉપયોગી હોય તેવી વસ્તુઓ જિનભક્તિના કાર્યમાં ઉપયોગમાં લેવી. - પૂ. સાધુ-સાધ્વીજીને ઉપયોગી બનતાં ઉપકરણો એમની ભક્તિ માટે એમને વહોરાવી શકાય છે. ધાર્મિક પુસ્તકો પૂ. સાધુ-સાધ્વીજીને અથવા જરૂરિયાતવાળા શ્રાવકશ્રાવિકાઓને આપવી. જ્ઞાનભંડારમાં પણ રાખી શકાય છે. પૂજાના વસ્ત્રો અને સામાયિકના ઉપકરણો જરૂરિયાતવાળા શ્રાવકશ્રાવિકાઓને આપવા. - ચંદરવો-છોડ બનાવેલ હોય તો તેનો ઉપયોગ દેરાસર-ઉપાશ્રયમાં કરી શકાય છે. ગુરુ ભગવંતની પાછળ જે છોડ બનાવવાનો હોય તો તેમાં દેવ-ગુરુની આકૃતિ ન હોય એવો જ ભરાવવો જોઈએ. - ઉઘાપન-ઉજમણું કરાવનાર વ્યક્તિ કે પરિવાર સ્વયં ઉજમણામાં રાખેલી વસ્તુનો ઉપયોગ ન કરી શકે. કાં તો સંઘમાં સોંપી દેવી જોઈએ અથવા સુયોગ્ય સ્થાનોમાં ભેટ આપવી જોઈએ. - પોતે ભરાવેલા છોડ વગેરે જો ઉજમણામાં રાખ્યા હોય તો પોતાના ઘરમાં રાખી શકાય નહિ . એને પણ સુયોગ્ય સ્થાનમાં આપવા જોઈએ. ૨૫. આચાર્ય વગેરે પદપ્રદાન પ્રસંગે બોલાવાતા ચડાવાઓ ચડાવા રકમ ૧. આસન વહોરાવવાની ૨૪ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ક્યા ખાતામાં ? દેવદ્રવ્યમાં Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨. સ્થાપનાચાર્ય વહોરાવવાની દેવદ્રવ્યમાં ૩. મંત્રપટ-મંત્રાલર પોથી વહોરાવવાની જ્ઞાનદ્રવ્યમાં ૪. નવકારવાળી વહોરાવવાની જ્ઞાનદ્રવ્યમાં ૫. ગુરુપૂજનની દેવદ્રવ્યમાં ૬. કાંમળી વહોરાવવાની દેવદ્રવ્યમાં ૭. નૂતન નામ જાહેર કરવાની દેવદ્રવ્યમાં નોંધ : ગુરુપૂજન અને ચારિત્રના ઉપકરણ વગેરે ગુરુ સંબંધી આવક જિનમંદિર જીર્ણોદ્ધાર-નવનિર્માણમાં જાય છે. વ્યવસ્થાપકોની સુવિધા માટે દેવદ્રવ્ય લખેલ છે. વિવેકપૂર્વક ઉપયોગ કરવો. ૨૬. પૂજારીના પગાર સંબંધી પરમાત્માને સ્વયં પૂજાની કોઈ જરૂર નથી. જિનપૂજા કરવી એ શ્રાવકોનું પોતાનું કર્તવ્ય છે. આપણે આપણી સગવડતા અને સહાયતા માટે પૂજારી રાખીએ છીએ. આથી પૂજારીને પગાર વગેરે આપણે (શ્રાવકોએ) પોતે જ આપવો જોઈએ. જો પોતે ન આપી શકીએ તો સાધારણ ખાતામાંથી અથવા જિનમંદિર સાધારણ ખાતામાંથી આપવો જોઈએ. પરંતુ દેવદ્રવ્યમાંથી પૂજારીને પગાર વગેરે આપી શકાય નહિ. ૨૭. દેવ-દેવી સંબંધી સમજ શાસ્ત્ર મર્યાદા મુજબ દેરાસરમાં મૂળનાયક ભગવાનનાં યક્ષ-યક્ષિણી સિવાય અન્ય કોઈ પણ દેવ-દેવીની પ્રતિમા વગેરે પધરાવવા ઉચિત નથી. મૂળનાયક પ્રભુ પણ જો પરિકર સાથેના હોય તો તેમના દેવ-દેવી પણ પરિકરમાં હોવાથી જ એમની અલગ મૂર્તિ પધરાવવાની આવશ્યકતા નથી. ચડાવા કયા ખાતામાં ૧. દેરાસર સ્વદ્રવ્યમાંથી બનાવ્યું હોય અથવા યક્ષ-યક્ષિણીની દેવકુલિકાની જગ્યા અને દેવકુલિકા સાધારણમાંથી બનાવી હોય તો તેમાં પધરાવવાની જે મૂર્તિ, તેને ભરાવવાનાં, પ્રતિષ્ઠાનાં ચડાવાની રકમ સાધારણમાં ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૨૫ Page #52 -------------------------------------------------------------------------- ________________ 2. શ્રી માણિભદ્રજીની મૂર્તિ ભરાવવાની, પ્રતિષ્ઠાની અને તેમની સામે મૂકેલા ભંડારની આવક (શ્રી માણિભદ્રજી તપાગચ્છના અધિષ્ઠાયક છે અને ઉપાશ્રયમાં જ એમનું સ્થાન હોવું જોઈએ.) સાધારણમાં 3. જિનમંદિરની બહાર સ્વદ્રવ્ય કે સાધારણ દ્રવ્યથી પ્રાપ્ત નિર્મિત સ્થાન-દેવકુલિકામાં અન્ય કોઈ પણ સમકિતી દેવ-દેવીની પ્રતિમા નિર્માણ કરવાની પ્રતિષ્ઠા કરવાની અને તેની સામે રાખેલા ભંડારની આવક સાધારણમાં 4. શાસનદેવને ખેસ અને દેવીને ચૂંદડી ઓઢાડવાનો સાધારણમાં નકરો કે ચડાવો. - જ્યાં આ નકરો/બોલી દેવદ્રવ્યમાં લેવાનો રિવાજ ચાલુ હોય ત્યાં એ મુજબ ચલાવવો. - દેવ-દેવી સંબંધી સાધારણની સંપૂર્ણ. આવક શ્રાવક-શ્રાવિકાઓને પ્રભાવનારૂપે અથવા સાધર્મિક વાત્સલ્ય-ભોજનમાં ઉપયોગ ન કરવો. અનુકંપાજીવદયામાં પણ એનો ઉપયોગ ન કરી શકાય. શાસન-શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને દેવ-દેવીઓનાં સ્વતંત્ર સ્થાન કરવા યોગ્ય નથી. આનાથી વીતરાગ પરમાત્માની લઘુતા થાય છે અને ભૌતિક કામનાઓ પુષ્ટ થાય છે. 28. અંજન શલાકા-પ્રતિષ્ઠાના ચડાવાઓ ચડાવા ક્યા ખાતામાં ? 1. કુંભ સ્થાપના, અખંડ દીપક સ્થાપના, જવારારોપણ, માણેકસ્તંભ સ્થાપના દેવદ્રવ્યમાં ક્ષેત્રપાલ પૂજન, નંદ્યાવર્ત પૂજન, દશદિપાલ પૂજન, નવગ્રહ પાટલા પૂજન, અષ્ટમંગલ પાટલા દેવદ્રવ્યમાં પૂજન, સોળ (13) વિદ્યાદેવી પૂજન 3. છપ્પન (પ) દિકુમારી, ચોસઠ ઈન્દ્રો, ભગવાનના માતા-પિતા, ઈન્દ્ર-ઈન્દ્રાણી, મંત્રીશ્વર, દેવદ્રવ્યમાં 26 ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ-દ્વિતીય છડીદાર, સ્વપ્ન પાઠક, ઈશાનેન્દ્ર, અચ્યતેન્દ્ર, હરિëગમેષીદેવ, પ્રિયંવદા દાસી, પાઠશાળાના શિક્ષક/વિદ્યાર્થી, રાજપુરોહિત, ફઈ-ફુઆ, મામા-મામી, સાસુ-સસરા, કુબેરભંડારી, નગરશેઠ વગેરે પ્રભુ સંબંધી પરિવાર બનવાનો. ૪. રાજ્યસભામાં પ્રભુને રાજતિલક કરવાનો, રાજછત્ર ધરીને ઉભા રહેવાનો, સરસેનાધિપતિ બનવાનો, દેવદ્રવ્યમાં નવ લોકાંતિક દેવ બનવાનો ચડાવો/નકરો કુલમહત્તરા બનવાનો ૫. ભગવાન ઉપરથી લુણનવણ ઉતારવાનો દેવદ્રવ્યમાં ૬. ભગવાનના લગ્ન પ્રસંગે અપાતુ દહેજ, ભેટ, દેવદ્રવ્યમાં ચાંલ્લો, તિલક વગેરેની રકમ ૭. ભગવાનના નામકરણ વખતે ફઈ-ફુઆ જે દેવદ્રવ્યમાં રમકડા વગેરે લાવે તે ફઈઆરુ ૮. ભગવાનનાં મામેરામાં લાવેલી વસ્તુ દેવદ્રવ્યમાં ૯. જન્માભિષેક થયા પછી ઈન્દ્ર દ્વારા ૩રકોડિ દેવદ્રવ્યમાં સુવર્ણાદિની વૃષ્ટિનું દ્રવ્ય ૧૦. દરેક પ્રતિમાને અઢાર અભિષેકનો ચડાવો દેવદ્રવ્યમાં ૧૧. ભગવાનને સૂર્ય-દર્શન, ચંદ્ર-દર્શનનો ચડાવો દેવદ્રવ્યમાં ૧૨. દર્પણમાં પ્રભુદર્શનનો ચડાવો દેવદ્રવ્યમાં ૧૩. ધ્વજદંડ, કળશના અભિષેકનો દેવદ્રવ્યમાં ૧૪. ધ્વજદંડ, કળશની ચંદન, પુષ્પ પૂજાનો દેવદ્રવ્યમાં ૧૫. ધ્વજદંડ, કળશની આરતી, પોંખણાનો દેવદ્રવ્યમાં ૧૬. પાંચ કલ્યાણના વરઘોડાના તમામ લાભ દેવદ્રવ્યમાં ૧૭. જિનમંદિર પર ધજા ચડાવવાનો, કળશ દેવદ્રવ્યમાં સ્થાપનાનો ઘર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? ૨૭ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૮. જિનમંદિરના દ્વારોદ્ધાટનનો દેવદ્રવ્યમાં ૧૯. જિનમંદિરમાં કંકુ થાપા કરવાનો દેવદ્રવ્યમાં ૨૦. જિનમંદિરની ત્રણે દિશામાં મંગલમૂર્તિ સ્થાપના દેવદ્રવ્યમાં ૨૧. જિનમૂર્તિ નિર્માણનો દેવદ્રવ્યમાં ૨૨. ચૈત્યાભિષેકનો દેવદ્રવ્યમાં ૨૩. પ્રભુની પ્રતિષ્ઠાનો દેવદ્રવ્યમાં ૨૪. તોરણ બાંધવાનો દેવદ્રવ્યમાં ૨૫. પ્રતિષ્ઠા વખતે ઘંટનાદ કરવાનો દેવદ્રવ્યમાં ૨૬. મંગલ કુંભ સ્થાપનાનો દેવદ્રવ્યમાં ૨૭. ૨૪ પ્રહર (૭૨ કલાક) દીપક સ્થાપનાનો દેવદ્રવ્યમાં ૨૮. મૂળનાયકાદિ પ્રભુજીની અષ્ટપ્રકારી પૂજાનો દેવદ્રવ્યમાં ૨૯. મૂળનાયક આદિ પ્રભુને હાર, મુકુટ, આભૂષણ પૂજાનો દેવદ્રવ્યમાં ૩૦. એક લાખ અખંડ અક્ષતથી સ્વસ્તિક બનાવવાનો દેવદ્રવ્યમાં ૩૧. પ્રતિષ્ઠા પછી પ્રથમ ભંડાર ભરવાનો દેવદ્રવ્યમાં ૩૨. આરતી, મંગળ દીવો, પોંખણા કરવાનો દેવદ્રવ્યમાં ૩૩. પ્રતિષ્ઠાચાર્યનું નવાંગી ગુરુપૂજન કરવાનો દેવદ્રવ્યમાં ૩૪. ધારોદ્ધાટનના દિવસે અષ્ટપ્રકારી પૂજાનો દેવદ્રવ્યમાં અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ સંબંધી ઉપર બતાવેલા દરેક ચડાવાની આવક દેવદ્રવ્યમાં જ જાય છે. આ રકમમાંથી અંજનશલાકા-પ્રતિષ્ઠા સંબંધી કાર્યોના કોઈ પણ ખર્ચા બાદ કરી શકાતા નથી. અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ સંબંધી દરેક કાર્યોના ખર્ચા વ્યક્તિગત લાભ આપીને, સાધારણ રકમમાંથી અને જિનભક્તિ-મહોત્સવ સંબંધી કરેલા ફંડની રકમમાંથી કરવા જોઈએ. ૨૯. રથયાત્રા-પ્રભુજીના વરઘોડા સંબંધી ચડાવા ૧. પ્રભુને રથમાં પધરાવવાનો, રથમાં પ્રભુને લઈને દેવદ્રવ્યમાં બેસવાનો, પ્રભુજીના રથના સારથી બનવાનો ૨. રથમાં ડાભી-જમણી બાજુ ચામર વીંઝવાનો દેવદ્રવ્યમાં ૨૮ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩. રથની પાછળ રામણદીવો લઈને ચાલવાનો દેવદ્રવ્યમાં ૪. પ્રભુજીને ચાર પોંખણા કરવાનો દેવદ્રવ્યમાં ૫. ઈન્દ્રધજાની ગાડીમાં બેસવાનો દેવદ્રવ્યમાં ૬. હાથી, ઘોડા, વાહન, બગીમાં બેસવાનો દેવદ્રવ્યમાં ૭. ચૌદસ્વપ્નો લઈને ચાલવાનો, દેવદ્રવ્યમાં વાહનમાં બેસવાનો ૮. દૂધની ધારા કરવાનો, બાકુના ઉછાળવાનો દેવદ્રવ્યમાં ૯ ધૂપ, દીપ, ચામર લઈને ચાલવાનો દેવદ્રવ્યમાં ૧૦. રથની આગળ થાળી-ડંકો વગાડવાનો દેવદ્રવ્યમાં - પ્રભુ નિમિત્તે જે પણ ચડાવા બોલાય તે દેવદ્રવ્યમાં જ જાય છે. - વરઘોડાના ચડાવાની આવકમાંથી વરઘોડાનો કોઈ પણ ખર્ચે બાદ કરી શકાય નહિ. - વરઘોડાનો લાભ કોઈ વ્યક્તિગત લઈ શકે અથવા જનરલ ખર્ચા માટે જે ફંડ ભેગું કર્યું હોય તેમાંથી વરઘોડો કાઢી શકાય છે. - પ્રભુનો રથ શ્રાવક પોતાની રકમમાંથી બનાવે. જો રથ દેવદ્રવ્યમાંથી બનાવ્યો હોય તો “આ રથ દેવદ્રવ્યની આવકમાંથી બનાવ્યો છે એવું સ્પષ્ટ લખવું જોઈએ. - રથનો નકરો દેવદ્રવ્યમાં જમા કરાવવો જોઈએ. - કોઈપણ વ્યક્તિ પોતાના ધાર્મિક પ્રસંગ માટે ઘરમાં કે દેરાસરમાં કોઈ પણ ચીજ લઈ જાય કે વાપરે તો તેનો સુયોગ્ય નકરો દેવદ્રવ્યમાં આપવો જોઈએ. - જો ઉપાશ્રયની કોઈ પણ વસ્તુ પોતાના ધાર્મિક પ્રસંગ માટે ઘરે લઈ જાય તો તેનો નકરો સાધારણ ખાતામાં આપવો જોઈએ. ૩૦. દેરાસરમાં કે દેરાસરની બહાર ક્યાંય પણ પરમાત્માના નિમિત્તે બોલાવાતા ચડાવાની રકમ દેવદ્રવ્ય જ ગણાય છે. ૧. તીર્થમાળા-ઈન્દ્રમાળા પહેરવાનો-પહેરાવવાની દેવદ્રવ્ય ૨. ઉપધાનમાળાની, નાણનો નકરો દેવદ્રવ્ય ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૨૯ . Page #56 -------------------------------------------------------------------------- ________________ દેવદ્રવ્ય દેવદ્રવ્ય દેવદ્રવ્ય ૩. જિનમંદિર-ભૂમિપૂજન, ખનન, શિલાસ્થાપન, ઉંબરા સ્થાપન, બાર સાખ સ્થાપન દેવદ્રવ્ય ૪. પ્રભુનો નગર પ્રવેશ, જિનાલય પ્રવેશ, ગભારા પ્રવેશ દેવદ્રવ્ય ૫. પ્રભુને પોંખવાની, શુકુન આપવાનો દેવદ્રવ્ય ૬. પ્રભુના પ્રવેશ-પ્રતિષ્ઠા પ્રસંગે ગુરુભગવંતના દેવદ્રવ્ય નવાંગી ગુરુપૂજનનો ૭. પ્રભુની અષ્ટપ્રકારી પૂજા, મુગુટ-આભરણ પૂજાનો ૮. આરતી-મંગળ દીવાનો પ્રભુને ચડાવેલા અક્ષત-ફળ-નૈવેદ્યને અર્જુનને વેચવાથી આવેલી રકમ ૧૦. પ્રભુ સન્મુખ રાખેલા ભંડારની આવક દેવદ્રવ્ય ૧૧. સૌ પ્રથમવાર ભંડાર ભરવાની દેવદ્રવ્ય ૧૨. પૂજામાં ફળ-નૈવેદ્ય લઈને ઉભા રહેવાની - દેવદ્રવ્ય જિનભક્તિ નિમિત્તે શાસ્ત્ર વિહિત દરેક દેવદ્રવ્ય અનુષ્ઠાનોના દરેક લાભોનો ૧૪. સ્નાત્ર પૂજામાં પ્રભુ નીચે મૂકેલ રકમ દેવદ્રવ્ય ૧૫. સ્નાત્રમાં બત્રીસ કોડી ઉછાળવામાં આવે તે દેવદ્રવ્ય ૧૬. શાંતિસ્નાત્રમાં કુંભ અને કુંડીમાં પધરાવેલ દ્રવ્ય ૧૭. મહાપૂજા ઉદ્ઘાટનનો ચડાવો દેવદ્રવ્ય ૧૮. આરતી-મંગળદીવાની થાળીમાં રાખેલ દ્રવ્ય દેવદ્રવ્ય ૧૯. વર્ષગાંઠ-સાલગીરીના દિવસે શિખર પર દેવદ્રવ્ય કળશાદિની અષ્ટ પ્રકારી પૂજા, નૂતન ધજા ચડાવવાનો ૩૧. અલગ અલગ ચડાવાની વિગત ચડાવા કયા ખાતામાં ? ૧. નૂતન ઉપાશ્રયના ભૂમિપૂજન-ખનન અને ઉપાશ્રય શિલા સ્થાપનનો ૩૦ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? ૧૩. દેવદ્રવ્ય Page #57 -------------------------------------------------------------------------- ________________ સાધારણ ૨. ઉપાશ્રય ઉદ્ઘાટન-થાપા લગાવવાનો ઉપાશ્રય ૩. ઉપાશ્રયમાં શય્યાતરનું ફંડ ઉપાશ્રય ૪. સંઘપતિ કે તપસ્વી વગેરેના બહુમાનના ચડાવા ૧-તિલક કરવાના, ૨-હાર પહેરાવાનો, ૩-શ્રીફળ, ૪-સાફો પહેરાવવાનો, પ-ચૂંદડી ઓઢાડવાનો, ક-શાલ પહેરાવવાનો, ૭-સન્માન પત્ર અર્પણનો ૫. પર્યુષણમાં જન્મવાંચન, મહાપૂજા વગેરે સમયે સાધારણ ભેગા થયેલા સંઘનાં સભ્યોને ૧-દૂધથી પગ ધોવાનો, ૨-તિલક કરવાનો, ૩-હાર પહેરાવવાનો, ૪-પ્રભાવના દેવાનો, પ-ગુલાબજળ છાંટવાનો. અંજન-પ્રતિષ્ઠાદિ મહોત્સવ માટે જાજમ પાથરવાનો સાધારણ ૭. ચડાવો લેનાર પરિવારનું સંઘવતી બહુમાન કરવાનો સાધારણ ૮. સંઘના મુનિમ મહેતાજી બનવાનો સાધારણ ૯. સંઘની પત્રિકામાં લિખિત પ્રણામ/જય જિનેન્દ્ર લખવાનો. ૧૦. સંવત્સરીના દિવસે પ્રવચનમાં સકળ સંઘને સાધારણ “મિચ્છા મિ દુક્કડમ્' કરવાનો ૧૧. પાઠશાળાના બાળકોને સંઘ તરફથી પાઠશાળા/સાધારણ ઈનામ આપવાનો સ્નાત્ર પૂજા ભણાવવાના ખર્ચાની રકમ સ્નાત્ર પૂજા (સિંહાસન વગેરે વસ્તુનો ઉપયોગ કરવાનો નકરો દેવદ્રવ્યમાં આપવો જોઈએ.) - સ્નાત્રપૂજાના ખાતામાં મોટી રકમ ભેગી થઈ હોય તો ભવ્ય સ્નાત્ર મહોત્સવ ભણાવી શકાય. સાધારણ ૧૨. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૩૧ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૩. આંગી, અંગરચના અને રોશની કરાવા માટેની રકમ આંગીખાતું - જેમણે જેટલી રકમ આંગીમાં લખાવી હોય તેટલી રકમ આંગીમાં વાપરવી જ જોઈએ. રકમ બચાવવી નહિ. ૧૪. ગ્રંથ પ્રકાશન વિમોચન કરવાની રકમ - ગ્રંથ જ્ઞાનખાતાની રકમમાંથી છપાયો હોય તો તે જ્ઞાનખાતામાં - ગ્રંથ વ્યક્તિગત દ્રવ્યમાંથી છપાયો હોય તો પુસ્તક પ્રકાશનમાં ૩૨. દીક્ષા પ્રસંગે બોલાવાતા ચડાવા ચડાવા કયા ખાતામાં ? ૧. દીક્ષાર્થીને અંતિમ વિદાય તિલક કરવાના સાધારણમાં ૨. દીક્ષાર્થીને હાર પહેરાવવાનાં, શ્રીફળ અર્પણ કરવાના સાધારણમાં ૩. દીક્ષાર્થીને સાફો/શાલ પહેરાવવાના ? સાધારણમાં ૪. દીક્ષાર્થીને સન્માન પત્ર અર્પણ કરવાનાં સાધારણમાં ૫. દીક્ષાર્થીના માતા-પિતાનું બહુમાન કરવાના સાધારણમાં ૬. દીક્ષાર્થીના ઉપકરણો અર્પણ કરવાના ચડાવા ભાઈઓ બહેનો કયા ખાતામાં ? - કામળી, કપડો, કામળી, કપડો સાધુ-સાધ્વી વૈયાવચ્ચ - ચોલપટ્ટો સાડો સાધુ-સાધ્વી વૈયાવચ્ચ - પાત્રા-તરપણી ચેતનો પાત્રા-તરપણી ચેતનો સાધુ-સાધ્વી વૈયાવચ્ચ - આસન-સંથારો-ઉત્તરપટ્ટો આસન-સંથારો-ઉત્તરપટ્ટો સાધુ-સાધ્વી વૈયાવચ્ચ - ડાંડો ઠંડાસન ડાંડો/ઠંડાસન સાધુ સાધ્વી વૈયાવચ્ચ - સૂપડી/પૂંજણી ચૂંપડી પૂંજણી સાધુ-સાધ્વી વૈયાવચ્ચે - ચરવળી ચરવળી સાધુ-સાધ્વી વૈયાવચ્ચે ૩૨ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #59 -------------------------------------------------------------------------- ________________ - નવકારવાળી નવકારવાળી જ્ઞાનખાતામાં પુસ્તક પોથી પુસ્તક પોથી - દીક્ષાર્થીના દીક્ષા પછીનું દેવદ્રવ્યમાં નામ જાહેર કરવાના. - નૂતન દીક્ષિતને સૌ પ્રથમ દેવદ્રવ્યમાં વંદન કરવાનો - ગુરુભગવંતનું પૂજન કરવાની રકમ દેવદ્રવ્યમાં - ગુરુભગવંતને કામની વહોરાવાની રકમ દેવદ્રવ્યમાં - સાધુ-સાધ્વી વૈયાવચ્ચની રકમમાંથી વિહારાદિના સ્થળોમાં ઉપાશ્રય અને રસોઈ માટે ઉપયોગ કરી શકાય નહિ. ઉપાશ્રય અને રસોઈ આદિ માટે વ્યક્તિગત અથવા ચોખી રકમનો ઉપયોગ કરવો જોઈએ. ૩૩. સૂત્ર-ગ્રંથ વાચન પ્રસંગે બોલાવાતા ચડાવા * કયા ખાતામાં ૧. કલ્પસૂત્ર વગેરે ગ્રંથ વહોરાવવાનો જ્ઞાનખાતામાં ૨. ગ્રંથ સંભળાવવા માટે ગુરુભગવંતને વિનંતિનો જ્ઞાનખાતામાં ૩. જ્ઞાનની પાંચ વાસક્ષેપ પૂજા કરવાનો જ્ઞાનખાતામાં ૪. જ્ઞાનની અષ્ટપ્રકારી પૂજાનો જ્ઞાનખાતામાં ૫. જ્ઞાનનો વરઘોડો કાઢવાનો જ્ઞાનખાતામાં ૬. ચિત્રદર્શન કરાવવાનો જ્ઞાનખાતામાં ૭. જ્ઞાનપૂજન-ગ્રંથ/પુસ્તક પર ચઢાવેલું દ્રવ્ય જ્ઞાનખાતામાં ૮. જ્ઞાનદાતા ગુરુનું પૂજન કરવાની રકમ દેવદ્રવ્યમાં - જ્ઞાનખાતાની રકમ પ્રાચીન આગમાદિ સંસ્કૃત-પ્રાકૃત ધર્મગ્રંથોને તાડપત્ર અથવા ટકાઉ, કાગળ ઉપર લખાવવા માટે, તેની સુરક્ષા માટે, છપાવવા માટે વાપરવી જોઈએ. પરંતુ પ્રવચન, વિવેચન સાહિત્ય, ધાર્મિક મેગેઝીન જેવા હિંદી-ગુજરાતી આદિ ભાષામાં છપાવવામાં એ રકમ ઉપયોગમાં ન લેવી જોઈએ. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? 33 Page #60 -------------------------------------------------------------------------- ________________ ભગવા ૩૪. શિલા સ્થાપન પ્રસંગના ચડાવા - જિનમંદિરના શિલાથાપન વખતે નવગ્રહાદિ પાટલા પૂજન, દિગપાલ પાટલા પૂજન, અષ્ટમંગલ પાટલા પૂજનની રકમ - નવ શિલાના સ્થાપનની રકમ - આરતી-મંગળદીવા-શાંતિકળશની રકમ - ગુરુભગવંતના ગુરુપૂજનની રકમ ઉપરોક્ત બધી રકમ દેવદ્રવ્યમાં જાય છે તે પ્રસંગનો કોઈ ખર્ચે તેમાંથી બાદ કરી શકાય નહિ. - ઉપાશ્રય, પાઠશાળા, આયંબિલ ભવન, ધર્મશાળા વગેરે માટે શિલા સ્થાપન હોય તો તેમાં બોલેલી શિલાની રકમ તે-તે ખાતામાં વાપરી શકાય છે. આ પ્રસંગે પણ પાટલા પૂજન, આરતી-મંગળદીવો, શાંતિકળશ અને ગુરુપૂજનના ચડાવાની રકમ દેવદ્રવ્યમાં જ જાય છે. ૩૫. લઘુશાંતિસ્નાત્ર, સિદ્ધચક્રપૂજન આદિ પ્રસંગનાં ચડાવા ચડાવા કયા ખાતામાં ? ૧. કુંભ સ્થાપના, દીપક સ્થાપના, જ્યારારોપણનો દેવદ્રવ્યમાં ૨. નવગ્રહાદિ ત્રણ પાટલા પૂજનનો દેવદ્રવ્યમાં ૩. પ્રભુ સ્થાપન, હાંડી સ્થાપન, શાંતિદેવી સ્થાપન, દેવદ્રવ્યમાં દીપક સ્થાપનનો ૪. ઘી પૂરવાનો દેવદ્રવ્યમાં ૫. પ્રભુ અભિષેક કરવાનો, કેસર પૂજા, પુષ્પ પૂજાનો દેવદ્રવ્યમાં ૬. પ્રભુ સામે થાળીમાં શ્રીફળ વગેરે લઈ ઉભા રહેવાનો દેવદ્રવ્યમાં ૭. ૧૦૮ દીવાની આરતી-મંગળ દીવો શાંતિકળશ દેવદ્રવ્યમાં ૮. શાંતિધારા કરવાનો દેવદ્રવ્યમાં ઉપરોક્ત બધી રકમ દેવદ્રવ્યમાં જ જવી જોઈએ. આ રકમમાંથી પૂજનનો કોઈ પણ ખર્ચે બાદ કરી શકાય નહિ. ૩૪ ઘર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨. સંઘ સંચાલન માર્ગદર્શન પરિશિષ્ટ-૧ શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘમાં સર્વમાન્ય ‘દ્રવ્યસપ્તતિકા’ ગ્રંથના આધારે કેટલીક સમજવા જેવી બાબતો ધાર્મિક દ્રવ્યોનો વહીવટ કરવા માટે ૧ - માર્ગાનુસારી ગૃહસ્થ, ૨ - સમ્યગ્દષ્ટિ શ્રાવક અને ૩ - દેશવિરતિધર શ્રાવક અધિકારી છે. સર્વવિરતિધર સાધુ ભગવંત પણ વિશિષ્ટ સંયોગ-કારણ ઉપસ્થિત થાય ત્યારે ધર્મદ્રવ્યરક્ષા વગેરે માટે અધિકારી છે. કર્માદાન (હિંસક ધંધા-ફૅક્ટરીઓ-શેરોમાં રોકાણ) વગેરે અયોગ્ય કાર્યોનો ત્યાગ કરીને, ઉત્તમ વ્યાપાર વગેરેથી જ દેવદ્રવ્ય વગેરે ધર્મદ્રવ્યોની વૃદ્ધિ ક૨વી. શ્રાવકોને વ્યાજથી પણ દેવદ્રવ્ય ન ધીરવું. બીજાઓને આપતી વખતે પણ વધુ મૂલ્યના અલંકારો રાખીને જ આપવું. + પોતાના ઘરનો દીવો પ્રભુદર્શન ક૨વા દેરાસરે લાવ્યા હો તો તે દીવો ‘દેવદ્રવ્ય’ નથી બનતો. નૈવેધ ચડાવવા દેરાસરે થાળી-વાસણ લાવ્યા હો તે પણ ‘દેવદ્રવ્ય’ બનતા નથી. આંગી માટે પોતાના અલંકારો શુદ્ધ કરીને પ્રભુને ચડાવવા માત્રથી તે ‘દેવદ્રવ્ય’ બનતા નથી. એ શ્રાવક ફરી પોતાના ઉપયોગમાં લઈ શકે છે. દેવની ભક્તિમાં જે સમર્પિત ક૨વામાં આવે છે, તે જ દેવદ્રવ્ય બને છે. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૩૫ Page #62 -------------------------------------------------------------------------- ________________ દેરાસર આદિ ધર્મસ્થાનોની વ્યવસ્થા, સારસંભાળ અને વહીવટ કરનારને ‘વૈયાવચ્ચ’નો લાભ મળે છે જે વૈયાવચ્ચનો ૧૨ પ્રકારના તપમાં સમાવેશ કરેલ છે - વૈયાવચ્ચ તપ કર્યાનો લાભ મળે છે. ♦ દ્રવ્યસપ્તતિકામાં કહ્યું છે કે, “જે હેતુથી (જે ઉદ્દેશથી) જે દ્રવ્ય આવ્યું હોય, તે દ્રવ્યને તે જ ઉદ્દેશથી - તે જ કાર્યમાં વાપરવું જોઈએ. આ એક ઉત્સર્ગ માર્ગ (રાજમાર્ગ) છે.” આમાં ગ્રંથકારે અપવાદ નિયમ પણ બતાવ્યાં છે. અપવાદનો સમય હોય તો જ અપવાદનો ઉપયોગ થઈ શકે છે. ગીતાર્થ ગુરુભગવંત અપવાદના જાણકાર હોય છે. તેથી અપવાદ નિયમનો ઉપયોગ કરતા પૂર્વે ગીતાર્થ ગુરુ ભગવંતની આજ્ઞા પ્રાપ્ત કરવી અનિવાર્ય છે. અપવાદનો સમય ન હોય, છતાં જો અપવાદનું આચરણ કરવામાં આવે તો તે આચરણ અપવાદનું આચરણ નથી રહેતું. પરંતુ ઉમ્માર્ગ રૂપ બની જાય છે. જે મોટા દોષનું કારણ બને છે. • દેરાસરની છતના નાળીયાથી આવેલ પાણીનો શ્રાવકે પોતાના કે બીજાના કાર્યમાં ઉપયોગ ન કરવો. કેમ કે દેવને ચડેલા ભોગદ્રવ્યની જેમ આવા દ્રવ્યોનો ઉપભોગ પણ દોષદાયી છે. 39 દેવદ્રવ્યનાં વાજાં (વાજિંત્રો) વગેરે ઉપકરણો, ગુરુમહારાજ કે સંઘની સામે (સામૈયામાં) ન વગાડવાં, ન વા૫૨વાં. મોટા કા૨ણે વગાડવાં-વાપરવાં જ પડે તો વધારે નકરો આપીને જ વગાડવાં-વાપરવાં. • દેવદ્રવ્યનાં ઉપકરણો નકરો આપ્યા વિના પોતાના કાર્યમાં વાપરવાવાળો દુઃખી બને છે. • જ્ઞાનદ્રવ્યના કાગળો, કલમ વગેરે ઉપકરણો સાધુ-સાધ્વીજી ભગવંતોને જ્ઞાનાર્થે ખપી શકે. શ્રાવક તેમનો ઉપયોગ ન કરી શકે. જ્ઞાનદ્રવ્યનાં લાવેલાં-છપાવેલાં ધાર્મિક પુસ્તકો પણ સુયોગ્ય નકરો આપ્યા વિના શ્રાવક વાંચી ન શકે. જ્ઞાનદ્રવ્યમાંથી બનાવેલા, જીર્ણોદ્ધાર કરેલા, ખરીદેલા મકાન, કબાટ, ટેબલ, કાગળ, તાડપત્ર વગેરે સામગ્રી માત્ર પાંચ મહાવ્રતને ધરનાર સાધુ-સાધ્વીજી ભગવંતોને જ્ઞાનાભ્યાસ માટે અર્પણ કરી શકાય. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #63 -------------------------------------------------------------------------- ________________ • જ્ઞાનદ્રવ્યમાંથી બનેલા મકાનો, ભંડારો, જ્ઞાનમંદિરમાં સાધુ-સાધ્વીજી ભગવંતો અભ્યાસ કરી શકે છે. પણ ગોચરી-પાણી-સંથારો આદિ ક્રિયાઓ ત્યાં ન કરી શકે. • જૈન પંડિત કે શ્રાવકને જ્ઞાનદ્રવ્ય લઈ આપી શકાતું નથી. અજૈન પંડિતને જ્ઞાનદ્રવ્ય આપી શકાય છે. તેમાં પણ જો તે અજૈન પંડિત જૈન શ્રાવકશ્રાવિકાને ભણાવતો હોય તો તેને જ્ઞાનદ્રવ્ય આપી ન શકાય. જ્યાં શ્રાવક-શ્રાવિકા કે તેમનાં સંતાનો ભણતા હોય તેવી પાઠશાળાનો ખર્ચ, તે પાઠશાળાના જૈન-જૈનેતર પંડિતનો પગાર, પાઠ્ય પુસ્તકોનો ખર્ચો અને ઈનામ-યાત્રા વગેરેનો ખર્ચો પણ જ્ઞાનદ્રવ્યમાંથી ન કરી શકાય. શ્રાવક જો જ્ઞાનદ્રવ્યનો ઉપભોગ કરે તો દેવદ્રવ્યના ઉપભોગ જેટલું પાપ લાગે છે; માટે શાસ્ત્રીય મર્યાદા અને ભેદરેખા સમજીને વર્તન કરે. સાધારણ દ્રવ્ય પણ સંઘે આપેલ હોય તો જ શ્રાવકને ખપી શકે. • પ્રશ્નોત્તર સમુચ્ચય, આચારપ્રદીપ, આચારદિનકર અને શ્રાદ્ધવિધિ વગેરે ગ્રંથો મુજબ શ્રી જિનેશ્વર ભગવાનની અંગપૂજાની જેમ જ શ્રી ગુરુમહારાજની અંગપૂજા અને અગ્રપૂજા સિદ્ધ થાય છે. ગુરુપૂજનનું આ દ્રવ્ય ગુરુથી પણ ઉપરના એવા જિનમંદિર જીર્ણોદ્ધાર અને નવનિર્માણ ક્ષેત્રમાં જ વાપરવું જોઈએ. પ્રભુની અંગપૂજામાં આ દ્રવ્ય ન વાપરવું. પાંચ મહાવ્રતને ધરનારા સાધુ-સાધ્વીજી ભગવંત સમક્ષ કોઈએ ‘પૂંછણું’ – ‘દ્રવ્ય-ઓવરણા’ કર્યુ હોય તો તે દ્રવ્ય પૌષધશાળા-ઉપાશ્રયના જીર્ણોદ્ધારસમારકામ અથવા નિર્માણમાં વાપરી શકાય. તે દ્રવ્ય શ્રાવકને ન આપી શકાય. ભિખારીને પણ ન આપી શકાય. - ધર્મસ્થાનમાં વાપરવા માટે બોલેલ દ્રવ્ય જૂદું જ રાખવું. એને શ્રાવકે પોતાના અંગત ખાણી-પીણી આદિના ખર્ચમાં ભેગું ન કરવું. તીર્થયાત્રા માટે ૨કમ કાઢી હોય તો ગાડીભાડું, નિવાસ, ખાણી-પીણીનો ખર્ચો તેમાંથી ન કાઢવો. પણ જિનભક્તિ-સાતક્ષેત્રમાં વાપરી શકાય એ મોટું પાપ છે. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? 39 Page #64 -------------------------------------------------------------------------- ________________ * કોઈકે ધર્મકાર્યમાં વાપરવા માટે કાંઈક ધન આપ્યું હોય, તેને તે વ્યક્તિના નામની સ્પષ્ટ જાહેરાત કરવાપૂર્વક વાપરવું જોઈએ. પોતાના નામે કે મૌન રહીને ન વાપરવું. + માતા-પિતા વગેરે સ્વજનોને અંતિમ અવસ્થા પ્રસંગે સુકૃતમાં જે ધન વાપરવાનું જાહેર કર્યું હોય તેને સંઘ સમક્ષ સમયમર્યાદા પૂર્વક જાહેર કરવું અને તરત એ ધનને તેમના નામથી જ વાપરવું. + ધર્મના ઉપકરણોને જ્યાં ત્યાં રખડતા મૂકવાથી શ્રાવકને મોટું પ્રાયશ્ચિત્ત આવે છે. માટે ધર્મોપકરણને સાચવી રાખવું અને કામ પૂર્ણ થતાં જ સુયોગ્ય સ્થાને મૂકવું. + દેવદ્રવ્ય વગેરેની રક્ષાના કાર્યમાં શક્તિ હોવા છતાં ઉપેક્ષા કરનાર સાધુ પણ અનંત સંસારી બની જાય છે, માટે ઉપેક્ષા ન કરવી. + પોતાના પ્રાણોની ન્યોછાવરી કરીને પણ શાસનની આશાતનાઓને રોકવી જોઈએ. + દેવદ્રવ્યની શાસ્ત્રોક્ત માર્ગોથી વૃદ્ધિ અને રક્ષા કરનાર પોતાનો સંસાર સીમિત કરે છે અને તીર્થકર પણ બને છે. જ્યારે દેવદ્રવ્યનું ભક્ષણ, નાશ અને ઉપેક્ષા કરનાર અનંત સંસારી પણ બને છે. + અજ્ઞાનમાં પણ જો દેવદ્રવ્યનો ભોગવટો થયો હોય તો તરત ગીતાર્થ ગુરુભગવંતો પાસે આલોચના-પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. + દેવદ્રવ્યનો જેમતેમ ઉપયોગ-ઉપભોગ કરવાવાળાં ગામો-શહેરો શોભારહિત, નિર્ધન, અભાગ્યવાન, વ્યાપારહીન અને તુચ્છ બની જાય છે. + દેવદ્રવ્ય અને પરસ્ત્રીનો ભોગવટો કરનાર, સાત વાર સાતમી નરકે જાય છે, એમ પ્રભુ શ્રી મહાવીરે શ્રી ગૌતમસ્વામીજીને કહ્યું હતું. * જેના ઘરમાં દેવદ્રવ્ય ભોગવાયું હોય, ત્યાંની કોઈ પણ વસ્તુ શ્રાવકે પોતાના ભોગમાં ન લેવી જોઈએ. ૩૮ ઘર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #65 -------------------------------------------------------------------------- ________________ માત્ર વેશધારી, આચાર-વિચારથી ભ્રષ્ટ, શિથિલાચારી સાધુ-સાધ્વી પાસે કોઈ માલ-મિલકત ભેગી થયેલી મળે અથવા તેમના કાળધર્મ પછી તેમની કોઈપણ રાશિ મળે તો તે દ્રવ્ય અશુદ્ધ દ્રવ્ય હોવાથી જીવદયામાં વાપરવી જોઈએ. તીર્થકરની આજ્ઞાનો ભંગ થઈ રહેલો જોવા છતાં જે માધ્યસ્થ બની ગૂંગા રહે છે, તે અવિધિની અનુમોદના કરવાવાળા છે. એથી તેમના વ્રતો-મહાવ્રતો લોપાઈ ગયેલાં છે, એમ સમજવું. * ધર્મની નિંદા કરનાર-કરાવનારને ભવાંતરમાં ધર્મ પ્રાપ્ત થતો નથી. • ભાવના પોતાને મોક્ષ આપે છે, જ્યારે પ્રભાવના તો પોતાની સાથે બીજાને પણ મોક્ષ અપાવે. જૈનશાસનની પ્રભાવના કરનાર જીવ તીર્થકર બને છે. શાસ્ત્રમાં કહ્યું છે કે – ‘સવિરો થમો ' ધર્મ, ગુરુની સાક્ષીમાં કરવાનો હોય છે. * * ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૩૯ Page #66 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ જિનમંદિર (દેરાસર) સંબંધી કેટલાક કાર્યો : જે સંઘના આગેવાને કરવાના હોય છે. દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં દેરાસરનું ધ્યાન રાખતા ટ્રસ્ટી-કાર્યવાહક-વ્યવસ્થાપક આગેવાન સુશ્રાવક યોગ્ય કેટલાક કાર્યો બતાવવામાં આવ્યા છે : * દેરાસરનો ચૂનો વગેરે પદાર્થોથી સંસ્કાર કરવો, રંગરોગાન કરાવવું. * દેરાસર અને એની આજુબાજુના પ્રદેશની સાફસફાઈ કરાવવી. પૂજાનાં ઉપકરણો નવાં બનાવવાં, સારી રીતે રાખવાં, મેળવવાં. * પ્રભુ પ્રતિમાજી તેમજ પરિકરની નિર્મળતા રાખવી. મહાપૂજા વગેરેમાં દીવાની રોશની વગેરે દ્વારા શોભા-વૃદ્ધિ કરવી. અક્ષત, નૈવેદ્ય, ફળ વગેરે નિર્માલ્ય વસ્તુઓની સુરક્ષાની વ્યવસ્થા કરવી. નિર્માલ્ય વસ્તુઓને અજૈનોમાં સુયોગ્ય ભાવે વેચીને આવેલી રકમ દેવદ્રવ્યમાં જમા કરવી. પ્રભુની આંગીમાં ચડેલ વરખ-બાદલું વગેરેને રીફાઈનરીમાં ગળાવીને મળેલ સોના-ચાંદી ‘દેવદ્રવ્ય'માં જમા કરવાં. * કેસર-ચંદન, ઘી વગેરે પૂજા યોગ્ય વસ્તુઓ મેળવી સંચય કરવો. ૪૦ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #67 -------------------------------------------------------------------------- ________________ + દેવદ્રવ્ય વગેરેની તેમજ ધર્માદા દ્રવ્યની બરાબર ઉઘરાણી કરવી. + વસૂલ કરેલ દ્રવ્ય સુરક્ષિત સ્થાને રાખવું. + બધાં જ દ્રવ્યો તેમજ ખાતાઓનો હિસાબ સ્પષ્ટ અને ચોખ્ખો લખાવવો. * ભંડારની આવક, ખર્ચ અને સુરક્ષાની વ્યવસ્થા કરવી. * ભંડાર, સુરક્ષા-સ્થાન વગેરેના સંરક્ષણ માટે ચોકીદારો વગેરે રાખવા. - સાધર્મિકો, ગુરુભગવંતો, જ્ઞાનભંડાર અને ધર્મશાળા વગેરેની ઉચિત પદ્ધતિથી સંભાળ રાખવામાં શક્તિનો ઉપયોગ કરવો. ઋદ્ધિસંપન્ન શ્રીમંત શ્રાવકો, સિદ્ધાચલ વગેરે મહાતીર્થોનો તેમજ પોતાના ગામ-શહેરની આસપાસ આવેલા તીર્થોનો ઉપરોક્ત વિધિથી રક્ષણ કરે; ઉદ્ધાર કરે, એના ટેક્ષો દૂર કરાવે. આ અને આવાં જ અન્ય પણ કાર્યો કરવાં જોઈએ. જેવાં કે - * દેરાસરમાં લાઈટ-ઈલેક્ટ્રિસિટીનો ઉપયોગ ન કરવો. ઘણાં પ્રાચીન તીર્થો અને પ્રભાવક દેરાસરોમાં લાઈટનો ઉપયોગ કરાતો નથી. + દીવાઓને કાચની હાંડીઓ વગેરેમાં મૂકવાં. જેથી ત્રસ જીવોની રક્ષા થઈ શકે. દેરાસરોના શિખર પર કાયમી માચડાઓ ન લગાડવા. એ શિલ્પનો દોષ ગણાય. એનાથી સંઘનો વિકાસ રુંધાય છે. + અંગલુછણાં-પાટલૂછણાં ધોવા માટે જૂદી જૂદી વ્યવસ્થા ગોઠવવી. સ્નાત્રજળને સૂકવી દેવા માટે મોટી, જયણા મળે તેવી કુંડીઓ બનાવવી. એમાં નિગોદ-ત્રસ જીવોની ઉત્પત્તિ-નાશ ન થાય તેનું ધ્યાન રાખવું. - દેરાસરોના શિખર વગેરેમાં ઝાડ ઊગી નીકળે છે, જે દેરાસરને નુકસાન પહોંચાડે છે. તેને જયણાપૂર્વક દૂર કરવાં. નિર્માલ્ય પુષ્પો છાંયડામાં સૂકવી થોડા થોડા દિવસોના આંતરે, કોઈના પગ ન પડે એવા નિર્જન સ્થાનમાં પરઠવવાં વગેરે. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૪૧ Page #68 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંસ્થાઓના વહીવટદારોને કેટલુંક માર્ગદર્શન ! - ધર્મક્ષેત્રોનો વહીવટ શાસ્ત્રીય નીતિ અનુસાર કરવો. ભગવાનના સાચા પૂજારી તો શ્રાવક-શ્રાવિકા જ છે. આપણા ભગવાનની પૂજાનું બધું જ કાર્ય શક્ય હોય ત્યાં સુધી પોતે જ કરવું. પરિશિષ્ટ-3 • પૂજારીને રાખવો પડે તે દેરાસરની રક્ષા, સાફસફાઈ, દેખરેખ વગેરે બાહ્ય કાર્યો પર ધ્યાન આપવા પૂરતું જ. દેરાસરોમાં મુનિમોની પ્રાયઃ જરૂર જ નથી. વડીલો, નિવૃત્તો જ ત્યાં જઈ હિસાબ-ચોપડા લખવા-જોવા-તપાસવા આદિનું કામ કરી શકે છે. - વૈજ્ઞાનિક વિકાસના લાલ-પીળામાં અંજાઈ જાય તેવો જમાનાવાદી અમારો ટ્રસ્ટી કે વહીવટદાર ન જ હોય. ૪૨ સ્વામિવાત્સલ્યમાં રાત્રિભોજન, વિદળ ભક્ષણ, બરફ-આઈસ્ક્રીમ, બજારૂ ચીજો, બુફે-ભોજન જેવા રીતિ-રિવાજો ન અપનાવવા. યાદ રહેવું જોઈએ કે, આપણે ત્યાં ખાવાનો નહિ પણ ભાવપૂર્વક ખવડાવવાનો મહિમા છે. તીર્થસ્થાનો અને ધર્મસ્થાનોમાં નવરાત્રિના ગરબાઓ, જન્માષ્ટમીનો જુગાર, આશાતનાઓ, અભક્ષ્ય ભક્ષણ, અપેયપાન ન થાય તેમજ વિડીઓ, ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #69 -------------------------------------------------------------------------- ________________ ટી.વી., ટ્રાન્ઝિસ્ટર, દૈનિક-સામયિક પત્રો વગેરે દ્વારા વિલાસિતા-બિભત્સતા, અશ્લિલતાને પ્રોત્સાહન ન મળે એનો પાકો બંદોબસ્ત કરવો. ધર્મસ્થાનનું ખાતું જે જે બેન્કોમાં હોય ત્યાં ટ્રસ્ટીએ પોતાનું અંગત ખાતું ન રાખવું. ધાર્મિક ખાતાઓની F.D. અને જમા રકમો ઉપર પોતે ક્રેડીટ ન મેળવે. આ મોટો દોષ છે. પોતે ચડાવા બોલતાં જ તરત રકમ ભરી દેવી. તરત રકમ ભરવા માટે અગાઉથી જાહે૨ાત ક૨વી. એ માટે બોર્ડ પણ લગાડવું અને બીજાઓને પણ રકમ તરત ભરવા માટે બધી રીતે પ્રોત્સાહિત કરવા. નક્કી કરેલ મુહૂર્તમાં ચડાવાની રકમ ન ભરાય તો શાહુકારી દરોથી ચાલી રહેલ વ્યાજ લગાડવાની વ્યવસ્થા ગોઠવવી. આવું ન કરાય તો દેવદ્રવ્યાદિ ધર્મદ્રવ્ય, ચડાવો બોલનારના ઘર-વ્યાપારમાં વપરાય છે. એથી તેઓ ધર્મદ્રવ્યના ભોગી બને છે. દરેક ટ્રસ્ટી કે વહીવટદારના માથે એક ગીતાર્થ સદ્ગુરુ હોવા જોઈએ કે જેમની શાસ્ત્રાનુસારી આજ્ઞા-માર્ગદર્શન એના માટે સર્વસ્વ હોય. ♦ અમારો ટ્રસ્ટી સમ્યક્ત્વપૂર્વકના બારે વ્રતોને ધારતો હોય તો સોનામાં સુગંધ ભળી. સમ્યક્ત્વધારી શ્રાવક ૧ - શ્રી વીતરાગદેવ, ૨ - નિગ્રંથ ગુરુ અને ૩ - જિનાજ્ઞામૂલક જીવદયાપ્રધાન જૈન ધર્મ : આ ત્રણ સિવાય અન્ય કોઈ પણ રાગી, દ્વેષી, અજ્ઞાની દેવ-ગુરુઓને તેમજ હિંસક ધર્મોને ન માને. અનિવાર્ય સંયોગ વિના તેમના સ્થાનોમાં ન જાય. ♦ ટ્રસ્ટીશ્રી રોજ દેરાસરે દર્શન કરી પ્રભુજીની સ્વદ્રવ્યથી પૂજા-ભક્તિ કરે. એ દેરાસરે જાય ત્યારે પહેલાં દેરાસરનું કામકાજ, સાફસફાઈ વગેરે પર લક્ષ્ય આપે. કેટલાં પ્રતિમાજી છે ? કેટલાં સિદ્ધચક્ર છે, કેટલા અલંકારો છે ? આ બધું તપાસી સુરક્ષાની વ્યવસ્થા કરે. ટ્રસ્ટી જિનવાણી-વ્યાખ્યાનમાં આગળની હરોળમાં બેસે. એ ગુરુવંદન, ગુરુપૂજન, જ્ઞાનપૂજન કરીને પછી પ્રવચન સાંભળે. વ્યાખ્યાનમાં કહેવાયેલી વાતોની એ નોંધ કરે અને એના પર શક્ય અમલ પણ. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૪૩ Page #70 -------------------------------------------------------------------------- ________________ * ટ્રસ્ટી બનતાં જ સૌથી પહેલું કામ ગીતાર્થ ભવભીરુ ગુરુ પાસે ભવ આલોચના લેવી હિતાવહ છે. પોતાની શક્તિ-ભક્તિ વગેરેનો ગુરુદેવને પૂરો ખ્યાલ આપવો જરૂરી છે. જેથી તેઓ એની ભૂમિકા મુજબનું કાર્ય બતાવી શકે. ટ્રસ્ટીના જીવનમાં સાત વ્યસનો તો ન જ હોવા જોઈએ. ૧ – દારૂ, ૨ - માંસાહાર, ૩ - જુગાર, ૪ - શિકાર, ૫ - પરસ્ત્રીગમન, ૬ - વેશ્યાગમન અને ૭ - ચોરી. * સરકારી કાયદા-કાનૂન વગેરેનું જ્ઞાન હોવું એ ટ્રસ્ટીની વિશેષ લાયકાત છે. સરકારી વિવિધ ટેક્ષો, ઓક્ટ્રોય વગેરેની ચોરી ટ્રસ્ટી પોતે ન કરે. ધર્મસંસ્થાઓને પણ એવા કાર્યમાં પ્રેરણા ન આપે. * દરેક ટ્રસ્ટીએ ઓછામાં ઓછું એક વાર જ્ઞાની ગુરુ પાસે બેસીને દ્રવ્યસપ્તતિકા” ગ્રંથનો અનુવાદ જરૂર વાંચી લેવો જોઈએ. ધાર્મિક અને ધર્માદા દ્રવ્યોની વ્યવસ્થા માટે સંઘમાન્ય-પ્રામાણિક ગ્રંથ હોવાથી એમાં બતાવ્યા મુજબ દ્રવ્યવ્યવસ્થા કરવાનો પ્રબંધ ગોઠવે. ટ્રસ્ટીએ ટ્રસ્ટડીડનો બરાબર અભ્યાસ કરવો જોઈએ. એમાં શાસ્ત્રવિરોધી કોઈ બાબતો લખાઈ ગઈ હોય તો ઉચિત ઉપાયોથી એને સુધારવી જોઈએ. ડીડમાં દ્રવ્યસપ્તતિકા'નો ઉલ્લેખ ખાસ થાય એની જોગવાઈ કરવી જોઈએ. કાયમી ફંડોના ચક્કરમાં પડવા કરતાં વર્ષે વર્ષની આવકના સ્રોત ઉભા કરવા, સારું છે. દા. ત. દેરાસર માટે અષ્ટપ્રકારી પૂજા-દ્રવ્યોના લાભ લેવા માટે બાર મહિનાના લાભના ચડાવા કરી બોર્ડ ઉપર એક વર્ષ માટે લાભ લેનારનું નામ લખવાથી વર્ષનો ખર્ચ પ્રાયઃ નીકળી જાય છે. આ જ રીતે સાધારણ ખાતા માટે પણ ચડાવા કે નકરા નક્કી કરી, નામો લખી શકાય છે. દર વર્ષની ૩૬૦ તિથિઓ પણ નોંધી શકાય. . વર્ષ દરમ્યાનના વહીવટમાં અજાણતાં ય કોઈ દ્રવ્યમાં ગરબડ થઈ હોય, તેનાથી બચવા માટે ટ્રસ્ટી, બધા જ ખાતામાં પોતાનું ઘરનું થોડું પણ દ્રવ્ય ૪૪ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #71 -------------------------------------------------------------------------- ________________ જરૂર લખાવે. કોઈ લાભ લીધાના બદલામાં આ દ્રવ્ય લખાયેલ ન હોવું જોઈએ. દેરાસ૨ વગેરે ધર્મસ્થાનોના નોકર-કર્મચારી વર્ગ પ્રત્યે ટ્રસ્ટી મા-બાપની જેમ વર્તણૂક-વ્યવહા૨ ૨ાખે. કામની પૂરી કાળજી માંગે. સાથોસાથ સારા કાર્યની કદર કરતા ય આવડવી જોઈએ. સંઘમાં ક્લેશનું વાતાવરણ ઊભું ન થાય એનું ધ્યાન રાખે. તો પણ ક્લેશ થાય ત્યારે મગજને ટાઢું રાખી તેનું સમાધાન લાવે. ક્લેશ નિવારવા માટે કોઈ ગીતાર્થ સદ્ગુરુનું શાસ્ત્રીય માર્ગદર્શન લેવા માટે લેખિત ઠરાવ કરાવી લેવો હિતાવહ છે. આપણા સંઘમાં, તીર્થમાં સુવિહિત, શુદ્ધપ્રરૂપક, ઉદ્યતવિહારી સાધુ-સાધ્વીજી ભગવંતોનું આગમન, સ્થિરતા, ચાતુર્માસ, પ્રવચન વગેરે થતાં રહે એ માટે પ્રયત્નશીલ રહે. શ્રાવક જીવનનું ઉત્તમ જ્ઞાન મેળવવા શ્રાદ્ધવિધિ અને ધર્મસંગ્રહ ભા. ૧નું ફરી ફરી પઠન-મનન ટ્રસ્ટીએ કરવું ખૂબ જરૂરી છે. સાધુભગવંતોની સામાચારીનું જ્ઞાન મેળવવા માટે ધર્મસંગ્રહ ભા. ૨નું ગુરુનિશ્રા મેળવી વાંચન કરવું જોઈએ. ♦ બહુમતી-સર્વાનુમતીના ચક્કરમાં ન પડવું. શાસ્ત્રમતીથી ચાલવાનો નિર્ણય ક૨વો. શાસ્ત્રો સર્વજ્ઞનાં છે. સર્વજ્ઞ જ આપણું સાચું હિત કરી શકે છે. માટે શાસ્ત્રોને જ પ્રધાન-મુખ્ય બનાવીને વ્યવસ્થા ગોઠવવી. ઈલેક્શન પદ્ધતિને શક્યતઃ ટાળવી. એનાં અપાર અનિષ્ટો છે. સંઘ દ્વારા અથવા ટ્રસ્ટ મંડળ દ્વારા જ નૂતન વહીવટદારોનું સિલેક્શન (પસંદગી) થાય. ગીતાર્થ ગુરુભગવંતો પાસે એ પસંદગી અનુમોદન કરાવવું હિતાવહ છે. + સંઘની વાર્ષિક જરૂરિયાતને લક્ષમાં લઈ; જરૂ૨ પૂરતી ૨કમ રાખી, બાકી બધી જ ૨કમ સુયોગ્ય ક્ષેત્રોમાં લગાવવી જોઈએ. આ કાળમાં આ સૌથી જરૂરી બાબત છે. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૪૫ Page #72 -------------------------------------------------------------------------- ________________ જે સ્થાને ૨કમ વાપરવાની હોય ત્યાંની વ્યવસ્થા, ક્ષમતા, વહીવટ વગેરેનો અંદાજ કાઢી લેવો જોઈએ. પોતે જાત-દેખરેખ તપાસ કરી પછી જ દાનમાં ૨કમ આપવી જોઈએ. દાન લેનાર સંઘ સક્ષમ હોય તો ૨કમ લોનરૂપે પણ આપી શકાય. સોમપુરાઓના ભરોસે બાંધકામ, નિર્માણ, જીર્ણોદ્ધાર વગેરે કાર્યો ન કરવાં. જૈન સંઘના નિઃસ્વાર્થ કર્મઠ કાર્યકર્તા, આગેવાનોની સલાહ લેવી જોઈએ; જેથી સંઘના દ્રવ્યનો ખોટો વેડફાટ ન થાય. નિર્માણ-જીર્ણોદ્વારાદિ કાર્ય ઉપ૨ ટ્રસ્ટી પોતે દેખરેખ કરે, એ જરૂ૨ી છે. કૉન્ટ્રાક્ટરોના ભરોસે કામ કરવામાં ઘણી પરેશાની અને બિન-જરૂરી વેડફાટ-ખર્ચ થવો સંભવિત છે. જયણા પણ પળાતી નથી. જીવદયાની રકમ રોકી ન રાખવી. તરત જીવોને છોડાવવા માટે કે પાંજરાપોળોમાં પશુઓના ઘાસ-ચારા વગેરે માટે મોકલી આપવી જોઈએ; નહિતર અંતરાયનું પાપ બંધાય છે. અનુકંપા માટે પણ શાસ્ત્રીય માર્ગોનું જ્ઞાન મેળવવું જરૂરી છે. આ ૨કમથી હિંસાને ઉત્તેજન આપતી હૉસ્પિટલો વગેરેને પ્રોત્સાહન ન મળે એનું લક્ષ રાખવું. આપણા સંઘમાં થતા દરેક મહત્ત્વપૂર્ણ પ્રસંગે જીવદયા અને અનુકંપા માટે કાંઈ ને કાંઈ નક્કર કાર્ય થાય એનું લક્ષ્ય રાખવું. આ બંને કાર્યો ધર્મપ્રભાવનાનાં અંગ છે. પાંચ પ્રતિક્રમણ, જીવવિચાર અને નવતત્ત્વનો અર્થસહિત અભ્યાસ કરી લેવો એ ટ્રસ્ટી માટે ધર્મક્ષેત્રને સમજવા અને સ્વ-પર હિત માટે ખૂબ જરૂરી બાબત છે. ♦ સાધુ સંસ્થામાં પ્રવેશ પામેલ શિથિલાચારને ટ્રસ્ટી પ્રોત્સાહન ન આપે. ઉચિત ઉપાયો કરી વિવેકપૂર્વક શિથિલાચાર રોકવાનો પ્રયત્ન કરે. સાધુસાધ્વીજીની નિંદા પોતે ન કરે - બીજો કરે તો ન સાંભળે. ૪૬ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #73 -------------------------------------------------------------------------- ________________ ટ્રસ્ટી એટલે સંઘનો સેવક “મારું અહોભાગ્ય છે કે, મને સંઘની સેવાનું સૌભાગ્ય સાંપડયું' તેમ દરેક ટ્રસ્ટી માને. જિનાજ્ઞા અનુસાર વહીવટ કરવાથી થાવ તીર્થકર નામકર્મનો બંધ થાય છે અને જિનાજ્ઞાથી વિપરીત વહીવટ કરવાથી અનંત સંસાર પરિભ્રમણ પણ થાય છે, માટે લક્ષ આપી, જિનાજ્ઞાને સમજી એનો અમલ કરે. સાધુ-સાધ્વીજીને જોઈ ટ્રસ્ટીનું મસ્તક ઝૂકી જાય. એમની વૈયાવચ્ચમાં એ રસ લે. એમની સંયમયાત્રા અને શરીર-સ્વાથ્ય સુખરૂપ રહે એ માટે ધ્યાન આપે. બધા જ ચોપડા-હિસાબ અરીસાની જેમ ચોખ્ખા રાખે. કોઈ પણ આવી જોવા-પૂછવા માગે તો પૂરી ધીરજથી ટ્રસ્ટી એને બતાવે અને હૃદયની જિજ્ઞાસાને તૃપ્ત કરી આપે. કોઈની સાથે તોછડો-ક્ષુદ્ર વ્યવહાર તો એ ન જ કરે. * બાળક પાસેથી પણ હિતકારી સૂચન મળે તો તે પ્રેમથી સ્વીકારે. ટ્રસ્ટીઓની મિટીંગોમાં તે જરૂર હાજર રહે. જિનાજ્ઞાનુસારી કાર્યમાં તે હંમેશા સહયોગ આપે. આજ્ઞા-વિરોધી કાર્યને સમજદારી અને વિવેકથી રોકે. સાચું તે જ મારું એમ માને, પણ મારું તે જ સાચું; એમ ન માને. પોતાની વાતનો કદાગ્રહ ન રાખે. માન-કષાય, અહંકાર, ઈગોને આધીન થઈ સંઘનાં કાર્યો ન બગાડે. ભગવાનના ધામમાં ક્યાંય સિગારેટ, બીડી પીવાનું ન થવા દે. માવો, પાન, પાન-મસાલા, સોપારી વગેરે એ પોતે ન ખાય. બીજાને પણ ન ખવડાવે. આવી ખાણી-પીણી રોકે. પેઢીમાં બેસી ચા-કૉફી અથવા નાસ્તો કરવો એના માટે શોભાસ્પદ નથી જ. * શાસનના કોઈ પણ કાર્ય માટે ટ્રસ્ટી, પોતાની શક્તિ હોય તો સ્વદ્રવ્ય જ વાપરીને લાભ લે. શક્તિ ન હોય ત્યારે જેટલો ખર્ચ થયો હોય તેટલો જ લે. દા.ત. ક્યાંક દેરાસરના કાર્ય માટે ગયા હો ત્યારે ગાડીભાડું સાધારણ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૪૭ Page #74 -------------------------------------------------------------------------- ________________ ખાતામાંથી લેવું પડે તો લે, પરંતુ ખાવા-પીવાનો ખર્ચ તો ન જ લે. સંઘના ખર્ચે ક્યાંક જાવ તો તે સમય દરમ્યાન અંગત ધંધો-વ્યાપાર વગેરે ન કરે. દેરાસર, ઉપાશ્રય, આયંબિલ ભવન, પાઠશાળા, ભોજનશાળા, ધર્મશાળા સંબંધી નાની-મોટી બાબતોનો અભ્યાસ કરી, એ સ્થાનોની વ્યવસ્થા ધર્મનીતિ મુજબ બરાબર ચાલતી રહે એ માટેનું આયોજન કરે. ટ્રસ્ટી જો ભારતીય આર્ય વેષભૂષામાં હોય તો શાલીન લાગે. શક્ય હોય તો પાશ્ચાત્ય વેષભૂષાનો ત્યાગ કરવો. * પેઢીમાં ગાદી-તકીયા આદિ પ્રાચીન વ્યવસ્થા રાખવી. ટેબલ-ખુરશી જેવી વિદેશી સુવિધાઓ બરાબર નથી. સંઘની પેઢીને વર્તમાનપત્રોથી દૂર રાખવી. નહિતર એ સાર્વજનિક વાચનાલય બની જશે. પેઢીથી અંગત કાર્ય માટે ફોન-ફેક્સ વગેરે ન કરવા. સ્મરણમાં હોવું જોઈએ કે, ધર્મસ્થાનોમાં પ્રવેશ કરતાં પૂર્વે નિસીહિ બોલાય છે. ધર્મસ્થાનો ઉજ્જવળ, ચોખ્ખાં રાખવાં. અવસરે અવસરે ચૂનો, રંગરોગાન આદિ લગાડવાં. નિગોદ (શેવાળ) ત્રસજીવો ન થાય એ માટેની કાળજી રાખવી. બધા જ કાર્યમાં જયણાપાલન સર્વોપરિ મહત્ત્વની બાબત છે. • પ્રતિમાજી અને પરિકરને સ્વચ્છ-નિર્મળ રાખવાં. * પૂજા વગેરે માટે કેશર, ચંદન, ઘી, ધૂપ, વરખ વગેરે જે જે સામગ્રી જોઈતી હોય છે, તેનો સુયોગ્ય સંચય કરવો. ધર્મસ્થાનોમાં કામ ચાલતું હોય ત્યારે એ કારીગરો પાસે પોતાના ઘરધંધાના કાર્યો ન કરાવવાં. ધર્મકાર્ય અટકી જાય તેમ અંગત કાર્યો ન કરાવવાં. સંઘ સ્વામિવાત્સલ્ય વગેરે માટે શાકભાજી કે અનાજ ખરીદવા ગયા હો ત્યારે પોતાના ઘર-દુકાન માટે ખરીદી ન કરવી. સંઘ માટે હોલસેલ ભાવથી ખરીદી થાય ત્યારે વેચવાવાળો એ જ ભાવમાં ખરીદનારને માલ આપી દે, એમ બની શકે. આવું થાય તો દોષ લાગે છે. ૪૮ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? Page #75 -------------------------------------------------------------------------- ________________ * જે જે ધર્મસ્થાન, જે જે ઉદ્દેશથી બનેલાં છે, તેમાં તે તે ઉદ્દેશનું જ પાલન થાય, એ માટે ટ્રસ્ટી લક્ષ આપે. દા.ત. આયંબિલ ભવન વગેરે ધર્મસ્થાનમાં લગ્ન-વેવિશાળ વગેરે સાંસારિક કાર્યો ન થવા દે. * સંઘે જે વિશ્વાસથી ધર્મસ્થાન-ધર્મદ્રવ્ય સંચાલનનું કાર્ય સોંપ્યું છે, તેને પૂરી નિષ્ઠા, લગન અને પુરુષાર્થથી ટ્રસ્ટી સાર્થક કરે. ટ્રસ્ટના લાભાર્થી-તપસ્વી વગેરે માટે જે વિશેષ સગવડો કે સુવિધાઓ હોય તેનો ટ્રસ્ટી પોતે ઉપયોગ ન કરે. લાભાર્થી-તપસ્વીને અપાયેલ સુવિધામાં ખામી તો નથી ને ? એ તપાસવા માટે પોતે તેટલી સુવિધા વાપરે તો બરાબર છે, પરંતુ કારણ વિના ભોગવટો ન કરે. દા.ત. અત્તરવાયણાં, પારણાં, એકાસણાં, આયંબિલની રસોઈ ચાખવી વગેરે. દેરાસરમાં દેવદ્રવ્ય અને જીર્ણોદ્ધારના જ ભંડાર મૂકવા. બીજા ખાતાઓના ભંડારો દેરાસરની બહાર સુયોગ્ય-સુરક્ષિત સ્થાનો પર જ મૂકવા. * 9 * ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૪૯ Page #76 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૪ આરતી-મંગળ દીવાની થાળીમાં મૂકાયેલ દ્રવ્ય અંગે પેઢીના બે પત્રો આરતી-મંગળદીવાની થાળીમાં મૂકેલ રકમ દેવદ્રવ્ય ખાતે જાય છે, તે અંગે શ્રી શત્રુંજય તીર્થાધિરાજ આદિ સંખ્યાબંધ તીર્થોનો વહીવટ સંભાળતી શેઠ આણંદજી કલ્યાણજી પેઢી તથા શ્રી શંખેશ્વરજી તીર્થનો વહીવટ સંભાળતી શ્રી જીવણદાસ ગોડીદાસ પેઢી (શંખેશ્વર)ના પત્રો નીચે મુજબ છે. શેઠ આણંદજી કલ્યાણજી પેઢી તરફથી મળેલ પત્રની નકલ અક્ષરશઃ નીચે મુજબ છે. શેઠ આણંદજી કલ્યાણજી અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રીસંઘના પ્રતિનિધિ, ઝવેરીવાડ, અમદાવાદ-૧. “પત્ર જા. નં. ૭૯૩, અમદાવાદ, શ્રી મહેન્દ્રભાઈ સાકરચંદ શાહ બંગલા નં.૧/૧, કેવડીયા કોલોની, ભરૂચ-૩૯૩૧૫૧. વિ. તમારો તા. ૮-૪-૯૫તો પત્ર મળેલ છે. તે પરત્વે જણાવવાનું કે, આરતી/મંગળદીવાના પૈસા ભંડાર ફંડ જગણાય. ગોઠીઓનો તે પર કોઈ ૫૦ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #77 -------------------------------------------------------------------------- ________________ હક્ક શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના વહીવટની શાખા પેઢીઓમાં અપાયેલ નથી તે જાણશો. - લિ. જનરલ મેનેજર” ઉપરોક્ત પત્રથી ફલિત થાય છે કે, શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેટી, અમદાવાદ હસ્તક ભારતભરનાં જેટલા તીર્થો અને દેરાસરોનો વહીવટ છે, તેમાં આરતી/મંગળદીવાના પૈસા પૂજારીઓને નહિ આપતાં ભંડાર ખાતે (દેવદ્રવ્ય ખાતે) જમા લેવાય છે. આ જ પ્રમાણે ભારતમાં શંખેશ્વરજી તીર્થ મહાપ્રસિદ્ધિ પામેલ છે. આ તીર્થની યાત્રા કરવા ભારતભરમાંથી દર વર્ષે લાખો યાત્રાળુઓ આવે છે. આ તીર્થમાં પણ આરતી/મંગળદીવાના પૈસા પૂજારીઓને ન અપાતાં ભંડાર ખાતે (દેવદ્રવ્ય ખાતે) લઈ જવાય છે. શંખેશ્વરજીની પેઢી તરફથી મળેલ પત્રની નકલ અક્ષરશઃ નીચે મુજબ છે. “પત્ર જા. નં. ૧૮૫/૧૫/૮૫ શેઠ જીવણદાસ ગોડીદાસ પ્રતિ, શ્રી મહેન્દ્રભાઈ સાકરચંદ શાહ શંખેશ્વર પાર્શ્વનાથ બંગલા નં. ૧/૧, કેવડીયા કોલોની, જૈન દેરાસર ટ્રસ્ટ જિ.ભરૂચ-૩૯૩૧૫૧. વાયા-હારીજ, મુ. શંખેશ્વર, જિ. મહેસાણા. તારીખ : ૨૨-પ-૯૫ શ્રીમાનજી, જયજિનેન્દ્ર સાથે લખવાનું કે, આપનો પત્ર તા. ૧૭-પ-૯પનો મળેલ છે. જેમાં આરતી/મંગળદીવાના પૈસા બાબતે પૂછાવેલ. સદરહુ આરતી/ મંગળદીવાના પૈસા ભંડારમાં જાય છે. પૂજારીને અત્રે અપાતા નથી. જે વિદિત થાય, કામ સેવા લખાવશો. - લિ. જનરલ મેનેજર . કનુભાઈના જય જિનેન્દ્ર વાંચશોજી.” સૌથી મોટા વહીવટને સંભાળતી તીર્થની પેટીઓમાં આરતી, મંગળદીવાની આવક દેવદ્રવ્ય ખાતે જમા કરી, શાસ્ત્રીય પ્રથાનું પાલન થાય છે, તે આનંદ અને અનુમોદના કરવા યોગ્ય છે. ભારત અને ભારત બહારના તમામ જિનાલયોના વહીવટદારો આ આદર્શને લક્ષ સામે રાખી શાસ્ત્રીય હિતકારી માર્ગને અમલી બનાવે એ જ અભિલાષા. * * ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૫૧ Page #78 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૫ આપના પ્રશ્નો-શાસ્ત્રના ઉત્તરો પ્રશ્ન-૧ - પ્રભુની આરતી, મંગળદીવામાં શ્રાવક જે દ્રવ્ય-રૂપિયા વગેરે પધરાવે છે, તેના પર કોનો અધિકાર હોય છે ? પૂજારીનો કે દેવદ્રવ્ય ભંડાર ખાતાનો ? ઉત્તર-૧ – પ્રભુની આરતી, મંગળદીવામાં જે પણ દ્રવ્ય-ધન વગેરે આવે છે, તે પ્રભુજીને જ ચડાવવામાં આવે છે. તેથી તે દેવદ્રવ્ય ભંડાર ખાતામાં જ જમા કરવું જોઈએ. હકીકતે એના પર પૂજારીનો કોઈ હક હોતો નથી. ક્યાંક ક્યાંક પૂજારીઓને આપવાની પ્રવૃત્તિ ચાલે છે, પરંતુ તે શાસ્ત્રીય નથી. આવા સ્થાનોમાં પૂજારી વર્ગને અન્ય પ્રકારે સંતુષ્ટ કરી, એમની વ્યવસ્થા કરી આરતી, મંગળદીવાની રકમ દેવદ્રવ્ય ખાતે જમા કરવાની શાસ્ત્રીય વ્યવસ્થા પુનર્નિર્મિત કરવી જરૂરી છે. શ્વેતાંબરોની અગ્રણી - આણંદજી કલ્યાણજી પેઢી તેમજ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થની પેઢી અંતર્ગત જેટલા પણ તીર્થોનો વહીવટ છે, ત્યાં દરેક સ્થાને આરતી-મંગળદીવાની દ્રવ્ય-આવક દેવદ્રવ્યમાં જમાં કરાય છે. પ્રશ્ન-૨ - ભગવાનની આગળ અષ્ટમંગલ કરવું જોઈએ કે અષ્ટમંગલની પાટલી (પટ્ટ)ની પૂજા કરવી જોઈએ ? એનું વિધાન ક્યાં મળે છે ? ઉત્તર-૨ - ભગવાનની આગળ અષ્ટમંગલ કરવાની વિધિ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ નામના આગમમાં લખેલ છે. પ્રભુની આગળ સુવર્ણ-રૌયાદિ રત્નોના તંદુલ (અક્ષત)થી અથવા શુદ્ધ અક્ષતોથી અષ્ટમંગલની આકૃતિઓ બનાવવી પર ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #79 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. એ આકાર મંગળને કરનાર હોય છે. અષ્ટમંગલના પટ્ટનું (પાટલી) પૂજન કરવાનું હોતું નથી. જેમને અષ્ટમંગલની આકૃતિઓ બનાવતા આવડતી નહોતી, એવી વ્યક્તિઓ દ્વારા પટ્ટ બનાવી ચડાવવાની પ્રથા શરૂ થઈ હોય એવું લાગે છે. શાંતિસ્નાત્રાદિ વિશિષ્ટ વિધાનોમાં તો અલગથી જ અષ્ટમંગલ-પટ્ટના પૂજનની વિધિ થાય છે. પ્રશ્ન-૩ - વિહારાદિ સ્થળોમાં કે અન્યત્ર ક્યાંય પણ નવો ઉપાશ્રય બંધાવવો હોય કે જૂના ઉપાશ્રયનો જિર્ણોદ્ધાર કરવો હોય, તો સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતાના પૈસામાંથી કરી શકાય કે નહિ ? ઉત્તર-૩ - સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતાના પૈસામાંથી ઉપાશ્રય બાંધી શકાય નહિ. સાધુ-સાધ્વી નિમિત્તે બનેલા ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીજી ઉતરી શકે નહિ અને શ્રાવક-શ્રાવિકા પણ તેમાં ધર્મક્રિયા કરી શકે નહિ. જે ઉપાશ્રયો શ્રાવકશ્રાવિકા નિમિત્તે બન્યા હોય, તેમાં જ શ્રાવક-શ્રાવિકા ધર્મક્રિયા કરી શકે અને તેવા શ્રાવક-શ્રાવિકા માટે બનેલા ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીજી મહારાજ ઉતરી શકે. એટલે શ્રાવક-શ્રાવિકા નિમિત્તે બનતા ઉપાશ્રયમાં સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતાના પૈસા વાપરી શકાય નહિ. જો વાપરવામાં આવે, તો શ્રાવકશ્રાવિકાને સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતાના દ્રવ્યના ઉપભોગનો દોષ લાગે. વિહારાદિ સ્થળોમાં બંધાતા ઉપાશ્રયોમાં પણ સાધુ-સાધ્વી ખાતાના પૈસા વાપરી શકાય નહિ. કારણ કે, તે ઉપાશ્રયમાં પણ વંદનાદિ અર્થે આવતા શ્રાવકો તેમજ સાધુ-સાધ્વી સાથે વિહારાદિમાં રહેલ મુમુક્ષુઓ વગેરે ઉતરતા હોય છે, નાની-મોટી ધર્મારાધના કરતા હોય છે. આથી તેમને સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતાના દ્રવ્યના ઉપભોગનું પાપ લાગે. શાસ્ત્રીય મર્યાદા મુજબ સામાન્યપણે ઉપરના ક્ષેત્રનું દ્રવ્ય નીચેના ક્ષેત્રમાં ન જઈ શકે. સાધુ-સાધ્વી ખાતુ ઉપરનું ક્ષેત્ર છે, જ્યારે ઉપાશ્રય શ્રાવકશ્રાવિકા ખાતામાં ગણાય અને શ્રાવક-શ્રાવિકા ખાતુ એ નીચેનું ક્ષેત્ર છે. આ દૃષ્ટિએ વિચારતાં પણ સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતાના પૈસાથી ઉપાશ્રય બનાવવામાં આવે, તો તેમાં ઉપરના સાધુ-સાધ્વી ક્ષેત્રના પૈસા નીચેના શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રમાં વાપરવાનો દોષ લાગે. માટે સાધુ-સાધ્વી વૈયાવચ્ચના પૈસામાંથી કોઈ પણ સ્થળે ઉપાશ્રય બાંધી શકાય નહિ. ઉપાશ્રયનો જિર્ણોદ્ધાર ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૫૩ Page #80 -------------------------------------------------------------------------- ________________ કરવો હોય તો પણ તેમાં સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતાના પૈસા વાપરી શકાય નહિ, તો નવીન ઉપાશ્રય બનાવવામાં તો ન જ વપરાય તે સમજાય તેવું છે. ઉપાશ્રયનો જિર્ણોદ્ધાર કરવો હોય, તો કયા દ્રવ્યથી (કયા ખાતાના પૈસાથી) કરવો તેની સમજ આપતાં “શ્રી સંવેગરંગશાળા” નામના ગ્રંથમાં લખ્યું છે કે, “જો પોતે સમર્થ હોય તો સ્વયં, અન્યથા ઉપદેશ કરીને બીજા દ્વારા અને એ બેના અભાવે સાધારણ દ્રવ્યથી પણ તે પૌષધશાળાનો ઉદ્ધાર કરાવે. (૨૮૮૪). આમ વિધિથી પૌષધશાળાનો ઉદ્ધાર કરાવનાર તે ધન્ય પુરુષ નિયમો બીજાઓને સસ્પ્રવૃત્તિનું કારણ બને. (૨૮૮૫)” આ રીતે છેલ્લા ઉપાય તરીકે સાધારણ દ્રવ્યમાંથી ઉપાશ્રયનો જિર્ણોદ્ધાર કરવાનું કહ્યું, પણ સાધુ-સાધ્વી વૈયાવચ્ચના દ્રવ્યથી કરવાનું કહ્યું નથી. કેટલેક સ્થળે ગુરુપૂજનમાં આવેલ આવક કે ગુરુને કામની વહોરાવવા આદિની ઉછામણી, આદિની આવક જે શાસ્ત્ર મુજબ જિનમંદિર જિર્ણોદ્ધાર કે નવનિર્માણમાં જ વાપરી શકાય તેને બદલે વૈયાવચ્ચ ખાતે ખતવી તેમાંથી ઉપાશ્રય નિર્માણાદિમાં આપવામાં આવે છે, તે તદ્દન અયોગ્ય છે અને એવા ઉપાશ્રયમાં સાધુ-સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા કોઈ પણ ઊતરી ન શકે. માટે એ અંગેની પૂરી ચોક્સાઈ કરી લેવી હિતાવહ છે. પ્રશ્ન-૪ – એકવાર દેરાસરમાં ચડેલી બદામ ફરીવાર ચડાવાય કે નહીં ? દેરાસરમાં ચડેલી બદામને બજારમાં વેચતાં તેની કિંમત ઓછી આવતી હોય છે. તો તેના કરતાં વધારે કિંમત આપીને એ બદામ અમે ખરીદી લઈએ એનો ઘરમાં ક્યાંય ઉપયોગ ન કરીએ, પણ દેરાસરમાં ચડાવીએ તો દોષ લાગે ? ઉત્તર-૪ – દેરાસરમાં ચડાવેલ બદામ, ફળ, નૈવેદ્ય, શ્રીફળ, ચોખા વગેરે વસ્તુઓ નિર્માલ્ય ગણાય છે અને એ રીતે એકવાર જે વસ્તુ નિર્માલ્ય બની ગઈ, તે ફરીવાર ચડાવી શકાય નહિ. ભગવાનની ભક્તિમાં હંમેશાં તાજા અને નવાં જ ફળ, નૈવેદ્ય, શ્રીફળ વગેરે ચડાવવાનાં હોય છે. એટલે એકવાર ચડાવેલ ફરી ચડાવવાથી નિર્માલ્ય ચડાવવાનો દોષ લાગે છે. પ૪ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? Page #81 -------------------------------------------------------------------------- ________________ આ ફળ-નૈવેદ્ય વગેરે અજેન વ્યક્તિઓને મૂલ્યથી વેચીને એ દ્રવ્ય દેવદ્રવ્ય ખાતે જમા કરવું જોઈએ. પ્રશ્ન-૫ - અમે રોજ અષ્ટપ્રકારી પૂજા કરીએ છીએ, અષ્ટપ્રકારી પૂજા માટેની બધી જ સામગ્રી અમે અમારી લઈ જઈએ છીએ. ફક્ત કેસર ઘસવા અને પ્રક્ષાલ માટે પાણી તથા ઓરસીયો દેરાસરનો વાપરીએ છીએ અને આ બે વસ્તુ વાપરીએ છીએ, તેનો નકરો દેરાસરમાં આપીએ છીએ, તો અમને દોષ લાગે કે ન લાગે ? ઉત્તર-૫ - તમે પૂરેપૂરો નકરો ભરતા હો, તો દેરાસરની વસ્તુ વાપરવાનો દોષ ન લાગે. પ્રશ્ન-૬ - વિનાશાદિ ખાસ કારણ વિના પણ જ્ઞાનપૂજનનું દ્રવ્ય દેવદ્રવ્યની પેટીમાં નાખી શકાય ? જ્ઞાનપૂજન અને ગુરુ પૂજન આ બંનેના દ્રવ્ય માટે એક જ પેટી રાખી શકાય ? દ્રવ્ય જે ખાતાનું હોય તે જ ખાતે જમા થવું જોઈએ કે નહિ, એમ ન કરવામાં આવે તો વહીવટકર્તાને દોષ લાગે કે નહિ ? ઉત્તર-– જ્ઞાન ઉપર પુસ્તક ઉપર પૂજાથે ચડાવેલું દ્રવ્ય જ્ઞાનખાતે જાય અને ગુરુભગવંતોની નવાંગી/એકાંગી પૂજાનું દ્રવ્ય ગુરુપૂજન-દેવદ્રવ્યમાં જાય છે. આ શાસ્ત્રીય મર્યાદા છે. જે ખાતાનું દ્રવ્ય હોય તે ખાતામાં જ જવું જોઈએ, આ માર્ગ છે. માટે બંને ખાતાની જુદી જુદી કાયમી પેટી હોવી જોઈએ. એમાંય ગુરુપૂજનની પેટી ઉપર દેવદ્રવ્ય' એમ પણ ચોખેચોખ્ખું લખી દેવું જોઈએ. વહીવટદારોએ કાળજી રાખી જે દ્રવ્ય જે ખાતાનું હોય તે જ ખાતામાં લઈ જવું જોઈએ. કોઈક વાર ગુરુપૂજન કરતી વખતે સાથોસાથ જ જ્ઞાનપૂજન કરવામાં આવતું હોય છે અને ભૂલથી બંને દ્રવ્ય ભેગું થઈ જતું હોય છે, તે વખતે ‘ઉપરના ખાતાનું દ્રવ્ય ભૂલચૂકથી પણ નીચેના ખાતામાં ચાલ્યું ન જાય” – એ શાસ્ત્રીય મર્યાદાને જાળવવા માટે તે ભેગું દ્રવ્ય ગુરુપૂજન-દેવદ્રવ્યની પેટીમાં નાંખવાનું કહેવાતું હોય તો તેમાં અજુગતું કશું નથી. કોઈને દોષ લાગતો નથી. ઉપરથી દોષથી બચાવવાનું કાર્ય થાય છે. આમ છતાં કારણ વિના જ્ઞાનદ્રવ્ય દેવદ્રવ્યમાં લઈ જવું યોગ્ય નથી, તેમ કરવાથી જ્ઞાનખાતું-જ્ઞાનનું કાર્ય સદાયતેનો વહીવટદાર વગેરેને દોષ જરૂર લાગે છે. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? પપ Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-૭- જે દેરાસરના દેવદ્રવ્યના વહીવટ અંગે આપણને શંકા હોય, ત્યાં અક્ષત-ફળ-નૈવેદ્ય-પૂજા કરાય કે નહિ ? ભંડારમાં પૈસા મૂકાય કે નહિ ? દરેકની એટલી શક્તિ ન હોય કે, અક્ષત-ફળ-નેવેદ્ય જેટલી જ રકમ દેવદ્રવ્ય ખાતે ભરી દે અને દોષમાંથી બચી જાય. દોષમાંથી બચવાનો વિકલ્પ બતાવ્યો છે તો માત્ર શક્તિસંપન્ન વર્ગને જ પોસાય કે, રોજ કરેલી પૂજા જેટલી રકમ દેવદ્રવ્ય ખાતે ભરપાઈ કરી દે. આવી જગ્યાએ પહેલી પૂજાઆરતી જેવા ચડાવા બોલી શકાય ? ઉત્તર-૭ – પહેલા નંબરે જે દેરાસરમાં પૂજા કરવી હોય ત્યાંના દેવદ્રવ્યના વહીવટની પાકા પાયે બરાબર તપાસ કરવી. શંકા હોય ત્યાં દોષની ગણતરી રાખવી જ પડે. છતાં બીજી સગવડ ન હોય અને પૂજાદિ કરવાં જ પડે તો શક્તિમાને જેટલી રકમ ફળ-નૈવેદ્યાદિની થાય, એટલી દેવદ્રવ્ય ખાતે શુદ્ધ વહીવટવાળા સ્થાનમાં જમા કરવી જોઈએ. જેની તેટલી શક્તિ નથી, તેને માટે દોષ લાગે તેવી ઊંચી ક્રિયા કરવાનું શાસ્ત્ર કહ્યું જ નથી. એણે પોતાની શક્તિને અનુરૂપ પૂજાદિ કરી એ ફળ-નૈવેદ્યાદિની રકમ ઉપર મુજબ શુદ્ધ સ્થાને જમા કરાવવી. એ પણ શક્ય ન બને તેના માટે પૂજાના અન્ય-અન્ય ફૂલ ગૂંથી આપવા, કેસર ઘસી આપવું, અંગરચનાદિમાં સહાયક બનવું વગેરે ઘણા પ્રકારો સુવિહિત આચાર્યોએ શ્રાદ્ધવિધિ વગેરે ધર્મગ્રંથોમાં સ્પષ્ટ બતાવ્યા છે જ. તેથી શક્તિ અનુરૂપ ભૂમિકાનું સેવન કરવાથી ઉપર મુજબનો કોઈ પ્રશ્ન રહેતો નથી. પ્રશ્ન-૮ - આજે જે કેસર/સુખડથી ભગવાનની પૂજા થતી હોય છે, તે જ કેસર/સુખડ કપાળે તિલક કરવા વાટકીમાં રખાય છે. શું આ અનુચિત નથી ? અને જો અનુચિત હોય, તો પરદ્રવ્યથી પૂજા કરનારા અલ્પ શક્તિવાળા શ્રાવકે કપાળે કયા કેસરનું તિલક કરવું ? ઉત્તર-૮ - પ્રભુપૂજા માટે અને શ્રાવકને તિલક કરવા માટે કેસર) સુખડ જુદાં જુદાં જ હોવાં જોઈએ. છતાં જો કેસર/સુખડ વૈયક્તિક કે સાધારણનું હોય, તો તે લાવતી/મૂકતી વખતે “આમાંથી શ્રાવકને તિલક કરવા માટે કામે લેવાશે” એવી બુદ્ધિ હોય, તો બાધ નથી. માત્ર જિનપૂજાનો જ ઉદ્દેશ્ય હોય, તો દોષ લાગે. સાધારણ કે મંદિર સાધારણમાંથી વ્યવસ્થા કરેલી હોય, તો ૫૬ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? Page #83 -------------------------------------------------------------------------- ________________ વ્યવસ્થાનો સ્વીકાર કરનાર પુણ્યાત્મા પોતે તેટલા દ્રવ્યનો માલિક બની જાય છે. કારણ કે, આપનારે સહર્ષ-ઈચ્છાપૂર્વક વસ્તુ આપી છે અને લેનારે તેની ભાવનાનો આદર કરવાપૂર્વક ગ્રહણ કરી છે. તેથી પરદ્રવ્ય સંબંધી પ્રશ્ન રહેતો નથી. આપનારની ઈચ્છા ન હોય અને લેનાર પડાવી પાડતો હોય, અથવા પોતાનું દ્રવ્ય બચાવવાના ભાવથી સામાનું દ્રવ્ય વાપરતો હોય ત્યાં જ પરદ્રવ્ય સંબંધી દોષ લાગે છે. જ્યાં ખબર ન હોય, અથવા પોતાનું દ્રવ્ય બચાવવાના ભાવથી સામાનું દ્રવ્ય વાપરતો હોય ત્યાં તિલક કરવા પૂરતું દ્રવ્ય દેવદ્રવ્ય ખાતે જમા કરાવી દેવું જોઈએ. પ્રશ્ન-૯- ફુટ વગેરે દેરાસરમાં મૂકવા માટે જ લીધેલું હોય, તો એ ઘરમાં વાપરવામાં આવે તો દોષ લાગે ? ઉત્તર-૯ - ફુટ ખરીદતી વખતે આ ફુટ દેરાસરમાં જ ચડાવીશ, એવી નિશ્ચિત કરેલી બુદ્ધિ હોય, તો તે ઘરમાં વાપરવાથી દોષ લાગે. પરંતુ સામાન્યથી ઘર માટે અને દેરાસર માટે બેય માટે વાપરવા ભેગા જ ખરીદ્યા હોય, તો તેમાં દોષ લાગતો નથી. પ્રશ્ન-૧૦ – સાધારણ ટ્રસ્ટની મિલકત - કોઈ પણ જાતની વેચાણ કરવાની જરૂરિયાત ન હોવા છતાં – જૈન સમાજમાં થોડું ઉચ્ચ સ્થાન ધરાવતી વ્યક્તિની ખુશામત ખાતર તે મિલકત તેની પ્રવર્તમાન બજાર કિંમતથી ૮૦૦ જેટલી કિંમતે પ્રદાન કરવામાં આવે, તો તે કેટલા અંશે યોગ્ય ગણાય ? શું આ વેચાણ સંઘહિત વિરુદ્ધ ગણાય ? શું ટ્રસ્ટીઓએ માત્ર પોતાના વ્યક્તિગત સંબંધને જ નજરમાં રાખી સંઘહિતને નજરઅંદાજ કરી વેચાણના કરેલા ઠરાવને માત્ર સંઘમાં જ પડકારી શકાય ? ઉત્તર-૧૦ - સાધારણ ટ્રસ્ટની મિલકત - કોઈ પણ જાતના વેચાણની જરૂરિયાત ન હોવા છતાં બજારભાવથી ઓછી કિંમતે વેચી દેવામાં આવે તો ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ધર્માદા-દ્રવ્યનો વેડફાટ-નુકસાન કર્યાનું પાપ જરૂર લાગે છે. પછી એમાં કોઈ પણ શ્રીમંત કે સત્તાધીશ વગેરેની ખુશામત કરવા જેવા ક્ષુદ્ર તત્ત્વો ભળી જતાં હોય, તો એ પાપ વધારે ચીકણું બંધાય. આવા વેચાણ સંઘહિત વિરુદ્ધ ગણી શકાય અને વ્યક્તિગત સ્વાર્થને આગળ કરીને કરેલા ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૭ Page #84 -------------------------------------------------------------------------- ________________ આવા સંઘહિત વિરુદ્ધના વ્યવહારોને સુયોગ્ય રીતે સુયોગ્ય સ્થળે વિવેકપૂર્વક જરૂર પડકારી શકાય છે અને શક્તિસંપન્ન વિવેકી શ્રાવકે સુયોગ્ય રીતે પડકાર કરવો જ જોઈએ. જો શક્તિસંપન્ન શ્રાવક સુયોગ્ય રીતે વિવેકપૂર્વક પડકારે નહિ તો તેને પણ પાપ લાગે છે. પ્રશ્ન-૧૧ - ઉપાશ્રય-પૌષધશાળામાં હોસ્પિટલ અને પ્રસૂતિગૃહ બનાવી શકાય ? ઉત્તર-૧૧ - ઉપાશ્રય-પૌષધશાળા તો શ્રીસંઘના ધાર્મિક ક્રિયાઓ માટેનાં જ અબાધિત સ્થાનો છે. તેમાં હોસ્પિટલ કે પ્રસુતિગૃહ જેવાં કોઈ પણ સામાજિક કૃત્યો કરવાનો વિચાર પણ કરાય નહિ. તેમ કરવાથી મહાપાપ લાગે. પ્રશ્ન-૧૨ – ઉપાશ્રયનું હોસ્પિટલ અને પ્રસૂતિગૃહ બનાવવા માટે વેચાણ કરી શકાય ? ઉત્તર-૧૨ - સંઘહિતને ધ્યાનમાં રાખી વધારાની જગ્યાનું વેચાણ કરવાનો પ્રસંગ આવે તો સુયોગ્ય રીતે અને સુયોગ્ય કાર્ય માટે વેચાણ કરી પૈસા ઉભા કરી શકાય છે. પરંતુ તેમાં એક વાતનો ખ્યાલ રાખવો જરૂરી છે કે, આવા વેચાણથી જૈન ધર્મની જયણાપ્રધાન જીવનશૈલીને કોઈપણ રીતે નુકસાન પહોંચવું જોઈએ નહિ. માટે ઉપાશ્રયની જગ્યા હોસ્પિટલ અને પ્રસૂતિગૃહ બનાવવા વેચવી જરાય વાજબી જણાતી નથી. પ્રશ્ન-૧૩ – કુમારપાળની આરતીમાં કુમારપાળ - મંત્રી – છડીદાર – સેનાપતિના રૂપિયામાં બોલેલા ચડાવા કયા ક્ષેત્રમાં - ખાતામાં જાય ? એમાંથી આરતી-પ્રસંગે કરતા ડ્રેસ/મેક-અપનો ખર્ચ મજરે લેવાય ? ઉત્તર-૧૩ - કુમારપાળ મહારાજે પરમાત્માની આરતી ઉતારી હતી, તેવી આરતી ઉતારવા માટે પહેલા પોતાનું જીવન કુમારપાળ જેવું બનાવવું પડે. આજે જે માટીનાં કોડીયા વગેરે લઈને આરતી ઉતારવાનું થાય છે તે યોગ્ય જણાતું નથી. શ્રાવકે પરમાત્માની આરતી ઉતારવાની હોય છે, તે માટે મુકુટહાર વગેરે પ્રસંગે પહેરી શકે છે. બાકી કોઈને વ્યક્તિગત કુમારપાળ આદિ બનાવવામાં તો મહાપુરુષોનું અવમૂલ્યન થવાની પૂરતી સંભાવના રહે છે. અંજનશલાકા જેવા પ્રસંગોમાં તો વિશિષ્ટ વિધિવાદ તરીકે માંત્રિક સંસ્કારપૂર્વક ૫૮ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #85 -------------------------------------------------------------------------- ________________ પદના બહુમાનપૂર્વક ક્રિયાઓ કરાય છે, તે એક વિશિષ્ટ આચાર છે. એનું આલંબન લઈ આવાં અનુષ્ઠાનો પ્રચલિત કરવામાં આવશે, તો તેમાં મહાન ક્રિયાની લઘુતા કરવાનો દોષ પણ ઉભો થશે; માટે પણ આ પ્રથાને ઉત્તેજન આપવું ઉચિત નથી લાગતું. છતાં કોઈ સ્થાને આ રીતે આરતી ઉતારી જ હોય, તો તે વખતે બોલાયેલ તમામે તમામ બોલીઓની રકમ જિનપૂજા સંબંધી જ હોવાથી દેવદ્રવ્ય ખાતે જ જમા થવી જોઈએ. એ બોલીની રકમમાંથી ડ્રેસ મેકઅપ વગેરે કોઈપણ ખર્ચ મજરે લઈ શકાય નહિ. કેમ કે પૂજા-આરતી એ શ્રાવકનું કર્તવ્ય છે અને શ્રાવકે જ તે અંગેનો ખર્ચ કરવો જોઈએ. પ્રશ્ન-૧૪ - અક્ષય તૃતીયાના શેરડી રસ વહોરાવવા માટે સાધુ ભગવંતને શ્રેયાંસકુમાર બનીને પારણું કરાવવા બોલાયેલા ચડાવાની રકમ ગુરુદ્રવ્ય (દેવદ્રવ્ય), વૈયાવચ્ચ દ્રવ્ય કે સાધારણ ખાતામાં જાય ? સાધર્મિક ભક્તિમાં એ દ્રવ્ય વપરાય ? ઉત્તર-૧૪ - અક્ષય તૃતીયાના દિવસે વર્ષીતપના પારણાં હોય, એવા મહાત્માઓને ગોચરી જવા માટે કોઈ જુદો વિધિ નથી. દશવૈકાલિક વગેરે સાધ્વાચાર દર્શક ગ્રંથોમાં જણાવ્યા મુજબ જ નિર્દોષ રીતે ગોચરી મેળવવાની હોય છે. કોઈ એક વ્યક્તિ ચડાવાદિ લઈને વહોરાવે, તેમાં આ મર્યાદાનું પાલન થતું નથી. બીજું શ્રેયાંસકુમાર જેવા તદ્ભવ મોક્ષગામી મહાપુરુષોના અભિનય કરવાથી એ મહાન પાત્રોની લઘુતા થાય છે, માટે પણ આવું ન કરાય. છતાં કોઈક સ્થળે અજ્ઞાનાદિ કારણે આવો ચડાવો બોલાવાઈ ગયો હોય, તો તે ચડાવો સાધુ જીવન સંબંધિત જ હોવાથી તેની તમામ રકમ દેવદ્રવ્ય ખાતે જમા કરી જિનાલયના જિર્ણોદ્ધારાદિમાં જ વાપરી દેવી જોઈએ. એ દ્રવ્ય વૈયાવચ્ચ, સાધારણ કે સાધર્મિક ભક્તિ ખાતામાં ન વાપરી શકાય. પ્રશ્ન-૧૫ – જૈન સંઘોમાં નાના-મોટા અનેક પ્રસંગોએ, મહાપૂજન વખતે, પ્રતિષ્ઠા વખતે જીવદયાની ટીપ કરવામાં આવે છે. ઘણીવાર ટીપમાં લખાવનારા ચૂકવણી મોડી કરે છે તો દોષ કોને લાગે ? ઉત્તર-૧૫ - જૈન સંઘોમાં કોઈપણ પ્રસંગે થયેલ જીવદયાની ટીપના પૈસા તત્કાલ ચૂકવવા જ જોઈએ. નહિતર લખાવનારને મૂંગા જીવોની દયાના ઘર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૫૯ - Page #86 -------------------------------------------------------------------------- ________________ અંતરાયનું કારમું પાપ લાગે છે. બીજું વહીવટદારો ટીપના આંકડા મુજબની રકમ બધે ફાળવીને મોકલી દે છતાં એ જીવદયામાં લખાયેલા પૈસા આવ્યા ન હોય તો તેનો હવાલો બીજા દેવદ્રવ્ય કે સાધારણ વગેરે ખાતામાં પડે, તે પણ તદ્દન અયોગ્ય છે અને દેવદ્રવ્યાદિના ભક્ષણના પાપ તરફ દોરનાર બને છે. ત્રીજી વાત એ છે કે જેટલા દિવસ ચૂકવણીમાં મોડું થાય તેટલા દિવસના ધર્માદાના વ્યાજનું પણ નુકસાન થાય. જે ચલાવી ન લેવાય. માટે દરેક લખાવનારે પૈસા સાથે લાવીને તત્કાળ ભરી દેવા જોઈએ અને વહીવટદારે પણ તપાસ કરી સુયોગ્ય સ્થાને તત્કાલ મોકલી/વાપરી જ દેવા જોઈએ. આ નિયમ અન્ય બાબતોની બોલી આદિમાં પણ લાગુ પડે છે. પ્રશ્ન-૧૬ - જીવદયાની રકમ ચોપડે જમા થતી રહે અને બેંકોમાં જમા થઈ લાખોનો આંકડો જ વધતો રહે પણ વપરાય નહિ તે યોગ્ય છે ? તેના વ્યાજ અંગે પણ ખુલાસો કરશો. ઉત્તર-૧૭ - જીવદયાની રકમ ચોપડે જમા થતી જ રહે અને બેંકોમાં મૂકાઈ આંક જ વધારવામાં જે ટ્રસ્ટી/-આગેવાનોને રર્સ હોય તે કારમો પાપનો બંધ કરી રહ્યા છે. એમ શાસ્ત્રાધારે કહેવું જ પડે. બેંકોમાં મૂકવાથી જે રકમ જીવદયા માટે આવી તેનો જ ઉપયોગ જીવહિંસાદિના કાર્યોમાં પણ મોટે ભાગે થતો હોય છે. જિનાજ્ઞા પ્રેમી આત્મકલ્યાણના ઈચ્છુક વહીવટદારોએ જાત તપાસ કરી સુયોગ્ય રીતે સુયોગ્ય પાંજરાપોળાદિ સ્થાનોમાં એ રકમ વાપરી દેવી જોઈએ. જીવદયાનું બેલેન્સ રાખી ન મૂકાય, એથી જીવોને દાણા-પાણી-જીવરક્ષાદિનો અંતરાય બંધાય છે. પરિણામે અલ્પ-આયુષ્ય, ઈન્દ્રિયહાનિ, ગંભીર રોગ, દુર્ગતિ અને યાવતું બોધિદુર્લભતા જેવા પરિણામોનો સામનો કરવાનો પણ વારો આવી જાય. આવું ન બને માટે દરેક વહીવટદારે આ અંગે પૂરતી કાળજી લેવી જ જોઈએ. જીવદયાની રકમ અશક્ય પરિહાર્યરૂપે ક્યાંક બેંક વગેરેમાં મૂકવી પડી હોય તો તેનું જેટલું વ્યાજ આવે તે ચોક્કસ ગણતરીપૂર્વક જીવદયા ખાતામાં જ જમા કરવું જોઈએ. એ દ્રવ્ય દેવદ્રવ્ય કે સાધારણાદિમાં ન ભળવું જોઈએ, તેમ દેવદ્રવ્ય કે સાધારણાદિનું દ્રવ્ય પણ જીવદયામાં ન ભળવું ઉ0 ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #87 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. એ શાસ્ત્રીય મર્યાદાનું અચૂક પાલન થવું જ જોઈએ. બીજું, તત્કાલ વાપરવામાં મોટો ફાયદો ‘ઓછી ૨કમમાં લાભ વધારે' એ થાય છે. વર્ષો વીતતાં વધેલી ૨કમમાં પણ ફુગાવાના દરને હિસાબે ઓછું કાર્ય થાય છે. આ ઘણાના અનુભવની વાત છે. પ્રશ્ન-૧૭ - જીવદયાની ટીપની રકમમાંથી કેન્સર કે એવી કોઈ જીવલેણ બિમારીથી પીડાતા માનવને જીવન બક્ષવા માટે દાન આપી શકાય કે નહિ ? મનુષ્ય પણ પંચેન્દ્રિય જીવ જ છે ને ? ઉત્તર-૧૭ - જીવદયાની ટીપમાં ‘જીવ' શબ્દની વ્યાખ્યા પ્રમાણે જીવમાં મનુષ્ય સિવાયના તમામ ત્રસ પંચેન્દ્રિય અબોલ પશુ-પંખીઓનો સમાવેશ ક૨વામાં આવેલો છે. એટલે એ ટીપ કે ફંડની રકમમાંથી કોઈ પણ મનુષ્યને કોઈ પણ પ્રકારની મદદ કરી શકાય નહિ. પોતાને માટે રળી લેવા મનુષ્યો તો એ જીવો કરતાં કઈ ગણા વધારે સમર્થ છે. બિચારા એ પશુ-પંખી રૂપ જીવો તો દરેક રીતે અસહાય અને અબોલ છે. માટે એમની દયા માટે એ ટીપ/ફંડ કરાય છે. મનુષ્યોની સહાય માટે અનુકંપાની જુદી ટીપ કરી શકાય છે અને એમાંથી જરૂર પડ્યે વિવેકપૂર્વક કેન્સર પીડિતને મદદઑપરેશનાદિમાં સહાય કરી શકાય, પરંતુ એ રકમમાંથી પણ (અનુકંપા ટીપ/ફંડ) હોસ્પિટલોમાં કે એના વિભાગોમાં દાન આપી શકાય નહિ કે હોસ્પિટલોમાં નિર્માણાદિ પણ કરી શકાય નહિ. આ જૈનશાસનના પરમાર્થને જાણનાર મહાપુરુષોની મર્યાદા છે. અનુકંપાની ટીપ કે ફંડમાંથી કોક સંયોગોમાં જરૂ૨ લાગ્યે જીવદયામાં ૨કમ ફાળવી-વાપરી શકાય છે, પરંતુ જીવદયા અત્યંત નિમ્ન લાચાર કોટિના જીવોની દયા માટેનું ખાતું હોવાથી એ ખાતાની કોઈ પણ ૨ર્કમ કોઈપણ સંયોગોમાં અનુકંપામાં (માનવ રાહત) ન જ વપરાય. આ જૈનશાસ્ત્રોક્ત કાયદો છે. માટે કલ્યાણકામી દરેકે આ મર્યાદાને વળગી રહેવામાં જ સર્વનું શ્રેય છે. પ્રશ્ન-૧૮ - જીવદયાની રકમનો સદુપયોગ ન થતો હોય અને અનુકંપાની રકમની જરૂર ઘણી હોય તો જીવદયાની ટીપ કરવાનું મુલત્વી રાખી અનુકંપાની ટીપ કરવા માટે જ પ્રોત્સાહન આપવું શું જરૂરી નથી લાગતું ! ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૬૧ Page #88 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-૧૮ - જીવદયાની રકમનો સદુપયોગ થતો ન હોય તો પ્રેરણા કરી, ઉપદેશ આપી, પ્રયત્ન કરી, ભોગ આપી એનો સદુપયોગ થાય તેમ કરવું. અનુકંપામાં રકમની ઘણી જરૂર હોય છતાં પણ એમાં જીવદયાની ટીપ મુલત્વી રાખીને અનુકંપાની ટીપ ન કરાય. જિનમંદિરમાં મહાપૂજનોપ્રતિષ્ઠાદિ અવસરે મહાપુરુષોએ જીવદયાની ટીપ કરવાની છૂટ આપી છે, અનુકંપાની નહિ. એ વાત અત્રે ધ્યાનમાં લેવી. પ્રશ્ન-૧૯ - પ્રતિષ્ઠા વગેરે પ્રસંગોએ ઝાંપા ચુંદડી કે ફલે ચૂંદડીની ઉછામણી બોલાય છે, એ ખાતામાં વધારો હોય તો એમાંથી દુષ્કાળ રાહત કે ભૂકંપ-રાહત તરીકે માણસો પાસેથી કામ કરાવી એના મહેનતાણાં રૂપે ખર્ચ કરી શકાય કે નહિ ? ઉત્તર-૧૯ - આ રકમ સાતક્ષેત્ર ઉપરાંત અનુકંપા-જીવદયા-માનવરાહત દુષ્કાળરાહત-ભૂકંપનાહત વગેરે કોઈપણ માનવીય કે પશુ સંબંધી કાર્યમાં વાપરી શકાય છે. પરંતુ એનો મતલબ એ નથી કે મનુષ્યો વગેરે પાસેથી કામ કરાવીને એના મહેનતાણાં કે બદલારૂપે એનો ઉપયોગ થાય. કોઈપણ પ્રકારનું કામ કરાવ્યા વિના, કેવળ એમના ઉપર આવેલ આફતને પૂર્ણરૂપે કે આંશિક રૂપે દૂર કરવા માટે નિઃસ્વાર્થ ભાવથી જ આ કાર્ય થવું જોઈએ. પ્રશ્ન-૨૦ - દેવદ્રવ્યના પૈસા જિનમંદિરનો જીર્ણોદ્ધારમાં જ વાપરી શકાય કે નૂતન જિનાલયમાં પણ વાપરી શકાય ? આજે નૂતન જિનમંદિરો ઘણી જ જગ્યાએ બની રહ્યા છે. કારણ કે, તેમાં રસ વધુ છે. નામના મળે છે. જૂના મંદિરો-તીર્થો વધુ જીર્ણ થતાં જાય છે. આ અંગે યોગ્ય માર્ગદર્શન આવકાર્ય બની રહેશે. ઉત્તર-૨૦ - જૈનશાસનની મૂળભૂત વિધિ પ્રમાણે દેવદ્રવ્યનો તો નિધિભંડાર જ કરવાનો હોય છે. શ્રાવકના ‘દેવદ્રવ્યવૃદ્ધિ કર્તવ્યના અમલરૂપે એમાં રોજ રોજ કાંઈ ને કાંઈ પધરાવીને દેવદ્રવ્યને વર્ધમાન જ કરવાનું હોય છે, ઉપરાંત એ નિધિના રોજ દર્શન કરવાનાં વિધાનો પણ મળે છે. એ વખતે સુશ્રાવકો ભાવના ભાવે કે, આજે તો અમે અમારા સ્વદ્રવ્યનો ઉપયોગ ઉર ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #89 -------------------------------------------------------------------------- ________________ કરી પરમાત્માના જિનબિંબ-જિનમંદિર નિર્માણ-જીર્ણોદ્ધારાદિનો સંપૂર્ણ લાભ લઈ શકીએ છીએ પરંતુ અમારા કમનસીબે જ્યારે અમારામાંથી કોઈપણ સમર્થ હાજર ન હોય, ત્યારે પણ જગતને તરવાના મહાન આલંબનરૂપ આ જિનબિંબ અને જિનમંદિરોનો પ્રભાવ એમને એમ દીપ્તિમાન બન્યો રહે, એ માટે આ નિધિનો ઉપયોગ કરાય. આજે દેશ-કાળની પરિસ્થિતિ, સરકારની અનિશ્ચિત ધારા-ધોરણ નીતિ વગેરે અનેક કારણોસર નિધિ કરવાની મૂળભૂત શાસ્ત્રીય વિધિનું પાલન અશક્ય બન્યું છે. સંપૂર્ણ નિધિ જ હડપ થઈ જાય એવી પરિસ્થિતિનું ઝડપી નિર્માણ થઈ રહ્યું છે. એ અરસામાં દેવદ્રવ્યને રાખી નહિ મૂકતાં એનો શાસ્ત્ર મર્યાદાનુસાર સુયોગ્ય ક્ષેત્રમાં વપરાશ થઈ જાય એ જરૂરી બન્યું છે. માટે સૌથી પ્રથમ જે જે તીર્થોમાં, ક્ષેત્રોમાં જિનમંદિરો જીર્ણ બની ગયાં હોય તેની જાત તપાસ કરી સુયોગ્ય વહીવટી તંત્ર ગોઠવી દેવદ્રવ્ય વાપરી દેવું જોઈએ. આ જ વર્તમાન-કાળમાં દેવદ્રવ્યના વપરાશનો ઉત્તમમાં ઉત્તમ માર્ગ છે. તદુપરાંત કોકવાર કોઈ ક્ષેત્ર વિશેષમાં નૂતન જિનાલયની જરૂર પડે, સ્થાનિક સંઘ સમર્થ ન હોય અને બહારથી પણ આખી રકમ મળી શકે એવી સ્થિતિ ન હોય ત્યારે દેવદ્રવ્યમાંથી પણ એ નૂતન જિનાલયનો લાભ ચોક્કસ લઈ શકાય છે. એ માટે વર્તમાન પરિસ્થિતિ જોઈ ગીતાર્થ આચાર્ય ભગવંતોએ સંમતિ આપેલી છે જ. છતાં એ રીતે દેવદ્રવ્યની રકમ વાપરતાં એક વાતનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે એ જિનાલયના નિર્માણમાં જેટલી પણ દેવદ્રવ્યની રકમ વપરાઈ હોય તે અંગે ત્યાં “આ જિનાલય... સંઘના દેવદ્રવ્યની ઉપજમાંથી બનાવવામાં આવ્યું છે' - એવા આશયનો સ્પષ્ટ લેખ જરૂર લખવો જોઈએ. કારણ કે, માત્ર સંઘનું નામ એના ઉપર લખી શકાય નહિ. પોતાની નામના ખાતર જ નૂતન જિનાલયમાં સંઘના દેવદ્રવ્યની ઉપજમાંથી વપરાશ કરવાની ઈચ્છા એ અધમ છે. એવાને દેવદ્રવ્યના ભોગે પોતાની નામના કર્યાનું ભયંકર પાપ લાગે જ. માટે એ રીત કોઈએ પણ અજમાવવી યોગ્ય નથી જ. દેવદ્રવ્યના વપરાશમાં કોઈપણ સ્વાર્થકેન્દ્રિત પૌદ્ગલિક લાભો મેળવવાની ગણતરી રાખ્યા વિના એક માત્ર એની સુરક્ષાનો અને સદુપયોગનો જ વિચાર સર્વોપરી હોવો જોઈએ. માટે જ ધર્મપ્રેમી સુશ્રાવકોએ જિનાલયના ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? ૬૩ Page #90 -------------------------------------------------------------------------- ________________ જીર્ણોદ્ધાર નૂતન નિર્માણાદિ કાર્યોમાં અથથી ઇતિ પર્યત જાત દેખરેખ કરી પોતાના કિંમતી સમયનો ભોગ આપી દેવદ્રવ્યનો સુયોગ્ય વપરાશ થાય અને વેડફાટ જરાપણ ન થાય એ માટે પૂરતી કાળજી લેવી જોઈએ. બાંધકામ-શિલ્પ-ઘનફૂટ આદિ ગણિત અને વ્યવહારની અણઆવડતથી ઘણા સંઘો, વ્યક્તિઓના હાથે લાખો-કરોડોનું દેવદ્રવ્ય વેડફાઈ જાય છે. શિલ્પીઓ, સોમપુરાઓ અને પાષાણ ઉદ્યોગના ખેરખાંઓ આ ક્ષેત્રના અજ્ઞાન લોકોના અજ્ઞાનનો પૂરો લાભ ઉઠાવતા હોય છે, માટે આ કામમાં ઘણી જ કાળજી રાખી વ્યવહાર કરવો હિતાવહ છે. ' પ્રશ્ન-૨૧ - ગુરુપૂજનની આવકનો અધિકાર કોનો ? સાધુનો કે સંઘનો ? ઉત્તર-૨૧ - ગુરુ ભગવંતો કંચનના ત્યાગી હોવાથી પૂજનની આવક કે અન્ય કોઈપણ દ્રવ્યની આવકના તેઓ અધિકારી નથી જ, ગુરુપૂજનનું દ્રવ્ય શાસ્ત્રીય મર્યાદા પ્રમાણે દેવદ્રવ્યમાં એટલે કે જિનમંદિર જીર્ણોદ્ધાર આદિ ખાતે જતું હોવાથી એ ખાતાનો જ એના પર અધિકાર છે. એ ખાતાનો વહીવટ સંઘ કરતો હોવાથી સંઘ હસ્તક જ એ દ્રવ્ય રખાય, સાધુ ભગવંતના કોઈપણ કાર્યમાં એ દ્રવ્યનો ઉપયોગ ન થઈ શકે. પ્રશ્ન-૨૨ - પર્યુષણ વખતે અમારા સંઘમાં સર્વ સાધારણની ટીપ કરાય છે. તેમાંથી દેરાસરનો કેસર-સુખડ આદિનો તેમજ ગોઠી પગાર વગેરેનો ખર્ચ કરાય છે, આમ છતાં જો ખૂટે તો દેવદ્રવ્યમાંથી વપરાય છે તે યોગ્ય છે ? ઉત્તર-૨૨ – દેવદ્રવ્યમાંથી કેસર-સુખડ કે ગોઠી પગાર વગેરેનો ખર્ચો ન કરવો જોઈએ. કારણ કે, એ બધાં શ્રાવકોએ કરવાનાં કર્તવ્યો છે. પોતાનાં કર્તવ્યો કરવા માટે નજર દેવદ્રવ્ય તરફ કરવી એ મહાપાપનો ધંધો છે, માટે થોડો વધારે ઘસારો વેઠીને પણ આ બધો લાભ શક્તિ-સંપન્ન શ્રાવકોએ જાતે જ લેવો જોઈએ અને આજ સુધી અજ્ઞાનતાથી થયેલ પાપનું ગીતાર્થ ગુરુ ભગવંતો પાસે પ્રાયશ્ચિત્ત લઈ સંઘે અને સંઘના સભ્યોએ શુદ્ધિ કરવી એ આત્મહિતકર માર્ગ છે. પ્રશ્ન-૨૩ - અમારે ત્યાં સંઘના કામકાજના હિસાબો રજૂ થતા નથી, સરકારી જરૂરીયાત મુજબ નામાનું ઓડિટ કરાવી કાગળો ફાઈલ કરાવાયા ૬૪ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #91 -------------------------------------------------------------------------- ________________ છે, સભ્યોની-સંઘની સભા બોલાવાતી નથી. સામાન્ય માણસને તો દેરાસરમાં કેસર ઘસેલું તૈયાર મળે છે, માટે કોઈ બોલતું નથી, તો આ અંગે શું કરવું? ઉત્તર-૨૩ સંઘના ટ્રસ્ટીઓ અને આગેવાનોને મળી પ્રેમથી સમજાવવા જોઈએ. સંઘને વિશ્વાસમાં લેવાના ફાયદા વગેરે સમજાવાય. છતાં શાસ્ત્રવિરુદ્ધ વહીવટ રાખે કે કાયદાકીય ક્ષતિઓ સેવે, તો વિવેકપૂર્વક સઘળાં ઉચિત પગલાં જરૂ૨ લઈ શકાય. પ્રશ્ન-૨૪ સંઘની આવકની એફ. ડી. (બેંકમાં કાયમી જમા) થાય, ગામના દેરાસરમાં પણ જરૂર હોવા છતાં વપરાય નહિ, અને બહાર પણ મોકલાય નહિ. ઘણીવાર વિવેકપૂર્વક કહેવા છતાં ધ્યાન અપાતું નથી, તો શું અમે કે અન્યોએ બોલેલી રકમ અન્ય સુયોગ્ય સ્થાને મોકલી દેવી અને તેની રસીદ ટ્રસ્ટમાં જમા કરાવવી ? માર્ગદર્શન આપશો. ઉત્તર-૨૪ - જે સ્થાનમાં વહીવટ શાસ્ત્રાનુસારી ન હોય તેવા સ્થાનમાં કોઈ પણ ઉછામણીઓ આદિ દ્વારા લાભ ન લેતાં જ્યાં શાસ્ત્રાનુસારી વહીવટ સચવાતો હોય, તેવા સ્થાનમાં જ લાભ લેવો જોઈએ. છતાં અજ્ઞાનથી લાભ લીધો હોય, તો આગેવાનોને પ્રેમપૂર્વક સમજાવવા. કોઈપણ ઉપાયે ન જ સમજે તો ગીતાર્થ ગુરુ ભગવંતનું માર્ગદર્શન મેળવી, ઉચિત રીતે સુયોગ્ય સ્થાનોમાં અન્ય કેટલાક ભાઈઓની સાક્ષીથી એ પૈસા વાપરી તેની રસીદ ટ્રસ્ટમાં જમા કરાવી શકાય છે. પણ બીજીવાર તો ચોકસાઈ ક૨ીને જ લાભ લેવાનું રાખવું. પ્રશ્ન-૨૫ - અંજનશલાકા અને પ્રતિષ્ઠાના કાર્યમાં આજકાલ છુટા હાથે પૈસાનો વપરાશ થાય છે. ચડાવા સારા હોય, એટલે ખર્ચો પણ સારો કરવો જોઈએ, એમ વિચારી ટ્રસ્ટીઓ રૂપિયાની જગ્યાએ પાંચ રૂપિયા વાપરે છે, આ યોગ્ય છે ? અયોગ્ય દેખાવ બહુ વધી ગયો છે ? આવા મહોત્સવમાં બીજી કોમ આપણા પૈસા પર મજા મારવામાં મગ્ન રહે છે. – ઉત્તર-૨૫ - આજકાલ રૂપિયાની વેલ્યુ ઘટી ગઈ હોવાથી છૂટા હાથે પૈસાનો વપરાશ થાય છે એવું લાગે છે. પૂર્વના કાળમાં જે ઉદારતા દેખાતી હતી, તેનાં આજે દર્શન પણ જૂજ જગ્યાએ જ થાય છે. બાકી એક વાત સાચી છે કે, ઘણા સંઘના આગેવાનો : ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૫ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧ - ધર્મશાસ્ત્રોની જાણકારીના અભાવે, ર - ધર્મગુરુઓની પાસેથી માર્ગદર્શન ન મેળવવાના કારણે, ૩ - દુનિયાના વ્યવહારનો પણ પૂર્ણ અનુભવ ન હોવાના કારણે ૪ -- કેટલીક વખત દેખાદેખીથી અને ૫ - ઉપેક્ષાના કારણે પણ સંઘના પૈસાની આડેધડ બરબાદી કરતા હોય છે. લાખો રૂપિયાનો વ્યય કરવા છતાં જે શાસન પ્રભાવના સધાવી જોઈએ, તે થતી નથી. તેની સામે કેટલાક પીઢ શ્રાવકો એવા પણ જોયા કે, જે રૂપિયાનું કામ બાર આનામાં અને છતાં સવાયું કરી બતાવે છે. એમની ચકોર અનુભવ દૃષ્ટિનો વ્યાપ એવો તો વિશાળ અને સૂક્ષ્મ હોય છે કે ઘણી બધી ગરબડો નજર માત્રથી જ પકડી પાડે. શિલ્પીઓ અને સોમપુરા પણ એમની આગળ ચાલ રમી શકે નહિ. જિનાજ્ઞા અને જયણા પળાતી હોય તો લાખો કે કરોડોનો ખર્ચો પણ જ્ઞાનીની દૃષ્ટિમાં વેડફાટ નથી અને જિનાજ્ઞા–જયણા ન પળાય તો દુનિયાને યોગ્ય લાગતો ખર્ચો પણ જ્ઞાનીની દૃષ્ટિમાં વૈડફાટ છે. અયોગ્ય દેખાવ કરવો યોગ્ય નથી પણ યોગ્ય દેખાવ તો જરૂર કરવા યોગ્ય છે. કારણ કે, “આડંબર, યોગ્ય દેખાવ-પૂર્વક ધર્મકાર્યો કરવાં” એવું જ્ઞાનીનું વચન છે. અહીં આડંબર શબ્દ આજે જે વેડફાટ અર્થમાં વપરાય છે, તે નથી લેવાનો પણ દબદબાપૂર્વક ધર્મનું બહુમાન વધે એવા કાર્યના અર્થમાં લેવાનો છે. અન્ય કોમ જૈન સંઘની ઉદારતા ઉપર નભે, એમાં તો જૈનોની શોભા છે. જૈન સમાજ-સંઘ મહાજનના નાતે હંમેશા મોટા ભાઈના સ્થાને રહેતો આવ્યો છે. આવા પ્રસંગોમાં જોઈતી ઉદારતા રાખવાથી અન્ય કોમો સંતુષ્ટ રહે, જે એકંદરે સારું જ છે. માટે જ આવા પ્રસંગે અનુકંપાદાનાદિનું પણ વિધાન છે, જેને શાસ્ત્રકારોએ ધર્મપ્રભાવક દાન ગણાવ્યું છે. પ્રશ્ન-૨૬ - સ્નાત્રમાં ત્રિગડા નીચે શ્રીફળ મૂકાય છે તે રોજ નવું નવું મૂકવું જોઈએ કે એકનું એક ચાલે. તેના પૈસા ભંડારમાં નાખી દઈએ તો ચાલી શકે? અથવા ચાંદીનું શ્રીફળ કાયમ માટે મૂકી શકાય ? ચાંદીનું શ્રીફળ કાયમ મૂકવા માટે નકરો ભરવો જરૂરી છે ? ૬૬ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #93 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-૨૭ - સ્નાત્રમાં ત્રિગડા નીચે રોજ નવું જ શ્રીફળ મૂકવાનું હોય છે. જૂનું ચાલે નહિ, કારણ કે એક વાર ચડાવ્યા બાદ તે પ્રભુ-નિર્માલ્ય ગણાય. તે વેચીને તેની રકમ દેવદ્રવ્ય ખાતે જમા કરી દેવી જોઈએ. ચાંદીનું શ્રીફળ બનાવી ભગવાનના હાથમાં મૂકી શકાય, પરંતુ સ્નાત્રમાં ત્રિગડા નીચે રોજ નવું શ્રીફળ ચડાવવાના બદલીમાં એ ન ચડાવી શકાય. કોઈ દેશવિશેષમાં કે સંયોગ વિશેષમાં તાજાં શ્રીફળ મળતાં જ ન હોય ત્યાં તેટલા પૂરતું કોઈએ ચાંદીનું શ્રીફળ મૂક્યું. હોય, તેનો દાખલો લઈ બધે આ પ્રમાણે ન કરી શકાય. માટે હંમેશાં નવું શ્રીફળ મેળવી ચડાવવાનું ધ્યાન રાખવું. સંયોગ વિશેષમાં ચાંદીનું શ્રીફળ મૂકવું પડયું હોય તો સુયોગ્ય નકરો દેવદ્રવ્યમાં ભરવો જોઈએ. પ્રશ્ન-૨૭ - ચૈત્યવંદન બાદ સાથિયાના અક્ષત, ફળ, નૈવેદ્યનો ઉપયોગ કોણ કરી શકે ? ઉત્તર-૨૭ – પ્રભુ પૂજામાં આવેલ અક્ષત, ફળ, નૈવેદ્ય એ નિર્માલ્ય દેવદ્રવ્ય જ છે. એનું વેચાણ કરીને એમાંથી આવેલ રકમનો ઉપયોગ શાસ્ત્રીય રીતે જિનમંદિરના જિર્ણોદ્ધાર કે નૂતન જિનમંદિરના નવનિર્માણમાં જ કરવો યોગ્ય છે. શ્રાવકોએ ઉચિત કાળજી રાખીએ બધું જ નિર્માલ્ય પૂજા દ્રવ્ય યોગ્ય રીતે વેચીને એનું સુયોગ્ય મૂલ્ય ઉપજાવવું જોઈએ. પ્રભુને ચડાવેલ આ દ્રવ્યો પૂજારી કે જિનાલયાદિ અન્ય કોઈ પણ માણસને પગાર પેટે કે એમને એમ પણ ન આપી શકાય. એમ કરવામાં દેવદ્રવ્યના વિનાશનું પાપ લાગે છે. જો આ રીતે માણસોને આ દ્રવ્ય આપી દેવામાં આવતું હોય અને સંઘના કે સંઘ સદસ્યોના કોઈપણ કાર્ય એ માણસો દ્વારા થાય તેવા કામ કરાવનારને દેવદ્રવ્યના ઉપભોગનો દોષ પણ લાગે. દેવદ્રવ્ય નાશ અને દેવદ્રવ્યના ઉપભોગનાં જે કારમાં દુષ્પરિણામો અને ભવભ્રમણાદિ દોષો શાસ્ત્રોમાં બતાવ્યા છે, તે વાંચ્યા બાદ નિર્માલ્ય દેવદ્રવ્યના વહીવટમાં ઉપેક્ષા કરવી કોઈ પણ શ્રમણોપાસકને પાલવે તેમ નથી. પ્રશ્ન-૨૮ - દેરાસરમાં ચડાવેલ ફળ-નૈવેદ્ય (નારિયેળ, સોપારી, બદામ, સાકર વગેરે પણ) જો દુકાનદારને વેચી દેવામાં આવે, તો દુકાનવાળાને વધારેમાં વધારે ફાયદો થાય છે અને દેરાસરને વધારેમાં વધારે નુકસાન ! તો આના કરતાં બીજો કોઈ શાસ્ત્રીય અભિગમ અપનાવી શકાય ? ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૭ Page #94 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-૨૮ - દુકાનદારને વેચો તો પણ ઉચિત મૂલ્ય તો વેચાવું જ જોઈએ. જો એમ ન થાય તો દેવદ્રવ્યને નુકસાન થાય. જો આ રીતે પણ નુકસાન નિવારી શકાતું ન હોય તો એક બીજો પણ માર્ગ જણાય છે. જિનાલયની ભક્તિ માટે જેમ અષ્ટપ્રકારી પૂજાના દ્રવ્યને સમર્પિત કરવાના વાર્ષિક ચડાવા કરાય છે તેમ નિર્માલ્ય દ્રવ્યના પણ ચડાવા કરી શકાય. તેમાં દરેક મહિનાના ફળ-નૈવેદ્યના દેવદ્રવ્યના નુકસાનને બચાવવા અનુકંપામાં વાપરવાના લક્ષ્યપૂર્વક બાર મહિનાના ફળ-નૈવેદ્યના બાર નામો નોંધાય કે ચડાવા બોલાય. એ દ્રવ્ય દેવદ્રવ્યમાં જમા કરીને એમાંથી ખરીદેલ ફળ-નૈવેદ્ય ગામ કે શહેરમાં રહેલ ભિખારીઓ, અપંગો વગેરે અનુકંપા યોગ્ય અજૈન લોકોને આપી દેવાય, તો એનાથી શાસનની પ્રભાવનાની સાથોસાથ દેવદ્રવ્યનો વિનાશ અટકવાનો પણ જબરો લાભ પ્રાપ્ત થાય. એક સ્થાને રૂઢ થવાથી અનુકરણપ્રિય અન્ય સંઘોમાં પણ આનો વ્યાપક પ્રચાર થાય અને સર્વત્ર દેવદ્રવ્ય સુરક્ષિત બની જાય. સંઘજનોએ થોડા વધુ ઉદાર બનીને એમાં ભાગ લેવા જેવો છે-એવું લાગે છે. પ્રશ્ન-૨૯- રાજસ્થાનમાં અબોટ દીવો ચાલે છે, જેને ગુજરાતમાં અખંડ દીપક કહે છે તેનું વિધાન કયા શાસ્ત્રમાં આવે છે ? તેની જરૂર શી ? ઉત્તર-૨૯ - દેરાસરમાં - ગભારામાં કાયમ રીતે અબોટ દીવો કે અખંડ દીપક રાખવાનું વિધાન કોઈ ગ્રંથમાં આવે છે, તેવું જાણ્યું નથી. શાંતિસ્નાત્ર, પ્રતિષ્ઠા, અંજનશલાકા જેવાં વિશિષ્ટ પ્રભાવક અનુષ્ઠાનોમાં અખંડ દીપક કરવાની વિધિ આવે છે, પણ એ કાર્ય પત્યા બાદ એનું વિસર્જન કરવામાં આવે છે. એ વિસર્જનના ચોક્કસ મંત્રો પણ વિધિવિધાનના ગ્રંથોમાં છે. પ્રશ્ન-૩૦ – અખંડ દીપકનો લાભ શું ? એ દેવદ્રવ્યથી કરી શકાય ? એ દીપક પૂજા તરીકે કરાય છે ? ઉત્તર-૩૦ – અખંડ દીપક વિશિષ્ટ વિધાનોમાં વિધિની પવિત્રતા, દેવતાઈ સાંનિધ્ય પ્રાપ્તિ વગેરે કારણોથી કરાતો સંભવે છે. દેરાસરમાં કાયમી અખંડ દીપક કરવા પાછળ પણ આવા જ હેતુ રહેલા જણાય છે. પરંતુ તેનું વિધાન શાસ્ત્રોમાં જોવા મળ્યું ન હોવાથી આ કાર્યમાં દેવદ્રવ્યનો ઉપયોગ કરવો ૬૮ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #95 -------------------------------------------------------------------------- ________________ યોગ્ય જણાતો નથી. પરમાત્માની દીપક પૂજા તો અલગથી દીપક કે આરતી કરવાથી થઈ શકે છે. પ્રશ્ન-૩૧ - દેવદ્રવ્યમાંથી બનાવેલ ઉપાશ્રય-આરાધના ભવનમાં કઈ કઈ ધાર્મિક પ્રવૃત્તિ થઈ શકે ? ઉત્તર-૩૧ - ઉપાશ્રય-આરાધના ભવન દેવદ્રવ્યમાંથી બનાવી શકાય જ નહિ. તેથી તેમાં કઈ કઈ ધાર્મિક પ્રવૃત્તિ કરી શકાય એ પ્રશ્ન જ અસ્થાને છે. છતાં કોઈએ દેવદ્રવ્યમાંથી ઉપાશ્રય-આરાધના, ભવન બનાવ્યું હોય કે તેમાં થોડું ઘણું પણ દેવદ્રવ્ય વાપર્યું હોય, તો તેમાં કોઈપણ સામાન્ય ધાર્મિક પ્રવૃત્તિ કરી શકાય નહિ. એમાં વધુમાં વધુ જિનમંદિર બનાવી, પરમાત્માની પ્રતિમા બિરાજમાન કરી જિનભક્તિ જ કરી શકાય. પ્રશ્ન-૩૨ – દેવદ્રવ્યમાંથી કોઈ સંઘે ઉપાશ્રય-આરાધના ભવન બનાવી દીધાં હોય અને શ્રીસંઘના સામાન્ય કાર્યોમાં એનો ઉપયોગ પણ કરતા હોય ત્યારે એ સ્થાનનો ઉપયોગ કરવા માટે નકરો આપે તો ચાલી શકે ? દેવદ્રવ્યની મૂડીનું વ્યાજ આપતા રહે તો ચાલી શકે ? ઉત્તર-૩૨ – દેવદ્રવ્યમાંથી ઉપાશ્રય બનાવી દીધો હોય તો ગીતાર્થ ગુરુનું માર્ગદર્શન મેળવી જેટલી રકમ દેવદ્રવ્યની વપરાઈ હોય તે મૂળ રકમ, તેના બજારમાં ચાલતા વ્યાજ દરે આજ સુધીના વ્યાજની રકમ સાથે દેવદ્રવ્ય ખાતે ભરપાઈ કરી દેવી જોઈએ. દેવદ્રવ્યને કે દેવદ્રવ્યમાંથી બનેલ કોઈપણ વસ્તુને શ્રાવકના કાર્યમાં સીધું કે પરોક્ષ રીતે વાપરવું એ ભયંકર કોટિનું પાપ છે. એ દુર્ગતિની પરંપરા ઊભું કરનાર મહાપાપ છે. માટે એની શાસ્ત્રસાપેક્ષ માર્ગે તુરંત શુદ્ધિ કરી જ દેવી જોઈએ. એવાં સ્થાનમાં શ્રીસંઘે શ્રી જિનભક્તિ સિવાયની અન્ય કોઈ જ આરાધના કરવી-કરાવવી ન જોઈએ. એવાં સ્થાનમાં દેવદ્રવ્યમાંથી આ ઉપાશ્રય બન્યો છે.” અગર તો “આ ઉપાશ્રયમાં દેવદ્રવ્ય વપરાયું છે' તેવા ભાવનું મોટા અક્ષરોમાં બોર્ડ મૂકવું હિતકર છે. જ્યાં સુધી શુદ્ધિનું કાર્ય શકય ન બને ત્યાં સુધી મૂળ મૂડીનું બજાર ભાવે ચાલતું વ્યાજ ભરવું જ જોઈએ. માત્ર સંઘે નક્કી કરેલો કે એમને એમ જ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૯ . Page #96 -------------------------------------------------------------------------- ________________ મનમાં આવે તેટલો નકરો આપીને આવાં સ્થાનનો ઉપયોગ કરવો એ પણ આત્મનાશનો જ માર્ગ છે. દેવદ્રવ્ય પ્રાચીન મંદિરોના જિર્ણોદ્ધાર, નૂતન મંદિરોનાં નિર્માણ આદિ શાસ્ત્રવિહિત કાર્યમાં જ વાપરી શકાય છે. એમાંથી ઉપાશ્રય નિર્માણાદિ કરવાં એ જરાપણ યોગ્ય નથી. પ્રશ્ન-૩૩ – સાધુ-સાધ્વી વૈયાવચ્ચના પૈસા મહાત્માની વ્હીલચેર માટે ફાળવી શકાય ? ઉત્તર-૩૩ – વ્હીલ ચેર વાપરવી સાધુ-સાધ્વીના સંયમ માટે અત્યંત ઘાતક બાબત છે. માટે એને ઉત્તેજન આપવું જરા પણ યોગ્ય નથી. હીલ ચેર વાપરવાનાં ગંભીર નુકસાનો અંગે “વ્હીલ ચેરની વીસ વ્યથાઓ” નામનો લેખ પૂ.આ.શ્રી. અશોકસાગરસૂરિજી મહારાજે પ્રકાશિત કરેલો છે. એ જ રીતે વિ.સં. ૨૦૪૪ના કુંભોજગિરિ તીર્થમાં પૂ.આ.શ્રી. ભુવનભાનુસૂરિજી મહારાજ અને તેમના સમુદાયના વડીલ સાધુ ભગવંતોની નિશ્રામાં તેમની આજ્ઞાથી એક મહાત્માએ વ્હીલ ચેર વાપરવાનાં કારમાં નુકસાનો અંગે દર્દભર્યા શબ્દોમાં પ્રકાશ પાથર્યો હતો. તે પ્રવચન ‘દિવ્યદર્શન' સાપ્તાહિકમાં પણ અક્ષરશ: મુદ્રિત થયેલ છે. સંયમપ્રેમી વયપર્યાયવૃદ્ધ પૂ.આ.શ્રી વિજય રામસૂરિજી મહારાજે (ડહેલાવાળા) પણ વ્હીલચેરના ઉપયોગ પ્રત્યે સખત નારાજી અને અસહમતી વારંવાર દર્શાવી હતી. પ્રશ્ન-૩૪ - ઈન્દ્રમાળા વગેરેની બોલીઓ યતિઓના સમયમાં શરૂ થઈ છે. એમ કેટલાકો જણાવે છે એ વાત શું સાચી છે ? ઉત્તર-૩૪ – ઈન્દ્રમાળા વગેરેની બોલીઓ - ઉછામણીની પ્રથા ઘણી પ્રાચીન છે. ઘણા શાસ્ત્રોમાં એ અંગેના ઉલ્લેખો જોવા મળે છે. ઐતિહાસિક પ્રબંધો, ચરિત્રો અને પટ્ટાવલીઓમાં પણ અનેક ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. કલિકાલ સર્વજ્ઞ પૂ. શ્રી. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં મહારાજા કુમારપાળના સંઘ પ્રસંગે શત્રુંજય-૧, ગિરનાર-૨ અને પ્રભાસપાટણ-૩ ખાતે ઉછામણી દ્વારા ત્રણ વાર સંઘમાળા ગૃહીત કરીને પહેરવાપહેરાવવાની ક્રિયા થઈ હતી. એટલે એ સમયમાં (વિક્રમનો બારમો-તેરમો ૭૦ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #97 -------------------------------------------------------------------------- ________________ સૈકો) ઉછામણીની પ્રથા ખૂબ દૃઢમૂલ અને સાર્વત્રિક બની હતી. એ માળનું દ્રવ્ય તે તે તીર્થના દેવદ્રવ્ય ખાતે જમા થયેલ છે. ‘યુગપ્રધાન ગુર્વાવલી’માં ચૌદમા સૈકાના છ-રી પાલક સંઘોના તીર્થયાત્રા પ્રસંગે ઉછામણીઓના અને તેનું દ્રવ્ય દેવદ્રવ્ય ખાતે જમા થયાના અનેક ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. અત્રે એમાંના બે-ચાર ઉલ્લેખો આપીએ છીએ. ૭ વિ.સં. ૧૩૨૯માં પાલનપુરથી સંઘ નીકળ્યો. એ સંઘ તારંગા આવ્યો. ત્યાં ઈન્દ્રમાળા વગેરેની આવક ૩૦૦૦ દ્રમ્ન થઈ હતી. આગળ ખંભાત આવતાં ફરી ઈન્દ્રમાળા વગેરે થતાં આવક ૫૦૦૦ દ્રમ્પ થઈ હતી. શત્રુંજય તીર્થે ૧૭૦૦૦ દ્રમ્પની આવક થઈ હતી. ગિરનાર ઉપર ૭૦૯૭ દ્રમ્પની આવક થઈ હતી. આ આવક અક્ષયપદે એટલે કે ગુપ્ત ભંડાર ખાતે થઈ હતી. ગુપ્ત ભંડાર (નીવિ) દેવદ્રવ્યનો થતો હતો. અલગ અલગ ઉછામણીઓ દ્વારા જે આવક દેવદ્રવ્ય ખાતે થઈ હતી, તેની સંક્ષિપ્ત નોંધ આપતાં એ ગ્રંથમાં જણાવ્યું છે કે, ‘શત્રુજ્ઞયે देवभाण्डागारे उद्देशतः सहस्र २० उज्जयन्ते सहस्र १७ संजाता. ' ભાવાર્થ : ‘શત્રુંજયમાં દેવના ભંડારમાં વિવિધ લાભોના ચડાવાથી ૨૦ હજાર દ્રમ્પ અને ગિરનારમાં ૧૭ હજાર દ્રમ્મની આવક થઈ હતી.’ વિ.સં. ૧૩૮૦માં દિલ્લીથી આવેલા સંઘની શત્રુંજય ઉપર માળા થતાં એમાં પ્રતિષ્ઠા માળા, ઈન્દ્રપદ મેળવવું, કળશ સ્થાપના કરવો, ધ્વજા ચડાવવી વગેરે સમસ્ત લાભો અંગેની ઉછામણી થતાં કુલ ૫૦ હજાર દ્રમ્મની આવક થઈ હતી અને તે પણ શ્રીયુાહિ-વેવમાન્ડરે = શ્રી આદિનાથ દાદાના ભંડારમાં એટલે કે દેવદ્રવ્યમાં જમા થઈ હતી. આ રીતે વિ.સં. ૧૩૮૧માં પણ ભીલડીથી શત્રુંજય આવેલા સંઘની માળા આદિની ઉછામણીના, ૧૫ હજાર દ્રમ્ન થયાં હતાં તે પણ શ્રીયુ,વિવેવમાઙારે એટલે દાદાના ભંડારમાં જમા થયા હતા. ૦ વિ.સં. ૧૩૬૬ના ઉલ્લેખ મુજબ વીખડપ્રમુઘસ સુશ્રાવશે: श्रीइन्द्रपदादिप्रोत्सर्पणा विहिता । ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૭૧ Page #98 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : બીજડ વગેરે સઘળા સુશ્રાવકો દ્વારા શ્રી ઈન્દ્રપદ વગેરે મેળવવા માટે પ્રોત્સર્પણ કરાઈ. પ્રોત્સર્પણા એટલે ઉછામણી. v + સત્સT = પ્રોત્સ શબ્દ બને છે. વિશિષ્ટ - પ્રકૃષ્ટ રીતે ધનનો ત્યાગ કરીને ઊંચે ચડાવવાની ક્રિયા કરીને લાભ મેળવવાની રીત એટલે જ પ્રોત્સર્પણા. જે આજે બોલી-ઉછામણી વગેરે નામે પ્રસિદ્ધ છે. આ અને આવા બીજા અનેક ઉલ્લેખોને જોયા બાદ ઈન્દ્રમાળાદિને પહેરવા આદિ લાભો મેળવવા થતી ઉછામણી બોલીઓની પ્રથાને યતિઓના સમયમાં શરૂ થયેલી’ એમ કહેવું-પ્રચારવું એ તદ્દન વાહીયાત અને સત્યથી વેગળું છે - એવું લાગ્યા વગર રહે નહિ. એ જ રીતે શ્રી જિનેશ્વર દેવને ઉદ્દેશીને થતી આ માળાઓ આદિનું દ્રવ્ય દેવદ્રવ્ય ખાતે જ જમા થવું જોઈએ એ આવા ઉલ્લેખો દ્વારા પણ પુરવાર થાય છે. પ્રશ્ન-૩૫ - દેવદ્રવ્યનો વિનાશ થતો હોય તો સાધુએ પણ એને રોકવો જોઈએ. ન રોકે તો તેના મહાવ્રતોની શુદ્ધિ રહેતી નથી. એવું ધર્મસંગ્રહમાં વાંચવામાં આવ્યું છે. તો એ વાતને જણાવતો પાઠ કોઈ આગમમાં મળે છે ખરો ? ઉત્તર-૩૫ - ‘પંચકલ્પ' નામના છેદગ્રંથમાં એ જ વાત આ મુજબના શબ્દોમાં જણાવી છે. xx जया पुण पुव्वपवन्नाणि खेत्त - हिरण्णाणि दुपय-चउप्पयाई जइ भंडं वा चेइयाणं लिंगत्था वा चेइयदव्वं राउलबलेण खायंति, रायभडाइ वा अच्छिंदेज्जा, तथा तवनियम-संपउत्तो वि साहू जइ न मोएइ, वावारं न करेइ तया तस्स सुद्धी न हवइ, आसायणा य भवइ । ભાવાર્થ : જિનમંદિરને પૂર્વે મળેલાં ખેતરો, સુવર્ણો, દાસ-દાસી, ઢોર વગેરે, વાસણો (ઉપકરણો) અગર તો ચૈત્ય (દેવ) દ્રવ્યને ૭૨ ઘર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #99 -------------------------------------------------------------------------- ________________ રાજાનું સૈન્ય ખાવા જાય, અગર તો સૈનિકો એનો વિનાશ કરવા જાય ત્યારે તપ-નિયમમાં સારી રીતે ઉપયોગવંત એવો પણ સાધુ જો ન છોડાવે, એ માટે પુરુષાર્થ ન કરે તો તેની (મહાવ્રતોની) શુદ્ધિ ન થાય; (પરમાત્માની) આશાતના પણ થાય. ‘સંબોધ પ્રકરણ’ જેવા ગ્રંથરત્નમાં તો ઉપેક્ષા કરનાર સાધુ ‘અનંત સંસારી' થાય એમ કહેલ છે. અનેક ગ્રંથોમાં એ ગાથા આ પ્રમાણે બતાવેલ છે : चेइयदव्वविणासे तद्दव्वविणासणे दुवियभेए । साहू उविक्खमाणो अनंतसंसारिओ भणिओ ।। ભાવાર્થ : ‘ચૈત્ય દ્રવ્યના વિનાશ પ્રસંગે, એ બે પ્રકારના ચૈત્ય દ્રવ્યના વિનાશમાં જો સાધુ ઉપેક્ષા કરે તો તે અનંત સંસારી કહેલો છે.’ પ્રશ્ન-૩૬ - તીર્થોમાં જિનબિંબો ઘણાં હોય છે. ઘણાં સ્થાને એના કારણે પ્રક્ષાલપૂજા થતી નથી. પૂજારી આવીને ભીનું પોતું કરીને સાફ કરી જાય છે. આશાતના ટાળવા માટે પ્રતિમાજી ઓછાં ન કરી શકાય ? ઉત્તર-૩૬ - ‘સ્તવપરિજ્ઞા' વગેરે પ્રાચીન અનેક ગ્રંથોમાં જણાવ્યું છે કે, જિનપ્રતિમાની પ્રક્ષાલપૂજા રોજ થવી જ જોઈએ. પ્રાચીન તીર્થોમાં ઘણાં જિનબિંબો હોય એ બનવાજોગ છે. આવું હોય ત્યારે ટ્રસ્ટી અને વહીવટદારોએ રોજ પ્રક્ષાલાદિ પૂજા બરાબર થાય એવો પ્રબંધ ગોઠવવો જ જોઈએ. એવી વ્યવસ્થા જો શક્ય ન રહે તો પછી પ્રતિમા રાખવાનો મોહ ઓછો કરીને જરૂરિયાતવાળાં સ્થાનોમાં બહુમાન જળવાય તે રીતે પ્રાચીન પ્રતિમાજી આપવાં જોઈએ. જેટલાં પણ જિનબિંબો રખાય તેની રોજ પ્રક્ષાલાદિ પૂજા તો થવી જ જોઈએ. પ્રશ્ન-૩૭ - શ્રાવક માટે પ્રભુની આજ્ઞાઓ કઈ કઈ છે ? એ ક્યાંથી જાણવી ? ઉત્તર-૩૭ - યોગશાસ્ત્ર, શ્રાદ્ધદિન નૃત્ય, શ્રાદ્ધવિધિ અને ધર્મસંગ્રહ ભાગ-૧ જેવા ગ્રંથો ગુરુ ભગવંત પાસે બેસીને બરાબર વાંચવા-સમજવાથી શ્રાવક માટે પ્રભુની કઈ કઈ આજ્ઞાઓ છે એનું જ્ઞાન સારી રીતે થઈ શકે છે. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? 93 Page #100 -------------------------------------------------------------------------- ________________ વધુમાં ધર્મક્ષેત્રના વહીવટની જવાબદારી માથે હોય તેવા પુણ્યાત્મા શ્રાવકે દ્રવ્યસપ્તતિકા ગ્રંથ પણ ઉપરોક્ત વિધિથી ભણવો જોઈએ. પ્રશ્ન-૩૮ - જિનેશ્વર પરમાત્માની મૂર્તિ ઘરદેરાસરમાં છે, પણ એમની સાથે જ હનુમાનજી અને લક્ષ્મીદેવી વગેરે અન્ય ધર્મીઓની મુદ્રાવાળી મૂર્તિઓ પણ પધરાવેલી છે તો તેવાં ઘરદેરાસરે દર્શનાર્થે જવાય ? ઉત્તર-૩૮ – ઘર દેરાસર કે સંઘ દેરાસરમાં માત્ર શ્રી જિનેશ્વર પરમાત્મા, સદ્ગુરુ-નિગ્રંથો અને મૂળનાયક પરમાત્માના શાસનની સુરક્ષાની જવાબદારી જેમના ઉપર સમવસરણમાં ખુદ પરમાત્માએ મૂકેલી છે તે જ શાસનદેવ-યક્ષ યક્ષિણીની શિલ્પવિધિ મુજબની પ્રતિમા જ પધરાવી શકાય અને એ જ રીતે પધરાવેલ હોય તે સ્થળે જ સંઘથી દર્શન-પૂજનાર્થે જઈ શકાય. અન્ય ધર્મીઓના અન્ય ધર્મના દેવ-દેવી ગુરુઓની મૂર્તિઓ જ્યાં પધરાવાય છે, તે સ્થાનમાં જવાથી મિથ્યાત્વ લાગે છે. ત્યાં જવાથી શ્રી જિનરાજ અને જૈનધર્મની લઘુતા કરવાનું પાપ પણ લાગે છે. ‘દાદા ભગવાનના નામે પ્રચાર પામેલ ગૃહસ્થના મતનાં મંદિરોમાં મૂળ ગભારામાં શ્રી સીમંધરસ્વામીજીની અને બાજુના ગર્ભગૃહોમાં શ્રીકૃષ્ણની અને શ્રી શંકર મહાદેવની પ્રતિમા પધરાવેલી જોવા મળે છે. એવા સ્થાનમાં જવું એ પણ મિથ્યાત્વની જ કરણી છે. ત્યાં જઈને શ્રી સીમંધર પ્રભુને ય જોનારો પૂજનારો મિથ્યાત્વને આમંત્રણ આપી પોતાના આત્મઘરમાં પધરાવે છે. પ્રશ્ન-૩૯ - શરીરની અસહ્ય ગરમીના કારણે ઘર દેરાસર કે સંઘ દેરાસરમાં ગભારામાં કે બહાર એ.સી. (એરકંડીશનર) મશીન મૂકી શકાય ? શાંતિથી ત્રણ-ચાર કલાક જિનભક્તિ થઈ શકે ને ? ઉત્તર-૩૯ - ઘર દેરાસર હોય કે સંઘ દેરાસર, એમાં ક્યાંય એ.સી. તો શું પંખો પણ લગાડી શકાય નહિ. જિનભક્તિ શાંતિથી થાય - એ બહાના હેઠળ તો આ અને આવી બીજી કેટલીયે વાતો રજૂ થશે માટે વિવેકી પ્રભુભક્તોએ આવા અવળા માર્ગે ન ચાલવું એ જ હિતકર છે. પ્રશ્ન-૪૦ - ચાંદીની ચોવીશીના ભગવાન છૂટા પડી ગયા છે. પૂજામાં વપરાય કે પછી વિસર્જન કરવું ? ૭૪ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? Page #101 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-૪૦ - કુશળ કારીગર પાસે વિધિ સાચવીને ચાંદીના તાર વગેરે દ્વારા પ્રતિમાજીને ફરી ગોઠવવા હિતાવહ છે. એમને એમ વિસર્જન ક૨વાનો માર્ગ યોગ્ય નથી. ચોવીશીના છૂટા પડેલા ભગવાન પોતે ખંડિત થઈ ગયા હોય તો વિસર્જન અંગે વિચારી શકાય. આ અંગે પ્રત્યક્ષ જોયા બાદ જ જરૂરી અભિપ્રાય આપી શકાય. પ્રશ્ન-૪૧ ભગવાનના અંગ ઉપર બરાસ પૂજા થાય કે નહિ ? હમણાં લોકવાયકા એવી સંભળાય છે કે બરાસમાં કેમિકલ આવે છે. સત્ય હકીકત જે હોય, તે જણાવવા વિનંતિ. ઉત્તર-૪૧ - બરાસમાં કેમિકલ આવતું હોય, તો તેની જગ્યાએ શુદ્ધ કેમિકલ વિનાનો બરાસ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એવો પ્રયત્ન કરવાના બદલે કેમિકલના હાઉને ઉભો કરી બરાસના ઉપયોગનો એકાંતે નિષેધ કરવો, એ કોઈ પણ રીતે ઉચિત જણાતું નથી. કેમિકલના નામ માત્રથી જ વસ્તુનો વિરોધ કે નિષેધ કરવાનો સિદ્ધાંત સ્થાપી દેવાય, તો ઘણી ખરી વિધિઓનો આજે જ વિચ્છેદ કરી દેવો પડે. એમ કરતાં તો આલંબન જ નાશ પામી જાય. વિધિમાર્ગનું સ્થાપન જ્યાં સુધી પૂરેપૂરું ન કરી શકાય, ત્યાં સુધી પ્રચલિત વિધિમાં થતી અવિધિના કારણે સમૂળગી વિધિનો વિરોધ કરી સમૂળગો ઉચ્છેદ ન કરી શકાય. કારણ કે તેમ કરતાં સંપૂર્ણ વિધિ-માર્ગ જ જોખમમાં મૂકાઈ જાય. કેસર, કસ્તુરી, બરાસ, ભીમસેન કપૂર, શુદ્ધ કપૂર વગેરે સુગંધી દ્રવ્યોથી મિશ્રિત ચંદનથી જિનબિંબની પૂજા કરવાનાં અનેક વિધાનો, ઉલ્લે -નો અને પાઠો મોજૂદ છે. તેથી બરાસ મિશ્રિત ચંદન પૂજા શાસ્ત્રોક્ત જ છે. એમાં કોઈ શંકા કરવાનું કારણ નથી. વસ્તુ સારી અને સાચી મળે એ માટેની તકેદારી જરૂ૨ ૨ાખવી જોઈએ કે જેથી ભક્તિ સુંદર રીતે સાચવી શકાય. પ્રશ્ન-૪૨ મોટા તીર્થોમાં અમુક દેરીઓ ઉપર શ્રીફળનાં તોરણ લગાડાય છે, તેનું મહત્ત્વ શું ? એ શાસ્ત્રીય છે ? — ઉત્તર-૪૨ - કોઈપણ તીર્થ કે જિનાલયમાં કે અન્ય કોઈ પણ દેવ-દેવીના સ્થાપનમાં પણ દેરી ઉપર આ રીતે શ્રીફળનાં તોરણો લગાડવાં, એમાં કોઈ શાસ્ત્રીય વિધિનું પાલન છે, તેવું મુદ્દલ જણાતું નથી. આ એક દેખાદેખીથી ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૭૫ Page #102 -------------------------------------------------------------------------- ________________ ચાલુ થયેલ રિવાજ છે અને ભોગના ભૂખ્યા લોકોએ સાંસારિક વાસનાઓની પૂર્તિ માટે આવા રિવાજો ચાલુ કરેલા જોવાય છે. ધર્માર્થીજનોએ આવી કોઈ પણ પ્રવૃત્તિ કરવી ઉચિત જણાતી નથી. અર્જનોમાં કેટલેક સ્થળે આવી પ્રથા છે, તેની દેખાદેખીથી આપણે ત્યાંય કેટલાક લોકો આવી પ્રવૃત્તિ કરતા હોય છે, જે ઉચિત જણાતી નથી. પ્રશ્ન-૪૩ - શાસ્ત્રમાં કહ્યું છે કે સંઘર્ષ ન કરવો. અત્યારે ધાર્મિક બાબતોમાં વિવાદ ઊભો કરી સંઘર્ષ કરી જે કોર્ટ સુધી પણ લઈ જવાય છે, તો તે કેટલું ઉચિત છે ? ઉત્તર-૪૩ - ધર્મ જ્યારે પોતાનો લાગશે, ત્યારે જ આ વસ્તુ સમજાશે. સોબસો રૂપિયા જેવી ત્યાજ્ય વસ્તુઓ માટે સગા બાપ કે ભાઈ સામે જે લોકો ત્રણે કોર્ટે જાય છે, તેઓ ધર્મના સિદ્ધાંતોની રક્ષાના પ્રસંગે “મૌન' ને ‘શાંતિની વાતો કરે છે, ત્યારે આશ્ચર્ય થાય છે. શાસ્ત્રોમાં પૌદ્ગલિક ત્યાજ્ય વસ્તુઓ માટે સંઘર્ષ કરવાની ના પાડી છે, વ્યક્તિગત માન-અપમાનને વશ થઈ સંઘર્ષ કરવાની ના પાડી છે. પરંતુ ધર્મ, ધર્મના સિદ્ધાંતો, ધર્મગુરુનું ગૌરવ, ધર્મસ્થાનોની સ્વાયત્તતા, તીર્થરક્ષા, જિનાજ્ઞા આવી બધી આત્મહિતકર સર્વજીવ કલ્યાણકર બાબતોની રક્ષા ખાતર અનિવાર્ય સંઘર્ષ ખેલવાની ક્યાંય ના નથી પાડવામાં આવી. શાસનરક્ષા ખાતર સંઘર્ષ કરવો એ પણ એક પ્રકારની આરાધના છે. આવા અવસરે મૌન રહેવાથી તો પાંચ મહાવ્રતો અકબંધ પાળનારા સાધુનાં પણ એ પાંચ મહાવ્રતોનો નાશ થઈ જાય. હા, એક વાત ચોક્કસ છે કે આ સંઘર્ષ કરતી વખતે પણ હૈયાના કોઈ પણ ખૂણામાં કોઈ પ્રત્યે અંગત વૈર, અભાવ, દ્વેષ, તિરસ્કારનો ભાવ ન હોવો જોઈએ. આ સંઘર્ષમાં હાર-જીતની કાષાયિક પરિણતિઓ ન સ્પર્શવી જોઈએ અને આ સંઘર્ષ પણ વિવેકને વેગળો મૂકીને ન થવો જોઈએ. ન્યાયપૂર્વકના વિનય-વિવેકભર્યા તમામ પ્રયત્નો કર્યા બાદ પણ સત્ય સિદ્ધાંતોને ગૂંગળાવી દેવાતા હોય, એ સત્યના આરાધકોને રૂંધી નંખાતા હોય, સત્યના એ આરાધકોને ક્યાંય ઉભા રહેવાની જગ્યા ન રહે એવી પેરવીઓ ૭૬ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #103 -------------------------------------------------------------------------- ________________ કરાતી હોય, ત્યારે ન છૂટકે, છેલ્લા ઉપાય તરીકે ન્યાયપીઠમાં ધા નાંખ્યા વિના કોઈ ઈલાજ હોતો નથી. દિગંબરોએ શ્વેતાંબર તીર્થોના કબજા-પૂજા અંગે અધિકારો મેળવવા કનડગત શરૂ કરી, ત્યારે શ્વેતાંબર સંઘે એમની સામે ન્યાય મેળવવા છેવટે કોર્ટનો જ આશ્રય લેવો પડ્યો અને આજે પણ લેવો જ પડે છે. પૂર્વમાં જૈનાચાર્યોએ પણ અસત્યનો પ્રતિકાર કરવા રાજ્યાશ્રયે ચાલતી કોર્ટોમાં ધા નાંખ્યાના અઢળક પ્રસંગો ઈતિહાસમાં નોંધાયા છે. આઠ પ્રભાવક જૈનાચાર્યોમાં એક ‘વાદી' નામના પ્રભાવક પણ આવે છે. સત્ય-સિદ્ધાંત રક્ષાના પ્રસંગે આવા વાદીઓ રાજાની કોર્ટોમાં જઈ અસત્યવાદીઓને પરાસ્ત કરી જૈનશાસનનો વિજયધ્વજ લહેરાવતા હતા. વીતરાગ જેવા ખુદ વીતરાગ પરમાત્માની પાસે પણ આવા શ્રેષ્ઠ વાદીઓની પર્ષદા રહેતી. આ બધું આટલું સ્પષ્ટ હોવા છતાં કોર્ટના નામે સંઘના અબુધ આરાધકોને ભડકાવવાની કોશિષ કરવી એ જરાય ઉચિત નથી. પ્રશ્ન-૪૪ - હમણાં હમણાં કેટલેક સ્થળે ‘વરખ માંસાહાર છે' એવા ફોટા સહિતનાં ચતુરંગી ચોપાનીયાં છૂટથી વહેચાઈ રહ્યા છે. એમાં પૂરાવાઓ સાથે જણાવ્યું છે કે “વરખ માંસાહાર વસ્તુ છે” તો શું આ વાત સત્ય છે ? શું વરખ વાપરવાથી – ખાવાથી માંસાહારનું પાપ લાગે છે ? શું ભગવાનની આંગીમાં વરખનો વપરાશ કરાય ? ઉત્તર-૪૪ - “વરખ માંસાહાર છે' એવો પ્રચાર તદ્દન પોકળ અને ગેરવાજબી છે. અમદાવાદ અને મુંબઈમાં પણ વર્ષોથી વરખ બને છે. જેના ગ્રાહક મોટાભાગે જૈનો જ છે. ઘણા જૈન આગેવાનો જથ્થાબંધ વરખ ખરીદે છે. એ માટે સતત એ બનાવનારના સંપર્કમાં છે. એની પેઢીઓમાં અવારનવાર આવતા-જતા હોય છે. અમદાવાદમાં તો વરખનું કામકાજ રોડ ઉપરથી દેખાય છે. “આ બધા જૈનોની આંખમાં ધૂળ નાંખીને વરખ બનાવવા માંસ-આંતરડાં આદિનો ઉપયોગ થાય છે” એમ માનવું વધુ પડતું છે. કોઈ સ્થળે કદાચ એ રીતે પણ બનતું હશે, તો પણ બધે એવું થાય એમ કહેવું યોગ્ય નથી. થોડાં વર્ષો પૂર્વે પણ આવો જ પ્રચાર ધૂમથી થયો હતો, ત્યારે અમદાવાદ સ્થિત પ્રખ્યાત અનેક જૈનાચાર્યોએ એકી અવાજે “વરખ માંસાહાર' હોવાની વાતને નકારી કાઢી હતી. પ્રતિષ્ઠા-પ્રસંગે ધાતુના ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૭૭ . Page #104 -------------------------------------------------------------------------- ________________ ભગવાન તેમજ ધ્વજદંડ-કળશ વગેરે ઉપર સોનું ચડાવવામાં આવે છે. એ સોનું સોનાના વરખ બનાવીને ચડાવવામાં આવે છે. એ માટે વરખ બનાવનાર કારીગરોને રોકવામાં આવે છે. આવા કારીગરોને કામ કરતાં ઘણાએ નિહાળ્યા છે. એમના કાર્યમાં શું શું વપરાય છે, એની ઝીણવટથી તપાસ પણ સુશ્રાવકોએ આદરી છે. તેમાં ક્યાંય વરખ બનાવવા માટે માંસ પદાર્થનો ઉપયોગ થતો જાણ્યો નથી. વરખ બનાવનાર કારીગરો ચોક્કસ પ્રકારના કાગળોની બનેલી ચોપડી બનાવે છે, તેનાં એક એક પાને ચાંદી-સોનાનું પતરું મૂકી એ ચોપડી પેક કરી પછી બહાર ચામડાનાં જાડાં પડ રાખી હથોડાથી કૂટે છે. આ રીતે વરખ બને છે. આ સમગ્ર પ્રોસેસમાં ચાંદી સોનાના પતરાને (વરખને) ક્યાંયક્યારેય ચામડાનો સ્પર્શ થતો નથી. તેથી દરેક સ્થળે બનતા વરખ માટે વરખ માંસાહાર છે-અભક્ષ્ય છે-ભગવાનની આંગીમાં કે મીઠાઈ વગેરે ઉપર લગાડવામાં વપરાય નહીં' એવી વાતો ભૂલ ભરેલી છે. છતાં કોઈ સ્થળે તેમજ બનાવતા હોય, તો તેની તપાસ કરી શુદ્ધ વરખ વાપરવા. “ચામડાનો સ્પર્શ થઈ જાય તો વસ્તુ અભક્ષ્ય અપવિત્ર બની જાય” આ નિયમ પણ જૈનશાસનનો નથી. થોડાં વર્ષો પૂર્વે મારવાડ-કચ્છ વગેરે પ્રદેશોમાં પીવાનું પાણી ચામડાની પખાલોમાં આવતું હતું. પૂજામાં પણ એ વપરાતું હતું. ઘી મૂકવાનાં વાસણો ચામડાનાં બનેલાં રહેતાં. દરેક ધર્મનાં મંદિરોમાં અને દેરાસરમાં ઢોલ, નગારા, તબલા વગેરે સંગીતનાં સાધનોમાં ચામડું વપરાતું હતું અને આજેય વપરાય છે. તેથી ચામડાનો સ્પર્શ થયો એટલા માત્રથી જ વરખ અપવિત્ર અભક્ષ્ય-વપરાય જ નહિ' આવો દેકારો મચાવવો એ યોગ્ય નથી, છતાં જાણ્યે-અજાણ્યે પણ એવો દેકારો મચાવનારા એ દ્વારા જિનભક્તિ આદિના એક તારક આલંબનથી સંઘને વંચિત રાખવાનો મહાદોષ પણ આચરી રહ્યા છે, એમ કહેવું વધુ પડતું જણાતું નથી. પ્રશ્ન-૪૫ - વરખ પરમાત્માની આંગીમાં વપરાય છે. તે શોભા વધારવા માટે જ. તેની શી જરૂર ? આંગી વગરની પ્રતિમા વધારે સુંદર લાગે છે. જનસામાન્ય આંગીનાં જ વખાણ કરતા હોય છે અને પરમાત્માને ભૂલી જાય છે. ૭૮ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #105 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-૪૫ - ભગવાનની પ્રતિમાના માધ્યમથી ભગવાનના જીવનની દરેક અવસ્થાઓનું ચિંતન ક૨વાની જિનાજ્ઞા છે. જે ચૈત્યવંદન મહાભાષ્ય આદિ ગ્રંથોમાં સ્પષ્ટરૂપે વર્ણવેલી છે. ૫૨માત્માની અનેક અવસ્થાઓ પૈકીની જ એક અવસ્થા ‘રાજ્યાવસ્થા' છે, એનું ભાવન કરવા માટે જ આંગી-અંગરચનાનું વિધાન છે. વ્યવહાર ભાષ્ય નામના આગમ ગ્રંથમાં પરમાત્માના બિંબનું ‘શૃંગાર કર્મ’ એટલે જ અંગરચના કરવાની વાત આવે છે. માટે જ શ્વેતાંબર પરંપરામાં આંગીની અસ્ખલિત પરંપરા પણ જોવામાં આવે છે. પરમાત્માની પૂજામાં જગતની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એવી સઘળી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ, એવું વિધાન પંચાશક, ષોડશક, દર્શનશુદ્ધિ પ્રકરણ, ધર્મસંગ્રહ, શ્રાદ્ધવિધિ જેવા પ્રાચીન-પ્રાચીનતર ગ્રંથોમાં જોવા મળે છે. સોનું-રૂપું અને સોના-રૂપામાંથી બનેલ વસ્તુઓ જગતમાં શ્રેષ્ઠ ગણાય છે. માટે એનો વપરાશ જિનપૂજામાં કરાય છે. માત્ર શોભા વધારવા માટેનો જ એમાં હેતુ હોતો નથી, પણ જિનાજ્ઞાના પાલન અને ઉપરોક્ત હેતુ સિવાય, દ્રવ્યમૂર્હાત્યાગ, બાલ જીવોને પ્રતિબોધ વગેરે અન્ય અન્ય અનેક હેતુઓ પણ હોય છે. જિનદર્શન કરનાર આરાધક માત્ર આંગીમાં જ અટવાઈ જાય, એ પણ યોગ્ય નથી. આંગી એ માધ્યમ છે, પરમાત્મા સાથે જોડાણ ક૨વાનું ! આંગીથી બાહ્ય જોડાણ થાય. બાહ્ય જોડાણ આંતરિક જોડાણનું કારણ બને છે. પરમાત્માની આંગીના માધ્યમથી પરમાત્માના ૫૨માત્મ તત્ત્વ સાથે મિલન ક૨વાનું છે. આ બધું ક્રમિક છે. પહેલાં પિંડસ્થ અવસ્થાનું ધ્યાન, પછી પદસ્થ અવસ્થાનું ધ્યાન અને તે પછી રૂપાતીત અવસ્થાનું ધ્યાન આ ક્રમ છે. પરમાત્માની રાજ્યાવસ્થાના વૈરાગ્યની સ્મૃતિ કરાવતી આંગી એ પિંડસ્થ અવસ્થામાં ગણાય છે. કોઈક જીવવિશેષને ઉત્ક્રમથી (આડાઅવળા ક્રમે) ધ્યાન આવે એ બને, પણ સર્વ જીવ માટે એ કાયદો લાગુ પાડી ન શકાય. પ્રશ્ન-૪૬ - પૂજાનાં કપડાં પહેરીને સામાયિક કરાય ? ઉત્તર-૪૬ - પૂજાનાં કપડાં પહેરીને સામાયિક કરવું યોગ્ય નથી. સામાયિક શ્વેત-સુતરાઉ વસ્ત્ર પહેરીને કરવું જોઈએ, જ્યારે પૂજાનાં વસ્ત્રો કિંમતી, રેશમી વગેરે હોય. સામાયિકમાં વધુ સમય બેસવાનું હોય, પરસેવો થવાથી વસ્ત્રો ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૭૯ Page #106 -------------------------------------------------------------------------- ________________ મલિન-અશુદ્ધ થાય, તે પહેરી પૂજા કરવાથી પ્રભુની આશાતના થાય છે. માટે આવો વ્યવહાર કરવો યોગ્ય નથી. પ્રશ્ન-૪૭ - અત્યારે પદ્માવતી પૂજન ભણાવાય છે તે યોગ્ય છે કે નહિ ? ઉત્તર-૪૭ - પદ્માવતી પૂજન ભણાવવું એ યોગ્ય નથી. પરમતારક પરમાત્માની ભક્તિને ગૌણ બનાવી દેવ-દેવીનાં પૂજનો ભણાવવાં; એમાં ત્રણ લોકના નાથની આશાતના થાય છે. શાસ્ત્રદષ્ટિએ યોગ્ય નથી, તેમ વ્યવહારથી પણ ઉચિત નથી. પ્રશ્ન-૪૮ - જૈન દેરાસરોની ધજામાં કેટલાક ઠેકાણે લીલો પટ્ટો (ચીન) દેખાવા લાગ્યો છે, તો વળી કેટલાક દેરાસરની ધજા સંપૂર્ણ લીલી જ દેખાય છે. એનું કારણ ? શું એ રીતે રાખી શકાય ? ઉત્તર-૪૮ – જૈન દેરાસરોની ધજામાં લીલો રંગ રાખી શકાય નહિ. મૂળનાયક જો પરિકરવાના હોય તો તે પરમાત્માની અરિહંત અવસ્થા ગણાય છે માટે વચ્ચે સફેદ અને આજુ-બાજુમાં લાલપટ્ટા અને મૂળનાયક જો પરિકર વિનાના એટલે કે સિદ્ધાવસ્થાવાળા હોય તો વચ્ચે લાલ અને આજુબાજુમાં સફેદ પટ્ટા રાખવાનું વિધાન છે. પરંતુ કોઈપણ જગ્યાએ લીલા પટ્ટા રાખવાની વાત આવતી નથી. સૌરાષ્ટ્રના કોઈ એક ગામમાં લીલી ધજા કર્યાનું સંભળાય છે. એનું આંધળું અનુકરણ અન્ય સંઘોમાં પણ થવા લાગ્યું અને એનું વહેણ વધતાં વધતાં કેટલાક જિનાલયો ઉપર ધજામાં છેવટે એક ત્રિકોણી લીલો પટ્ટો પણ રાખવાનું ચાલુ થયું છે, જે તદ્દન અયોગ્ય છે. એટલે જ્યાંથી પણ ધજા મંગાવતા હોય ત્યાં ખાસ સૂચના આપીને આવા લીલા રંગના પટ્ટાઓ કાઢી નંખાવવા જોઈએ. જો આ બાબતે ઉપેક્ષા સેવવામાં આવે તો ધીમે ધીમે બધે આવી અનુચિત પ્રવૃત્તિ થવા લાગશે અને પછી તો અવિધિ જ વિધિ તરીકે ઓળખાવા લાગશે. માટે દરેક સંઘોએ સવેળા ચેતી જવું આવશ્યક છે. પ્રશ્ન-૪૯ - સાધુ સંસ્થામાં કેટલેક સ્થળે યાંત્રિક-ઈલેક્ટ્રિક-ઈલેક્ટ્રોનીક સાધનોનો તેમજ સાધુ જીવન માટે સર્વથા અનુચિત હોય, એવી કેટલીક સામગ્રીઓનો વપરાશ થવા લાગ્યો છે, પરિણામે શિથિલતા ફેલાવા લાગી ૮૦ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #107 -------------------------------------------------------------------------- ________________ છે. એનાથી જૈનશાસનની કારમી નિંદા થાય છે, તો એને અટકાવવા શ્રાવકોથી શું કરી શકાય ? ઉત્તર-૪૯ - એક વાત સમજી લેવી જોઈએ કે મોટા ભાગના સાધુઓ અહીં આવે છે તે લગભગ વૈરાગ્યપૂર્વક જ આવે છે. છતાં આવ્યા બાદ કોક પરિબળોથી શિથિલ બની આવાં સાધનો વાપરવાં લલચાય છે. પણ સાધુઓને આ વસ્તુ લાવી કોણ આપે ? સાધુ કાંઈ બજારમાં જતો નથી. લોભિયા ગૃહસ્થો સાધુ ભગવંતોની મર્યાદા તોડાવી એમની પાસે પોતાના સ્વાર્થ સાધે છે. જ્યોતિષ-મુહૂર્ત, મંત્ર-તંત્ર માદળિયાં, રક્ષાપોટલી, યંત્ર-મૂર્તિ, વૈદ્યક, સાંસારિક કામનાથી વાસક્ષેપ જેવી અનેક પ્રકારની અકર્તવ્ય પ્રવૃત્તિઓ એમની પાસે કરાવે છે અને એના બદલામાં એ જે કહે તે લાવી આપે છે. એમાંથી સાધુ સંસ્થામાં સડો પેસતો જાય છે. જો હૈયાંની વ્યથામાંથી આ પ્રશ્ન ઉઠ્યો હોય, તો સૌ કોઈએ એવો નિર્ણય કરી જ લેવો જોઈએ કે - ૧ કોઈ પણ સાધુ પાસે સંસારના સ્વાર્થની વાત લઈને જઈશું નહિ. ૨ - સાધુને કોઈપણ એવાં સાધન અમે લાવી આપીશું નહિ. ૩ ૪ જે આવાં સાધનો વાપરતા હોય, તેમને ટેકો આપશું નહિ. એવાનો વિરોધ કદાચ નહિ કરી શકીએ, તો પણ એને સહાયક તો નહિ જ બનીએ. ૫ - એવાને ટેકો મળે એવું કાંઈ જ નહિ કરીએ. ૬ . તાકાત હોય તો વિવેકપૂર્વક અટકાવવાનો પ્રયત્ન કરીશું, પણ તે ન - ૭ - જ બને તો તે વ્યક્તિને છોડી દઈશું. કોઈપણ સંયોગમાં એની નિંદા તો કરીશું જ નહિ. છાપે તો ચડાવીશું જ નહિ. ८ અતિગંભીર બાબત હોય, તો ગીતાર્થ ગુરુના માર્ગદર્શન મુજબ સઘળાં ઉચિત પગલાં લઈશું. આટલું જો કરવામાં આવે, તો શ્રાવકો-ગૃહસ્થોના યોગે જે શિથિલતાનો પ્રારંભ થાય છે, તે અટકે અને શ્રમણ સંઘની નિંદાના પાપને પણ બ્રેક લાગે. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૮૧ - Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-૫૦ - શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના અંગ ઉપરથી ઉતરેલો વાસક્ષેપ લઈ શ્રાવક-શ્રાવિકા પોતાના હાથે પોતાના કે અન્યના મસ્તક ઉપર નાંખે છે, તે યોગ્ય છે ? ઉત્તર-૫૦ - શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ કે કોઈ પણ ભગવાનના અંગ ઉપરથી ઉતરેલ વાસક્ષેપ કે કોઈપણ પદાર્થ શ્રાવક-શ્રાવિકા પોતાના હાથે કે બીજાના હાથે પોતાના કે બીજાના મસ્તકાદિ ઉપર નાંખી ન શકે. તેમજ એનો બીજો પણ કોઈપણ પ્રકારનો ઉપયોગ ન કરી શકે. શાસ્ત્રની મર્યાદા મુજબ ભગવાનનું વણજળ આદરપૂર્વક લઈ મસ્તકે લગાડવાનો વિધિ છે, જેનું વર્ણન બૃહત્ક્રાંતિ સ્તોત્રમાં આવે છે. પ્રશ્ન-૫૧ - સ્ત્રી-પુરુષનું ભેગું સમૂહ સામાયિક રાખવું યોગ્ય છે ? વ્યાખ્યાનસભામાં સ્ત્રી-પુરુષ સાથે બેસે છે, એનું દૃષ્ટાંત સમૂહ સામાયિકમાં આપી શકાય ? ઉત્તર-પ૧ - સ્ત્રી-પુરુષનું ભેગું સમૂહ સામાયિક રાખવું ઉચિત લાગતું નથી. આવી પ્રવૃત્તિ ચલાવવાથી મર્યાદા અંગેના અનેક પ્રશ્નો ઉદ્ભવવા સંભવ છે. વ્યાખ્યાન સભાનું દૃષ્ટાંત લઈને પણ આનું સમર્થન કરવું યોગ્ય નથી. પ્રશ્ન-પર - અમારે ત્યાં આઠ વર્ષ અગાઉ નિર્માણ થયેલ શિખરબંધી ચૌમુખજીજિનાલયમાં ધજા નથી રાખી. આજુબાજુના બંગલાવાળા વાંધો ઉઠાવે છે કે, ધજાનો પડછાયો ઘર ઉપર પડે તો સર્વનાશ થાય. અરિહંત અને સિદ્ધના વર્ણની પ્રતિક આ ધજા હજારો માઈલ દૂરથી દેખાય તો પણ વંદનીય છે. તો પછી તેના પડછાયા વિષેનો આ વહેમ સાચો છે કે ખોટો ? ઉત્તર-પર - ધજાનો પડછાયો ઘર ઉપર પડે તો દોષરૂપ થાય, આ વિધાન બરાબર નથી. વિધાન તો એવું છે કે, દિવસના બીજા-ત્રીજા પ્રહરમાં ધજાનો પડછાયો પડે તો દોષરૂપ બને. ધજાનો પડછાયો દિવસના પહેલા, છેલ્લા પ્રહરમાં ઘણે લાંબે સુધી પડતો હોય છે અને દિવસના બીજા, ત્રીજા પ્રહરમાં નજીકમાં જ પડતો હોય છે. આમાંથી પહેલા અને છેલ્લા પ્રહરમાં ધજાનો પડછાયો ઘર ઉપર પડે તેમાં કોઈ દોષ નથી, પરંતુ બીજા, ત્રીજા પ્રહરનો પડછાયો ઘર ઉપર પડે, તો તેમાં શાસ્ત્ર દૃષ્ટિએ વિચારતાં જરૂર દોષરૂપ બને છે. આમ હોવાનું કારણ એ નથી કે, ધજાનો પડછાયો ઘર ઉપર પડે એટલે દોષ ૮૨ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #109 -------------------------------------------------------------------------- ________________ લાગે છે. જો ધજાનો પડછાયો ઘર ઉપર પડે એટલા માત્રથી જ દોષ લાગતો હોત તો પહેલા અને છેલ્લા પ્રહરનો પડછાયો પડે, તેમાં પણ દોષ લાગવો જોઈએ. પણ તેમાં દોષ લાગતો નથી, કારણ કે હકીકત જુદી છે. “બીજા-ત્રીજા પ્રહરની ધજાનો પડછાયો ઘર ઉપર ન પડવો જોઈએ” - આ વિધાનની પાછળ દેરાસરથી ગૃહસ્થનું ઘર કેટલું દૂર હોવું જોઈએ કે, જેથી ગૃહસ્થના ઘરમાં થતી પ્રવૃત્તિઓની અશુદ્ધિના કારણે દેરાસરની આશાતનાનો દોષ ન લાગે, તે જણાવવાનો છે. બીજા-ત્રીજા પ્રહરમાં એટલે કે સૂર્યોદય પછીના લગભગ ત્રીજા કલાકથી નવમા કલાક સુધીના ગાળામાં સૂર્ય ઉપર ચડવાના કારણે ધજાનો પડછાયો દેરાસરની અત્યંત નજીકના પ્રદેશ ઉપર જ પડતો હોય છે. એટલે દેરાસરથી ગૃહસ્થનું ઘર એટલું બધું નજીક હોય, તો દેરાસરની આશાતનાનો દોષ લાગે, માટે ગૃહસ્થ પોતાનું ઘર, દેરાસરથી એટલું નજીક ન બનાવવું જોઈએ. ટૂંકમાં કહીએ તો ધજાના પડછાયાની વાત દેરાસરથી ઘર કેટલું દૂર હોવું જોઈએ, કેટલું નજીક ન હોવું જોઈએ, એ મર્યાદા દર્શાવવા માટે છે. બીજાત્રીજા પ્રહરમાં દેરાસરની ધજાનો પડછાયો પડે એટલું નજીક ગૃહસ્થનું ઘર ન હોવું જોઈએ. જે ઘર ઉપર બીજા-ત્રીજા પ્રહરમાં ધજાનો પડછાયો પડતો ન હોય, તે ઘર ઉપર પહેલા-ચોથા પ્રહરમાં ધજાનો પડછાયો પડે, તેમાં કોઈ બાધ નથી. કારણ કે, તે ઘર શાસ્ત્ર નિષેધ કરેલ ક્ષેત્ર મર્યાદામાં આવતું નથી. હવે કોઈ જિનમંદિરની ઉપર ધજા ન લગાડે, પણ ધજા હોય અને તેનો બીજા-ત્રીજા પ્રહરમાં પડછાયો પડે, એટલા નજીકના અંતરમાં પોતાનું ઘર બનાવે, તો ધજા ન હોવાના કારણે ધજાનો પડછાયો ન પડવા છતાં પણ તેને દોષ લાગે છે અને ધજા હોવા છતાં બીજા-ત્રીજા પ્રહરમાં ધજાનો પડછાયો ન પડે, એટલે દૂર ઘર બનાવ્યું હોય અને એના ઘર ઉપર પહેલા-છેલ્લા પ્રહરમાં ધજાનો પડછાયો પડતો પણ હોય, તેમ છતાં તેને કોઈ જ દોષ લાગતો નથી. લોકોમાં આ વિષે પૂરું જ્ઞાન ન હોવાના કારણે વહેમ પેસી ગયો જણાય છે. પ્રશ્ન-૫૩ - દેરાસરમાં ભગવાનને ચડાવેલાં ફૂલો વગેરે બીજા દિવસે જે ઉતારી લેવામાં આવે છે, તે નિર્માલ્ય ફૂલોનો નિકાલ ક્યાં કરવો ? એને નમણમાં, નમણની કુંડીમાં કે નદીમાં પધરાવાય કે નહિ ? ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૮૩ Page #110 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-પ૩ - કંથુઆ વગેરે અત્યંત નાના ત્રસ જીવો ઠંડક અને સુગંધના કારણે ઘણીવાર, આ ફૂલોમાં આશરો લેતાં હોય છે. એટલે નિર્માલ્ય ફૂલો જો નમણમાં, નમણની કૂંડીમાં કે નદીમાં પધરાવવામાં આવે તો ત્રસજીવોની હિંસા થાય. આથી તે ફૂલો કોઈ પણ પ્રકારના પાણીમાં કે પાણીના વહેણમાં પધરાવાય નહીં. તેને કોઈનો પગ ન આવે તેવી, તડકા વગરની છાયાવાળી જગ્યામાં પધરાવવા જોઈએ અને એ જગ્યા ત્યાં કોઈ પશુઓ વગેરે આવીને ખાઈ ન જાય. પ્રશ્ન-૫૪ - પૂજ્ય સાધ્વીજી મહારાજ પુરુષોની સમક્ષ પાટ ઉપર બેસીને કે નીચે બેસીને પણ વ્યાખ્યાન આપી શકે છે ? ઉત્તર-પ૪ - સાધ્વીજી મહારાજ પુરુષોની સમક્ષ પાટ ઉપર બેસીને કે નીચે બેસીને પણ વ્યાખ્યાન ન આપી શકે. વ્યાખ્યાન આપવાનો અધિકાર પ્રકલ્પતિનો છે. સાધ્વી પ્રકલ્પમતિ ન હોઈ શકે, માટે તે પુરુષો આગળ વ્યાખ્યાન ન કરી શકે. આ શાસ્ત્ર મર્યાદા છે. પ્રશ્ન-૫૫ - સાધર્મિક-વાત્સલ્યમાં બૂફે કરાય કે નહિ ? અને તે વખતે જાણે કે રામપાત્ર લઈને ઉભા હોઈએ, તેમ હાથમાં થાળી કે ડીશ લઈ લાઈન લગાડાય કે નહિ ? ઉત્તર-પ૫ - હમણાં હમણાં ઘણી ખોટી રીતો ધર્મકાર્યોમાં પ્રવેશ કરી ગઈ છે, જે જૈન ધર્મની મર્યાદાનો ભંગ કરનારી છે. સાધર્મિક-વાત્સલ્ય, સંઘજમણ કે પ્રભાવના હોય, ત્યારે “સાધર્મિક ભક્તિનો લાભ લેજો, પ્રભાવનાનો લાભ લઈને જજો' એવું જે બોલાય છે, તે બિલકુલ યોગ્ય નથી. ‘લાભ લેજો” એમ ન બોલાય, પણ લાભ આપજો” એમ બોલવું જોઈએ. “પ્રભાવનાનો લાભ લઈને જજો” એમ ન બોલાય, પણ પ્રભાવનાનો લાભ આપીને જજો” એમ બોલવું જોઈએ. સાધર્મિક જમવા પધારે ત્યારે એમને આવકાર આપવો જોઈએ, દૂધથી તેમના પગ ધોવા જોઈએ, ઉચિત આસને તેમને બેસાડવા જોઈએ. બહુમાનપૂર્વક પીરસવું જોઈએ. ઉચિત પ્રકારે આદરપૂર્વક આગ્રહ કરવો જોઈએ. જે કંઈ તેઓ વાપરે તેનું અનુમોદન થવું જોઈએ અને જાય ત્યારે આપ અમને લાભ આપીને મોટો ઉપકાર કર્યો ફરી પણ લાભ આપજો, ૮૪ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? Page #111 -------------------------------------------------------------------------- ________________ એમ વિનંતી કરવી જોઈએ. સાધર્મિક-વાત્સલ્ય કરનારા જેટલા પુણ્યાત્માઓ જમી જાય, તેના ઋણભારને માથે ચડાવે. સાધર્મિક-વાત્સલ્યમાં આવનારા ખાવાની ભાવનાથી ન આવે, સાધર્મિકની ભાવનાનો આદર ક૨વા માટે આવે, ઉચિત મર્યાદા મુજબ વર્તે. ખાવાની લાલચને વશ ન થાય, કોઈ વસ્તુ માંગે નહિ, કોઈ વસ્તુ રહી ગઈ તો મનમાં લે નહિ. ખવરાવનારા ‘લો, લો’ કહે ત્યારે એ સહેજે, ‘ના, ના’ કહેવાના ભાવમાં હોય. જમાડનાર હાથ જોડે, તો જમનારા સામેથી હાથ જોડે. ‘હું પણ આવું સાધર્મિક-વાત્સલ્ય ક્યારે કરીશ,’ તેવા મનોરથ સેવે. સાધર્મિક-વાત્સલ્ય, સાધર્મિક-ભક્તિ અને સંઘજમણમાં આવી ઉત્તમ મર્યાદાઓનું પાલન થવું જોઈએ. એના બદલે સાધર્મિક-વાત્સલ્ય કરનારને આવકારવાનો ભાવ ન હોય, આવનારા પ્રત્યે આદર-બહુમાન ન હોય, ‘આવો અને જમવાનો લાભ લો’ એવી વૃત્તિ હોય, ‘મેં આટલાને જમાડવા, આવું આવું જમાડ્યું’ આવો ભાવ હોય અને જમવા આવનારા પણ જાણે કે ‘રહી ન જઈએ,’ તેવી વૃત્તિવાળા હોય, થાળીઓ કે ડીશો લઈને લાઈનમાં ઉભા હોય, જાતે પોતે પોતાની થાળીઓ કે ડીશો ભરતા હોય, કોઈ વાનગી લેવાની રહી ન જાય તેવી વૃત્તિ હોય, પગમાં બૂટ કે ચંપલ પહેર્યા હોય, હાથમાં થાળી કે ડીશ પકડી રાખીને ખાતા હોય, એવા ભોજન વ્યવહારને સાધર્મિક-વાત્સલ્ય, સાધર્મિક-ભક્તિ કે સંઘજમણનું નામ અપાય નહિ, આવા પ્રકા૨નો ભોજન વ્યવહાર એ જૈન ધર્મની મર્યાદાને અનુરૂપ તો નથી જ, પણ આર્યદેશની ઉત્તમ પ્રણાલીઓ સાથે પણ જરાય સંગત નથી. આવી પ્રવૃત્તિથી જિનાજ્ઞાની આરાધના નહિ, વિરાધના થાય છે. પ્રશ્ન-પ૬ - વીશસ્થાનકની પૂજા કર્યા પછી અરિહંત પરમાત્માની પૂજા થાય કે નહિ ? – ઉત્તર-પ૬ - એક વીશસ્થાનકની પૂજા કરીને બીજા વીશસ્થાનકની પૂજા કરી શકાય છે અને તેમાં વચ્ચે અરિહંત પદ જ હોય છે. વીશસ્થાનકમાં કોઈ વ્યક્તિની પૂજા નથી, પણ પદોની પૂજા છે. એટલે વીશસ્થાનકની પૂજા કરીને અરિહંત પરમાત્માની પૂજા કરવામાં બાધ નથી. આ જ નિયમ સિદ્ધચક્રની બાબતમાં પણ જાણવો. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૮૫ Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-૫૭ - જૈન દેરાસરના કોઈ પણ ખાતાના પૈસા જેમ કે દેવદ્રવ્ય, સાધારણ, સર્વસાધારણ જેવા ખાતાઓમાંથી દેરાસરની કોઈ પણ મિલકત ના હોય તેમાં વાપરી શકાય કે નહિ? વિગત આ પ્રમાણે છે. એક દેરાસરની બાજુમાં એક સોસાયટીનો કોમન પ્લોટ આવેલો છે. આ કોમન પ્લોટમાં દેરાસરની કોઈ માલિકી નથી. તેમજ દેરાસર અને આ સોસાયટીના કોમન પ્લોટ વચ્ચે કોઈ લેવાદેવા નથી. દેરાસરમાં વહીવટકર્તા ટ્રસ્ટીઓ જ આ સોસાયટીના પણ વહીવટકર્તા છે. તેથી દેરાસરના પૈસાથી સોસાયટીના કોમન-પ્લોટમાં ફ્લોરીંગ તથા બાથરૂમ બનાવેલ છે અને તે અંગે થતા ખર્ચની રકમ રૂ. ૭૦,૦૦૦/- થી ૬૫,૦૦૦/- દેરાસરના ચોપડે ઉધારીને વાપરેલ છે. તો આ રીતે દેરાસરના પૈસા ખાનગી પ્લોટમાં વાપરી શકાય ? આ દેરાસર ટ્રસ્ટ એક્ટ મુજબ ૨જીસ્ટર થયેલ છે. આવી મોટી રકમ ચેરિટી કમિશ્નરની મંજૂરી વગર વાપરેલ છે. સોસાયટીના કોમન પ્લોટ ઉપર આ કાર્ય થયેલ હોઈ આનો દોષ સોસાયટીના સભ્યોને લાગે કે ટ્રસ્ટીઓને લાગે ? આ વાપરેલ રકમની જવાબદારી કોની થાય ? આ અંગે દેરાસરના ટ્રસ્ટીઓ જવાબદાર ખરા કે નહિ ? આ બાબત પૂરી વિગત સાથે શંકા અને સમાધાન વિભાગમાં જણાવી મને આભારી કરશોજી. ઉત્તર-૫૭ - તમારા પ્રશ્ન અંગે જણાવવાનું કે, ધર્મક્ષેત્રના કોઈ પણ ખાતાની ૨કમ ધર્મક્ષેત્ર સિવાય બીજે ક્યાંય ન વાપરી શકાય. તેમાં પણ જે કાર્યો સાધારણમાંથી જ કરી શકાય તેમ હોય તેવા કાર્યોમાં દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધુસાધ્વી દ્રવ્ય કે અનુકંપા-જીવદયા ક્ષેત્રનું દ્રવ્ય પણ ન વપરાય. ધર્મત૨ કાર્યમાં ઉપરના દ્રવ્યની જેમ જ શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રનું દ્રવ્ય પણ ન વપરાય. જે કાર્યો સર્વસાધારણ (શુભખાતું)માંથી કરી શકાય તેવાં હોય તે કાર્યો માટે સાધારણ દ્રવ્ય પણ ન જ વપરાય. સાતક્ષેત્રનો નિયમ એવો છે કે, શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રનું દ્રવ્ય સંયોગ વિશેષમાં જરૂર પડે તો સાધુ-સાધ્વી ક્ષેત્રમાં, જૈનાગમ ક્ષેત્રમાં અને જિનમંદિર-જિનમૂર્તિક્ષેત્રમાં વપરાય પણ જીવદયા, અનુકંપા કે ધર્મેતર કાર્યોમાં ન વપરાય અને ૮૬ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #113 -------------------------------------------------------------------------- ________________ જિનમંદિર-જિનમૂર્તિ ખાતાનું (દેવદ્રવ્ય) દ્રવ્ય હોય, તો તે જિનમંદિરજિનમૂર્તિ સિવાય બીજા કોઈ પણ કાર્યમાં વાપરી શકાય જ નહીં. આથી દેરાસ૨ની બાજુના સોસાયટીના કોમન પ્લોટ કે જેને દેરાસર સાથે કોઈ સંબંધ નથી, તેના ફ્લોરીંગમાં કે સંડાસ-બાથરૂમ જેવા કાર્યોમાં દેવદ્રવ્યની કે ધર્મક્ષેત્રના કોઈ પણ ખાતાની ૨કમ ન જ વાપરી શકાય. આ રીતે ધર્મક્ષેત્રની ૨કમ આવા કાર્યોમાં વાપરનાર ટ્રસ્ટીઓ અવશ્ય દોષના ભાગીદાર બને છે અને એ સુવિધાનો ઉપયોગ કરનાર સોસાયટીના રહીશો હોય કે બિનરહીશો હોય એ દરેકને ધર્મદ્રવ્યનો ઉપયોગ કરવાનો દોષ અવશ્ય લાગે છે. ધર્મદ્રવ્યનો કોઈ પણ પ્રકારે ઉપભોગ કરનારને દૂરંત વિપાકો અને દુર્ગતિની પરંપરાના ભોગ બનવું પડે છે. માટે વહેલી તકે આ દેવું વ્યાજ સાથે ભરપાઈ કરી દોષ મુક્ત બનવું જોઈએ. દેરાસરમાં બળતા દીવાનો પ્રકાશ પોતાના ઘરમાં પડતો હોઈ તે પ્રકાશમાં હિસાબ લખવાનું કામ કરનારને કેવા દુરંત-દારૂણ પરિણામો ભોગવવા પડ્યાં છે, તે અંગે ધર્મશાસ્ત્રોનું સદ્ગુરુના સાંનિધ્યમાં વાંચન-શ્રવણ કરવાથી સારી રીતે ખ્યાલ આવી શકશે. પ્રશ્ન-૫૮ - અમારે ત્યાં એક પૂજન થયું, જેના પ્રેરક અને આગેવાન સાધ્વીજી મહારાજ હતા. એમણે એ સંદર્ભમાં એક ઝોળી બનાવીને ભગવાનને ભિક્ષા આપવા પ્રેરણા કરી. એમાં પૈસા જ નાંખવાના હતા અને લોકોએ તેમ જ કર્યું. તો શું આ ઉચિત છે ? કેમ કે ભગવાન ભિક્ષા માટે ઝોળી રાખતા નથી અને ભિક્ષામાં રૂપિયા-પૈસા પણ લેતા નથી, એવો ખ્યાલ છે. એ પૈસા ક્યાં લઈ જવા ? ઉત્તર-૫૮ - તમે જણાવો છો તેવાં કોઈ પણ પૂજનમાં ભગવાનની ભિક્ષાની વાત અને ઝોળીની વાત આવતી નથી. તેથી આવું બન્યું હોય તો તે અત્યંત અનુચિત છે અને ભગવાનની લઘુતા કરનારું છે. સાધ્વીજી ભગવંતો હોય કે સાધુ ભગવંતો, સુવિહિત પ્રણાલિકા પ્રમાણે ચાલ્યા આવતા પૂજા-પૂજનોનો માત્ર ઉપદેશ આપી શકે. પરંતુ સીધી કે આડકતરી રીતે તેની પ્રેરણા કે આગેવાની ન કરી શકે. વર્તમાનમાં શ્રાવક સંઘના શાસ્ત્રીય માર્ગ સંબંધી ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૮૭ Page #114 -------------------------------------------------------------------------- ________________ કારમા અજ્ઞાનને કારણે આવી ઘણી બધી પ્રવૃત્તિ ચાલતી હોય છે, જે ચલાવવી કોઈના પણ હિતમાં નથી. અજ્ઞાનાદિને કારણે પણ આવું થઈ જ ગયું હોય, ત્યારે તે ઝોળીમાં આવેલી રકમ દેવદ્રવ્ય ખાતે જમા કરી જિનમંદિરના જિર્ણોદ્ધારાદિમાં જ વાપરવી હિતાવહ છે. ભગવાન ભિક્ષા માટે ઝોળી રાખતા નથી અને ભિક્ષામાં રૂપિયા-પૈસા લેતા નથી, એવો તમારો ખ્યાલ યોગ્ય જ છે. પ્રશ્ન-૫૯ - ધર્મનાં કે અન્ય ફાટી ગયેલાં પુસ્તકો ક્યાં, કેવી રીતે પરઠવવાં ? ઉત્તર-૫૯ - ધર્મનાં પુસ્તકો જ્યારે વાપરવા યોગ્ય ન રહે ત્યારે તેને ન છૂટકે પરઠવવાં પડે છે. ત્યારે તે પુસ્તકો નાના નાના કટકા કરી ફાડી દેવાં, ફાડતી વખતે કોઈ પણ વ્યક્તિ પશુ-પક્ષીનાં ચિત્રો ન ફાટે, તેની કાળજી રાખવી. ત્યાર બાદ તેને કોઈ નિર્જન સ્થળે, ટેકરાઓની કોતરોમાં, સૂકા કૂવામાં કે એવા શુષ્ક સ્થાનમાં યતનાપૂર્વક પરઠવી દેવાં. પરઠવતી વખતે “અણુજાણહ જસુગ્રહો અને પરઠવ્યા બાદ વોસિરે વોસિરે વોસિરે' એમ બોલવું જોઈએ. વિશેષમાં પાણીમાં-નદીમાં-તળાવમાં-સમુદ્રમાં કે કોઈ પણ ભીનાશવાળી જગ્યામાં પરઠવવું નહિ. કારણ કે, તેમ કરવાથી કાગળમાં રહેલ કુંથુઆ વગેરે સૂક્ષ્મ જીવોની હિંસા થાય છે. તેમજ લોકોની અવરજવરવાળી જગ્યામાં પરઠવવું નહિ. જેથી ફરી તે કાગળોનો ઉપયોગ બાળવા વગેરે કોઈ પણ કાર્યમાં ન થાય. જો આ રીતે પરઠવવામાં ન આવે, તો કાગળો પડવા પડ્યા સડે, તેમાં કુંથુઆ, ઉધઈ વગેરે જીવાતો થાય તેની વિરાધના થાય. એ ન થાય માટે વિધિપૂર્વક યાતનાનો ઉપયોગ રાખવો જોઈએ. પ્રશ્ન-૬૦ - દેરાસરમાં ભગવાનના કપાળે સોનાની-ચાંદીની પટ્ટી લગાડવામાં આવે છે, તે પટ્ટી રાળમાં ઘી નાંખી તેને મસળીને ચોટાડવામાં આવે છે. પરંતુ તે પટ્ટી ઉનાળાની ગરમીના દિવસોમાં નીકળી જાય છે. તેમજ પ્રક્ષાલ વખતે પણ નીકળી જાય છે. તો તે રાળના બદલે સ્ટીક ફાસ્ટ જેવી પેસ્ટથી ચોંટાડવામાં આવે તો સારી રીતે ચોંટે છે, ઉખડતી નથી. અમારા દેરાસરમાં ભગવાનને આવી પટ્ટી ચાર માસથી સ્ટીક ફાસ્ટથી ચોટાડેલ છે, જે આજ સુધી ફીટ રહેલ છે. તો ચોંટાડવામાં બાધ ખરો ? ૮૮ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #115 -------------------------------------------------------------------------- ________________ જો બાધ ન હોય તો ચક્ષુ-ટીકા પણ એનાથી ચોંટાડાય તો ઉખડે નહિ. વળી દેખાવમાં સારું રહે. ઉત્તર-૬૦ - સૌ પ્રથમ તો ભગવાનના કપાળે સોના-ચાંદીની પટ્ટી લગાડવાની કોઈ આવશ્યકતા જ નથી. ઘણીવાર મુગટને ટેકો રહે માટે કે દેખાદેખીથી પણ આવી વસ્તુ બનાવી લગાડી દેવાતી હોય છે. જિનેશ્વર ભગવાનની પ્રતિમાજીને ચક્ષુ-ટીકો વગેરે કોઈ પણ વસ્તુ કાયમી રીતે ચોડવાની હોય તો તેમાં રાળનો જ પ્રયોગ કરવો જોઈએ. સન-પ્રશ્નમાં તેવો ખુલાસો છે. રાળમાં ગાયનું ઘી થોડું થોડું નાંખતા રહી બરાબર લેપ ન બની જાય ત્યાં સુધી કૂટવું પડે. તેના બધા દાણા કુટાઈ જાય અને એકરસ, જાડા કીમ જેવું બની જાય, ત્યાર બાદ જ ચોંટાડવામાં કામ લેવું. આવી રીતે ચોંટાડ્યા બાદ બરાસ મિશ્રિત સુખડનો લેપ કે ભીના અંગલૂછણાથી એને ઠંડક આપીને રાખવું પડે અને આ રીતે કરવાથી બે-ચાર દિવસમાં જ તે કઠણ બની સખત જામી જાય. બીજો એક ખ્યાલ એ દરમ્યાન રાખવો પડે છે. પરમાત્માને પ્રક્ષાલ પૂજા કે અંગલૂછણાં કરતી વખતે અત્યંત કાળજીથી, ધીરે ધીરે, ઉપયોગપૂર્વક પોતાના નાનકડા બાળકને નવડાવવા વગેરે સમયે જે કાળજી રાખો, તેનાથી અધિક કાળજી રાખવી પડે. જો એ ન રાખો તો લેપ હાલી જાય ને ચક્ષુ ટીકા પટ્ટી જામે નહીં. રાળ સિવાય સ્ટીકફાસ્ટ, એરેલ્ડાઈટ, ઈન્સ્ટન્ટ સ્ટીક વગેરે જેવા કોઈપણ પદાર્થો પ્રભુના અંગ ઉપર વપરાય નહિ. કારણ કે, એ ભયંકર હિંસક કેમિકલ છે અને તેનાથી પ્રતિમાજીને કાયમી નુકસાન થયાના દાખલા બન્યા છે. અનુભવી માણસો પાસેથી જાણીને બરાબર પ્રયોગ કરવાથી આ રાળ કેવી રીતે બનાવવી-વાપરવી તે અંગે કુશળતા મેળવી શકાય તેમ છે. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૮૯ Page #116 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ- દેવદ્રવ્ય વગેરે સાત ક્ષેત્રનાં વહીવટના અધિકારી કોણ ? अहिगारी य गिहत्थो सुह-समणो वित्तम जुओ कुलजो। . अखुद्धो धिई बलिओ, मइमं तह धम्मरागी य ।।५।। गुरु-पूआ-करण रई सुस्सूआइ गुण संगओ चेव । णायाऽहिगय-विहाणस्स धणियमाणा-पहाणो य ।।६।। पञ्चाशक ७ । શ્રી દ્રવ્ય સપ્તતિકા ગ્રંથમાં પૂજ્ય મહોપાધ્યાય શ્રી લાવણ્યવિજયજી ગણિવર પંચાશક પ્રકરણ ગ્રંથના આધારે કહે છે કે - ધર્મને અનુકૂળ કુટુંબવાળો, ન્યાય - નીતિથી પ્રાપ્ત ધન વાળો, લોકોમાં સંમાનનીય, ઉત્તરકુળમાં ઉત્પન્ન થયેલો, ઉદારતાને-મહાનતાને વરેલો, જવાબદારી વહન કરવામાં ધીર, બુદ્ધિશાળી, ધર્મનો અત્યંત રાગી, ગુરુ ભગવંતની ભક્તિને કરનારો, શુશ્રુષા વગેરે બુદ્ધિના આઠ ગુણવાળો, ધર્મદ્રવ્યની વૃદ્ધિના ઉપાય જાણનારો અને શાસ્ત્રાજ્ઞાને આધીન રહેનારો ગૃહસ્થ સાતક્ષેત્રની વ્યવસ્થા કરવા માટે અધિકારી છે. વહીવટકારોની વિશિષ્ટ યોગ્યતા. मग्गाऽनुसारी पायं सम्मदिट्ठी तहेव अणुविरइ । एएऽहिगारिणो इह, विसेसओ धम्म - सत्थम्मि ।।७।। માર્ગાનુસારી, અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરતિને પામેલા આત્માઓ ૯૦ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #117 -------------------------------------------------------------------------- ________________ ધર્મશાસ્ત્રના આધારે દેવદ્રવ્યાદિની વૃદ્ધિ-વ્યવસ્થા માટે વિશેષ અધિકારી છે. (ધર્મસંગ્રહ) जिण पवयण-वुड्ढिकरं, पभावगं णाण-दंसण-गुणाणं । વૃદ્ધતો નિr-તત્રં, તિત્યારd અદઃ નીવો મારા નિ-પવન-વૃદ્ધ, માવ ળા-વંસUT-Ti | रक्खंतो जिण-दव्वं, परित्त संसारिओ होइ ।।१४४।। શ્રિાદ્ધવિના) જિનશાસનની ઉન્નતિ કરનાર અને જ્ઞાન-દર્શનાદિ ગુણોની પ્રભાવના કરનાર આત્માઓ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાથી તીર્થકરપણાને પામે છે. જ્યારે દેવદ્રવ્યની રક્ષા કરવાથી અલ્પ સંસારી-નિકટ મોક્ષગામી થાય છે. ધર્મદ્રવ્યનું ભક્ષણ, ઉપેક્ષા અને વિનાશ કરવાથી દારુણ પરિણામ - શાસ્ત્રના આધારે जिन-पवयण वुड्ढिकरं पभावगं णाणदंसण-गुणाणं । નવવંતા નિવડ્યું, પાંત સંસારિકો દોફ (શ્રા..િમા. ૨૪૨) જૈનશાસનની વૃદ્ધિ કરનારા, જ્ઞાન-દર્શનાદિ ગુણોની પ્રભાવના કરનારા આત્માઓ પણ જો દેવદ્રવ્યનું ભક્ષણ કરે છે તો અનંત સંસારી થાય છે. દેવદ્રવ્યના વ્યાજ આદિ દ્વારા વ્યક્તિગત લાભો મેળવે છે તે દુર્ભાગ્ય અને દરિદ્રતાને પ્રાપ્ત કરે છે. તે જ રીતે દેવદ્રવ્યનો નાશ થતો હોય અને શક્તિ હોવા છતાં જે આત્મા ઉપેક્ષા કરે છે તે દુર્લભ બોધી બને છે. जिणवरआणारहियं वद्धारंता वि के वि जिणदव्वं । बुड्डंति भवसमुद्दे मूढा मोहेण अन्नाणी ।। (संबोधप्रकरण गाथा-१०२) જિનેશ્વર ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ કાર્યોથી દેવદ્રવ્યની વૃદ્ધિ કરે છે. તે આત્માઓ મોહથી મૂઢ છે અને અનંત સંસારમાં ડૂબે છે. દ્રવ્ય સપ્તતિકા ગ્રંથની ટીકામાં કહ્યું છે કે, “વર્માતાનાદિ-વ્યાપાર વર્ચ, સદ્-વ્યાપારવિવિધિનૈવ તત્ વૃદ્ધિ કે ' પંદર (૧૫) કર્માદાનના ધંધા છોડીને સદ્યાપાર વગેરેની વિધિથી જ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી જોઈએ. ઘર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૯૧. Page #118 -------------------------------------------------------------------------- ________________ भक्खे जो उविक्खे जिणदव्वं तु सावओ । पणाहीनो भवे जीवो लिप्पइ पावकम्मुणा ।। જે શ્રાવક દેવદ્રવ્યનું ભક્ષણ કરે છે અને દેવદ્રવ્યાદિનું ભક્ષણ કરનારની ઉપેક્ષા કરે છે તે જીવ મંદબુદ્ધિવાળો થાય છે અને પાપ કર્મથી લેપાય છે. आयाणं जो भंजइ पडिवन्न - धणं न देइ देवस्स । ગરદંતં ચો – વિવશ્વદ્ સો વિટ્ટુ રિમમફ સંસારે ।। (શ્રાદ્ધવિધિ) જે આત્મા દેવદ્રવ્યાદિના મકાનનું ભાડુ, પર્યુષણાદિમાં બોલેલા ચડાવા, સંઘનો લાગો અને ફંડમાં લખાવેલી રકમ ભરતો નથી અથવા વ્યાજ વિના લાંબા સમયે ભરે છે, દેવદ્રવ્યની આવક તોડે છે, કોઈ દેવદ્રવ્યનો વિનાશ કરતો હોય અને ઉઘરાણીમાં ઉપેક્ષા કરતો હોય તેની જે ઉપેક્ષા કરે છે તે સંસારમાં પરિભ્રમણ કરે છે. चेइदव्व विणासे तद्, दव्व, विणासणे दुविहभेए । साहु उविक्खमाणो अनंत - संसारिओ होई ।। ચૈત્યદ્રવ્ય એટલે કે સોના, ચાંદી, રૂપિયા વગેરેના ભક્ષણથી વિનાશ કરે, ચૈત્યદ્રવ્યમાં સમાવિષ્ટ એવા જિનમંદિરના નવા ખરીદેલા દ્રવ્યો કે જૂનાં મંદિરના ઈંટ, પત્થર, લાકડા વગેરેનો વિનાશ કરે છે અને વિનાશ કરનારની ઉપેક્ષા કરે છે તો તે સાધુ હોય તો પણ અનંત સંસારી થાય છે. चेइअ दव्वं साधारणं च भक्खे विमूढमणसा वि । परिभमइ, तिरीय जोणीसु अन्त्राणित्तं सया लहई || (સંવોધ પ્ર૨૫ . ૨૦) સંબોધ પ્રક૨ણમાં કહ્યું છે કે દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્યને જે મોહથી ગ્રસિત મનવાળો વ્યક્તિ ભક્ષણ કરે છે તે તિર્યંચ યોનિમાં પરિભ્રમણ કરે છે અને હંમેશા અજ્ઞાની બને છે. પુરાણમાં પણ કહ્યું છે કે देवद्रव्येन या वृद्धि गुरु द्रव्येन यद् धनं । तद् धनं कुलनाशाय मृतो पि नरकं व्रजेत् ।। દેવદ્રવ્યથી જે ધનની વૃદ્ધિ અને ગુરુદ્રવ્યથી જે ધન પ્રાપ્ત થાય છે તે કુળનો ૯૨ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #119 -------------------------------------------------------------------------- ________________ નાશ કરે છે અને મર્યા પછી નરકમાં લઈ જાય છે અર્થાત્ દેવદ્રવ્યનો ઉપયોગ કરી કોઈ વ્યક્તિ પોતે પૈસા કમાય તો તે કમાયેલા પૈસા કુળનો નાશ કરે છે અને સ્વયંને નરકમાં લઈ જાય છે. આવું જ ગુરુદ્રવ્ય માટે પણ સમજવું. चेइअदव्वं साधारणं च जो दुहइ मोहिय-मईओ।। धम्मं च सो न याणइ अहवा बद्धाउओ नरए ।। (संबोध प्रकरण गा. १०७) જે મનુષ્ય મોહથી મોહિત બુદ્ધિવાળો દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યનો સ્વયં ઉપયોગ કરે છે તે ખરેખર ધર્મને જાણતો જ નથી અને તેણે નરકનું આયુષ્ય બાંધી લીધું છે એમ સમજવું. चेइअ-दव्व-विणासे रिसिघाए पवयणस्स उड्डाहे । संजइ-चउत्थभंगे मूलग्गी बोहि-लाभस्स ।। (संबोध प्रकरण गा. १०५) દેવદ્રવ્યનો નાશ, મુનિની હત્યા, જૈન શાસનની અવહેલના કરવી-કરાવવી અને સાધ્વીના ચોથા વ્રતનો ભંગ કરવો, આ બધુ સમ્યકત્વરૂપી વૃક્ષનાં મૂળને બાળવા માટે અગ્નિ સમાન છે. स च देवद्रव्यादि-भक्षको महापापो प्रहत-चेताः । मृतो पि नरकं अनुबंध-दुर्गतिं व्रजेत् ।। મહાપાપી, નષ્ટ મનવાળો જે વ્યક્તિ દેવદ્રવ્યાદિનું ભક્ષણ કરે છે તે દુર્ગતિની પરંપરા સર્જીને મર્યા પછી નરકમાં જાય છે. प्रभास्वे मा मतिं कुर्यात् प्राणैः कण्ठगतैरपि । अग्निदग्धाः प्ररोहन्ति प्रभादग्धो न रोहयेत् ।। (श्राद्धदिन-कृत्य १३४) પ્રાણ કંઠે આવી જાય તો પણ (મૃત્યુ આંખ સામે દેખાય તો પણ) દેવદ્રવ્ય લેવાની બુદ્ધિ કરવી ન જોઈએ. કારણ કે અગ્નિથી બળેલા વૃક્ષો ફરી ઉગે છે. પણ દેવદ્રવ્યના ભક્ષણરૂપ પાપથી બળેલા ફરી ક્યારેય ઉગતા નથી (સુખ પામી શકતા નથી.) अग्निदग्धाः पादप - जलसेकादिना प्ररोहन्ति पल्लवयन्ति परं देवद्रव्यादि - विनाशोग्र - पाप - पावक - दग्धो नरः समूल - दग्ध - द्रुमवत् न पल्लवयति प्रायः सदैव दुखभाक्त्वं पुनर्नवो न भवति । ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૯૩ Page #120 -------------------------------------------------------------------------- ________________ અગ્નિથી બળેલુ વૃક્ષ પાણીથી સિંચન કરતા ફરી ઉગે છે અને પલ્લવિત થઈ જાય છે. પરંતુ દેવદ્રવ્યાદિના નાશ રૂપ ઉગ્ર પાપરૂપી અગ્નિથી બળેલા આત્માઓ મૂળ સહિત બળેલા વૃક્ષની જેમ ફરીથી ક્યારેય સુખ પામતા નથી. હંમેશા દુઃખને ભજનારા થાય છે. प्रभा-स्वं ब्रह्महत्या च दरिद्रस्य च यद् धनं । ગુરુ-પત્ની દેવદ્રવ્ય ચ સ્વર્નસ્થમપિ પાતયેત્ ।। (શ્રાદ્ધવિન-નૃત્ય-રૂપ) પ્રભા દ્રવ્ય હરણ, બ્રહ્મ હત્યા અને દરિદ્રના ધનનું ભક્ષણ, ગુરુ-પત્નીનો ભોગ અને દેવદ્રવ્યનું ભક્ષણ સ્વર્ગમાં ૨હેલાનું પણ પતન કરે છે. દિગંબરોના ગ્રંથમાં પણ કહ્યું છે કે वरं दावानले पातः क्षुधया वा मूतिर्वरम् । मूर्ध्नि वा पतितं वज्रं न तु देवस्वभक्षणम् ।।१।। वरं हालाहलादीनां भक्षणं क्षणं दुःखदम् । निर्माल्यभक्षणं चैव दुःखदं जन्मजन्मनि ।।२।। દાવાનલમાં પડવું શ્રેષ્ઠ, ભૂખથી મરવું સારુ, મસ્તક ૫૨ વજ પડે તો સારું. પરંતુ દેવદ્રવ્યનું ભક્ષણ ન કરવું જોઈએ. ઝેર ખાવું સારું છે. કારણ કે તે થોડા સમય માટે દુઃખ આપનારું છે. પરંતુ દેવ-નિર્માલ્યનું ભક્ષણ તો અનેક જન્મો સુધી દુ:ખને આપનારું થાય છે. ज्ञात्वेति जिन-निर्ग्रन्थ- शास्त्रादीनां धनं न हि । गृहीतव्यं महापाप-कारणं दुर्गतिप्रदम् ।।३।। આ પ્રકારે જાણીને દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય અને જ્ઞાનાદિના દ્રવ્યને ગ્રહણ ન કરવું જોઈએ. કારણ કે મહાપાપનું કારણ છે અને દુર્ગતિ આપનાર છે. भक्खणं देव-दव्वस्स परत्थी - गमणेण च । सत्तमं णरयं जंति सत्त वाराओ गोयमा ! | ૯૪ હે ગૌતમ ! જે દેવદ્રવ્યનું ભક્ષણ કરે છે અને પરસ્ત્રીગમન કરે છે તે સાત વાર સાતમી નરકમાં જાય છે. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય માહાભ્યમાં કહ્યું છે કે – देवद्रव्यं गुरुद्रव्यं दहेदासप्तमं कुलम् । अङ्गालमिव तत् स्प्रष्टुं युज्यते नहि धीमताम् ।। દેવદ્રવ્ય અને ગુરુદ્રવ્યનું ભક્ષણ સાત કુળનો નાશ કરે છે. તેથી બુદ્ધિમાન પુરુષે એને અંગારા તુલ્ય જાણીને સ્પર્શ પણ કરવો નહિ અર્થાત્ બોલેલી રકમ તરત ભરી દેવી. देवाइ-दव्वणासे दंसणं मोहं च बंधए मूढा । ૩ -રેસા વા નિન - મુનિ - સંવાડું - સત્તત્ર | દેવદ્રવ્યનો નાશ કરનાર, ઉન્માર્ગની દેશના આપનાર, મોહથી મૂઢ અને જૈન સાધુ - સંઘનો શત્રુ બને છે તે ગાઢ દર્શન મોહનીય કર્મને બાંધે છે. जं पुणो जिण-दव् तु वृद्धि निति सुसावया । ताणं रिद्धी पवड्ढेइ कित्ति सुख-बलं तहा ।। पुत्ता हुंति सभत्ता सोंडिरा बुद्धि-संजुआ । सकललक्खणसंपुना सुसीला जाण संजुआ ।। દેવદ્રવ્ય વગેરે ધર્મ દ્રવ્યની વ્યવસ્થા કરનાર જો પ્રભુની આજ્ઞા મુજબ નીતિપૂર્વક દેવદ્રવ્યાદિને વધારે છે તેની ઋદ્ધિ, કીર્તિ, સુખ અને બળ વધે છે. તેના પુત્રો ભક્તિવાળા, બુદ્ધિમાન, બળવાન અને દરેક લક્ષણોથી યુક્ત એવા સુશીલ બને છે. एवं नाउण जे दव्वं वुढेि निंति सुसावया । નર-મર-રો Tvi સંતં દિંતિ તે પુut IT આ પ્રકારે જાણીને જે દેવદ્રવ્યને નીતિપૂર્વક વધારે છે. તે જન્મ, મરણ, વૃદ્ધાવસ્થા અને 'રોગનો અંત કરે છે. तित्थयर-पवयण-सुअं आयरिअंगणहरं महिड्डिअं । आसायंतो बहुसो अणंत-संसारिओ होइ ।। જે તીર્થકર, પ્રવચન, શ્રુતજ્ઞાન, આચાર્ય, ગણધર, મહદ્ધિકની આશાતના કરે છે તે અનંત સંસારી થાય છે. दारिद्द-कुलुप्पत्ती दारिद्दभावं च कुठ्ठरोगाइ । बहुजणधिक्कारं तह, अवण्णवायं च दोहग्गं ।। ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૯૫ . Page #122 -------------------------------------------------------------------------- ________________ तण्हा छुहामि भूई घायण-बाहण-विचुण्णतीय । एआइ - असुह फलाई बीसीअइ भुंजमाणो सो ।। દેવદ્રવ્યાદિના ભક્ષણાદિથી દરિદ્રકુળમાં ઉત્પત્તિ, દરિદ્રતા, કોઢરોગાદિ, બહુ લોકોમાં ધિક્કાર પાત્ર, નિંદા, દૌર્ભાગ્ય, તૃષ્ણા, ભૂખ, ઘાત, ભાર ખેંચવું, પ્રહારાદિ અશુભ ફળોને ભોગવતાં તે જીવ અનંત દુઃખી થાય છે. जइ इच्छह निव्वाणं अहवा लोए सुवित्थडं कित्तिं । ता जिणवरणिद्दिटुं विहिमग्गे आयरं कुणह ।।.. . હે ભવ્ય જીવો ! જો તમને નિર્વાણ (મોક્ષ) પદની ઈચ્છા હોય અથવા લોકમાં હંમેશ માટે પ્રશસ્ત કીર્તિનો વિસ્તાર કરવો છે તો જિનેશ્વરદેવે બતાવેલ વિધિમાર્ગનો આદર કરો. वीतराग ! सपर्यास्तवाज्ञापालनं परम् । आज्ञाराद्धा विराद्धा च शिवाय च भवाय च ।। (वीतराग-स्तोत्र) હે વીતરાગ ! આપની પૂજાથી આજ્ઞાનું પાલન કરવું વધારે શ્રેષ્ઠ છે. કારણ કે આપની આજ્ઞાની આરાધના મોક્ષની પ્રાપ્તિ કરાવે છે અને આજ્ઞાની વિરાધના સંસારમાં ભ્રમણ કરાવે છે. - ઉપદેશ - સપ્તતિકાનાં પાંચમાં અધિકારમાં કહ્યું છે કે – ज्ञानद्रव्यं यतोऽकल्प्यं देव-द्रव्यवदुच्यते । साधारणमपि द्रव्यं कल्पते सङ्घ-सम्मतम् । एकैत्रेव स्थानके देववित्तं क्षेत्र - द्वय्यामेव तु ज्ञानरिक्थम् ।। सप्त क्षेत्र्यां स्थापनीयं तृतीयं श्रीसिद्धान्ते जैन एवं ब्रवीति । દેવદ્રવ્યની જેમ જ જ્ઞાનદ્રવ્ય પણ અકલ્પનીય કહેવાય છે. સાધારણ દ્રવ્ય પણ સંઘની સંમતિ હોય તો સાતક્ષેત્રોમાં કામમાં આવે છે. દેવદ્રવ્ય એક ક્ષેત્રમાં વપરાય છે. જ્ઞાનદ્રવ્ય ઉપરના બે ક્ષેત્રોમાં પણ કામમાં આવે છે. સાધારણ દ્રવ્ય સાતે ક્ષેત્રોમાં કામમાં આવે છે. એમ સિદ્ધાન્તમાં કહ્યું છે. पायेणंतदेऊल जिणपडिमा कारिआओ जियेण । असमंजसवित्तीए न य सिद्धो दंसणलवोवि ।। ૯૬ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? Page #123 -------------------------------------------------------------------------- ________________ આ જીવે પ્રાયઃ અનંત દેરાસર અને અનંત જિનપ્રતિમા બનાવી હશે. પરંતુ શાસ્ત્રવિધિથી વિપરીત ક૨વાને કા૨ણે સમ્યક્ત્વનો અંશ પણ પ્રાપ્ત થયો નથી. ‘ન પૂછ્યો હોફ તેહિં બિન - નાદો ।' ‘પૂનાણું મળસંતિ મળે – સંતિળ મુદ્દવરે બાળ ।' આજ્ઞાથી વિપરીતપણે દ્રવ્યાદિ સામગ્રીથી જિનેશ્વરની પૂજા કરી હોય તો પણ તે વાસ્તવિક જિનપૂજા નથી. પૂજાનું ફળ મનની શાંતિ છે અને મનની શાંતિથી ઉત્તરોત્તર શુભધ્યાન પ્રગટ થાય છે. उपसर्गाः क्षयं यान्ति छिद्यन्ते विघ्नवल्लयः । मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे ।। ભાવભક્તિથી જિનેશ્વર ભગવાનની પૂજા કરવાથી આવનારા ઉપસર્ગો નાશ પામે છે, અંતરાય ક૨ના૨ા કર્મો પણ તૂટી જાય છે અને મનની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. - અતિચાર : તથા દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, સાધારણ દ્રવ્ય ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિણાસ્યો વિણસંતો ઉવેખ્યો, છતી શક્તિએ સારસંભાળ ન કીધી. ભાવાર્થ : દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, સાધારણ દ્રવ્યનું ભક્ષણ કર્યુ હોય, ભક્ષણ કરનારની ઉપેક્ષા કરી હોય, અજાણતા તેનો વિનાશ કર્યો હોય, વિનાશ ક૨ના૨ની અજાણતા ઉપેક્ષા કરી હોય અને શક્તિ હોવા છતાં તે દ્રવ્યની કાળજી ન રાખી હોય તો અતિચાર લાગે છે. જેની દસ પંદર દિવસે પક્ખી પ્રતિક્રમણમાં માફી માંગવાની હોય છે. - દ્રવ્યસપ્તતિકા સ્વોપજ્ઞ ટીકા जिणदव्वऋणं जो धरेइ तस्य गेहम्मि जो जिमइ सड्डो । पावेण परिलिंपइ गेण्हंतो वि हु जइ भिक्खं ।। જે જિન-દ્રવ્ય (દેવદ્રવ્ય)નો દેવાદાર હોય છે. તેના ઘરે શ્રાવક જમે તો જમનાર તે શ્રાવક પાપથી લેપાય છે. તેના ઘરેથી સાધુ પણ જો ગોચરી ગ્રહણ કરે તો તે પણ પાપથી લેપાય છે. પ્રશ્ન : દેવદ્રવ્ય-મક્ષ-વૃદ્ધે તેમનાય થનું પતે ? ન વા કૃતિ-મને વા તવ્ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૯૭ Page #124 -------------------------------------------------------------------------- ________________ जेमन-निष्क्रय-द्रव्यस्य देवगृहे मोक्तुमुचितम् न वा इति ? मुख्यवृत्त्या तद् गृहे भोक्तुं नैव कल्पते । દેવદ્રવ્યનું ભક્ષણ કરવાવાળાને ઘરે જમવું કલ્પે છે કે નહિ ? અને કદાચ જમવા ગયા તો તે જમણને વેચવાથી જેટલું દ્રવ્ય આવે તેટલું દ્રવ્ય દેવમંદિરમાં (દેવદ્રવ્યમાં) જમા કરાવવું ઉચિત છે કે નહિ ? મુખ્યપણે દેવદ્રવ્યનું ભક્ષણ કરનારના ઘરે ‘જમવું' એ યોગ્ય જ નથી. चेइअ दव्वं गिणिहंतु भुंजए जइ देइ साहुण । सो आणा अणवत्थं पावई लिंतो विदितोवि ।। વ્યવહારભાષ્યમાં કહ્યું છે કે - જે દેવદ્રવ્યને ગ્રહણ કરીને ભક્ષણ કરે છે અને સાધુને આપે છે તે આજ્ઞાભંગ, અનવસ્થા દોષથી દૂષિત થાય છે. આપનાર અને લેનાર બંને પાપથી લેપાય છે. अत्र इदम् हार्दम्-धर्मशास्त्रानुसारेण लोकव्यवहारानुसारेणापि यावद् देवादि ऋणम् सपरिवार-श्राद्धादेर्मूर्ध्नि अवतिष्ठते तावद् श्राद्धादि - सत्कः सर्वधनादि . परिग्रहः देवादि-सत्कतया सुविहितैः व्यवह्रियते संसृष्टत्वात् । અહીં પ૨માર્થ એ છે કે ધર્મશાસ્ત્ર કે લોક વ્યવહારથી પણ જ્યાં સુધી દેવાદિનું દેવુ જે શ્રાવકાદિના પરિવાર ઉપર હોય છે ત્યાં સુધી તે શ્રાદ્ધાદિનું બધું જ ધનપરિગ્રહ-સંપત્તિ દેવદ્રવ્યાદિથી મિશ્રિત જ કહેવાય છે. તેથી તેના ઘરમાં ભોજન કરવાથી ઉપર જણાવેલા દોષ લાગે છે. मूल्लं विना जिणाणं उवगरणं, चमर छत्तं कलशाइ । નો વાપરેફ મૂઢો, નિગળો, સો વર્ફે યુત્તિઓ ।। જે જિનેશ્વર ભગવાનના ઉપકરણ, ચામર, છત્ર, કળશ વગેરેને ભાડુ (નકરો) આપ્યા વિના પોતાના કામમાં લે છે તે મૂઢ જીવ દુ:ખી થાય છે. देवद्रव्येण यत्सौख्यं, परदारतः यत्सौख्यम् । अनन्तानन्तदुःखाय, तत् सुखं जायते ध्रुवम् ।। દેવદ્રવ્યના ભક્ષણથી જે સુખ અને પરસ્ત્રીના ભોગથી જે સુખ પ્રાપ્ત થાય છે તે સુખ અનંતાનંત દુઃખ આપનારું થાય છે. ૯૮ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #125 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૭ સુપનની ઘીની બોલીમાં સચ્ચાર્જ (વૃદ્ધિદર) ઉમેરીને તે વધારો સાધારણમાં લઈ જવાય કે કેમ ? તે સંબંધી પૂ. પાદ સુવિહિતા આચાર્ય મહારાજાઓનો શાસ્ત્રાનુસારી મહત્ત્વનો નિર્ણય પૂ. પાદ સુવિહિત આચાર્યાદિ મુનિભગવંતોનું શાસ્ત્રાનુસારી સચોટ માર્ગદર્શન નોંધઃ અત્રે એક મહત્ત્વનો અને સમસ્ત ભારતભરના શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘને હંમેશને માટે શાસ્ત્રાનુસારી માર્ગદર્શન પ્રાપ્ત થાય તે એક શુભ ઉદ્દેશથી નીચેનો પત્ર વ્યવહાર પ્રસિદ્ધ થઈ રહેલ છે. તેનો ઈતિહાસ આ મુજબ છે. વિ.સં. ૧૯૯૪ની સાલમાં શાંતકુઝ ખાતે પૂ.પાદ સિદ્ધાંત મહોદધિ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય-પ્રેમસૂરીશ્વરજી મહારાજશ્રીની આજ્ઞાથી પૂ. મુનિવરો શ્રી પર્યુષણ પર્વની આરાધના માટે શ્રીસંઘની વિનંતીથી પધાર્યા હતા. તે સમયે સંઘના કેટલાક ભાઈઓની ભાવના સાધારણ ખાતાના ખર્ચને પહોંચી વળવા સુપનની બોલીમાંના ઘીના ભાવ વધારીને તે ભાવ વધારો સાધારણમાં લઈ જવાની થઈ. તે વાત સંઘમાં જ્યારે ઠરાવરૂપે મૂકાઈ ત્યારે તે ચાતુર્માસમાં શ્રી પર્યુષણાપર્વની આરાધના કરાવવા શ્રીસંઘની વિનંતીથી પધારેલા પૂ. મુનિ મહારાજાઓએ તેનો સારી રીતે વિરોધ કરતાં જણાવ્યું કે, “આ વસ્તુ વ્યાજબી થતી નથી. શાસ્ત્રાનુસારી તથા વ્યવહારૂ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૯૯ Page #126 -------------------------------------------------------------------------- ________________ પણ નથી. સ્વપ્નાની બોલીમાં આમ સાધારણ ખાતાની ઉપજ ભેળવી દેવાય નહિ. અમારો આને અંગે સ્પષ્ટ વિરોધ છે, ને વધુમાં તેઓએ જણાવ્યું કે, “સંઘે આવી બાબતમાં નિર્ણય લેતાં પહેલાં વર્તમાન કાલમાં જૈન સંઘમાં બિરાજમાન પૂ. સુવિહિત શાસન માન્ય આચાર્ય ભગવંતોને પૂછી જોવું જોઈએ ને ત્યાર બાદ તેઓશ્રીની સમ્મતિથી જ, આ વિષયમાં નિર્ણય લઈ શકાય.' આથી તે વખતે શ્રી શાંતાક્રુઝ સંઘના પ્રમુખ સુશ્રાવક જમનાદાસ મોરારજીજે. પી. એ આ હકીક્તને માન્ય કરીને સમસ્ત ભારતમાંથી જૈન શ્વે.મૂ.પૂ. સંઘમાં તેમાંયે તપાગચ્છ શ્રીસંઘમાં વિદ્યમાન પૂ.આચાર્ય ભગવંતોને આ વિષયમાં પત્ર લખેલ ને તેના જે જે પ્રત્યુત્તર પ્રાપ્ત થયેલ તે બધું સાહિત્ય વિ.સં. ૧૯૯૫ના મારા (પૂ.આ.શ્રી.કનકચંદ્રસૂરિ મ.સા.) લાલબાગ-જૈન ઉપાશ્રયના ચાતુર્માસ દરમ્યાન સુશ્રાવક નેમિદાસ અભેચંદ-માંગરોલ નિવાસી તરફથી પ્રાપ્ત થયેલ તે મેં (પૂ.આ.શ્રી કનકચંદ્રસૂરિ મ.સા.) પ્રથમ “કલ્યાણ' માસિકમાં પ્રસિદ્ધ કરવા આપેલ અને આજે ફરીથી તે પત્ર વ્યવહાર ગ્રંથસ્થ થાય તેમ અનેક સુશ્રાવકોની ભાવનાને સ્વીકારીને અત્રે તે પ્રસિદ્ધ કરેલ છે. - સંપાદક શાંતાક્રુઝ શ્રીસંઘ તરફથી લખાયેલો પ્રથમ પત્રા સવિનય લખવાનું કે, અત્રેનો શ્રીસંઘ સં. ૧૯૯૪ની સાલ સુધી સુપનની ઘીની બોલીના રૂા. રા (મણ ૧ના) લેતા હતા અને તેને અંગે થયેલી આવક, દેવદ્રવ્યમાં લેતા હતા. પણ સાધારણ ખર્ચને પહોંચી વળવા માટે ચાલુ સાલમાં વિચાર કરી એક ઠરાવ કર્યો કે સુપનની ઘીની બોલીના મણ ૧ના રૂા. રાા છે તેના બદલે હવેથી મણ ૧ના રૂા. ૫) કરવા. જેમાંથી હંમેશની માફક રૂપીયા રા દેવદ્રવ્યમાં લઈ જવા અને રૂ. રા) સાધારણ ખર્ચને પહોંચી વળવા માટે સાધારણ ખાતામાં લઈ જવા. ઉપર મુજબનો કરેલ ઠરાવ શાસ્ત્રના આધારે અથવા પરંપરાએ બરાબર ગણાય કે કેમ ? તે માટે આપનો અભિપ્રાય જણાવવા મહેરબાની કરશોજી કે જેથી તે ફેરફાર કરવાની અગત્ય હોય તો સવેળા કરી શકાય. શ્રી સુરત, ભરૂચ, વડોદરા, ખંભાત, અમદાવાદ, મહેસાણા, પાટણ, ચાણસ્મા, ભાવનગર કે અન્ય બીજા શહેરોમાં કેવી ૧૦૦ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #127 -------------------------------------------------------------------------- ________________ પ્રણાલિકા છે ? અને તે શહેરોના શ્રીસંઘ કેવી રીતે ઉપયોગ સુપનની બોલીના ઘીની ઉપજનો કરે છે ? તે માટેનો આપનો અનુભવ જણાવવા મહેરબાની કરશોજી. શ્રીસંઘના ઉપરના ઠરાવ મુજબ શ્રી સુપનની બોલીના ઘીની ઉપજ શ્રી દેવદ્રવ્ય અને સાધારણમાં લઈ જાય તો, શ્રીસંઘ દોષિત થાય કે કેમ ? તે માટે આપશ્રીનો અભિપ્રાય જણાવશોજી. સંઘના પ્રમુખ, 45 લિ. જમનાદાસ મોરારજી ફરીથી તે વિષયનો શ્રીસંઘે લખેલ બીજો પત્ર પૂજ્યપાદ.... સવિનય લખવાનું કે અત્રેના શ્રીસંઘ સુપનાની ઘીની બોલીના રૂા.રા)નો દર ગયા વર્ષ સુધી હતો.જે આવક અત્રે દેવદ્રવ્યમાં લેતા હતા. પણ સાધારણ ખર્ચને પહોંચી વળવા માટે શ્રીસંઘે વિચારકરી એક ઠરાવ કીધો કે, “અસલના રૂા. રા) આવે તે હંમેશની માફક દેવદ્રવ્યમાં લઈ જવા અને રૂા. રા) વધારી જે ઉપજ આવે તે સાધારણ ઉપજમાં લઈ જવા. ઉપર મુજબ કરેલો ઠરાવ શાસ્ત્રના આધારે બરાબર છે કે કેમ ? તે માટે આપનો અભિપ્રાય જણાવવા મહેરબાની કરશોજી. શ્રી સુરત, ભરૂચ, વડોદરા, ખંભાત, અમદાવાદ, મહેસાણા, પાટણ, ચાણસ્મા, ભાવનગર વગેરેના શ્રીસંઘો સુપનની બોલીની ઉપજની રકમનો કેવી રીતે ઉપયોગ કરે છે તે આપના ધ્યાનમાં હોય તે જણાવશોજી. નોંધઃ સાંતાક્રુઝ શ્રીસંઘ તરફથી લખાયેલ પત્રના ઉત્તરરૂપે પૂ.પાદ સુવિહિત શાસન માન્ય આચાર્ય ભગવંતોનાં તરફથી જે જે પ્રત્યુત્તરો શ્રીસંઘના પ્રમુખ સુશ્રાવક જમનાદાસ મોરારજી જે. પી. ઉપર આવેલા છે તે બધાયે પત્રો અત્રે રજુ કરેલ છે. જે ઉપરથી સ્પષ્ટ રૂપે જોઈ શકાશે કે, “સુપનની ઉપજના નામે વધારો કરીને લેવાયેલી ઉપજ પણ સાધારણ ખાતામાં ન લઈ જવાય.” તેમ સચોટ અને મક્કમપણે પૂ.પાદ શાસનમાન્ય આચાર્ય ભગવંતોએ ફરમાવેલ છે, તો આજે જેઓ સારીયે સ્વપ્નદ્રવ્યની ઉપજને સાધારણ ખાતામાં લઈ જવાની ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? ૧૦૧ Page #128 -------------------------------------------------------------------------- ________________ હિમાયત કરી રહેલ છે, તે વર્ગ કેટ-કેટલો શાસ્ત્રીય સુવિહિત માન્ય પરંપરાથી દૂર-સુદૂર જઈને શ્રી વીતરાગદેવની આજ્ઞાના આરાધક કલ્યાણકામી અનેક આત્માઓનું અહિત કરવાની પાપપ્રવૃત્તિ આચરી રહેલ છે. તે દરેક સુજ્ઞ આરાધક આત્મા સ્વયં વિચારી શકે છે. - સંપાદક (૧) . • તા. ૨૩-૧૦-૩૮ અમદાવાદથી લિ. પૂજ્યપાદ આરાધ્યપાદ આચાર્યદેવ શ્રી શ્રી શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજજી તરફથી તત્ર શાંતાક્રુઝ મધ્ય દેવગુરુ પુણ્ય પ્રભાવક સુશ્રાવક જમનાદાસ મોરારજી વિ. શ્રીસંઘ સમસ્ત યોગ્ય. જણાવવાનું કે તમારો પત્ર મલ્યો. વાંચી બીના જાણી. પૂજ્ય મહારાજજી સાહેબને બે દિવસથી બ્લડપ્રેશરનું દરદ થયેલું છે. જેથી આવા પ્રશ્નોના જવાબની માથાકુટમાંથી છૂટા થયા છે માટે હવેથી આવા પ્રશ્નો અત્રે મોકલવા નહિ. કારણ કે દાકતરે મગજમારી કરવાની તથા બોલવાની મનાઈ કરેલી છે. છતાં અમારો અભિપ્રાય પૂછો તો ટૂંકમાં જણાવીએ છીએ કે, “સુપનની ઉપજના પૈસા દેવદ્રવ્યમાં જ અમો તો વપરાવીએ છીએ અને અમારો અભિપ્રાય દેવદ્રવ્યમાં જ છે. વળી ઘણા જ ગામમાં તથા શહેરોમાં દેવદ્રવ્યમાં જ વાપરવાની પ્રણાલિકા છે.” સાધારણ ખાતામાં ખાડો હોય તો તેના માટે બીજી ટીપ કરવી સારી છે-પણ સુપનના ઘીના રૂા. રાના ભાવના બદલે રૂા. ૫)નો ભાવ લઈને અડધા પૈસા દેવદ્રવ્યમાં લઈ જવા વ્યાજબી નથી અને જો સંઘ તેમ કરે તો દોષના ભાગીદાર છે. એવી રીતે કરે તેના કરતાં સાધારણ ખાતાની જુદી ટીપ કરવી શું ખોટી ? માટે સુપનાના નિમિત્તના પૈસા સાધારણમાં લઈ જવા તે અમોને તો ઠીક લાગતું નથી. અમારો અભિપ્રાય દેવદ્રવ્યમાં જ વાપરવાનો છે. પૂ. મહારાજશ્રીની આજ્ઞાથી, A દ : મુનિ કુમુદવિજયજી ૧૦૨ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #129 -------------------------------------------------------------------------- ________________ સાણંદથી આચાર્ય મહારાજ શ્રી વિજય મેઘસૂરીશ્વરજી મ. આદિ તરફથી મુંબઈ મધ્ય દેવગુરુભક્તિકારક સુશ્રાવક જમનાદાસ મોરારજી યોગ ધર્મલાભ. અત્રે સુખશાતા છે. તમારો પત્ર મળ્યો, તે સંબંધમાં જણાવવાનું કે સ્વપ્નની બોલી સંબંધી જે કાંઈ ઉપજ હોય તે દેવદ્રવ્ય સિવાય બીજે ન લઈ જઈ શકાય. અમદાવાદ, ભરૂચ, સુરત, છાણી, પાટણ, ચાણસ્મા, મહેસાણા, સાણંદ વિગેરે ઘણા સ્થળોમાં પ્રાય: ઉપર જણાવ્યા પ્રમાણે પ્રવૃત્તિ ચાલે છે, એ જ ધર્મસાધનમાં વિશેષ ઉદ્યમ રાખશો. - દ : સુમિત્રવિજયના ધર્મલાભ. (૩). ઉદેપુર આ.સુ. ૩ માલદાસની શેરી, જૈનાચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી આદિ ઠા. ૧૨. શાંતાક્રુઝ મધ્ય સુશ્રાવક દેવગુરુ ભક્તિકારક શ્રાવકગુણ સંપન્ન શા. જમનાદાસ મોરારજી જોગ ધર્મલાભ વાંચશો. દેવગુરુ પ્રતાપે સુખશાતા છે. તેમાં પ્રવર્તતા તમારો પત્ર મળ્યો. વાંચી સમાચાર જાણ્યા. વળી પણ લખશો. જૂની પ્રણાલિકા પ્રમાણે અમો સ્વપ્નાની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવાના વિચારના છીએ. કારણ સ્વપ્નાંને તીર્થંકરની માતા જુવે છે, તે પૂર્વે તીર્થકર નામ બાંધ્યાથી તીર્થકર માતા ચૌદ સ્વપ્નાં જુવે છે. તે ચ્યવન કલ્યાણના અંગે સૂચવનારા છે, અમદાવાદમાં સ્વપ્નાની ઉપજ દેવદ્રવ્યમાં જાય છે. તે જાણશો. એ જ. સંભારે તેને ધર્મલાભ કહેશો. 5 દ : પંન્યાસ સંપતવિજયજી ગણિના ધર્મલાભ. (૪) તા. ૨૮-૯-૩૮ સિદ્ધક્ષેત્ર-પાલીતાણાથી લિ. આચાર્ય શ્રી વિજય મોહનસૂરિજી આદિ તત્ર ઘર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૦૩ Page #130 -------------------------------------------------------------------------- ________________ (૫) ઈડર આ.સ. ૧૪ પૂજ્ય આ. મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી મહારાજની આજ્ઞાથી તત્ર સુશ્રાવક દેવગુરુ ભક્તિકા૨ક જમનાદાસ મોરારજી યોગ્ય ધર્મલાભ વાંચશો. તમારો પત્ર મળ્યો. વાંચી બીના જાણી, તો દેવદ્રવ્યનો ભાવ રૂપિયા રહ્યા છે. તેનો પાંચ કરી ૨ા સાધારણ ખાતામાં લઈ જવા માંગો છો તે જાણ્યું, પરંતુ તેમ થવાથી જે પચીશ મણ ઘી બોલવાને ભાવવાળો હશે તે બારમણ બોલશે. એટલે એકંદરે દેવદ્રવ્યને નુકશાન થવાનો ભય રહે છે માટે એમ કરવું એ અમોને ઉચિત લાગતું નથી. સાધારણ ખાતાની આવક કોઈ પ્રકારના લાગા નાંખીને ઉત્પન્ન કરવી એ ઠીક લાગે છે. બીજા ગામોમાં શી રીતે થાય છે. તેની અમોને ખાસ માહિતી નથી. જ્યાં જ્યાં હમોએ ચોમાસું કર્યું છે ત્યાં ત્યાં દેવદ્રવ્યમાં મોટે ભાગે ગયું છે. કેટલેક ઠેકાણે સુપનની આવકમાંથી અમુક આની સાધારણ ખાતામાં લઈ જાય છે. પરંતુ એ પ્રમાણે કરનારા ઠીક નથી કરતા એમ અમારી માન્યતા છે. એ જ ધર્મ સાધનમાં ઊઘમ રાખશો. ૬ : પ્રવિણવિજયના ધર્મલાભ. (૬) મુંબઈ લાલબાગ ભા.વ. ૧૪ પ.પૂ. પાદ આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. ત૨ફથી શાંતાક્રુઝ મધ્યે દેવગુરુ ભક્તિકા૨ક સુશ્રાવક જમનાદાસભાઈ યોગ્ય ધર્મલાભ. તમારો પત્ર મળ્યો, વાંચી હકીક્ત જાણી. સુરત, ભરૂચ, અમદાવાદ, મહેસાણા અને પાટણમાં મારી જાણ મુજબ કોઈ અપવાદ સિવાય સુપનની આવક દેવદ્રવ્યમાં જાય છે. વડોદરામાં પહેલાં હંસવિજયજી લાયબ્રેરીમાં લઈ જવાનો ઠરાવ કર્યો હતો, પણ પાછળથી ફેરવીને દેવદ્રવ્યમાં લઈ જવાની શરૂઆત થઈ હતી. ખંભાતમાં અમરચંદ શાળામાં દેવદ્રવ્યમાં જ જાય છે. ચાણસ્મામાં દેવદ્રવ્યમાં જાય છે. ભાવનગરની ચોક્કસ માહિતી નથી. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૦૫ Page #131 -------------------------------------------------------------------------- ________________ (૫) ઈડર આ.સુ. ૧૪ પૂજ્ય આ. મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી મહારાજની આજ્ઞાથી તત્ર સુશ્રાવક દેવગુરુ ભક્તિકા૨ક જમનાદાસ મોરારજી યોગ્ય ધર્મલાભ વાંચશો. તમારો પત્ર મળ્યો. વાંચી બીના જાણી, તો દેવદ્રવ્યનો ભાવ રૂપિયા ૨ા છે. તેનો પાંચ કરી રાા સાધારણ ખાતામાં લઈ જવા માંગો છો તે જાણ્યું, પરંતુ તેમ થવાથી જે પચીશ મણ ઘી બોલવાને ભાવવાળો હશે તે બારમણ બોલશે. એટલે એકંદરે દેવદ્રવ્યને નુકશાન થવાનો ભય રહે છે માટે એમ કરવું એ અમોને ઉચિત લાગતું નથી. સાધારણ ખાતાની આવક કોઈ પ્રકારના લાગા નાંખીને ઉત્પન્ન કરવી એ ઠીક લાગે છે. બીજા ગામોમાં શી રીતે થાય છે. તેની અમોને ખાસ માહિતી નથી. જ્યાં જ્યાં હમોએ ચોમાસું કર્યું છે ત્યાં ત્યાં દેવદ્રવ્યમાં મોટે ભાગે ગયું છે. કેટલેક ઠેકાણે સુપનની આવકમાંથી અમુક આની સાધારણ ખાતામાં લઈ જાય છે. પરંતુ એ પ્રમાણે કરનારા ઠીક નથી કરતા એમ અમારી માન્યતા છે. એ જ ધર્મ સાધનમાં ઊઘમ રાખશો. ૬ : પ્રવિણવિજયના ધર્મલાભ. (૬) મુંબઈ લાલબાગ ભા.વ. ૧૪ પ.પૂ. પાદ આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. ત૨ફથી શાંતાક્રુઝ મધ્યે દેવગુરુ ભક્તિકારક સુશ્રાવક જમનાદાસભાઈ યોગ્ય ધર્મલાભ. તમારો પત્ર મળ્યો, વાંચી હકીક્ત જાણી. સુરત, ભરૂચ, અમદાવાદ, મહેસાણા અને પાટણમાં મારી જાણ મુજબ કોઈ અપવાદ સિવાય સુપનની આવક દેવદ્રવ્યમાં જાય છે. વડોદરામાં પહેલાં હંસવિજયજી લાયબ્રેરીમાં લઈ જવાનો ઠરાવ કર્યો હતો, પણ પાછળથી ફે૨વીને દેવદ્રવ્યમાં લઈ જવાની શરૂઆત થઈ હતી. ખંભાતમાં અમરચંદ શાળામાં દેવદ્રવ્યમાં જ જાય છે. ચાણસ્મામાં દેવદ્રવ્યમાં જાય છે. ભાવનગરની ચોક્કસ માહિતી નથી. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૦૫ Page #132 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદમાં સાધારણ ખાતા માટે ઘર દીઠ દર સાલ અમુક રકમ લેવાનો રીવાજ છે, જેથી કેશર, સુખડ, ધોતીયા વિગેરેનો ખર્ચ થઈ શકે છે. એવી યોજના અથવા દરસાલ ટીપની યોજના કાયમ ચાલે તેવી રીતે શક્તિ પ્રમાણે થઈ જાય તો સાધારણમાં વાંધો આવે નહિ. પણ સુપનની ઉપજ લઈ જવી એ તો કોઈ રીતે ઉચિત લાગતું નથી. તીર્થકર દેવને ઉદ્દેશીને જ સ્વપ્નાં છે અને તેથી તે નિમિત્તનું દેવદ્રવ્યમાં જવું જોઈએ. ગપ્પ દીપિકા સમીર” નામની ચોપડીમાં પ્રશ્નોત્તરમાં પૂજ્ય સ્વ. આચાર્યદેવ વિજયાનંદસૂરિજીનો પણ એવો જ અભિપ્રાય છપાયેલો છે. સર્વેને ધર્મલાભ જણાવશો. 5 એ જ : હેમંતવિજયના ધર્મલાભ. (૭) જૈન ઉપાશ્રય - કરાડ આ. શ્રી વિજયરામચંદ્રસૂરિ તરફથી ? ધર્મલાભ સ્વપ્ન ઉતારવાની ક્રિયા પ્રભુ ભક્તિ નિમિત્તે જ થાય છે માટે એની ઉપજ ઓછી થાય એવું કોઈપણ પગલું ભરવાથી દેવદ્રવ્યથી ઉપજ રોકવાનું પાપ લાગે એ કારણે જ તમારો ઠરાવ કોઈપણ રીતે યોગ્ય નથી, પણ શાસ્ત્ર વિરુદ્ધ છે. સાધારણની ઉપજ માટે અનેક ઉપાયો યોજી શકાય છે. અમદાવાદ આદિમાં સ્વપ્નની ઉપજ જીર્ણોદ્ધારમાં જ અપાય છે. જે જે સ્થળે ગરબડ હોય અથવા થઈ હોય તો તે અજ્ઞાનનું જ પરિણામ છે માટે એનું દષ્ટાંત લઈ આત્મનાશક વર્તાવ કોઈપણ કલ્યાણકામી શ્રીસંઘે ન જ કરવો જોઈએ. એ જ સૌ શ્રી જિનાજ્ઞાસિક અને પાલક બને એ જ એક અભિલાષા. (૮) શ્રી મુકામ પાટણથી લી. વિજયભક્તિસૂરિ તથા પં. કંચનવિજયાદિ ઠા. ૧૯ મુ. શાંતાક્રુઝ-- ૧૦૬ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #133 -------------------------------------------------------------------------- ________________ દેવગુરુ ભક્તિકારક ધર્મરાગી જમનાદાસ મોરારજી યોગ્ય ધર્મલાભ વાંચશો. તમારો પત્ર પહોંચ્યો, વાંચી સમાચાર જાણ્યા. તમોએ સ્વપ્નાની બોલીની ઘી બાબતમાં પૂછાવ્યું તેના જવાબમાં પ્રથમ અઢી રૂપીયાના ભાવથી દેરાસરજીમાં લઈ જતા. હવે પાંચનો ઠરાવ કરી અડધું સાધારણમાં લઈ જવાનો ઠરાવ કરો છો, તે બાબતમાં વિચારણીય પ્રશ્ન છે. કારણ કે અઢીના પાંચ કરીએ ત્યારે જે અઢીના ભાવથી ઘી બોલાતું હોય તેમાંથી પાંચના ભાવનું સ્વાભાવિક ઓછું જ બોલાય. એટલે મૂળ આવકમાં ફેરફાર થાય. વળી મુનિ સંમેલન વખત-સાધારણમાં અડધું લઈ જવાનો ઠરાવ થયો નથી. છતાં તમો વયોવૃદ્ધ આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિજી તથા વિજયનેમિસૂરિ મહારાજને પૂછાવી લેશો. તમારા જેવા ગૃહસ્થો ધારો તો સાધારણનો લેશ માત્ર ખાડો ન પડે, ન ધારીએ તો પડે. સૌથી ઉત્તમ માર્ગ તો પ્રથમ છે તે જ પ્રમાણે રાખવું. પછી કદાચ તમારા લખવા પ્રમાણે અડધો અડધ કરવું હોય તો ઉપર લખેલ બે ઠેકાણે પૂછાવીને કરી લેશો. તે બરાબર ધ્યાનમાં લેશો. ધાર્મિક ક્રિયા કરી જીવન સફળ કરશો. અમદાવાદ સુધી કદાચ આવવાનું થાય તો પાટણ શહેરના દહેરાસરજીની જાત્રાનો લાભ લેશો. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૦૭ , Page #134 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૮ સ્વપ્નની ઉપજનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જ જાય ! તેને અંગે પૂ. પાદ સુવિહિત આચાર્યાદિ મહાપુરુષોનો શાસ્ત્રાનુસારી મહત્ત્વનો આદેશ નોંધ : વિ.સં. ૧૯૯૪માં પૂ.પાદ સુવિહિત શાસનમાન્ય ગીતાર્થ આચાર્ય ભગવંતોના શાસ્ત્રાનુસારી જવાબ સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં જ લઈ જવાય તેમાં ભાવ વધારો કરી તે પણ સાધારણમાં ન જાય, તે મુજબનો સ્પષ્ટ તેમજ મક્કમ રૂપે આવેલ. ત્યારબાદ ફરીથી વિ.સં. ૨૦૧૦માં આજ એક મહત્ત્વના પ્રશ્નને અંગે તે હાલમાં સમસ્ત તપાગચ્છના જે.મૂ.સંઘના વિદ્યમાન પૂ.સુવિહિત શાસનમાન્ય આચાર્ય ભગવંતોની સાથે પત્ર વ્યવહાર કરીને તેઓશ્રીનો સ્પષ્ટ અને સચોટ નિર્ણય તથા શાસ્ત્રીય માર્ગદર્શન પ્રાપ્ત કરવા વેરાવલ નિવાસી સુશ્રાવક અમીલાલ રતિલાલે જે પત્ર વ્યવહાર કરેલ તે સંબંધી પૂ.પાદ આચાર્ય ભગવંતોના જે જે જવાબો પ્રાપ્ત થયેલ તે શ્રી મહાવીરશાસન'માં પ્રસિદ્ધ થયેલ તે ફરી ગ્રંથસ્થ થાય તો તે સાહિત્ય હંમેશને માટે પરમતારક શ્રી જૈનશાસનની પ્રત્યે આરાધકભાવે રૂચિ ધરાવનાર કલ્યાણકામી આત્માઓને ઉપયોગી તથા ઉપકારક બને તે જ એક શુભ ઉદ્દેશથી અત્રે પ્રસિદ્ધ થઈ રહેલ છે. - સંપાદક ૧૦૮ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #135 -------------------------------------------------------------------------- ________________ (૧) અમદાવાદ શ્રાવણ સુદી ૧૨ પરમ પૂજ્ય સંઘસ્થવિર આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ તરફથી વેરાવલ મધ્યે શ્રાવક અમીલાલ રતિલાલ જૈન ધર્મલાભ. તમારો પત્ર મળ્યો. વાંચી તમામ બીના જાણી, તમારા પત્રનો ઉત્તર નીચે મુજબ. ચૌદ સુપન, પારણું, ઘોડિયા તથા ઉપધાનની માળાની બોલીનું ઘી, તે બધી ઉપજ શાસ્ત્ર આધારે દેવદ્રવ્યમાં જ જાય છે અને તે જ વ્યાજબી છે, તેનાં શાસ્ત્રના પાઠ શ્રાદ્ધવિધિ તથા દ્રવ્ય સપ્તતિકા તથા બીજા સિદ્ધાંતના પાઠોમાં છે માટે દેવદ્રવ્યમાં જ જાય. સાધારણમાં જે લોકો લઈ જાય તે તદ્દન ખોટું છે. ધર્મ સાધનમાં ઉદ્યમ રાખશો. લી. આચાર્યદેવની આજ્ઞાથી, 65 દ : મુનિ કુમુદવિજય તરફથી ધર્મલાભ. (૨) અહમદનગર ખ્રિસ્તીગલી જૈન ધર્મશાળા સુધી ૧૪ પૂ.પાદ આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. તરફથી સુશ્રાવક અમીલાલ રતીલાલ યોગ ધર્મલાભ વાંચવા. તા. ૧૦નો તમારો કાગળ મળ્યો છે. ચૌદ સુપન, પારણા, ઘોડિયાં તથા ઉપધાનની માળાદિનું ઘી (ઉપજ) અમદાવાદ મુનિ સંમેલને શાસ્ત્ર મુજબ દેવદ્રવ્યમાં લઈ જવાનું ઠરાવેલ છે. તે મુજબ તે જ યોગ્ય છે, એ જ ધર્મસાધનામાં ઉદ્યમવંત રહેવું. 6) દ : ત્રિલોચનવિજયના ધર્મલાભ. (૩) પાલીતાણા સાહિત્ય મંદિર તા. ૫-૮-૫૪ ગુરુવાર. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? ૧૦૯ Page #136 -------------------------------------------------------------------------- ________________ પૂ.આ.મ.શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મ. તરફથી. મુ. વેરાવળ શ્રાવક અમીલાલ રતિલાલ યોગ્ય ધર્મલાભ વાંચશો. તમારો પત્ર મળ્યો, નીચે લખેલ પ્રમાણે સમાચાર જાણશો. (૧) ઉપધાનની માળાનું ઘી દેવદ્રવ્ય સિવાય બીજે લઈ શકાય નહિ. (૨) ચૌદ સ્વપ્ન તથા ઘોડિયાં-પારણાનું ઘી પણ દેવદ્રવ્યમાં લઈ જવું તે જ ઉત્તમ છે. મુખ્ય માર્ગ દેવદ્રવ્યમાં જ લઈ જવાનો ધોરી માર્ગ છે. મુનિ સંમેલન અમદાવાદમાં સં. ૧૯૯૦માં થયું ત્યારે પણ ઠરાવમાં એ જ થયું છે જે મુખ્ય માર્ગ દેવદ્રવ્યમાં જ લઈ જવું. ઈત્યાદિ હકીક્ત જાણશો. દેવદર્શન કરતાં યાદ કરશો. - ૬ : લિ. વિજયભક્તિસૂરિ પોતે. (૪) પાવાપુરી સુ. ૧૪ પૂ. પરમ ગુરુદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. ત૨ફથી દેવ-ગુરુભક્તિકા૨ક સુશ્રાવક અમીલાલ યોગ ધર્મલાભ. તા. ૧૦નો તમારો પત્ર મળ્યો, જવાબમાં જણાવવાનું જે સ્વપ્નદ્રવ્ય પારણાં ઘોડિયા ઈત્યાદિ શ્રી જિનેશ્વરદેવને ઉદ્દેશીને જે કોઈ બોલીઓનું ઘી થયું હોય તે શાસ્ત્ર મુજબ દેવદ્રવ્યમાં જવું જોઈએ. આથી વિપરીત રીતે ઉપયોગમાં લેનાર દેવદ્રવ્યના નાશના પાપનો ભાગીદાર થાય છે. એ જ ધર્મની આરાધનામાં સદા ઉજમાલ રહો એ જ એક સદા માટેની શુભાભિલાષા. Z દ : ચારિત્રવિજયના ધર્મલાભ. (૫) શ્રાવણ સુદ-૭ શુક્રવાર તા. ૭-૮-૫૪ ગુડાબાલોતરા (રાજસ્થાન) પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયમહેન્દ્રસૂરીશ્વરજી મહારાજ આદિ. વેરાવળ મધ્યે સુશ્રાવક શા. અમીલાલ રતિલાલ યોગ ધર્મલાભ. લખવાનું કે ૧૧૦ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #137 -------------------------------------------------------------------------- ________________ તમારો પત્ર મળ્યો છે, વાંચી સમાચાર જાણ્યા છે, લખવાનું કે ઉપધાનની ઉપજ દેવદ્રવ્યમાં જાય એવો હીરપ્રશ્નમાં ખુલાસો છે. બીજું સુપનાની ઉપજ માટે સ્વપ્ન ઉતારવાનું શરૂ થયું. ત્યારથી એ ઉપજ દેવદ્રવ્યમાં જાય છે. એમાંથી દેરાસરના ગોઠીને તથા નોકરોને પગાર અપાય છે. સાધુ સંમેલનમાં આ પ્રશ્ન ચર્ચાયો હતો. પરંપરાથી દેવદ્રવ્યમાં જાય છે. તેથી દેવદ્રવ્યમાં લઈ જવાનો ઉપદેશ કરવો એવો નિર્ણય કરેલ. અત્રે સુખશાંતિ છે, તમને પણ સુખશાંતિ વરતે એ જ ધર્મધ્યાનમાં ઉદ્યમ કરશો. નવીન જણાવશો. A દ : મુનિરાજ શ્રી અમૃતવિજયજી. (નોંધ : સુવિહિત આચાર્યદેવોની પરંપરાએ ચાલી આવતી આચરણ પણ ભગવાનની આજ્ઞાની જેમ માનવાનું ભાષ્યકાર ભગવાનો જણાવે છે. નિર્વાહના અભાવે દેવદ્રવ્યમાંથી ગોઠીને કે નોકરને પગાર અપાય એ જુદી વાત છે. પરંતુ જ્યાં નિર્વાહ કરી શકાય તેમ હોય છતાં અપાય તો તોમાં દોષિત થવાય એમ અમારું માનવું છે.) સ્વસ્તિ શ્રી રાધનપુરથી લિ. આચાર્ય શ્રી વિજયકનકસૂરિજી આદિ ઠા. ૧૦ તત્ર શ્રી વેરાવળ મધ્ય સુશ્રાવક દેવગુરુભક્તિકારક શા. અમીલાલભાઈ રતીલાલભાઈ યોગ્ય ધર્મલાભ પહોંચે. અત્ર દેવગુરુ કૃપાથી સુખશાતા વર્તે છે. તમારો પત્ર મળ્યો, ઉત્તર નીચે પ્રમાણે ચૌદ સ્વપ્ન, પારણાં, ઘોડિયા તથા ઉપધાન માળ આદિનું ઘી કે રોકડા રૂપૈયા બોલાય તે શાસ્ત્રની રીતિએ તેમજ સં. ૧૯૯૦ માં જ્યારે મુનિ સંમેલન શ્રી અમદાવાદ એકત્ર થયેલ ત્યારે પણ ૯ આચાર્યોની સહીથી ઠરાવ દેવદ્રવ્યમાં લઈ જવાનો થયેલ અને ત્યારે સેંકડો સાધુ-સાધ્વીઓ અને હજારો શ્રાવક-શ્રાવિકાઓ હતા. તેનો કોઈએ વિરોધ નહિ કરેલ એટલે તે ઠરાવને કબુલ રાખેલ. એ જ ધર્મકરણીમાં ભાવ વિશેષ રાખવા એ જ સાર છે. શ્રાવણ સુદ ૧૪ 5 લિ. વિજયકનકસૂરિના ધર્મલાભ. પં. દીપવિજયના ધર્મલાભ વાંચવા. ઘર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૧૧ Page #138 -------------------------------------------------------------------------- ________________ ભાયખલા જૈન ઉપાશ્રય, લવલેન મુંબઈ નં. ૨૭ તા. ૧૫-૮-૫૪ લિ. વિજયામૃતસૂરિ, પં. પ્રિયંકરવિજય ગણિ આદિ. દેવગુરુભક્તિકારક શ્રાવક અમીલાલ રતિલાલ યોગ્ય ધર્મલાભ. તમારું કાર્ડ લાલવાડીના સરનામાનું મળ્યું. અત્રે પ્રાતઃ સ્મરણીય ગુરુ મહારાજશ્રીના પુણ્ય પસાયથી સુખશાતા વર્તે છે. દેવદ્રવ્યનો પ્રશ્ન શાસ્ત્ર આધારે ચર્ચાને સાધુ સંમેલનમાં તેનો નિર્ણય થયેલો છે. તે અખિલ ભારતવર્ષીય સાધુ સંમેલનની બુક એક પ્રતાકારે બહાર પડી છે, તેમાં છે તે જોઈ લેજો. ત્યાં આ. વિજયઅમૃતસૂરિજી તથા મુનિશ્રી પાર્થવિજયજી આદિ છે. તેમની પાસેથી ખુલાસો મેળવશો. તેમને સુખશાતા જણાવશો. એ જ અવિચ્છિન્ન પ્રભાવશાળી શ્રી વીતરાગ શાસન પામી ધર્મની આરાધનામાં વિશેષ ઉદ્યમવંત થવું. એ નર જન્મ પામ્યાની સાર્થકતા છે. अहमदाबाद दिनांक ११-१०-५४ सुयोग्य श्रमणोपासक श्रीयुत शा. अमीलालभाई जोग, धर्मलाभ. पत्र दो मिले. कार्यवशात् विलंब हो गया । खैर, आपने चौद सुपन पालणां घोडिया और उपधान की माला की बोली आदि की घी की बोली की रकम कौन खाते में जमा करना आदि के लिये लिखा उसका प्रत्युत्तर में उपरोक्त बोली परंपरा में आचार्यदेवोने देवद्रव्य में ही वृद्धि करने का फरमाया है । अतः वर्तमान वातावरण में उक्त कार्य में ढिलापन नहि होने देना वरना आपको आलोचनाकें पात्र बनना पडेगा । किमधिकम् । A ૮. વિ. હિમાયતસૂરિ થર્મલ્લામ. (૯) પાલીતાણાથી લિ. ભુવનસૂરિજીના ધર્મલાભ. કાર્ડ મળ્યો. સમાચાર જાણ્યા. સ્વપ્નાની બોલીના પૈસા દેવદ્રવ્યમાં જ જવા જોઈએ. સાધારણમાં લઈ જવાય નહિ. એ માન્યતાવાળા પૂજ્ય સિદ્ધિસૂરિજી મ. ૧૧૨ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #139 -------------------------------------------------------------------------- ________________ લબ્ધિસૂરિજી મ. નેમિસૂરિજી મ. સાગરજી મ. વગેરે ૫૦૦ સાધુઓની માન્યતા એ પ્રમાણે છે. આરાધનામાં રક્ત રહેશો. પારણાંની બોલી પણ દેવદ્રવ્યમાં જ જાય છે જ. સુદિ ૧૨ (૧૦) દાઠા (જિ. ભાવનગર) શ્રાવણ સુદ ૧૨ પૂ.પા.આ.શ્રી ઋદ્ધિસાગરસૂરિજી મ. સા. તથા મુનિ શ્રી માનતુંગવિજયજી મહારાજ. વેરાવળ મધ્યે સુશ્રાવક અમીલાલ રતિલાલ આદિ... ધર્મલાભપૂર્વક જણાવવાનું જે અત્રે સુખશાતા છે. તમારો પત્ર મળ્યો. વાંચી બિના જાણી છે તે પ્રશ્નના જવાબમાં જાણવું જે સુપન પ્રભુજીના માતાને પ્રભુજી ગર્ભવાસ કરતાં પ્રભુના પુણ્યબલે જોવામાં આવે છે. જેથી તે વસ્તુ પ્રભુજીદેવસંબંધીની જ ગણાય છે. ઉપરાંત માળાદિની વાત સંબંધમાં તીર્થમાળા તે પણ શ્રી પ્રભુજીના દર્શન-ભક્તિ નિમિત્તે સંઘો નીકળતાં સંઘ કાઢનાર સંઘવીને તીર્થમાળા પહેરાવવામાં આવતી એટલે તીર્થમાળા પણ પ્રભુજીની ભક્તિ નિમિત્તે થયેલ કાર્ય માટે પહેરાવવામાં આવતી. જેથી તેની ઉછામણીનું દ્રવ્ય પણ દેવનું જ દ્રવ્ય ગણાય છે. તીર્થમાળાદિ કહેતાં સર્વ પ્રકારની માળા સંબંધી સમજવું. વળી સં. ૧૯૯૦ની સાલમાં અમદાવાદ મધ્યે સાધુ સંમેલન મળેલ, ત્યારે પણ આ સંબંધી ઠરાવો થયેલ છે. તેમાં પણ તે દ્રવ્યને દેવદ્રવ્ય તરીકે જ નક્કી કરવામાં આવેલ છે. (૧૧) ભાવનગર શ્રાવણ સુદ ૬ લિ. આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રતાપસૂરિજી મ. શ્રી તરફથી દેવગુરુ ભક્તિકારક સુશ્રાવક અમીલાલ રતિલાલ યોગ્ય ધર્મલાભ વાંચવા. અત્રે ધર્મપસાયે શાંતિ છે. તમારો કાગળ મળ્યો. સમાચાર જાણ્યા. તમોએ ૧૪ સુપન, ઘોડીયા પારણાં તથા ઉપધાનની માળાની ઉપજ (ઘી)નું દ્રવ્ય ક્યા ખાતામાં લઈ જવાય એનો શાસ્ત્રાધારે મારી પાસે ખુલાસો માગ્યો, આવી ધાર્મિક બાબત તરફ તમારી જિજ્ઞાસા લાગણી બદલ ખુશી થાઉં છું. પરંતુ તમારે ત્યાં ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૧૩ Page #140 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસ આચાર્યાદિ સાધુઓ છે, તથા વેરાવળમાં કંઈક વર્ષોથી આ બાબતનો કેટલા એક આચાર્ય આવી ગયા તથા પંડિત મુનિરાજોના ઉપદેશ, ચર્ચા, વાટાઘાટ ચાલ્યા જ કરે છે, તે સંબંધમાં શાસ્ત્રાધારે તે દ્રવ્ય દેવદ્રવ્ય તરીકે જ છે એમ દાંડી પીટીને મુનિરાજો કહેતા આવ્યા છે અને કહે છે. કોઈ પોતાના ઘરનું કહેતા નથી. પણ શાસ્ત્રાધારે કહે છે એને શાસ્ત્રની શ્રદ્ધાથી માનનારાસ્વીકારનારા ભવભીરૂ આત્માઓ તે મુજબ સ્વીકારી લે છે. ૮૬ : ચરણવિજયજીના ધર્મલાભ. (૧૨) શ્રી જૈન વિદ્યાશાળા, વિજાપુર (ગુજરાત) લિ. આચાર્ય કીર્તિસાગરસૂરિ, મહોદયસાગર ગણિ વિગેરે ઠા. ૮. શ્રી વેરાવળ મધ્યે દેવગુરુ-ભક્તિકા૨ક શા. અમીલાલ રતિલાલભાઈ વગેરે. યોગ્ય ધર્મલાભપૂર્વક જણાવવાનું કે તમારો પત્ર મળ્યો. વાંચી સમાચાર જાણી આનંદ થયો છે. અમો સર્વે સુખશાતામાં છીએ. તમો સર્વે સુખશાતામાં હશો. વિ. લખવાનું કે તમોએ લખ્યું કે સુપન, પારણાં ઘોડીઆ તથા શ્રી ઉપધાનની માળાની બોલીનું ઘી ક્યાં લઈ જવું ? તો જણાવવાનું જે પારણાં ઘોડીયા, શ્રી ઉપધાનની ઉપજ કે ઘી દેવદ્રવ્ય ખાતામાં લઈ જવાય છે. સાધારણ ખાતામાં લઈ જવાતી નથી માટે ઉપધાન વગેરે ઘીની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી એ જ ધર્મસાધન કરશો. (૧૩) પગથીઆનો ઉપાશ્રય, હાજા પટેલની પોળ, અમદાવાદ શ્રાવણ સુદિ ૧૪ સુશ્રાવક અમીલાલ રતિલાલ યોગ ધર્મલાભપૂર્વક લખવાનું જે દેવ-ગુરુ પસાયથી અત્રે સુખશાતા છે. તા. ૧૦-૯-૫૪નો લખેલો તમારો પત્ર મળ્યો. સમાચાર જાણ્યા, એ સંબંધમાં જણાવવાનું જે : ૧૧૪ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #141 -------------------------------------------------------------------------- ________________ ચૌદ સ્વપ્ન, પારણાં ઘોડીઓ સંબંધીની તથા ઉપધાનની માળા આદિની ઉપજ દેવદ્રવ્યમાં જાય. સાધારણ ખાતામાં લઈ જવી ઉચિત નથી. આ બાબત રાજનગરના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિ સંમેલનનો ઠરાવ સ્પષ્ટ કરે છે. એ જ ધર્મસાધનામાં ઉદ્યમશીલ રહેશો. 41 લિ. આ. વિજયમનોહરસૂરિના ધર્મલાભ. (૧૪) તળાજા તા. ૧૩-૮-૫૪ લિ. વિજયદર્શનસૂરિ આદિ. તત્ર દેવગુરુ-ભક્તિકારક શા. અમીલાલ રતિલાલ યોગ. વેરાવળ બંદરે ધર્મલાભપૂર્વક તમોએ ચૌદ સ્વપ્ન તથા ઘોડિયા પારણાની તથા ઉપધાનની માળાની ઉપજ સાધારણ ખાતામાં લઈ જવી કે દેવદ્રવ્ય ખાતામાં લઈ જવી તે પૂછાવ્યું છે તે બાબતમાં જણાવવાનું કે પ્રામાણિક પરંપરા જે ચાલી આવતી હોય તેમાં ફેરફાર કરવો તે ઉચિત જણાતું નથી. તે પરંપરા તોડવામાં આવે તો બીજી પણ અનેક પ્રામાણિક પરંપરા તૂટી જવાનો ભય રહે છે. અત્યાર સુધી તે ઉપજ દેવદ્રવ્ય ખાતે જ લઈ જવામાં આવી છે માટે તે રીતે વર્તન કરવું એ જ ઉચિત જણાય છે. જો કે ચૌદ સ્વપ્ન દર્શન પ્રભુની બાલ્ય અવસ્થાના કાળના છે. પરંતુ આપણે બાલ્ય માનીને કરવાનું નથી. પરંતુ તે તીર્થકર આ ભવમાં જ થવાના છે. એટલે બાલ્યવયરૂપ દ્રવ્ય નિક્ષેપો ભાવનિક્ષેપનું મુખ્ય કારણ માનીને શુભ કાર્ય કરવાના છે, એટલે ત્રિલોકાધિપતિ પ્રભુ ભગવંતને ઉદ્દેશીને જ સ્વપ્ન વિગેરે ઉતારવાનાં હોવાથી જે ઉદ્દેશીને કાર્ય કરવામાં આવે તે ઉદ્દેશમાં જ ખરચવું તે જ ઉચિત ગણાય. જેથી સ્વપ્નાદિનું ઘી ત્રિભુવનનાયક પ્રભુને ઉદ્દેશીને બોલવામાં આવે છે એટલે તેમાં જ તે ઉપજ ખર્ચાય તે ઉચિત ગણાય. . (પૂ.આ.ભ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. શ્રીના પટ્ટપ્રભાવક આચાર્ય મહારાજ શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મ.શ્રીજીનો અભિપ્રાય છે.) ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૧૫ Page #142 -------------------------------------------------------------------------- ________________ (૧૫) ભુજ તા. ૧૨-૮-૫૪ ધર્મપ્રેમી સુશ્રાવક અમીલાલભાઈ, લિ. ભુવનતિલકસૂરિના ધર્મલાભ. પત્ર મળ્યો. જિનદેવને આશ્રિત જે ઘી બોલાય તે સઘળું દેવદ્રવ્યમાં જ જવું જોઈએ એવા શાસ્ત્રીય પાઠો છે. દેવદ્રવ્ય સિદ્ધિની પુસ્તિકા વાંચી જવા ભલામણ છે. મુનિ સંમેલનમાં ય ઠરાવ થયેલો હતો. દેવાશ્રિત સ્વપ્નાં, પારણું કે વરઘોડા આદિમાં બોલાતી બોલીઓનું દ્રવ્ય તેમજ માલારોપણની આવક આ સઘળું ય દેવદ્રવ્ય જ કહેવાય અને તે દેવદ્રવ્ય સિવાય અન્ય કોઈપણ ખાતામાં તેનો ઉપયોગ ન જ થઈ શકે. કોઈ વ્યક્તિઓ એમાં મતભેદ ધરાવે છે. પણ તે અશાસ્ત્રીય અને અમાન્ય છે. દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાની આજ્ઞા છે, પણ હાનિ કરનારને મહાપાપી અને અનંતસંસારી થયાનું શાસ્ત્ર ફરમાન છે તો આજના સુવિહિત શાસ્ત્રવચન-શ્રદ્ધાળુ આચાર્ય મહારાજાઓનો આ જ સિદ્ધાંત છે અને ફરમાન છે કારણ કે ભવભીર છે. (૧૩) અમદાવાદ શાહપુર, મંગલ પારેખનો ખાંચો જૈન ઉપાશ્રય સુદ ૧૪ ધર્મશ્રદ્ધાળુ સુશ્રાવક ભાઈ અમીલાલ રતિલાલભાઈ મુ. વેરાવળ યોગ્ય ધર્મલાભ. તમારો પત્ર મળ્યો. સમાચાર સર્વે જાણ્યા. ચૌદ સ્વપ્ન પારણું, ઉપધાનની માળાનું ઘી દેવદ્રવ્યમાં લઈ જવું એ જ વ્યાજબી છે. શાસ્ત્ર તેમજ પરંપરાના આધારોની હકીક્ત તો રૂબરૂમાં શાંતિથી સમજાવી શકાય. ધર્મભાવનામાં વૃદ્ધિ કરશો. 45 દ : ધર્મવિજયના ધર્મલાભ. (આ અભિપ્રાય પૂ.આ.મશ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મ. ના પટ્ટધર પૂ.આ.ભ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજનો છે.) ૧૧૬ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #143 -------------------------------------------------------------------------- ________________ (૧૭) શ્રી જૈન જ્ઞાનવર્ધકશાળા, વેરાવળ શ્રા.વ. ૧૦ પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય આચાર્યદેવ શ્રીમદ્ વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ તથા પૂ.મુનિરાજ શ્રી પાર્થવિજયજી મહારાજ આદિઠાણા ક તરફથી. દેવગુરુ-ભક્તિકારક સુશ્રાવક અમીલાલ રતિલાલ જૈન યોગ્ય. ધર્મલાભપૂર્વક જણાવવાનું કે તમારા તરફથી પત્ર મળ્યો. વાંચી વિગત જાણી, જવાબમાં જણાવવાનું કે: ચૌદ સુપન, પારણાં, ઘોડિયા તથા ઉપધાનની માળાની બોલીનું ઘી (ઉપજ) શાસ્ત્ર આધારે દેવદ્રવ્યમાં જ લઈ જવાય. સાધારણમાં લઈ જવું શાસ્ત્ર આધારે તેમ જ પરંપરા પ્રમાણે બીલકુલ ગેરવ્યાજબી છે. આ માટે શાસ્ત્રીય પાઠો છે. 5 દ : જિનેન્દ્રવિજયના ધર્મલાભ. , (૧૮) મુ. લીંબડી શ્રાવણ સુદ ૭ ધર્મવિજય આદિ તરફથી. સુશ્રાવક અમીલાલ રતીલાલ મુ. વેરાવળ. યોગ્ય ધર્મલાભ સાથે જણાવવાનું કે પત્ર મળ્યો. બીના જાણી ઉત્તરમાં જણાવવાનું કે સ્વપ્ન પારણાદિની બોલીનાં ઘીની ઉપજ શાસ્ત્રદષ્ટિએ દેવદ્રવ્યમાં જઈ શકે છે. તેમજ તીર્થમાળા ઉપધાનની માળાદિના ઘીની ઉપજ પણ દેવદ્રવ્યમાં જઈ શકે છે. તેનો શાસ્ત્રમાં પાઠ પણ છે માટે દેવદ્રવ્યમાં લઈ જવું ઉચિત છે. ધર્મસાધનામાં ઉદ્યમ રાખશો. 5 દ : ધર્મવિજયના ધર્મલાભ. (આ અભિપ્રાય પૂ.આ.મશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ઉપાધ્યાયજી ધર્મવિજયજી મહારાજનો છે.) ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૧૭ Page #144 -------------------------------------------------------------------------- ________________ (૧૯) નાગપુર સીટી નં. ૨ ઈતવારી બજાર, જૈન શ્વે. ઉપાશ્રય તા. ૧૧-૮-૫૪ ધર્મસાગર ગણિ આદિ ઠા. ૩ તરફથી. સુશ્રાવક દેવગુરુ-ભક્તિકારક શાહ અમીલાલ રતિલાલ વેરાવળ. ધર્મલાભપૂર્વક લખવાનું કે તમારો પત્ર તા. ૯-૮-૫૪નો આજે મળ્યો. વાંચી બીના જાણી. (૧) ચૌદ સુપનાં, પારણા ઘોડીયા તથા ઉપધાનની માળા આદિનું ઘી શાસ્ત્રીય રીતિએ તથા પરંપરા અને જ્ઞાનીઓની આજ્ઞા મુજબ દેવદ્રવ્યમાં જ લઈ જવાય. તેના માટે અમદાવાદ મુકામે સં. ૧૯૯૦માં સમસ્ત શ્વે. મૂ. શ્રમણ સંઘે એકમતે સ્પષ્ટ નિર્ણય કરેલ છે. તે મંગાવી વાંચી લેવા. આ નિર્ણયનો છાપેલ પટ્ટક શેઠ આણંદજી કલ્યાણજી પેઢી અમદાવાદથી મળી શકશે. તેમાં સ્પષ્ટ છે કે પ્રભુ જિનેશ્વરદેવ સમક્ષ કે નિમિત્ત દેરાસર કે દેરાસરની બહાર ભક્તિ નિમિત્તે જે બોલી કે ઉપજની ૨કમ આવે તે દેવદ્રવ્ય ગણાય. સુપન ઉતારવા તે તીર્થંકર ભગવાનનું ચ્યવન કલ્યાણક છે. અંજનશલાકા પ્રભાસપાટણમાં અમારા ગુરુદેવ પૂ.આ.શ્રી ચંદ્રસાગરસૂરિજી મહારાજ હસ્તક થયેલ. તેમાં પાંચે કલ્યાણકની આવક દેવદ્રવ્યમાં લેવાણી છે તો સુપના, પારણાઓ ચ્યવન જન્મ-મહોત્સવની પ્રભુ ભક્તિ નિમિત્તે બોલાએલી બોલી દેવદ્રવ્ય જ ગણાય. આમાં શંકાને સ્થાન નથી. છતાં સુપના તો ભગવાનની માતાને આવ્યા વગેરે કુટ દલીલો થાય છે તે જે કંઈ પ્રશ્નો પૂછવા ઘટે તે પૂછાવશો. તમામ ખુલાસા આપવામાં આવશે. આના અંગે લગભગ બધા આચાર્યોનો એક જ અભિપ્રાય કલ્યાણ માસિકમાં શાંતાક્રુઝ સંઘ તરફથી પૂછાએલ પત્રોના જુવાબરૂપે પ્રસિદ્ધ પણ થયા છે. સિદ્ધચક્ર પાક્ષિકમાં પૂ.સ્વ. આગમોદ્ધારક શ્રી સાગરજી મહારાજાએ પણ દેવદ્રવ્યમાં જવાનું જણાવેલ છે. અમદાવાદ, સુરત, ખંભાત, પાટણ, મહેસાણા, પાલીતાણા વગેરે મોટા સંઘો પરંપરાથી દેવદ્રવ્યમાં લઈ જાય છે. ફક્ત મુંબઈનો આ ચેપી રોગ કેટલેક ઠેકાણે ૧૧૮ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #145 -------------------------------------------------------------------------- ________________ ફેલાયો હોય એ સંભવિત છે. પણ મુંબઈમાં પણ કેટલેક ઠેકાણે આઠ આની દશ આની કે અમુક ભાગ સાધારણમાં લઈ જાય છે પણ તે દેવદ્રવ્ય મંદિરનું સાધારણ એટલે તેમાંથી પૂજારી, મંદિરની રક્ષા માટે ભૈયા મંદિરનું કામ કરનાર ઘાટીના પગાર આદિમાં વપરાય છે ને કે સાધારણ એટલે બધે વપરાય તેવા અર્થમાં નહિ. આના અંગે જેને સમજવું હોય, પ્રભુ આજ્ઞા પ્રમાણે ધર્મ પાલવો હોય, વહીવટ કરવો હોય તો દરેક વાતના શંકાના સમાધાન યોગ્ય રીતે કરવામાં આવશે. (૨) ઉપધાન અંગે તો શ્રમણ સંઘ સંમેલનનો સ્પષ્ટ ઠરાવ છે કે દેવદ્રવ્યમાં જાય તેને માટે શંકા છે જ નહિ. બધે તે મુજબ પ્રવૃત્તિ છે. મુંબઈમાં બે વર્ષથી ઠાણા અને ઘાટકોપરમાં તે રીતે ફેરવવા લઈ જવા પ્રયત્ન થયો છે, પણ ત્યાં સંઘમાં મતભેદ પડેલ છે. એટલે નિર્ણય કહેવાય નહિ. એટલે ઉપરની બંન્ને બાબતોની આવક દેવદ્રવ્યમાં લઈ જવાય તે શાસ્ત્રાધારે તથા પરંપરાથી નિશ્ચિત છે. પછી મતિ કલ્પનાથી કોઈ સમુદાય મરજી મુજબ કરે તે વાસ્તવિક કહેવાય નહિ. સુવુ જ વહુના | ધર્મધ્યાન કરતા રહેશો. લિ. ધર્મસાગરના ધર્મલાભ. તા.ક. : ગત વર્ષે અમારું ચોમાસું મુંબઈ આદીશ્વરજી ધર્મશાળા પાયધુની ઉપર હતું. સુપના, પારણાંની તમારા આવક દેવદ્રવ્ય ખાતે લઈ જવાનો ચોક્કસ ઠરાવ કરી સંઘે અમારી નિશ્રામાં સુપના ઉતારેલ તે જાણશો. આ સંબંધી વધુ જે કાંઈ માહિતી જોઈએ તે સુખેથી લખશો. ભવભીરતા હશે તે આત્માઓનું કલ્યાણ થશે. સંઘમાં બધાને ધર્મલાભ કહેશો. (આ અભિપ્રાય પૂ.આચાર્ય મ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ.શ્રીના પ્રશિષ્યરત્ન વર્તમાનમાં ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજનો છે.) (૨૦) શ્રી નમિનાથજી ઉપાશ્રય, મુંબઈ નં. ૩, તા. ૧૨-૮-૫૪ લિ. ધુરંધરવિજય ગણિ, તત્ર શ્રી દેવગુરુ-ભક્તિકારક અમીલાલ રતિલાલ જૈન યોગ્ય ધર્મલાભ. ઘર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૧૯ Page #146 -------------------------------------------------------------------------- ________________ તમારો પત્ર મળ્યો. અત્રે શ્રી દેવગુરુ પસાયે સુખશાંતિ છે. સ્વપ્નાદિની ઘીની ઉપજ અંગે પૂછાવ્યું તો અમારા ક્ષયોપશમ અનુસાર સુવિહિત ગીતાર્થ સમાચા૨ીને અનુસરતા ભવ્યાત્માઓ તેને દેવદ્રવ્યમાં લઈ જાય છે, અમને પણ એ વ્યાજબી જણાય છે. બાકી વિશેષ ખુલાસો રૂબરૂ થાય. એ જ ધર્મારાધનમાં યથાસાધ્ય ઉદ્યમવંત રહેવું. (આ અભિપ્રાય પૂ.આ.મ.શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.શ્રીના પટ્ટાલંકાર પૂ.આ.મ.શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મ.શ્રીના પટ્ટાલંકાર વર્તમાનમાં પૂ.આ.મ. શ્રી વિજય ધર્મધુરંધરસૂરીશ્વરજી મ.નો છે.) (૨૧) રાજકોટ તા. ૮-૮-૫૪ પં. કનકવિજય ગણિ આદિ ઠા. ૬ તરફથી તત્ર દેવગુરુ-ભક્તિકારક શ્રમણોપાસક સુશ્રાવક અમીલાલ રતિલાલ યોગ્ય ધર્મલાભપૂર્વક લખવાનું કે અત્રે દેવગુરુ કૃપાથી સુખશાતા છે. તમારો તા. ૪-૮-૫૪નો પત્ર મળ્યો. જણાવવાનું કે સ્વપ્નાં, પારણું આ બંન્નેની ઉપજ દેવદ્રવ્ય ગણાય. અત્યાર સુધી સુવિહિત શાસનમાન્ય પૂ.આચાર્યદેવોનો એ જ અભિપ્રાય છે. શ્રી તીર્થંકર દેવોની માતા આ સ્વપ્નોને જુએ છે માટે તે નિમિત્તે જે કંઈ બોલી બોલાય તે શાસ્ત્રદૃષ્ટિએ તથા વ્યવહારદૃષ્ટિએ તેની ઉપજ દેવદ્રવ્ય જ ગણાય. સેનપ્રશ્ન રજા ઉલ્લાસમાં પં. વિજયકુશલગણિકૃત પ્રશ્નના (૩૯મા પ્રશ્નમાં પૂછેલું છે તેના) જવાબમાં જણાવ્યું છે કે દેવને માટે આભૂષણ કરાવ્યા હોય તે ગૃહસ્થને તે આભૂષણો કલ્પે નહિ. કારણ અભિપ્રાય સંકલ્પ દેવનિમિત્તનો હોય તો ન કલ્પે. તે રીતે સંઘ વચ્ચે જે સ્વપ્નાંઓ કે પારણું દેવ સંબંધી છે. તેને અંગે બોલી બોલે તો તે દ્રવ્ય સ્પષ્ટ રીતે સંકલ્પ દેવ સંબંધીનો હોવાથી દેવદ્રવ્ય ગણાય. ૧૯૯૦માં સાધુ સંમેલન થયેલું ત્યારે પણ મૌલિક રીતે પૂ. આચાર્યદેવોએ સ્વપ્નોનું દ્રવ્ય દેવદ્રવ્ય જ ગણાય તેવો નિર્ણય આપેલો છે. તદુપરાંત ૧૯૯૦-૧૯૯૪ની સાલમાં શાંતાક્રુઝ (મુંબઈ)ના સંઘે એવો ઠરાવ કરવાનો વિચાર કરેલો કે સાધારણ ૧૨૦ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #147 -------------------------------------------------------------------------- ________________ ખાતામાં ખોટ રહે છે માટે સ્વપ્નાનું ઘી વધારી તેનો અમુક ભાગ સાધારણ ખાતે લઈ જવો તે અવસરે અમને આ હકીક્તની ખબર પડી ત્યારે શ્રી સંઘના નામની) વિદ્યમાન પૂ. આચાર્યદેવોની સેવામાં આ વિષે અભિપ્રાય સલાહ માંગવા પત્ર વ્યવહાર શ્રીસંઘને કરવા અને સૂચના કરેલી. એ પત્ર વ્યવહારમાં જે જવાબો આપેલા તે બધા મારી પાસે હતા. જે “કલ્યાણના દશમાં વર્ષમાં પ્રસિદ્ધ કરવા મોકલેલા તે તમે જોઈ શકશો. તેથી પણ સિદ્ધ થાય છે કે સ્વપ્નાની ઉપજ પારણાંની ઉપજ દેવદ્રવ્ય જ ગણાય અને ઉપદેશ સપ્તતિકામાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, દેવનિમિત્તનું દ્રવ્ય દેવસ્થાન સિવાય અન્ય સ્થાને વપરાય નહિ. માળાનું દ્રવ્ય દેવદ્રવ્ય ગણાય છે. માળારોપણ અંગે ધર્મસંગ્રહમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, એંટ્રી અથવા માલો પ્રત્યેક વર્ષે દેવદ્રવ્યની વૃદ્ધિ માટે ગ્રહણ કરવી. શ્રાદ્ધવિધિમાં પાઠ છે. માલાપરિબાપનાદિ જ્યારે જેટલી બોલીથી કર્યું તે સર્વ ત્યારે દેવદ્રવ્ય થાય છે તે રીતે શ્રાદ્ધવિધિના છેલ્લા પર્વમાં સ્પષ્ટ પ્રમાણ છે કે શ્રાવકોએ દેવદ્રવ્યની વૃદ્ધિને માટે માળોદ્ઘાટન કરવું તેમાં ઇંદ્રમાળા અથવા અન્યમાળા દ્રવ્યના ઉત્સર્ષણ દ્વારા એટલે ઉછામણી કરવા દ્વારા માળા લેવી. આ બધા ઉલ્લેખોથી તેમજ દ્રવ્ય સપ્તતિકા ગ્રંથમાં દેવને માટે સંકલ્પલ વસ્તુ તે દેવદ્રવ્ય થાય છે તે પાઠ છે. દેવદ્રવ્યના ભોગથી કે તેનો નાશ થતો હોય ત્યારે છતી શક્તિએ ઉપેક્ષા કરવાથી દોષો લાગે છે. આને અંગે સ્પષ્ટતાથી વિશેષ રીતે ત્યાં બિરાજમાન પૂ.આ.ભ.શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મ.શ્રીની પાસેથી જાણી શકાશે. પત્ર દ્વારા કેટલો વિસ્તાર કરવો ? (આ અભિપ્રાય પૂ.પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરિના પટ્ટાલંકાર આ.મ.વિજયકનકચંદ્રસૂરિ મહારાજનો છે – પ્રકાશક) (૨૨) સાદડી શ્રા સુદી ૭ શુક્રવાર પાટીકા ઉપાશ્રય. શ્રાવક અમીલાલ રતિલાલ. લી. મુનિ સંબોધવિજયજી, ધર્મલાભપૂર્વક જણાવવાનું કે પત્ર મળ્યો. વાંચી સમાચાર જાણ્યા છે. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? ૧૨૧ Page #148 -------------------------------------------------------------------------- ________________ સુપનના પૈસા દેવદ્રવ્યમાં જાય તેવી જાહેરાત ગયે વર્ષે શ્રી મહાવીર શાસનમાં અમારા પૂ.આ. મહારાજશ્રીના નામથી આવી ગઈ છે. બાકી જેમ અમારા પૂ.મહારાજ શ્રી કરે તે પ્રમાણે અમે પણ માનીએ, શ્રાદ્ધવિધિ વિગેરે ગ્રંથોમાં દ્રવ્ય સપ્તતિકા વગેરેમાં ચોકીનું જણાવ્યું છે. મુનિ સંમેલનમાં એક કલમ દેવદ્રવ્ય માટે નક્કી થયેલ છે. સહીઓ થયેલ છે. કિં બહુના. સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં જ જાય' છે એ મુજબ પૂ.પાદ શ્રી આત્મારામજી મહારાજનો સ્પષ્ટ શાસ્ત્રમાન્ય સુવિહિત પરંપરા પ્રમાણેનો અભિપ્રાય. प्रश्न : सुपने उतारणे, घी चडाना, फिर लिलाम करना और दो तीन रुपैये मण बेचना, सो क्या भगवान का घी कोडा है सो लिखो । उत्तर : स्वप्न उतारणे घी बोलना, इत्यादिक धर्म की प्रभावना और जिनद्रव्य की वृद्धि का हेतु है, धर्म की प्रभावना करने से प्राणी तीर्थंकर गोत्र बांधता है यह कथन श्री ज्ञातासूत्र में है और जिनद्रव्य की वृद्धि करने वाला भी तीर्थंकर गोत्र बांधता है, यह संबोधसत्तरी शास्त्र में है और घी के बोलने वास्ते जो घी लिखा है तिस का उत्तर जैसे तुमारे आचारांगादि शास्त्र भगवान की वाणी दो वा च्यार रुपैये को बिकती है जैसे घी का भी मील पडता है । - “સમકિત સારોદ્ધાર'માંથી પૂ.પાદ આત્મારામજી મહારાજનો શ્રમણ સમુદાય પણ સ્વપ્નાની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવાના મતનો જ હતો ને છે. એક મહત્ત્વનો પત્રવ્યવહાર. મુંબઈથી લિ. મુનિ ચતુરવિજયજી તરફથી. ભાવનગર મધ્યે ચારિત્રપાત્ર મુનિ શ્રી ભક્તિવિજયજી તથા યશોવિજયજી યોગ્ય અનુવંદના સુખશાતા વાંચશો. તમારો પત્ર મળ્યો. ઉત્તરમાં ક્રમથી નીચે પ્રમાણે. પાટણના સંઘ તરફથી, કોઈ તમારા લખવા પ્રમાણે ઠરાવ થયો હોય તેમ અમારા સાંભળવામાં કે અનુભવમાં નથી. પરંતુ પોલીઆ ઉપાશ્રયે એટલે જતીના ઉપાશ્રયમાં બેસનારાઓએ સ્વપ્નના ચડાવામાંથી અમુક ભાગ ઉપાશ્રય ખાતે લે છે. એમ સાંભળવામાં છે, જ્યારે પાટણના સંઘ તરફથી આવો (સ્વપ્નાની ઉપજ ઉપાશ્રયમાં લઈ જવા માટેનો) ઠરાવ થયો નથી, તો ગુરુજીની ૧૨૨ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #149 -------------------------------------------------------------------------- ________________ અનુમતિ-સંમતિ ક્યાંથી હોય, તે સ્વયં વિચારી લેશો. વિનસંતોષી માણસો બીજાની હાનિ કરવા “ય તન્ના” કોઈ બકે તેથી શું? જો કોઈ પાસે મહારાજના હાથની લેખી કલમ નીકળે તો ખરી, નહિ તો લોકોનાં ગપ્પાં ઉપર વિશ્વાસ કરવો નહિ. મારા જાણવામાં તો કોઈ વખતે પણ એમ આવ્યું નથી, કે સ્વપ્નના પૈસા ઉપાશ્રયમાં ખરચવામાં સંમતિ આપી હોય. હાલ એ જ. દ : ચતુરવિજય પૂ. આત્મારામજી મ.નાં જ આજ્ઞાવર્ત મુનિરાજશ્રીએ પણ સ્પષ્ટ જણાવેલ છે કે, સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં જ જાય નોંધ : બીજો મહત્ત્વનો પત્ર અહીં પ્રસિદ્ધ થઈ રહેલ છે; જે પણ ખૂબ જ ઉપયોગી હકીક્ત પર પ્રકાશ પાડે છે, પૂ.આ.ભ. શ્રી વિજયાનંદસૂરિજી મ.શ્રી અમરનામ પૂ. આત્મારામજી મહારાજશ્રીના સમુદાયમાં તેમના જ ખુદના હસ્ત દીક્ષિત પ્રશિષ્યરત્ન પૂ. શાંતમૂર્તિ મુનિરાજ હંસવિજયજી મહારાજશ્રીના શ્રદ્ધય તથા આદરણીય હતા. તેઓશ્રીએ પાલનપુર શ્રીસંઘે તેમને પૂછેલ પ્રશ્નોના જવાબમાં જે જે વાતો શાસ્ત્રીય પ્રણાલી અને ગીતાર્થ મહાપુરુષોને માન્ય રીતે જણાવી છે, તે આજે પણ તેટલી જ મનનીય અને આચરણીય છે. જેમાં દેવદ્રવ્યની વ્યવસ્થા, જ્ઞાનદ્રવ્ય તથા સ્વપ્નની ઉપજ આદિની શાસ્ત્રાનુસારી વ્યવસ્થાને અંગે તેઓશ્રીએ કેટ-કેટલું સ્પષ્ટ અને સચોટ માર્ગદર્શન આપેલ છે, તે ભારતભરના શ્રીસંઘોને અનંત ઉપકારી પરમતારક શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાની આરાધનાના આરાધક ભાવને અખંડિત રાખવા માટે ખૂબ જ જાગૃત બનવા પ્રેરણા આપી જાય છે. સર્વ કોઈ સહૃદય ભાવે આ પ્રશ્નોત્તરીને વિચારે. - સંપાદક શ્રી પાલનપુરના સંઘને માલુમ થાય કે, તમોએ આઠ બાબતોનો ખુલાસો લેવા મને પ્રશ્ન કરેલ છે, તેનો ઉત્તર મારી સમજ પ્રમાણે આપની આગળ નિવેદન કરું છું. પ્રશ્ન-૧ પૂજા વખતે ઘી બોલાય છે તેની ઉપજ શેમાં વાપરવી ? ઉત્તર-પૂજાના ઘીની ઉપજ દેવદ્રવ્ય તરીકે જીર્ણોદ્ધારાદિ કામમાં વાપરી શકાય છે. ઘર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૨૩ . Page #150 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-૨ પડિક્કમણાનાં સૂત્રો નિમિત્તે ઘી બોલાય છે, તેની ઉપજ શેમાં વાપરવી ? ઉત્તર-પ્રતિક્રમણ સૂત્રો સંબંધી ઉપજ જ્ઞાન ખાતે પુસ્તકાદિ લખાવવાના કામમાં વાપરી શકાય છે. પ્રશ્ન-૩ સપનાના ઘીની ઉપજ શેમાં વપરાય ! ઉત્તર- આ બાબતના અક્ષરો કોઈ પુસ્તકમાં મારા જોવામાં આવ્યા નથી, પણ શ્રી સેનપ્રશ્નમાં અને શ્રી હરિપ્રશ્ન નામના શાસ્ત્રમાં ઉપધાનમાલા પહેરવાના ઘીની ઉપજ દેવદ્રવ્યમાં ગણેલી છે. તે શાસ્ત્રના આધારે કહી શકું છું કે, સુપનાની ઉપજ દેવદ્રવ્ય તરીકે ગણવી, આ બાબતમાં મારો એકલાનો જ એવો અભિપ્રાય છે, તેમ ન સમજવું. શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજનો તથા ઉપાધ્યાયજી વીરવિજયજી મહારાજનો તથા પ્રવર્તક કાંતિવિજયજી મહારાજ વિગેરે મહાત્માઓનો પણ તેવો જ અભિપ્રાય છે કે, સુપનાની ઉપજ દેવદ્રવ્ય તરીકે ગણવી. પ્રશ્ન-૪ કેસર-સુખડના વહેપારની ઉપજ શેમાં વાપરવી ? ઉત્તર-પોતાના પૈસાથી મંગાવી કેસર-સુખડ વેચી હોય તેમાં થયેલો નફો પોતાની ઇચ્છા હોય તેમાં ખર્ચી શકાય. પણ કોઈ અજાણ માણસ દેરાના પૈસાથી ખરીદી ગયેલ ન હોય તેવી ખાતરી હોવી જોઈએ. પ્રશ્ન-૫ દેવદ્રવ્યમાંથી પૂજારીને પગાર અપાય કે કેમ ? ઉત્તર-પૂજા કરાવવી એ પોતાના લાભ માટે છે. પરમાત્માને તેની દરકાર નથી, વાસ્તુ પૂજારીનો પગાર દેવદ્રવ્યમાંથી આપી શકાય નહિ. કદાપિ કોઈ વસ્તી વિનાના ગામમાં બીજું સાધન કોઈ રીતે બની શકે નહિ તો ચોખા પ્રમુખની ઉપજમાંથી આપી શકાય છે. પ્રશ્ન-૬ દેવકી જગ્યામાં પેટી રખાય કે નહિ ? ઉત્તર-પેટીમાં સાધારણ અને નાવાના પાણી સંબંધી ખાતું ન હોય તો રાખી શકાય, પણ કોઈ અજાણ માણસ દેવદ્રવ્યને કે જ્ઞાનદ્રવ્યને બીજા ખાતામાં ભૂલથી નાંખે નહિ તેવો પૂરતો બંદોબસ્ત હોવો જોઈએ. સાધારણનું ખાતું હોય તો એ દેવલની જગ્યામાં ઉપજેલું દ્રવ્ય શ્રાવક-શ્રાવિકાને કેવી રીતે ખપી શકે તે વિચારવા જેવું છે. ૧૨૪ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? Page #151 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-૭ નારીયેલ, ચોખા, બદામ શેમાં વપરાય ? ઉત્તર-નારીયેલ ચોખા, બદામની ઉપજ દેવદ્રવ્ય ખાતે જમા થવી જોઈએ. પ્રશ્ન-૮ આંગીનો વધારો શેમાં વાપરવો ? ઉત્તર-આંગીમાંથી વધારો કાઢવો વ્યાજબી નથી, કારણ કે તેમાં કપટક્રિયા લાગે છે. વાસ્તે જેણે જેટલાની આંગી કરાવવાનું કહ્યું હોય તેટલા પૈસા ખરચી તેના તરફથી આંગી કરાવવી જોઈએ. સદ્ગૃહસ્થો ! જે ખાતું ડૂબતું હોય તે તરફ ધ્યાન દેવાની ખાસ આવશ્યકતા છે, વાસ્તે હાલમાં સાધારણ ખાતાની બૂમ પડે છે, તેથી તેને તરતું કરવાની ખાસ જરૂર છે, તેથી પુણ્ય કરતી વખતે યા હરેક શુભ પ્રસંગે શુભ ખાતે અવશ્ય રકમ કાઢવા, કઢાવવા તજવીજ કરવી. તેથી આ ખાતું તરતું થઈ જશે અને તેની બૂમ કદિ પણ આવશે નહિ, એ જ શ્રેય છે. 45 લિ. હંસવિજય સ્વપ્નાની ઉપજ દેવદ્રવ્યમાં જ જવી જોઈએ તેમજ માલારોપણની ઉપજ પણ તે દેવદ્રવ્યમાં જ જવી જોઈએ તે વિષે પૂ. સાગરાનંદસૂરીશ્વરજી મહારાજશ્રીનું સ્પષ્ટ શાસ્ત્રાનુસારી ફરમાન નોંધ : સ્વપ્નાની ઉપજ વિષે તથા ઉપધાન તપના માલારોપણની ઉપજ વિષે શ્રીસંઘને સ્પષ્ટ રીતે માર્ગદર્શન આપવાના જ એક ઉદ્દેશથી પૂ. પાદ આચાર્ય ભગવંત શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજશ્રીએ જે “સાગર સમાધાન' ગ્રંથમાં ફરમાવેલ છે, તે પ્રત્યેક ધર્મારાધકે સમજવા જેવું છે. - સંપાદક પ્રશ્ન-૨૯૭ ઉપધાનમાં પ્રવેશ અને સમાપ્તિ અવસરે માળાની બોલાતી ઘીની ઉપજ જ્ઞાનખાતામાં નહિ લઈ જતા દેવદ્રવ્યમાં કેમ લઈ જવાય છે ? સમાધાન-ઉપધાન એ જ્ઞાનારાધનનું અનુષ્ઠાન છે અને તેથી જ્ઞાન ખાતામાં તે ઉપજ જઈ શકે – એમ કદાચ માનતા હો. પણ ઉપધાનમાં પ્રવેશથી માંડીને માળ પહેરવા સુધીની ક્રિયા સમવસરણરૂપ નંદિ આગળ થાય છે. ક્રિયાઓ પ્રભુ સન્મુખ થતી હોવાથી તે ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી જોઈએ. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૨૫ Page #152 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-૨૯૮ સ્વપ્નાની ઉપજ અને તેનું ઘી દેવદ્રવ્યના ખાતામાં લઈ જવાની શરૂઆત અમુક વખતથી થઈ છે, તો ફેરફાર કેમ ન થઈ શકે ? સમાધાન-અહેતુ પરમાત્માની માતાએ સ્વપ્નાં દેખ્યાં હતાં એટલે વસ્તુતઃ તેની સર્વ ઉપજ દેવદ્રવ્યમાં જ જવી જોઈએ અર્થાત્ દેવાધિદેવને ઉદ્દેશીને જ આ ઉપજ છે. ધ્યાનમાં રાખવું કે ચ્યવન, જન્મ, દીક્ષા એ કલ્યાણકો પણ શ્રી અરિહંત ભગવાનનાં જ છે. ઈન્દ્રાદિકોએ શ્રી જિનેશ્વર ભગવાનની સ્તુતિ પણ ગર્ભાવતારથી જ કરેલી છે. ચૌદ સ્વપ્નોનાં દર્શન અદ્ ભગવંત કૂખે આવે ત્યારે જ તેઓની માતાને થાય છે. ત્રણ જગતમાં અજવાળું પણ એ ત્રણેય કલ્યાણકોમાં થાય છે માટે ધર્મષ્ઠોએ ભગવાનું ગર્ભાવસ્થાથી જ ગણવાના છે. - “સાગર-સમાધાન'માંથી સ્વપ્નાદિની ઉપજ દેવદ્રવ્યમાં જ જાય ત્રણેય શ્રમણ સંમેલનમાં સર્વાનુમતે થયેલ શાસ્ત્રાનુસારી નિર્ણયો : નોંધ : દેવદ્રવ્યાદિની વ્યવસ્થા તેમજ બીજા પણ ધર્માદા ખાતાઓની ઉપજ તથા તેનો સદ્ભય ઈત્યાદિની શાસ્ત્રાનુસારી વ્યવસ્થાને અંગે શ્રીસંઘોને શાસ્ત્રીય રીતે સુવિહિતમાન્ય પ્રણાલિકા પ્રમાણે માર્ગદર્શન આપવાની જેઓને શિરે મહત્ત્વની જવાબદારી છે, તે જૈનધર્મના ને જૈનશાસનના સંરક્ષક પૂ. આચાર્ય ભગવંતોએ છેલ્લા વર્ષોમાં ત્રણ શ્રમણ સંમેલનોમાં જે મહત્ત્વના માર્ગદર્શક ઠરાવો દ્વારા શ્રીસંઘને જે સ્પષ્ટ અને સચોટ શાસ્ત્રાનુસારી માર્ગદર્શન આપેલ છે, તે મહત્ત્વનાં ને ઉપયોગી નિર્ણયો અત્રે પ્રસિદ્ધ થઈ રહેલ છે, જે હંમેશને માટે ભારતવર્ષના શ્રીસંઘોને દરેક રીતે પ્રેરણાદાયી છે, ને તેનો અમલ કરવાની તેઓને શિર ફરજીયાત રીતે જવાબદારી છે, તદુપરાંત : શ્રીસંઘોએ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય કે બીજી જિનમંદિર, ઉપાશ્રય, જ્ઞાનભંડાર તથા સાધારણખાતા આદિના નાણાની ઉપજ તથા તેનો સદ્વ્યય કરવાનો શાસ્ત્રાનુસારી રીતે કયો અધિકાર છે ? ને શ્રમણપ્રધાન શ્રીસંઘોએ સુવિહિત શાસ્ત્રાનુસારી પ્રણાલીને વફાદાર રહીને પૂ.પાદ પરમગીતાર્થ સુવિહિત આચાર્ય ભગવંતાદિની આજ્ઞાનુસાર બધીયે ધાર્મિક સ્થાવર-જંગમ મિલકતોનો વહિવટ, વ્યવસ્થા તેમજ સંરક્ષણ, સંવર્ધન કરવાં જોઈએ તે હકીક્તને અનુલક્ષીને શ્રીશ્રમણ સંઘ સંમેલને કરેલા ઉપયોગી નિર્ણયો પણ અહીં પ્રસિદ્ધ થઈ રહેલ છે, જેથી તે રીતે અમલ કરવાને માટે ફરજિયાત રીતે શ્રી શ્રાવક સંઘોને આ દ્વારા સૂચિત થાય છે. - સંપાદક ૧૨૬ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #153 -------------------------------------------------------------------------- ________________ વિ.સં. ૧૯૯૦માં રાજનગર (અમદાવાદ)માં મળેલ શ્રમણ સંમેલને દેવદ્રવ્યને અંગે કરેલ મહત્ત્વનો નિર્ણય. ૧. દેવદ્રવ્ય-જિનચૈત્ય તથા જિનમૂર્તિ સિવાય બીજા કોઈપણ ક્ષેત્રમાં ન વપરાય. ૨. પ્રભુના મંદિરમાં કે મંદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્તે જે જે બોલી બોલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય. ૩. ઉપધાન સંબંધી માળા આદિકની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી યોગ્ય ગણાય છે. ૪. શ્રાવકોએ પોતાના દ્રવ્યથી પ્રભુની પૂજા વિગેરેનો લાભ લેવો જ જોઈએ. પરંતુ કોઈ સ્થળે અન્ય સામગ્રીના અભાવે પ્રભુની પૂજા આદિમાં વાંધો આવતો જણાય, તો દેવદ્રવ્યમાંથી પ્રભુ પૂજા આદિનો પ્રબંધ કરી લેવો. પણ પ્રભુની પૂજા આદિ તો જરૂ૨ જ થવી જોઈએ. ૫. તીર્થ અને મંદિરના વહીવટદારોએ તીર્થ અને મંદિર સંબંધી કાર્ય માટે જરૂ૨ી મિલ્કત રાખી બાકીની મિલ્કતમાંથી તીર્ણોદ્ધાર અને જીર્ણોદ્ધાર તથા નવીન મંદિરો માટે યોગ્ય મદદ આપવી જોઈએ. એમ આ મુનિ સંમેલન ભલામણ કરે છે. વિજયનેમિસૂરિ, જયસિંહસૂરિજી, આનન્દસાગર, વિજયવલ્લભસૂરિ, વિજયનીતિસૂરિ, મુનિ સાગરચંદ, શ્રી રાજનગર જૈન સંઘ કસ્તુરભાઈ મણીભાઈ વંડાવીલા તા. ૧૦-૫-૩૪ વિ.સં. ૨૦૧૪ સન ૧૯૫૭ના ચાતુર્માસમાં શ્રી રાજનગ૨ (અમદાવાદ) રહેલા શ્રી શ્રમણસંઘે ડેલાના ઉપાશ્રયે ભેગા થઈ સાતક્ષેત્રાદિ ધાર્મિક વ્યવસ્થાનું શાસ્ત્રો અને પરંપરાના આધારે દિગ્દર્શન નક્કી કર્યું તેની નકલ. દેવદ્રવ્ય ૧. જિનપ્રતિમા, ૨. જૈન દેરાસર વિજયસિદ્ધિસૂરિ, વિજયદાનસૂરિ, વિજયભૂપેન્દ્રસુરિ, દેવદ્રવ્યની વ્યાખ્યા : પ્રભુના મંદિરમાં કે મંદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુના પાંચ કલ્યાણકાદિ નિમિત્તે તથા માળા પરિધાપનાદિ દેવદ્રવ્ય વૃદ્ધિના કાર્યથી આવેલ તથા ગૃહસ્થોએ સ્વેચ્છાએ સમર્પણ કરેલ ઈત્યાદિ દેવદ્રવ્ય કહેવાય. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૨૭ Page #154 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટદેવદ્રવ્યની રક્ષા તથા તેનો સદુપયોગ કઈ રીતે કરવો ? દેવદ્રવ્યની રકમ જેન શ્રાવકોને વ્યાજ લઈને આપી શકાય કે નહિ? ગુરુદ્રવ્ય તથા ગુરુપૂજન વિશે શાસ્ત્રીય ખુલાસા - સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્ય જ છે. તે હકીક્ત આ પુસ્તિકામાં તદ્દન સ્પષ્ટ અને સચોટ રીતે શાસ્ત્રાનુસારી પરંપરા જે સુવિહિત પાપભીરૂ મહાપુરુષો દ્વારા વિહિત કરાયેલ છે - તે દ્વારા સાબિત થયા બાદ હવે પ્રશ્ન એ રીતનો થાય છે કે, દેવદ્રવ્યની વ્યવસ્થા તથા તેની રક્ષા કઈ રીતે કરવી ? તેનો સદુપયોગ કઈ રીતે કરવો ? આને અંગે પૂ. સુવિહિત શિરોમણિ આચાર્ય ભગવંત શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજે શ્રી “સેનપ્રશ્ન ગ્રંથમાં જે ફરમાવેલ છે; તેના પ્રમાણો દ્વારા અત્રે એ વિષયની સ્પષ્ટતા કરવાની આવશ્યકતા લાગવાથી તેના પ્રમાણો રજૂ થાય છે. સેનપ્રશ્નઃ ઉલ્લાસ બીજો પં. શ્રી કનકવિજયજી ગણિત પ્રશ્નોત્તર : જેમાં ૩૭મો પ્રશ્ન છે કે, “જ્ઞાનદ્રવ્ય દેવકાર્યમાં કામ લાગે કે નહિ ? જો દેવકાર્યમાં ઉપયોગ થતો હોય તો દેવપૂજામાં ઉપયોગ થાય કે પ્રાસાદ વગેરેમાં થાય?’ આ પ્રશ્નના ઉત્તરમાં સ્પષ્ટપણે જણાવેલ છે કે, “દેવદ્રવ્ય ફક્ત દેવના કાર્યમાં વપરાય, અને જ્ઞાનદ્રવ્ય જ્ઞાનમાં તથા દેવકાર્યમાં વપરાય, સાધારણ દ્રવ્ય સાતે ક્ષેત્રમાં કામ આવે એમ જેન સિદ્ધાંત છે.” (સેન પ્રશ્ન-પુસ્તક-પેજ ૮૭-૮૮) ૧૨૮ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #155 -------------------------------------------------------------------------- ________________ આથી એ સ્પષ્ટ છે કે સ્વપ્નદ્રવ્ય સુવિહિત પરંપરાનુસારી જ્યારે દેવદ્રવ્ય જ છે. તો તેનો સદુપયોગ દેવની ભક્તિ નિમિત્તેના કાર્ય સિવાય અન્ય કોઈપણ સંયોગોમાં થઈ શકે નહિ. દેવદ્રવ્ય શ્રાવક પોતે વ્યાજે લે કે નહિ ? તેમજ શ્રાવકને દેવદ્રવ્ય વ્યાજે અપાય કે નહિ ? તથા દેવદ્રવ્યની વૃદ્ધિ કે રક્ષા કઈ રીતે કરવી ? તેને અંગે સેનપ્રશ્નમાં ઉલ્લાસ બીજો : ૫ શ્રી જયવિજયજીગણિ કૃત પ્રશ્નોત્તર : પ્રશ્ન બીજાના જવાબમાં સ્પષ્ટપણે જણાવેલ છે કે, મુખ્ય વૃત્તિએ દેવદ્રવ્યના વિનાશમાં જ શ્રાવકોને દોષ થાય છે. પણ કાલ પ્રમાણે ઉચિત વ્યાજ આપવાપૂર્વક લેવામાં આવે તો મહાન દોષ નથી, પણ શ્રાવકોને તેનું સર્વથા વર્જન કરેલું છે. તે નિઃશૂકપણું ન થાય, તેને માટે છે. વળી જૈનશાસનમાં સાધુને પણ દેવદ્રવ્યના વિનાશમાં દુર્લભબોધિપણું અને દેવદ્રવ્યના રક્ષણના ઉપદેશની ઉપેક્ષા કરવામાં આવે તો ભવભ્રમણ બતાવેલ છે માટે સુજ્ઞ શ્રાવકોને પણ દેવદ્રવ્યથી વ્યાપાર ન કરવો તે યુક્તિયુક્ત છે. કેમ કે કોઈ વખત પણ પ્રમાદ વગેરેથી તેનો ઉપભોગ ન થવો જોઈએ. પણ સારા સ્થાનમાં મૂકવું, દરરોજ સંભાળ કરવી. મહાનિધાનની પેઠે સાચવી રાખવામાં કોઈપણ દોષ લાગતો નથી, પરંતુ તીર્થકર નામકર્મના બંધનું કારણ થાય છે. જૈનેતરને તો તેવું જ્ઞાન નહિ હોવાથી નિઃશૂકતા વગેરેનો અસંભવ છે. તેથી દાગીના ઉપર વ્યાજે આપવામાં દોષ નથી. તેમ હાલ વ્યવહાર ચાલે છે.” (સેન પ્રશ્નપુસ્તક-પેજ-૧૧૧) આથી એ સ્પષ્ટ છે કે – દેવદ્રવ્યનો ઉપયોગ શ્રાવકને માટે વ્યાપારાદિ માટે કે વ્યાજે લેવામાં પણ દોષ છે તો પછી દેવદ્રવ્યથી બંધાયેલી ચાલી, મકાનો કે દુકાનોમાં શ્રાવકો કઈ રીતે રહી શકે ? નિઃશૂકતા દોષ લાગતા કે તેના ભક્ષણનો તેમજ અલ્પ ભાડું આપીને અથવા ભાડું વિલંબ આપવામાં તેના વિનાશનો દોષ ખૂબ જ સંભવિત છે. સેનપ્રશ્નમાં સ્પષ્ટ જણાવેલ છે કે, “સાધુને પણ જો દેવદ્રવ્યના રક્ષણનો ઉપદેશ ન કરે, કે તેની ઉપેક્ષા કરે તો ભવભ્રમણ વધે માટે જ પૂ.સાધુમહાત્માઓએ પૂ.પાદ આચાર્યાદિ શ્રમણ ભગવંતોએ સ્વપ્નદ્રવ્ય જે દેવદ્રવ્ય છે, તેનો વિનાશ થતો હોય તો જરૂર તેનો પ્રતિકાર કરવા માટે મક્કમતાપૂર્વક ઉપદેશ આપવો જરૂરી છે. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? ૧૨૯ Page #156 -------------------------------------------------------------------------- ________________ દેવદ્રવ્યની રક્ષા ક૨વામાં તો તીર્થંકર નામકર્મનાં બંધનું કારણ બને છે. એટલે દેવદ્રવ્ય જ્યાં સાધારણમાં લઈ જવાતું હોય, ત્યાં શ્રી ચતુર્વિધ સંઘે શ્રી જિનાજ્ઞારસિક શ્રીસંઘે તે માટે શક્ય બધી રીતે તેનો પ્રતિકાર કરવો તે ધર્મ છે. ફરજ છે. તે શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાની આરાધના છે, તે પૂ.આ.મ. શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજશ્રીના ફરમાવેલ ઉપરોક્ત વિધાનથી સ્પષ્ટ થાય છે. ‘શ્રાવક પોતાના ઘર મંદિરમાં પ્રભુજીની ભક્તિ માટે પ્રભુજીના આભૂષણો કરાવે અને કાલાંતરે ગૃહસ્થ કારણસર તે પોતાના કોઈ પ્રસંગે તે વાપરી શકે કે નહિ ?’ એમ સેનપ્રશ્નમાં પં.શ્રી વિનયકુશલગણિના પ્રશ્નનો ઉત્તર આપતા પૂ.આ.મ.શ્રીએ ફરમાવેલ છે કે, ‘જો દેવને માટે જ કરાવેલ આભૂષણો હોય તો વાપરી શકાય નહિ.’ (સેનપ્રશ્ન-૩૯, ઉલ્લાસ-૩, પેજ-૨૦૨) આ હકીક્ત એ સ્પષ્ટ કરે છે કે, દેવના માટે કરાવેલ દેવની ભક્તિ માટે કરાવેલ આભૂષણો ઘર મંદિરમાં દેવને સમર્પિત કરવાના ઉદ્દેશથી કરાવેલ હોય તો શ્રાવકને ન કલ્પે, તો સ્વપ્નની ઉપજ પ્રભુભક્તિ નિમિત્તે જ્યારે પ્રભુના ચ્યવન કલ્યાણક પ્રસંગને અનુલક્ષીને બોલાય તે દેવદ્રવ્ય જ ગણાય, જેથી તેનો ઉપયોગ સાધારણ ખાતામાં કદિ યે ન થઈ શકે, તે હકીક્ત ખાસ ધ્યાનમાં રાખી લેવા જેવી છે. સેનપ્રશ્નમાં ત્રીજા ઉલ્લાસમાં પં. શ્રી શ્રુતસાગરજીગણિ કૃત પ્રશ્નોત્તરમાં પ્રશ્ન છે કે, ‘દેવદ્રવ્યની વૃદ્ધિ માટે શ્રાવકોએ તે દ્રવ્ય વ્યાજે ૨ખાય કે નહિ ? અને રાખનારાઓને તે દૂષણરૂપ થાય કે ભૂષણરૂપ ?’ ‘આ પ્રશ્નનો ઉત્તર પૂ.આ.મ.શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજ સ્પષ્ટરૂપે ફરમાવે છે કે, શ્રાવકોએ દેવદ્રવ્ય વ્યાજે રાખવું યોગ્ય નથી. કેમ કે નિઃશૂકપણું થઈ જાય માટે પોતાના વ્યાપાર વગેરેમાં વ્યાજે રાખી વાપરવું નહિ. ‘જો અલ્પ પણ દેવદ્રવ્યનો ભોગ થઈ જાય તો સંકાશ શ્રાવકની જેમ અત્યંત દુષ્ટ વિપાક આવે છે.’ એમ ગ્રંથમાં જોવામાં આવે છે. (સેનપ્રશ્ન-૨૧, ઉલ્લાસ-૩, પેજ-૨૭૩) આથી ફરી ફરી એ હકીક્ત સ્પષ્ટ થાય છે કે, દેવદ્રવ્યની એક પાઈ પણ ૧૩૦ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #157 -------------------------------------------------------------------------- ________________ પાપભીરૂ સુજ્ઞ શ્રાવકે પોતાની પાસે વ્યાજે પણ નહિ રાખવી. તો જેઓ બોલી બોલીને-દેવદ્રવ્યની ૨કમ પોતાની પાસે વર્ષોના વર્ષો સુધી વગર વ્યાજે કેવલ ઉપેક્ષાભાવે ભરપાઈ કરતા નથી તે બિચારા આત્માઓની કઈ દશા થાય છે ? તેમજ બોલી બોલેલી રકમ પોતાની પાસે વ્યાજે તે પણ મનમાની રીતે વ્યાજ નક્કી કરીને રાખી મૂકે, તે આત્માઓને માટે તે કૃત્ય ખરેખર સેનપ્રશ્નકાર પૂજ્યપાદશ્રી ફરમાવે છે તેમ દુષ્ટ વિપાક આપનાર બને તે નિઃશંક છે. દેવદ્રવ્યના મકાનમાં ભાડું આપીને રહેવાય કે નહિ ? તેને અંગે પં. હર્ષચંદ્રગણિવર કૃત પ્રશ્ન આ મુજબ છે : “કોઈપણ માણસે પોતાનું ઘર પણ જિનાલયને અર્પણ કરેલ હોય તેમાં કોઈપણ શ્રાવક ભાડું આપીને રહી શકે કે નહિ ? આ પ્રશ્નના જવાબમાં પૂ.આ.મ.શ્રી ફ૨માવે છે કે, ‘જો કે ભાડું આપીને તે ઘરમાં રહેવામાં દોષ લાગતો નથી, તો પણ તેવા પ્રકારના કારણ વિના ભાડું આપીને પણ તેમાં રહેવું વ્યાજબી ભાસતું નથી. કેમ કે દેવદ્રવ્યના ભોગ વગેરેમાં નિઃશુકતાનો પ્રસંગ થઈ જાય.’ (સેન પ્રશ્ન-ઉલ્લાસ-૩, પેજ-૨૮૮) પૂ.આ.મ.શ્રીએ કેટલી બધી સ્પષ્ટતાથી અત્રે આ હકીક્ત ફ૨માવી છે. આજે આ પરિસ્થિતિ ઠેર-ઠેર જોવા મલે છે. દેવદ્રવ્યથી બંધાવેલા મકાનોમાં શ્રાવકો રહીને સમયસર ભાડા આપવામાં આનાકાની કરે, વ્યાજબી રીતે પણ ભાડાં વધારવામાં ગલ્લાતલ્લાં કરે, ને છેવટે દેવદ્રવ્યની મિલ્કતને નુકશાન પહોંચે તે પરત્વેનો પણ તેમને કશો જ રંજ કે ખેદ ન મલે : દેવદ્રવ્યની રક્ષા કરવી તો દૂર રહી, પણ તેના ભક્ષણ સુધીની નિઃશૂકતા આવી જાય તે ઘણી જગ્યાએ જોવા-જાણવા મલે છે. તે દૃષ્ટિએ પૂ.આ.મ.શ્રીએ જે સ્પષ્ટતા કરીને જણાવી દીધું કે, ‘વ્યાજબી ભાસતું નથી' તે ખરેખર ખૂબ જ સમુચિત છે. દેવદ્રવ્યને અંગે ઉપયોગી કેટલીક બાબતો વારંવાર અત્રે એટલા જ માટે જણાવવી પડે છે કે, સુજ્ઞ વાચકવર્ગના ધ્યાનમાં આ હકીક્ત તદ્દન સ્પષ્ટતાથી ને સચોટપણે આવી શકે, કે દેવદ્રવ્યની રક્ષા માટે તેમજ તેના ભક્ષણનો દોષ ન લાગી જાય તે માટે ‘સેનપ્રશ્ન’ જેવા ગ્રંથમાં કેટ-કેટલો ભાર મૂકેલ છે. હાલ કેટલાક સ્થળે ગુરુપૂજનનું દ્રવ્ય વૈયાવચ્ચમાં લઈ જવાની પ્રવૃત્તિ વધતી જાય છે. પણ ખરી રીતે ગુરુપૂજનનું દ્રવ્ય દેવદ્રવ્ય જ ગણાય છે. એ હકીક્તની સ્પષ્ટતા કરવી અત્રે પ્રાસંગિક માનીને તેને અંગે પૂ.પાદ જગદ્ગુરુ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૩૧ Page #158 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છાધિપતિ આચાર્ય મ. શ્રી હીરસૂરીશ્વરજી મ.શ્રીને પૂછાયેલ પ્રશ્નોત્તર ગ્રંથ જે “હીરપ્રશ્ન'ના નામથી સુપ્રસિદ્ધ છે. તેના પ્રમાણોથી સ્પષ્ટતા કરવી આવશ્યક જણાઈ છે. ‘હીરપ્રશ્નના ત્રીજા પ્રકાશમાં પૂ.પં.નાગર્ષિગણિના આ મુજબના ૩ પ્રશ્નો છે કે, (૧) ગુરુપૂજા સંબંધી સુવર્ણ વગેરે દ્રવ્ય ગુરુદ્રવ્ય કહેવાય કે નહિ ? (૨) તથા પૂર્વે આ પ્રમાણે ગુરુપૂજાનું વિધાન હતું કે નહિ ? (૩) તેમજ એ દ્રવ્યનો ઉપયોગ કયાં કરાય? આ જણાવવા કૃપા કરશો. આ પ્રશ્નોના ઉત્તર આપતા પૂ.આ.મ.શ્રી ફરમાવે છે કે, “ગુરુપૂજા સંબંધી દ્રવ્ય સ્વનિશ્રાકૃત નહિ હોવાથી ગુરુદ્રવ્ય ન થાય, જ્યારે રજોહરણ આદિ સ્વનિશ્રાકૃત હોવાથી ગુરુદ્રવ્ય કહેવાય. (૨) તેમજ પૂ.આ.મશ્રી હેમચંદ્રસૂરિ મહારાજશ્રીની કુમારપાલ મહારાજાએ સુવર્ણ કમલોથી પૂજા કરી છે, એવા અક્ષરો કુમારપાલ પ્રબંધમાં છે. તેમજ ધર્મલાભ-‘તમને ધર્મનો લાભ થાઓ-એ પ્રમાણે દૂર જેઓએ હાથ ઉંચા કર્યા છે, એવા પૂ.શ્રી સિદ્ધસેનસૂરિજી મ.ને વિક્રમ રાજાએ કોટિ દ્રવ્ય આપ્યું.. “આ અગ્રપૂજારૂપ દ્રવ્યનો તે વખતે જીર્ણોદ્ધારમાં ઉપયોગ કર્યો હતો.” એમ તેમનાં પ્રબંધ વગેરેમાં સંભળાય છે. આ વિષયમાં ઘણું કહેવા યોગ્ય છે. કેટલું લખીએ....” (હીરપ્રશ્ન-પ્રકાશ-૩ પેજ-૧૯૬) ઉપરોક્ત પ્રમાણથી સ્પષ્ટ છે કે, પૂઆ.ભ. શ્રી વિજય હીરસૂરીશ્વરજી મહારાજશ્રી જેવા સમર્થ ગીતાર્થ સૂરિપુરંદર પણ ગુરુપૂજનના દ્રવ્યનો ઉપયોગ જીર્ણોદ્ધારમાં કરવાનો નિર્દેશ કરે છે, જેથી એ સ્વતઃ સિદ્ધ થાય છે કે, “ગુરુપૂજનનું દ્રવ્ય દેવદ્રવ્ય જ ગણી શકાય.' આ પ્રસંગે એ પ્રશ્ન થાય કે, ગુરુપૂજન શાસ્ત્રીય છે કે નહિ ? જો કે એ પ્રશ્નનો ઉદ્ભવ થઈ શકવાને સ્થાન જ નથી. કારણ કે, ઉપરોક્ત સ્પષ્ટ ઉલ્લેખથી જાણી શકાય છે કે પૂર્વકાલમાં ગુરુપૂજનની પ્રથા ચાલુ હતી. માટે જ પૂ.આ.મ.ની સેવામાં પં.નાગર્ષિ ગણિવરે પ્રશ્ન કરેલ છે કે, “પૂર્વકાલમાં આ પ્રમાણે ગુરુપૂજાનું વિધાન હતું કે નહિ ? તેનો જવાબ પણ સ્પષ્ટ આપેલ છે કે, ‘હા, પરમહંત શ્રી કુમારપાલ મહારાજાએ ગુરુપૂજન કરેલ છે. તો પણ આ વિષયમાં પંડિત શ્રી વેલર્ષિ ગણિનો એક પ્રશ્ન છે કે, “નાણાંથી ગુરુ પૂજા ક્યાં જણાવી છે ?' પ્રત્યુત્તરમાં પૂ.આ.મ.શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાશ્રી ફરમાવે ૧૩૨ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #159 -------------------------------------------------------------------------- ________________ છે કે, કુમારપાલ રાજા શ્રી હેમચંદ્રાચાર્યની સુવર્ણ કમલથી હંમેશા પૂજા કરતા હતા. આ પ્રમાણે કુમારપાલ પ્રબંધ વગેરેમાં કહ્યું છે. તેને અનુસરીને વર્તમાન સમયે પણ ગુરુની નાણાથી પૂજા કરાતી જોવાય છે. કેમ કે નાણું પણ ધાતુમય છે. તેમજ આ વિષયમાં આવા પ્રકારનો વૃદ્ધવાદ પણ છે કે, શ્રી સુમતિસાધુસૂરિના સમયમાં માંડવગઢમાં મલિક શ્રી માફરે ગીતાર્થોની સુવર્ણ ટાંકોથી પૂજા કરી હતી. (હરિપ્રશ્ન-૩, પ્રકાશ-પેજ-૨૦૪) આથી એ સ્પષ્ટ દીવા જેવી હકીક્ત છે કે ગુરુપૂજાની પ્રણાલી પ્રાચીન તેમજ સુવિહિત પરંપરામાન્ય છે ને ગુરુપૂજનનું દ્રવ્ય દેવદ્રવ્યરૂપ ગણાય ને તે જીર્ણોદ્ધારનાં કાર્યમાં જ વપરાય તે પણ વાસ્તવિક ને સુવિહિત મહાપુરુષોની પરંપરાથી માન્ય છે. આ વિષયમાં દ્રવ્ય સપ્તતિકા આદિ અનેક ગ્રંથોમાં સ્પષ્ટ ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. પણ અત્રે આ નાની પુસ્તિકમાં તે બધો વિસ્તાર કરવો અપ્રાસંગિક હોવાથી ટૂંકાણમાં સ્વપ્નદ્રવ્ય તે દેવદ્રવ્ય છે, ને તે દેવદ્રવ્યનો ઉપયોગ શ્રી પ્રભુભક્તિના કાર્યમાં થાય તેમજ તેનું રક્ષણ તેમજ વ્યવસ્થા કેવી રીતે કરવી ? ઇત્યાદિ વિષયોને અનુલક્ષીને ઉપયોગી હકીક્તોની ખૂબ જ સ્પષ્ટતાથી સચોટ રીતે પુનરુક્તિના દોષને નહિ ગણકારતાં અત્રે રજૂઆત કરી છે. સુજ્ઞ વાચકવર્ગ હંસ-ક્ષીર ન્યાયે નિષ્પક્ષભાવે પ્રસ્તુત પુસ્તિકાનું અવગાહન કરીને શાંત-સ્વસ્થ ચિત્તે મનન-નિદિધ્યાસન કરીને સારને ગ્રહણ કરે એ શુભકામના. સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્ય જ છે' પુસ્તકમાંથી સાભાર. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૩૩ Page #160 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧૦ પ્રભુપૂજા સ્વદ્રવ્યથી કે દેવદ્રવ્યથી ? વિશ્વકલ્યાણકર, અનંતકરુણાનિધાન સર્વોત્કૃષ્ટ ઉપકારી અરિહંત પરમાત્માની ભક્તિ, એ મુક્તિની દૂતી છે. પરમાત્માની ભક્તિ, ભક્ત પોતાના અંતઃકરણનો ભક્તિભાવ, કૃતજ્ઞભાવ, સમર્પણભાવ વ્યક્ત કરવા માટે કરવાની છે અને એથી જ પોતાને જે મળ્યું, તે પોતાની શક્તિ મુજબ પ૨માત્માની સેવામાં સમર્પિત ક૨વાનું છે. આમ છતાં ‘પ્રભુપૂજા પરદ્રવ્યથી કેમ ન થાય ? દેવદ્રવ્યથી કેમ ન થાય ?' એવો પ્રશ્ન હમણાં હમણાં ખૂબ જ ચર્ચાના ચગડોળે ચડાવ્યો છે. વર્ષો સુધી ‘પ્રભુપૂજા તો સ્વદ્રવ્યથી જ કરાય, પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી નહિ ?’ – એવું પ્રતિપાદન કરનારાઓ પૈકીનો જ કેટલોક વર્ગ છેલ્લા થોડા સમયથી જુદા રાહે ફંટાયો છે અને તે વર્ગ ‘પ્રભુપૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ', એવો કોઈ નિયમ નથી. ‘શું એવો કોઈ એકાંત નિયમ છે કે પ્રભુપૂજા પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી ન જ કરાય' –– આમ ‘એકાંત’ શબ્દને નિરર્થક આગળ કરીને સ્વદ્રવ્યથી પ્રભુપૂજાના શાસ્ત્રીય વિધાન સામે સૂગ પેદા કરી ‘પ્રભુપૂજા માટે પરદ્રવ્ય કે દેવદ્રવ્ય વાપરી શકાય, એમાં કશો દોષ નથી પણ લાભ જ છે’, એવાં પ્રતિપાદનો કરી રહ્યો છે અને એ વિચારધારાનો પ્રચાર એવી રીતે કરે છે કે જેનાથી અજ્ઞાન, અલ્પજ્ઞ વર્ગ ભ્રમમાં પડે કે મુંઝાયા કરે. ૧૩૪ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #161 -------------------------------------------------------------------------- ________________ देवगृहे देवपूजाऽपि स्वद्रव्येणैव यथाशक्ति कार्यां - - पूजां च वीतरागानां स्वविभवोचित्येन । ‘विभवानुसारेण यत्पूजनम् ।' ‘યથાનામ ।' नियविहवाणुरूवं ।' જિનમંદિરમાં જિનપૂજા પણ સ્વદ્રવ્યથી જ યથાશક્તિ કરવી. વીતરાગ પરમાત્માની પૂજા પોતાના વૈભવ મુજબ કરવી. વૈભવને અનુસારે પૂજન કરવું. જેવી આવક હોય તે મુજબ. પોતાના વૈભવને અનુરૂપ. પોતાની શક્તિ મુજબ જિનભક્તિ કરવી. ‘સ્વાવચનુસારે નિનમત્તિ; વાર્યા' આવા આવા અનેક શાસ્ત્રપાઠો વિદ્યમાન હોવા છતાં અને એવા પાઠો અનેકવાર આપવા, દર્શાવવા છતાં, ‘અમને શાસ્ત્રપાઠો મળ્યા નથી, આપ્યા નથી, બતાવ્યા નથી, એવા કોઈ શાસ્ત્રપાઠો છે જ નહિ’– એવો પણ અપપ્રચાર ચાલુ રહ્યો-૨ખાયો છે. આવો અપપ્રચાર કરનાર વર્ગ જે મહાપુરુષને પોતાના આરાધ્ય તરીકે ઓળખાવવાનો દાવો કરે છે, તે સ્વનામધન્ય સિદ્ધાંત મહોદધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની તારક નિશ્રામાં થયેલું ને પ્રસ્તુત વિષય ઉપર સુંદર પ્રકાશ પાડતું એક અતિ મનનીય પ્રવચન અત્રે પ્રકાશિત કરાય છે. આ પ્રવચન વિ. સં. ૨૦૦૬ની સાલમાં પાલિતાણાના ચાતુર્માસમાં પૂજ્યપાદ પ્રવચનકારશ્રીજીએ કર્યું હતું અને તે સમયે ‘જૈન પ્રવચન' સાપ્તાહિકમાં અને તે પછી ‘ચાર ગતિનાં કારણો' પુસ્તકમાં પ્રકાશિત થયું હતું. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૩૫ Page #162 -------------------------------------------------------------------------- ________________ આ રીતે આજથી ૪૯ વર્ષ પૂર્વે થયેલું આ પ્રવચન, વર્તમાન પરિસ્થિતિમાં આજે પણ એટલું જ માર્ગદર્શક, ઉપકારક બને તેવું છે. જે પણ વાચક પૂર્વગ્રહનો સર્વથા ત્યાગ કરીને મુક્ત મને સત્યને પામવાની ભાવનાથી આ પ્રવચન વાંચશે, તેને પૂજ્યપાદ આ. શ્રી વિજય પ્રેમ સૂ.મ.સા.ના આ વિષયમાં શું વિચારો હતા, તેનો પણ સાચો ખ્યાલ આવશે અને સત્યમાર્ગ જરૂર લાધશે, એવો વિશ્વાસ જરાય અસ્થાને નહિ જ ગણાય. પૂજ્યપાદ આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં થયેલ પ્રવચનને રજૂ કરતા આ પુસ્તકના કેટલાક મનનીય મુદ્દા * આજે દેવની પૂજા કોણ કરે અને દેવની પૂજા શામાંથી કરવી ? તેની પણ ચિંતા ઉભી થવા માંડી છે. જ ભગવાનની પૂજા માટે કેસર વગેરે જોઈએ તે ક્યાંથી લાવવું ? પોતાની કહેવાતી ભગવાનની પૂજામાં પણ દેવદ્રવ્યનો ઉપયોગ શા માટે ન થાય ? એવા પ્રશ્નો ઉઠવા માંડ્યા છે. જ આજે એવો પણ પ્રચાર ચાલી રહ્યો છે કે, ભગવાનની પૂજામાં દેવદ્રવ્યનો ઉપયોગ કરવા માંડો ! કોઈ કોઈ ઠેકાણે તો એવાં રીતસરનાં લખાણો થવા લાગ્યાં છે કે, મંદિરની આવકમાંથી પૂજાની વ્યવસ્થા કરવી. જ આવું વાંચીએ, સાંભળીએ ત્યારે થાય કે દેવદ્રવ્ય ઉપર સરકારની દાનત બગડી છે કે, દેવદ્રવ્ય ઉપર જૈનોની દાનત બગડી છે ? જ દેવદ્રવ્યની વાત તો દૂર રહી, પણ અન્ય શ્રાવકના દ્રવ્યથી પણ પૂજા કરવાનું કહેવામાં આવે તો જૈનો કહેતા કે, એના દ્રવ્યથી અમે પૂજા કરીએ, એમાં અમને શો લાભ ? છે. શ્રાવકે દ્રવ્યપૂજા શા માટે કરવાની છે ? આરંભ અને પરિગ્રહમાં ગ્રસ્ત જો છતી શક્તિએ દ્રવ્યપૂજા કર્યા વિના જ ભાવપૂજા કરે, તો તે પૂજા વાંઝણી ગણાય. ૧૩૬ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #163 -------------------------------------------------------------------------- ________________ છે પોતાના દ્રવ્યથી પૂજા કરવામાં ભાવવૃદ્ધિનો જે પ્રસંગ છે, તે પારકા દ્રવ્યથી પૂજા કરવામાં નથી. ભાવને પેદા કરવાનું કારણ ન હોય તો ભાવ પેદા થાય શી રીતે ? શ્રાવક પાસે દેવદ્રવ્યના કેસર આદિથી પૂજા કરવાની વાતો આજે શાસ્ત્રપાઠોના નામે પણ કરવામાં આવે છે અને તેમાં દા'ડે દા'ડે સંમતિ આપનારાઓ વધતા જાય છે. “શેઠનાં ફૂલ અને ભગવાનને ચડાવીએ, તેમાં અમને શું ફળ મળે ?” એટલું, એ અજ્ઞાન અને અસંસ્કારી નોકરોને પણ સમજાયું અને શ્રાવકના કુળમાં ઉત્પન્ન થયેલા, ધર્મગુરુઓના પરિચયમાં આવેલા, વ્યવહાર કુશળ બનેલા તમને આવો વિચાર ન આવે, તો સમજવું શું? છે છતે પૈસે પૈસા વગર થતા ધર્મને જે શોધે, એનામાં પૈસાની મૂચ્છનો અતિરેક ગણાય. છે જેની પાસે જે હોય, તે તેનો શક્તિ અને ભાવના મુજબ ધર્મ કરવામાં ઉપયોગ કરે. પારકા દ્રવ્યથી જ અને હવે તો એનાથી પણ આગળ વધીને દેવદ્રવ્યના ખર્ચે પણ જિનપૂજા કરવા-કરાવવાની વાતો કરનારાઓ જો પોતાના હૈયાને ખોલીને આવી વાતો વિચારે, તો એમને ખ્યાલ આવે કે, એમના વિચારો કેટલા ઉન્માર્ગ તરફ ઘસડાઈ રહ્યા છે. આજે, “મારે મારા દ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ – એ વાત વિસરાતી જાય છે અને એથી જે સ્થળે જૈનોનાં સંખ્યાબંધ ઘરો હોય, તેમાં પણ સુખી સ્થિતિવાળાં ઘરો હોય, ત્યાં પણ કેસર-સુખડ આદિના ખર્ચ માટે બૂમો પડવા લાગી છે. આના ઉપાય તરીકે દેવદ્રવ્યથી જિનપૂજા કરવાનું કહેવાને બદલે, સામગ્રીસંપન્ન જૈનોને પોતપોતાની સામગ્રીથી શક્તિ મુજબ પૂજા કરવાનો ઉપદેશ આપવો જોઈએ. દેવદ્રવ્યના રક્ષણ માટે પણ આ દેવદ્રવ્યમાંથી શ્રાવકોને પૂજા કરવાની સગવડ કરી દેવાનો ઉપાય વાજબી નથી. દેવદ્રવ્યનો દુરુપયોગ થતો અટકાવવો હોય અને સદુપયોગ કરી લેવો હોય તો આજે જીર્ણ મંદિરો ઓછાં નથી. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૩૭ Page #164 -------------------------------------------------------------------------- ________________ દેવદ્રવ્યમાંથી શ્રાવકો માટે પૂજા કરવાની વ્યવસ્થા કરવી અને શ્રાવકોને દેવદ્રવ્યથી આવેલી સામગ્રી દ્વારા પૂજા કરતા બનાવી દેવા, એ તો તેમને તારવાનો નહિ પણ ડુબાડી દેવાનો ધંધો છે. જ શાસ્ત્રોએ તો ગૃહમંદિરમાં ઉત્પન્ન થયેલા દેવદ્રવ્યથી ગૃહમંદિરમાં પૂજા કરવાની પણ મનાઈ કરી છે. ગૃહમંદિરમાં ઉપજેલ દેવદ્રવ્ય દ્વારા સંઘના જિનમંદિરમાં પૂજા કરવામાં પણ દોષ કહ્યો છે અને ગાંઠના દ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ એવું વિધાન કર્યું છે. સાતક્ષેત્રમાં સારા ભાવે પોતાના ધનને વાપરનારા, પોતાના પરભવની સ્થિતિ સદ્ધર બનાવે છે. મંદિરો આદિમાં શ્રીમંતો કરતાં મધ્યમવર્ગ અને ગરીબોએ આપેલું દ્રવ્ય વધારે છે. જેમના હૈયામાં ભગવાનની ભક્તિ વસી, તેમણે થોડામાંથી પણ થોડું, ખાનપાનના સામાન્ય ખર્ચમાંથી પણ બચાવી બચાવીને આપેલ છે. આવાં નાણાંનો દુરુપયોગ ન થઈ જાય, એની વહીવટદારોને માથે અને સંઘને માથે મોટી જવાબદારી છે. દેવદ્રવ્યોમાંથી શ્રાવકો પાસે પૂજા કરાવવાની વાતોઃ આજે આટલા બધા જેનો જીવતા હોવા છતાં પણ અને એમાં સમૃદ્ધિશાળી જેનો હોવા છતાં પણ એક બૂમરાણ એવી પણ ઊપડી છે કે “આ મંદિરોને સાચવશે કોણ ? સંભાળશે કોણ ? ભગવાનની પૂજા માટે કેસર વગેરે જોઈએ, તે ક્યાંથી લાવવું ? પોતાની કહેવાતી ભગવાનની પૂજામાં પણ દેવદ્રવ્યનો ઉપયોગ શા માટે ન થાય ?' એથી આજે એવો પણ પ્રચાર ચાલી રહ્યો છે કે ભગવાનની પૂજામાં દેવદ્રવ્યનો ઉપયોગ કરવા માંડો.” કોઈ કોઈ ઠેકાણે તો એવાં રીતસરનાં લખાણો થવા લાગ્યાં છે કે, મંદિરની આવકમાંથી પૂજાની વ્યવસ્થા કરવી ! આવું વાંચીએ કે સાંભળીએ, ત્યારે એમ થઈ જાય છે કે, શું જૈનો ખૂટી પડ્યા ? દેવદ્રવ્ય ઉપર સરકારની દાનત બગડી છે -- એમ કહેવાય છે, પણ આજે વાતો એવી ચાલી રહી છે કે, દેવદ્રવ્ય ઉપર જૈનોની દાનત ૧૩૮ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #165 -------------------------------------------------------------------------- ________________ બગડી છે, એમ લાગે. નહિ તો ભક્તિ પોતાને કરવી છે અને તે માટે દેવદ્રવ્ય વાપરવું છે, એ બને જ શી રીતે ? આપત્તિકાળમાં દેવદ્રવ્યમાંથી ભગવાનની પૂજા કરાવાય, એ વાત જુદી છે અને શ્રાવકોને પૂજા કરવાની સગવડ દેવદ્રવ્યમાંથી દેવાય, એ વાત જુદી છે. જૈનો શું એવા ગરીબડા થઈ ગયા છે કે, પોતાના દ્રવ્યથી ભગવાનની દ્રવ્યપૂજા કરી શકે તેમ નથી ? અને એ માટે દેવદ્રવ્યમાંથી તેમની પાસે ભગવાનની પૂજા કરાવવી છે ? જૈનોના હૈયામાં તો એ જ વાત હોવી જોઈએ કે “મારે મારા દ્રવ્યથી જ ભગવાનની દ્રવ્યપૂજા કરવી છે !” દેવદ્રવ્યની વાત તો દૂર રહી, પણ અન્ય શ્રાવકના દ્રવ્યથી પણ પૂજા કરવાનું કહેવામાં આવે, તો જૈનો કહેતા કે “એના દ્રવ્યથી અમે પૂજા કરીએ, તેમાં અમને શો લાભ? અમારે તો અમારી સામગ્રીથી ભક્તિ કરવી છે !' શ્રાવકે દ્રવ્યપૂજા શા માટે કરવાની છે ? આરંભ અને પરિગ્રહમાં ગ્રસ્ત જો છતી શક્તિએ દ્રવ્યપૂજા કર્યા વિના જ ભાવપૂજા કરે, તો તે પૂજા વાંઝણી ગણાય. શ્રાવક પરિગ્રહના વિષને ઉતારવા માટે ભગવાનની દ્રવ્યપૂજા કરે. પરિગ્રહનું ઝેર ઘણું ને ? એ ઝેરને ઉતારવા માટે દ્રવ્યપૂજા છે. મંદિરમાં જાય ને કોઈ કેસરની વાટકી આપે, તો એનાથી પૂજા કરે, તો એમાં એના પરિગ્રહનું ઝેર ઊતરે ખરું ? પોતાનું દ્રવ્ય વપરાયું હોય, તો એમ પણ થાય કે “મારું ધન શરીરાદિને માટે તો ઘણું વપરાય છે, એમાં ધન જાય છે ને પાપ વધે છે, જ્યારે ત્રણ લોકના નાથની ભક્તિમાં મારું જે કાંઈ ધન વપરાય, તે સાર્થક છે.” પોતાના દ્રવ્યથી પૂજા કરવામાં ભાવવૃદ્ધિનો જે પ્રસંગ છે, તે પારકા દ્રવ્યથી પૂજા કરવામાં નથી. ભાવને પેદા થવાનું કારણ જ ન હોય, તો ભાવ પેદા થાય શી રીતે ? : ધનહીન શ્રાવક સામાયિક લઈને જિનમંદિરે જાય ? સભા : સગવડના અભાવે જેઓ જિનપૂજા કર્યા વિના રહી જતા હોય, તેમને સગવડ આપવામાં આવે, તો લાભ થાય ને ? જિનપૂજા કરવાની સગવડ કરી આપવાનું મન થાય એ સારું છે, તમને એમ થાય કે “અમે તો અમારા દ્રવ્યથી રોજ જિનપૂજા કરીએ છીએ, પણ ઘણા શ્રાવકો ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૩૯ Page #166 -------------------------------------------------------------------------- ________________ એવા છે કે, જેમની પાસે એવી સગવડ નથી. તેવાઓ પણ જિનપૂજાના લાભથી વંચિત ન રહી જાય, તો સારું.’તો એ તમને શોભતું જ ગણાય, પણ એમ થવાની સાથે જ એમ પણ થવું જોઈએ કે પોતાના દ્રવ્યથી જિનપૂજા કરવાની જેઓની પાસે સગવડ નથી, તેઓને અમારા દ્રવ્યથી સગવડ કરી આપવી જોઈએ. આવું મનમાં આવતાં, “જેઓની પાસે પૂજા કરવાની સગવડ નથી, તેઓ પણ પૂજા કરનારા બને એ માટે પણ અમારે અમારા દ્રવ્યનો વ્યય કરવો' – આવો નિર્ણય જો તમે કરો, તો તે તમારે માટે લાભનું કારણ છે, પણ જિનપૂજા કરનારનો પોતાનો મનોભાવ કેવો હોય, એની આ વાત ચાલી રહી છે. સભા : બીજાના દ્રવ્યથી પૂજા કરનારને સારો ભાવ આવે જ નહિ ? બીજાના દ્રવ્યથી જિનપૂજા કરનારને માટે સારો ભાવ આવવાનું કારણ કયું ? પોતાની પાસે જિનપૂજા માટે ખર્ચી શકાય, એ પ્રમાણેનું દ્રવ્ય નથી અને જિનપૂજાથી વંચિત રહેવું, એ ગમતું નથી, એ માટે જો એ પારકા દ્રવ્યથી જિનપૂજા કરતો હોય, તો એને ‘પૂજામાં પારકું દ્રવ્ય વાપરવું પડે છે અને પોતાનું દ્રવ્ય વાપરી શકતો નથી' – એ ખટકે છે, એમ નક્કી થાય છે, એટલે એની ઈચ્છા તો પોતાના દ્રવ્યથી જ પૂજા કરવાની થઈને ? શક્તિ નથી, એ પૂરતો જ એ પારકા દ્રવ્યથી પૂજા કરે છે ને ? તક મળે, તો પોતાના જ દ્રવ્યથી પૂજા કરવાનું, એ ચૂકે નહિ ને ? આવી મનોવૃત્તિ હોય તો સારો ભાવ આવી શકે, કારણ કે જેને પરિગ્રહની મૂચ્છ ઉતારીને પૂજાનું સાધન આપ્યું, તેની એ અનુમોદના કરતો જ હોય. પણ વિચારવા જેવી વાત એ છે કે, આજે જે લોકો પોતાના દ્રવ્યનો વ્યય કર્યા વિના જ પૂજા કરે છે, તેઓ શું એવા ગરીબડા છે કે, પૂજા માટે કાંઈ ખર્ચ કરી શકે જ નહિ ? જે શ્રાવકો ધનહીન હોયતેઓને માટે તો શાસ્ત્ર કહ્યું છે કે, એવા શ્રાવકોએ ઘેર સામાયિક લેવું. પછી જો કોઈનું એવું દેવું ન હોય કે, જે દેવાને કારણે ધર્મની લઘુતા થવાનો પ્રસંગે ઉપસ્થિત થાય તેવું હોય, તો એ શ્રાવક સામાયિકમાં રહીને અને ઈર્યાસમિતિ આદિના ઉપયોગવાળો બનીને જિનમંદિરે જાય. ત્યાં જઈને એ શ્રાવક જુએ કે “અહીં મારી કાયાથી બની શકે, એવું કોઈ ગૃહસ્થનું દેવપૂજાની સામગ્રીનું કાર્ય છે ખરું ?” જેમ કે કોઈ ધનવાન શ્રાવકે પ્રભુપૂજા માટે પુષ્પો મેળવ્યાં હોય અને તે પુષ્પોની ગૂંથણી કરવાની હોય. આવું કોઈ કાર્ય હોય, તો ૧૪૦ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #167 -------------------------------------------------------------------------- ________________ એ શ્રાવક સામાયિક પારીને, એ કાર્ય કરવા દ્વારા, દ્રવ્યપૂજાનો પણ લાભ લઈ લે. શાસ્ત્ર અહીં સ્પષ્ટ કર્યું છે કે, દ્રવ્યપૂજાની સામગ્રી પોતાની પાસે છે નહિ અને દ્રવ્યપૂજા માટે જરૂરી સામગ્રીનો ખર્ચ નિર્ધનપણાને કારણે પોતે કરી શકે તેમ નથી, એટલે સામાયિક પારીને પારકી સામગ્રી દ્વારા એ આ પ્રમાણેનો લાભ લે, તે યોગ્ય જ છે. વળી શાસ્ત્ર એમ પણ કહ્યું છે કે, રોજ જે અષ્ટપ્રકારી આદિ પૂજા કરી શકે તેમ ન હોય, તેણે છેવટે રોજ અક્ષતપૂજા કરવા દ્વારા પૂજાનું આચરણ કરવું. સંઘની સામગ્રીથી પૂજા કરનારાઓને.... શાસ્ત્રોમાં આવી આવી સ્પષ્ટ વાતો કહેલી હોવા છતાં પણ શ્રાવકો પાસે દેવદ્રવ્યના કેસર આદિથી પૂજા કરાવવાની વાતો આજે શાસ્ત્રપાઠોના નામે પણ કરવામાં આવે છે અને તેમાં દાડે દાડે સંમતિ આપનારાઓ વધતા જાય છે. જિનપૂજા અંગે આજે કેટલેક સ્થળે લ્હાવા આદિની વ્યવસ્થા થયેલી છે, પણ ત્યાં શું બને છે, એ તો જુઓ !ાનારા ૧૫૦૦ ને પૂજા કરનારા ૫૦૦ જેવી દશા આવવા લાગી છે. પૂજા કરનારાઓ પણ પૂજા કરી છે, તે જાણે ઉપકાર કરતા હોય, એવું વર્તન મોટે ભાગે રાખે છે. પૂજા કરીને વાટકી ને થાળી ગમે તેમ રખડતી મૂકી દે છે ને ? પૂજાનાં કપડાં કાઢીને જેમ-તેમ ફેંકી દે છે ને ? પૂજાનાં કપડાં માટેય શાસ્ત્ર તો એ વિધિ કહ્યો છે કે, બને ત્યાં સુધી બીજાનાં કપડાં પહેરવાં નહિ અને પોતાનાં કપડાં પણ બહુ જ ચોખ્ખાં રાખવાં, નહિ તો આશાતનાનું પાપ લાગે. કુમારપાળ રાજાનાં પૂજા કરવા માટેનાં વસ્ત્રો, એક વાર બાપડ મંત્રીના નાના ભાઈ ચાહડે વાપર્યા, એટલે કુમારપાળે એ વસ્ત્રો પૂજા માટે ન પહેરતાં, ચાહડને નવાં વસ્ત્રો લાવવાનું કહ્યું. ચાહડે કહ્યું કે, આ વસ્ત્રો બંબેરા નામની નગરીથી આવે છે અને ત્યાંનો રાજા જે વસ્ત્રો મોકલે છે, તે એક વાર પોતે વાપરીને પછી જ અહીં મોકલે છે. તરત જ કુમારપાળે પૂજા માટેનાં વસ્ત્રો બીજા કોઈએ પણ વાપર્યા વિનાનાં મળે – એવી વ્યવસ્થા કરવાની આજ્ઞા કરી. એ માટે કુમારપાળે ઘણું દ્રવ્ય ખર્ચાવ્યું હતું. કેમ કે શક્તિ અનુસાર ભાવના જાગ્યા વિના રહે નહિ. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૪૧. Page #168 -------------------------------------------------------------------------- ________________ મહારાજા શ્રેણિક રોજ જવલા ઘડાવતા. આવા આવા દાખલાઓ મોજૂદ છે ને ? આ તમે સાંભળેલું ખરું કે નહિ ? સાંભળેલું છતાં તમારી પૂજા માટેની સામગ્રી તમારી શક્તિ અનુસાર ખરી ? આપણે ત્યાં પશ્ચાનૂપૂર્વી કમે પણ વિવેચન આવે, પૂર્વાનુપૂર્વી ક્રમે પણ વિવેચન આવે અને અનાનુપૂર્વી ક્રમે પણ વિવેચન આવે. અહીં દેવપૂજાની વાત પછીથી મૂકી અને સંવિભાગની વાતને આગળ મૂકી, તેમાં જે હેતુ છે, તે હેતુ સમજવા જેવો છે. પોતાનું છોડવાની અને તેનો સદુપયોગ કરવાની વૃત્તિ વિના પૂજા કરે, તો ય પૂજામાં કશો ભલીવાર આવે નહિ. સામાન્ય સ્થિતિનો પણ ઉદાર હૃદયનો શ્રાવક જે રીતે દેવપૂજાદિ કરી શકે, તે રીતે તો કૃપણ એવો શ્રીમંત પણ દેવપૂજાદિ કરી શકે નહિ. કેટલાક પૂજા કરનારાઓ ભગવાનને તિલક કરે છે, તેય એવા અવિવેકથી કરે છે કે જાણે પૂજાની કોઈ કાળજી જ ન હોય. ભગવાન પ્રત્યે એને કેટલું બહુમાન હશે, એવો વિચાર અને પૂજા કરતો જોઈને આવી જાય. જો ભગવાન પ્રત્યે સાચો ભક્તિભાવ હોત, “ભગવાનની પૂજા મારે મારા દ્રવ્યથી જ કરવી જોઈએ” એવો ખ્યાલ હોત અને “કમનસીબ છું કે મારા દ્રવ્યથી હું જિનપૂજા કરવા સમર્થ નથી' – એમ લાગતું હોત, તો એ કદાચ સંઘે કરેલી વ્યવસ્થાનો લાભ લઈને પૂજા કરત, તો પણ તે એવી રીતે કરત કે, એની પ્રભુભક્તિ અને ભક્તિ કરવાની મનોજાગૃતિ તરત જ જણાઈ આવત. પોતાના દ્રવ્યથી પૂજા કરનારાઓને એ હાથ જોડતો હોત અને પોતાની કાયાથી જિનમંદિરની તથા જિનમંદિરની સામગ્રીની જેટલી સારસંભાળ થઈ શકે તેમ હોય, તે કરવા એ ચૂકતો ન હોત. આજે તો આવી સામાન્ય પણ વાતો, જો સાધુઓ કહે, તોય કેટલાકોને તે ભારે લાગે છે. તમે તમારી પાસે દ્રવ્ય હોવા છતાં પણ પારકાં દ્રવ્યોથી પૂજા કરો, તો તેમાં “આજ મારું દ્રવ્યવાનપણું સાર્થક થયું' એવો ભાવ પ્રગટવા માટે કાંઈ અવકાશ છે ખરો? ખરેખર ભક્તિના ભાવમાં ખામી આવી છે, એટલે આ આજે આડા-અવળા વિચારો સૂઝે છે. જિનમંદિરમાં રાખેલી સામગ્રીથી જ પૂજાદિ કરનારાઓ વિવેકહીનપણે વર્તે છે, તેનું કારણ શું ? પોતાની સામાન્ય કિંમતની ચીજોને પણ તેઓ જેટલી સાચવે છે, તેટલી દેરાસરની ભારે કિંમતની ચીજોને પણ તેઓ સાચવતા નથી, જ્યારે ખરી રીતે તો ૧૪ર ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #169 -------------------------------------------------------------------------- ________________ જિનમંદિરની કે સંઘની નાનામાં નાની, સાધારણમાં સાધારણ કિંમતની ચીજને પણ સારામાં સારી રીતે સૌ કોઈએ સાચવવી જોઈએ. આજે મારે મારા દ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ' – એ વાત વિસરાતી જાય છે અને એથી જે સ્થળે જેનોનાં સંખ્યાબંધ ઘરો હોય, તેમાં પણ સુખી સ્થિતિવાળાં ઘરો હોય, ત્યાં પણ કેસર-સુખડ આદિના ખર્ચ માટે બૂમો પડવા લાગી છે. આના ઉપાય તરીકે દેવદ્રવ્યથી જિનપૂજન કરવાનું કહેવાને બદલે, સામગ્રી સંપન્ન જેનોને પોતપોતાની સામગ્રીથી શક્તિ મુજબ પૂજા કરવાનો ઉપદેશ આપવો જોઈએ. દેવદ્રવ્યના રક્ષણ માટે પણ આ દેવદ્રવ્યમાંથી શ્રાવકોને પૂજા કરવાની સગવડ કરી દેવાનો ઉપાય વાજબી નથી. દેવદ્રવ્યનો દુરુપયોગ થતો અટકાવવો હોય અને સદુપયોગ કરી લેવો હોય, તો આજે જીર્ણ મંદિરો ઓછાં નથી. બધાં જીર્ણ મંદિરોનો ઉદ્ધાર કરવાનો નિર્ણય કરો, તો તેને પહોંચી વળે, એટલું દેવદ્રવ્ય પણ નથી. પરંતુ દેવદ્રવ્યમાંથી શ્રાવકો માટે પૂજા કરવાની વ્યવસ્થા કરવી અને શ્રાવકોને દેવદ્રવ્યથી આવેલી સામગ્રી દ્વારા પૂજા કરતા બનાવી દીધા, એ તો તેમને તારવાનો નહિ પણ ડુબાવી દેવાનો ધંધો છે. પૂજા ગાંઠના-પોતાના દ્રવ્યથી જ કરવી જોઈએ: જિનપૂજા કાયિક, વાચિક અને માનસિક – એમ ત્રણ પ્રકારે પણ કહી છે. જિનપૂજા માટે જરૂરી સામગ્રી પોતે એકઠી કરવી તે કાયિક, દેશાંતરાદિથી તે સામગ્રી મંગાવવી તે વાચિક અને નંદનવનનાં પુષ્પો આદિ જે સામગ્રી મેળવી શકાય તેમ નથી, તેની કલ્પના કરવા દ્વારા તેનાથી પૂજા કરવી તે માનસિક ! પારકી સામગ્રીથી પૂજા કરનારાઓ આ ત્રણમાંથી કયા પ્રકારની પૂજા કરી શકવાના હતા ? શાસ્ત્રોએ તો ગૃહમંદિરમાં ઉત્પન્ન થયેલા દેવદ્રવ્યથી ગૃહમંદિરમાં પૂજા કરવાની પણ મનાઈ કરી છે. ગૃહમંદિરમાં ઊપજેલ દેવદ્રવ્ય દ્વારા સંઘના જિનમંદિરમાં પૂજા કરવામાં પણ દોષ કહ્યો છે અને ગાંઠના દ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ, એવું વિધાન કર્યું છે. તીર્થયાત્રાએ જતાં કોઈએ ધર્મકૃત્યમાં વાપરવા માટે કાંઈ દ્રવ્ય આપ્યું હોય, તો તે દ્રવ્યને પોતાના દ્રવ્યની સાથે ભેળવી ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૪૩ . Page #170 -------------------------------------------------------------------------- ________________ દઈને, પૂજાદિ કરવાની પણ શાસ્ત્ર મનાઈ કરી છે અને કહ્યું છે કે “પહેલાં દેવપૂજાદિ ધર્મકૃત્યો ગાંઠના દ્રવ્યથી જ કરવાં અને તે પછી બીજાએ જે દ્રવ્ય આપ્યું હોય, તેનો સર્વની સાક્ષીએ, એટલે કે “આ અમુકના દ્રવ્યથી કરું છું' - - એમ કહીને ધર્મકૃત્યો કરવાં. સામુદાયિક ધર્મકાર્ય કરવાનું હોય, તેમાં જેનો જેટલો ભાગ હોય, તે સર્વ સમક્ષ જાહેર ન કરે, તો પણ પુણ્યનો નાશ થાય અને ચોરી આદિનો દોષ લાગે, એમ શાસ્ત્ર કહ્યું છે. જો શાસ્ત્રોમાં કહેવાયેલી આ બધી વાતો વિચારવામાં આવે, તો સૌને આ બધી વાતો બરાબર સમજાવી શકાય અને એથી જિનભક્ત એવા સર્વ શ્રાવકોને લાગે કે, આપણે આપણી શક્તિ મુજબ પણ આપણા ગાંઠના દ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ. ૧૪૪ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? Page #171 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧૧ સમસ્યા વર્તમાનની, સમાધાન શાસ્ત્રનું પ્રશ્ન-૧ ઘણા સંઘોમાં ભેગા થયેલા દેવદ્રવ્યનાં લાખો રૂપિયા બેંકોમાં પડ્યાં છે. આજના કાળમાં દેવદ્રવ્યની કોઈ જરૂરિયાત લાગતી નથી. તો સાધર્મિક ભક્તિ, સ્કૂલ-કોલેજ, લગ્નની વાડી, હોસ્પિટલ વગેરે કાર્યોમાં એ રૂપિયા વપરાય કે નહિ ? સમાધાન આપવા કૃપા કરશો. ઉત્તર-૧ શ્રી જિનેશ્વરદેવની ભક્તિ માટે અને શ્રીજિનની ભક્તિ નિમિત્તે જિનભક્તો દ્વારા સમર્પણ કરાયેલું દ્રવ્ય દેવદ્રવ્ય કહેવાય છે. આ દ્રવ્યની માલિકી શ્રાવકોની કે સંઘની નથી, પરંતુ શ્રી જિનેશ્વર ભગવાનની પોતાની છે. સંઘ માત્ર એનો સંચાલક-ટ્રસ્ટી છે. જિને બતાવેલા શાસ્ત્રો અનુસાર માત્ર એ દ્રવ્યનો વહીવટ કરવાનો જ એમનો અધિકાર છે. તદુપરાંત એ દ્રવ્યનો વહીવટ ટ્રસ્ટી કે સંઘ પોતાની મરજી મુજબ કરી શકતો નથી. શાસ્ત્ર સમર્પિત ગીતાર્થ ગુરુની આજ્ઞા મુજબ કાર્ય કરવું એ તેમને માટે પણ બંધનરૂપ છે. જૈન ધર્મગ્રંથોને આધારે દેવદ્રવ્યની રાશિ જિનમંદિરના જીર્ણોદ્ધાર અને નવનિર્માણ વગેરે કાર્યોમાં જ વાપરી શકાય છે. આથી દેવદ્રવ્યનો અન્ય કોઈ કાર્યમાં ઉપયોગ કરી શકાય નહિ. પૂરા ભારતમાં આજે પણ સેંકડો જિનમંદિરોનો જીર્ણોદ્ધાર જરૂરી છે. કેટલાય સ્થાનોમાં શ્રાવકોને માટે જિનમંદિર પણ નથી. ત્યાં નવા મંદિરો બનાવવાની જરૂરી છે. આ કાર્યમાં ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૪૫ Page #172 -------------------------------------------------------------------------- ________________ અબજો રૂપિયાનો ઉપયોગ કરવો જરૂરી છે. જો આ કાર્યો દેવદ્રવ્યમાંથી કરવામાં આવે તો બેંકમાં બેલેન્સ જ ક્યાંથી થાય? સકળ શ્રીસંઘ ઉદારતા દર્શાવી બેંકોમાંથી દેવદ્રવ્ય છોડાવી જીર્ણોદ્ધારનવનિર્માણમાં તે રાશિને લગાડવામાં મદદ કરે તો વર્તમાનકાળની રાજકીય વિષમતાથી પણ આપણું દેવદ્રવ્ય બચી શકશે. નહીંતર તો સરકાર ક્યારે કાયદાકીય કલમ લગાડીને દેવદ્રવ્ય જપ્ત કરી જશે તે કહી શકાય તેમ નથી. શાસ્ત્રોમાં કહ્યું છે કે, “શ્રાવકનું કર્તવ્ય છે કે દેવદ્રવ્યમાં રોજ વૃદ્ધિ કરવી. દેવદ્રવ્યનો શાસ્ત્રીય વહીવટ કરવો. દેવદ્રવ્યનો એક પણ પૈસો પોતાનાં વ્યાપારના ઉપયોગમાં ન આવે તેનો ખ્યાલ રાખવો. દેવદ્રવ્યનું ભક્ષણ કરનાર, તેનાં ભક્ષણની ઉપેક્ષા કરનાર, તેની નિંદા કરનાર, દેવદ્રવ્યની આવકને તોડનાર, દેવદ્રવ્યની બોલી બોલ્યાં પછી નહિ ભરનાર અને દેવદ્રવ્યની ઉઘરાણીમાં પ્રમાદ કરનાર શ્રાવક હોય કે સાધુ હોય તે પાપકર્મથી લેપાય છે. એવા લોકો અજ્ઞાની છે. એમણે ધર્મને જાણ્યો જ નથી. ઉપરોક્ત પાપથી તે આત્માઓ અનંત સંસારી બને છે. આ પાપ કરનાર નરકાદિ દુર્ગતિનું આયુષ્ય બાંધી દુર્ગતિમાં દુઃખ ભોગવવાં ચાલ્યાં જાય છે.” શાસ્ત્રોની આ વાત સમજનાર આત્માઓ દેવદ્રવ્યને પરમ પવિત્ર માને છે. એનો ઉપયોગ સાધર્મિક ભક્તિમાં ક્યારે પણ ન કરી શકાય. સાધર્મિક ભક્તિમાં તેનો ઉપયોગ કરવો એટલે સાધર્મિકને ભવોભવ માટે નરકાદિ સંસાર ભ્રમણમાં પાડવાનું કામ છે. પૂર્વ કર્મોથી વર્તમાનમાં દુઃખી થનાર સાધર્મિકને દેવદ્રવ્ય આપી પાપી બનાવી ભવિષ્યમાં મહાદુઃખી બનાવવા જેવું મહાપાપ છે. તે જ રીતે સર્વશ્રેષ્ઠ ધર્મદ્રવ્ય એવું આ દેવદ્રવ્ય કોઈપણ સંયોગમાં સ્કૂલકોલેજ અને હોસ્પીટલના નિર્માણ વગેરે કાર્યમાં વાપરી શકાય નહિ. સ્કૂલકોલેજ ખોલવી-ચલાવવી, હોસ્પિટલનું નિર્માણ, લગ્નની વાડી, વિવિધલક્ષી હોલ વગેરેનું નિર્માણ કરવું વગેરે સામાજિક કાર્યો છે. આ સામાજિક કાર્યો દેવદ્રવ્યમાંથી ન થઈ શકે. દેવદ્રવ્યમાંથી આ કાર્યો કરવા એટલે આખા સમાજને પાપથી લેપી દુર્ગતિમાં ભ્રમણ કરતો કરવો. આપણા શ્રી શંત્રુજય, શ્રી ગિરનાર, શ્રી સમેતશિખર વગેરે એક-એક તીર્થો પણ એટલા વિશાળ અને પ્રભાવક છે કે જો એનો જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ ૧૪૬ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #173 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવે તો ઘણા વર્ષો સુધી એ કાર્ય ચાલે, અબજો રૂપિયાનો એમાં વ્યય થઈ શકે. દેવદ્રવ્ય વધારે છે જ ક્યાં ? કે તેના ઉપર નજર બગાડવી પડે. એક મહાપુરુષે ભારપૂર્વક કહ્યું છે કે, પુણ્યશાળીઓ ! દેવદ્રવ્ય આપણી સગી “મા” જેવી છે. એના ઉપર કયારેય ખરાબ નજર ન કરો. તેથી આપણા વ્યક્તિગત કે સામાજિક કાર્યોમાં તેનો ઉપયોગ ન કરો. દેવદ્રવ્યનો સામાજિક કાર્યોમાં ઉપયોગ કરવો તે મહાપાપ છે. આ મહાપાપ કરનાર અને તેના વારસદારો જન્મો જનમ સુધી દુઃખી મહાદુઃખી બનતા હોય છે. વિશેષમાં દેવદ્રવ્યની રાશિ દાતાના જિનભક્તિના ઉદ્દેશથી ભેગી થાય છે. દાતા એક માત્ર જિન પ્રત્યેનાં ભક્તિ ભાવથી આ રાશિ આપે છે. એ રાશિને બીજે વાપરવાથી દાતાના વિશ્વાસનો ભંગ થાય છે. વિશ્વાસઘાત એ સૌથી મોટું પાપ છે. આથી શક્ય હોય તો દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી, ન થઈ શકે તો એનાં વહીવટમાં ભોગ આપવો, પુણ્ય અનુસાર તેનું રક્ષણ કરવું. પરંતુ એનો દુરુપયોગ, નાશ કે ઉપભોગ તો ક્યારેય ન કરવો. અસ્તુ. પ્રશ્ન-૨ સાધારણ ખાતું સાતે ક્ષેત્રના કાર્યોમાં ઉપયોગી બને છે. આ ખાતામાં મોટેભાગે રકમ ઓછી આવે છે તો તેને વધારવાનાં શાસ્ત્રસાપેક્ષ ઉપાયો બતાવવા કૃપા કરશો. ઉત્તર-૨ સાધારણ ખાતાનું દ્રવ્ય ૧-જિનપ્રતિમા, ર-જિનમંદિર, ૩-જિનાગમ, ૪-જિનના સાધુ, પ-જિનના સાધ્વી, જિનના શ્રાવક, ૭જિનની શ્રાવિકા – એ જૈન ધર્મનાં પ્રસિદ્ધ સાતક્ષેત્રમાં જ્યાં પણ આવશ્યકતા હોય ત્યાં જરૂર મુજબ વાપરી શકાય છે. આ સાતક્ષેત્રોમાંના ઉપરના પાંચ ક્ષેત્રોનું દ્રવ્ય શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રમાં ક્યારે પણ લઈ જઈ શકાય નહિ. જરૂરિયાત પડે તો નીચેના ક્ષેત્રની રાશિ ઉપરના ક્ષેત્રમાં વાપરી શકાય છે. શ્રાવક અને શ્રાવિકા : આ બે ક્ષેત્રો સાત ક્ષેત્રોની ધનરાશિની આવકનાં મુખ્ય માર્ગ છે. એ બંને ક્ષેત્રો ગંગોત્રી જેવા છે. આ બે ક્ષેત્રોનાં નિમિત્તે જે પણ બોલીઉછામણી કે ચઢાવો થાય તે સાત ક્ષેત્ર સાધારણમાં જમા થાય છે. એમાંથી સાતે - ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૪૭ Page #174 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રોમાં જરૂર મુજબ વ્યય કરી શકાય છે. પરંતુ કોઈ શ્રાવક જાતે જ તેમાંથી ગ્રહણ કરી શકતો નથી. સંઘ આપે તો તે લઈ શકાય છે. પ્રભાવના અને સંઘ જમણ જેવાં કાર્યોમાં આ દ્રવ્ય ખર્ચ કરી શકાય નહિ. કેમ કે સાધારણ ખાતુ ઘણી મુશ્કેલીથી ઊભુ થતું હોય છે. સાધારણ ખાતાની આવક નીચે જણાવ્યાં મુજબ થઈ શકે છે. - સંઘની ઓફિસનું ઉદ્ઘાટન કરવાનો લાભ - નગરશેઠ બનવાનો લાભ - સંઘના મહેતાજી બનવાનો લાભ - સ્વામિવાત્સલ્ય કરાવવાનો લાભ (સ્વામિવાત્સલ્યમાં વધેલી રકમ) - શ્રીસંઘની મહોત્સવ આમંત્રણ પત્રિકામાં જયજિનેન્દ્રપ્રણામ લિખિત લખવાનો લાભ - મહોત્સવના આધાર સ્તંભ, સહયોગી વગેરેનો લાભ - ઉપાશ્રય ઉદ્ઘાટનની બોલી - સંઘને બિરાજમાન કરવાની જાજમ બિછાવવાની બોલી - ઉપાશ્રય સંબંધી અન્ય ચઢાવા અથવા ફંડ - સાતક્ષેત્ર સાધારણના ભંડારમાંથી નીકળેલી રકમ - તપસ્વીના બહુમાનનાં વિવિધ ચઢાવવાનું દ્રવ્ય - દીક્ષાર્થીના બહુમાન સમારોહનાં ચઢાવવાનું દ્રવ્ય - દીક્ષાર્થીના અંતિમ વિદાય તિલકની બોલી - સંઘની ઓફિસમાં નૂતન વર્ષના પ્રારંભ દિને પહેલી રસીદ બનાવવાની બોલી. - સંઘની ઓફિસ કે ઉપાશ્રયમાં કંકુના થાપા લગાવવાનો લાભ - સાધારણ ખાતામાંથી બનેલ અને પ્રભુની દૃષ્ટિ જ્યાં ન પડતી હોય તેવા સ્થાન પર સ્થાપિત શાસનમાન્ય દેવ-દેવીની મૂર્તિ ભરાવવાના, પ્રતિષ્ઠા-પ્રવેશ ૧૪૮ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? Page #175 -------------------------------------------------------------------------- ________________ કરાવવાના, પૂજા, ચૂંદડી, ખેસ ચઢાવવાના, એની સમક્ષ રહેલા ભંડારની આવક વગેરે પણ સાત ક્ષેત્ર સાધારણની આવક ગણાય છે. - કોઈ પ્રભાવક સુશ્રાવક-શ્રાવિકાની પ્રતિમા કે પ્રતિકૃતિ (ફોટા)નું ઉદ્ઘાટન વગેરે કરવાનો લાભ. - સંઘના પ્રત્યેક ઘર, પ્રત્યેક રસોડા, પ્રત્યેક ચૂલા દીઠ નક્કી કરેલા લાગા - સંઘના સભ્ય બનવા માટે નક્કી કરેલો નકરો. - સાધારણ ખાતાની મિલકત - ફર્નિચર વેચવાથી થયેલી આવક - શ્રાવકો દ્વારા સાધારણ ખાતામાં આપેલ રોકડ રકમ - સંઘના સાધારણ ખાતાના ઘર-દુકાન-ખેતર-જમીન વગેરેની આવક. - સાધારણ ખાતાની F.D.ની આવકનું વ્યાજ. - સાધારણ ખાતાની રાશિમાંથી થયેલ વ્યાપારનો નફો. આ રીતે અન્ય પણ ઘણા માર્ગોથી સાધારણ ખાતામાં વૃદ્ધિ કરી શકાય છે. પરંતુ એટલું જરૂર યાદ રાખવું કે - દેવદ્રવ્ય, સ્વપ્નનાં ચઢાવા વગેરે કોઈપણ અન્ય પૂજ્ય પવિત્ર ખાતાઓનાં લાભની સાથે સાધારણનો ચાર્જ લગાડી સાધારણ ખાતું બનાવવું નહિ. દેવદ્રવ્ય પર ટેક્સ, ચાર્જ વગેરે લગાડી સાધારણ દ્રવ્ય એકઠું કરવું એ મહાપાપ છે. એ સાધારણ દ્રવ્ય નહિ પરંતુ એક પ્રકારનું દેવદ્રવ્ય જ બને છે. આથી એવી ભૂલ ક્યારેય નહિ કરવી. સ્વપ્ન દ્રવ્ય પણ દેવદ્રવ્ય જ છે. એને ૧૦૦% અથવા ૬૦%, ૫૦%, ૪૦% વગેરે કોઈપણ શરતે સાધારણમાં લઈ જઈ શકાય નહિ. એ ૧૦૦% દેવદ્રવ્ય જ છે. તેને દેવદ્રવ્યમાં જ લઈ જવું જોઈએ. પ્રશ્ન-૩ ચડાવા આદિ દ્વારા ભેગું થયેલું ધર્મદ્રવ્ય ભવિષ્યમાં કામ લાગશે એમ વિચારી પોતાના સંઘમાં રાખવું કે અન્ય સંઘમાં જરૂરિયાત મુજબ આપવું જોઈએ ? ધર્મદ્રવ્ય લોન તરીકે અન્ય સંઘમાં આપી શકાય કે નહિ ? દેવદ્રવ્ય આપીને સામે સાધારણ દ્રવ્ય લઈ શકાય કે નહિ ? ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૪૯ Page #176 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-૩ સંઘમાં જિનમંદિરનું નવનિર્માણ કે પ્રાચીન જિનમંદિરનો જીર્ણોદ્ધાર, જ્ઞાનભંડાર નિર્માણ આદિ કોઈપણ કાર્ય શ્રાવક સંઘે પોતાના સ્વદ્રવ્યથી જ કરવાં જોઈએ. જ્યારે સંઘ સ્વદ્રવ્યથી કરવા સક્ષમ ન હોય ત્યારે જ, દેવદ્રવ્ય - જ્ઞાનદ્રવ્ય આદિની ઉપજમાંથી તે - તે દ્રવ્યમાંથી તે - તે ક્ષેત્ર માટે થઈ શકતાં એવાં સ્થાનિક સંઘનાં કાર્યો કરવા જોઈએ. પોતાના સંઘનાં કાર્યો ભક્તિસભર ઉદારદિલ શ્રાવકોએ સ્વયં કરીને ચડાવા આદિની ઉપજો અન્ય સંઘોમાં આપવી જોઈએ. જેથી બે લાભ પ્રાપ્ત થાય છે. (૧) શક્તિમાન શ્રાવકોને સ્વદ્રવ્યથી જિનભક્તિ-ગુરુભક્તિ અને જ્ઞાનભક્તિ આદિનો લાભ થાય અને (૨) પરગામાદિના અસમર્થ સંઘોમાં દ્રવ્યના અભાવથી અધૂરાં રહેલાં જિનમંદિરાદિનાં કાર્યો પૂર્ણ કરવાનો લાભ મળે. સ્થાનિક સંઘની દ્રવ્ય ખર્ચવાની ક્ષમતા ન હોય અને કાર્યોની અનિવાર્યતા હોય તો સંઘમાં થયેલ તે - તે ખાતાની ઉપજની રકમ સ્થાનિક સંઘના જ, તે – તે ખાતામાં શાસ્ત્રનીતિથી વાપરવાનો નિષેધ નથી. નજીકના ભવિષ્યમાં કાર્યો કરવાની ગણતરી હોય તો પણ તે દ્રવ્ય સ્થાનિક સંઘમાં રાખવાનો ય નિષેધ નથી. પરંતુ જો તેવું કાર્ય ન હોય તો ચોક્કસ બીજા સંઘોનાં, તે - તે વિષયક અધૂરાં કાર્યો પૂરાં કરવા માટે તે દ્રવ્ય આપવું જ જોઈએ. કારણ કે સરવાળે તો દરેક સંઘો, જૈનશાસન નામની મુખ્ય સંસ્થાની પેટા સંસ્થાઓ જ છે. દરેક સંઘમાં થયેલી ઉપજ પણ જૈન શાસનની જ ઉપજ છે. પેટા શાખામાં થયેલી આવક જેમ મુખ્ય શાખા, પોતાની બીજી કોઈપણ જરૂરિયાતવાળી પેટા શાખામાં આપીને તે શાખાને મજબૂત બનાવે છે. તેમ આમાં પણ સમજવું. બીજી વાત એ કે ધર્મદ્રવ્યની રાશિ ‘લોન” તરીકે અપાય કે નહિ ? આ બાબતમાં જો પોતાનો શ્રીસંઘ સક્ષમ હોય તો તેવું કરવાની જરૂર જણાતી નથી. અત્યારે એક સંઘ, સારી ભાવનાથી ઉદારતાપૂર્વક રકમ અન્યત્ર આપશે તો કાલે અન્ય સંઘો પણ જરૂ૨ તેવી ઉદારતા દાખવશે. પણ જ્યારે સ્થાનિક સંઘમાં ભવિષ્યમાં કરવા યોગ્ય કાર્યો આંખ સામે હોય તો અલ્પકાળ માટે અન્ય સંઘને લોન તરીકે રકમ આપવી જોઈએ. તે સંઘમાં કાર્ય પૂર્ણ થયે અનુકૂળતા મુજબ પરત લઈ શકાય છે. જૈન શાસનરૂપ મુખ્ય સંસ્થાની પેટા શાખાઓ આ રીતે એક - બીજાને સહાય કરે તે ઉત્તમ માર્ગ છે. અજ્ઞાનતા વશ કે મમત્વને વશ થઈ ઉપજની રકમો ભેગી જ કરવી અને જરૂરિયાત મુજબ ન વાપરવી કે ન આપવી તે દોષનું કારણ છે. ૧૫o ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #177 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા નંબરે, દેવદ્રવ્યની રકમ આપી સામે સાધારણ દ્રવ્યની રકમ માંગવી તે વ્યાજબી જણાતી નથી. તે રીતે બદલો કરીને મેળવેલ સાધારણ દ્રવ્યનો ઉપયોગ કરવાથી દેવદ્રવ્યના ભક્ષણનો આંશિક દોષ લાગ્યા વગર રહેતો નથી. તે જ રીતે સાધારણ સામે દેવદ્રવ્યની માંગણી કરવી પણ યોગ્ય જણાતી નથી. અમુક સંઘમાં સાત ક્ષેત્રની શાસ્ત્રીય કોઈ વ્યવસ્થા હોતી નથી. દરેક ક્ષેત્રની આવક એક જ કોથળીમાં ભેગી કરીને વહીવટ થતો હોય છે. તેવી સંસ્થામાંથી સાધારણના નામે દ્રવ્ય લેવાથી અન્ય દેવદ્રવ્ય - ગુરદ્રવ્ય - જ્ઞાનદ્રવ્ય આદિના ઉપભોગ-ભક્ષણનો દોષ લાગે છે. જ્યારે તેવી સંસ્થામાં દેવદ્રવ્ય આપવાથી તેના નાશનો દોષ લાગ્યા વગર રહેતો નથી. આ રીતે ઘણાં અનિષ્ટો થવાની સંભાવના હોવાથી બદલાની ગણતરીથી કાંઈ પણ કરવું જોઈએ નહિ. પ્રશ્ન-૪ ધર્મદ્રવ્યના સંચાલન માટે ટ્રસ્ટ કરવું જરૂરી છે કે નહિ ? તે જણાવશો. ઉત્તર-૪ સાત ક્ષેત્રની વ્યવસ્થા અને ધર્મદ્રવ્યની સુરક્ષા કરવી એ ચતુર્વિધ શ્રીસંઘનું કર્તવ્ય બને છે. સાત ક્ષેત્રની સંપૂર્ણ વ્યવસ્થા પ્રાચીનકાળથી શ્રી જૈન સંઘ કરતો આવ્યો છે. શ્રી શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ અને દ્રવ્યસપ્તતિકા જેવા મહાન ગ્રંથોમાં દર્શાવેલ ગુણો જેના જીવનમાં હોય તેવા સુયોગ્ય આત્માઓ સંઘના આગેવાન બનવા અને દ્રવ્ય સંચાલન કરવા માટે અધિકારી બને છે. તે અધિકારી આગેવાનોએ ગીતાર્થ ગુરુ ભગવંતોના ચરણોમાં બેસી દ્રવ્ય સંચાલનના શાસ્ત્રીય માર્ગોને જાણવા જોઈએ. તે મુજબ સાતક્ષેત્રનું સંચાલન અને શ્રીસંઘની જવાબદારી વહન કરવી જોઈએ. સંઘના આગેવાનો અને દ્રવ્ય સંચાલકો ગીતાર્થ ગુરુ ભગવંતની આજ્ઞાને માનવા બંધાયેલા હોવા જોઈએ. તે જ પ્રમાણે ગીતાર્થ ગુરુ ભગવંતો જિનવચનને દર્શાવનારાં ધર્મશાસ્ત્રો સાથે બંધાયેલા હોવા જોઈએ. શ્રીસંઘ અને દ્રવ્ય સંચાલનની આ વ્યવસ્થા આજ સુધી અખંડિત રીતે ચાલતી આવી છે. જ્યાં સુધી આ વ્યવસ્થા સુચારુ રીતે ચાલશે ત્યાં સુધી શ્રીજૈનશાસન સુરક્ષિત રીતે ચાલશે. જ્યાં જ્યાં આ વ્યવસ્થા નથી સચવાતી ત્યાં એનાં પરિણામો ખૂબ ભયંકર આવ્યાં છે અને પારાવાર અનવસ્થા પણ સર્જાઈ છે, તેવું જોવા મળે છે. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૫૧ , Page #178 -------------------------------------------------------------------------- ________________ આજે પણ જૈન ધર્મક્ષેત્રોની આ મૂળભૂત વ્યવસ્થા પ્રવર્તમાન હોવાથી જૈન ધર્મની કોઈપણ ધર્મપ્રવૃત્તિ કે ધર્માદા (ચેરિટેબલ) પ્રવૃત્તિ કરવા-કરાવવા માટે કોઈ સરકારી કાયદા હેઠળ નોંધણી આદિ કરાવવાની આવશ્યકતા નથી. આમ છતાં ભારતના કેટલાક રાજ્યોમાં (દા.ત. મહારાષ્ટ્ર, ગુજરાત) સરકારે ‘પબ્લીક ટ્રસ્ટ એકટ’ લાગુ કરીને આવા કાર્યો કરનાર સમૂહો-સંઘો માટે ફરજિયાત નોંધણી કરાવવી જરૂરી કરેલ છે. જ્યારે આ કાયદો બન્યો તે સમયે જૈનાચાર્યો અને મોવડીઓએ એનો અનેક મુદ્દે વિરોધ પણ કરેલ હતો. પણ તે બધાની અવગણના કરીને આ કાયદો કરવામાં આવ્યો અને સકલ જૈન સમૂહોસંઘો ઉપર ફરજિયાતપણે લાગુ કરવામાં આવ્યો. તેથી ન છૂટકે જ ધર્મ સંસ્થાઓને પણ એમાં નોંધણી કરાવવાની ફરજ ઊભી થઈ છે. પરંતુ સદર જૈન સંસ્થાઓ જૈન ધર્મની ઉપર વર્ણવેલી મૂળભૂત વ્યવસ્થાસંચાલન-વહીવટ પદ્ધતિને જ માને છે, એની ઉપર શ્રદ્ધા ધરાવે છે અને જ્યારે પણ ટ્રસ્ટના અસ્તિત્વ અને વ્યવસ્થા અંગેના પ્રશ્નો ઊભા થાય ત્યારે એ મૂળભૂત વ્યવસ્થા-વહીવટ-સંચાલન પદ્ધતિને જ પૂર્ણ નિષ્ઠાથી અનુસરવા કટિબદ્ધ રહેશે. એ વાત સ્પષ્ટ રહેવી જોઈએ. આજે વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે ધાર્મિક અને ધર્માદા સંસ્થાના કાયદા અને નિયમોને અનુલક્ષીને સંઘની સ્થાવર અને જંગમ મિલકતની સુરક્ષા, વ્યય આદિ માટે ટ્રસ્ટ વ્યવસ્થા ઉભી કરવી જરૂરી છે. સંઘના સભ્યોનો વિશ્વાસ સંપાદન કરવાની દૃષ્ટિએ પણ આ વ્યવસ્થા જરૂરી જણાય છે. ટ્રસ્ટની સ્થાપના નોંધણી કરવાથી કાયદાકીય રીતે જે સવલતો મળે છે તે નીચે મુજબ છે. ૧. સંઘની સ્થાવર અને જંગલ મિલકતોને કાયદેસર દરજજો (ભૂમિકા) પ્રાપ્ત થાય છે. તે મિલકતો અંગે સંસ્થાના માલિકી હકો સુરક્ષિત થાય છે. ૨. જૈન ધર્મના અને સંઘના અધિકારો માટે કોર્ટ-કચેરી કાર્યોમાં કાયદેસર દરજજો પ્રાપ્ત થાય છે. ૩. જૈન ધર્મનાં તીર્થો કે સ્થાનિક સંઘોની મિલકત અંગે કોઈ વ્યક્તિ ગેરકાયદેસર હક-દાવો કરે તો તેની સામે કાયદેસર પગલાં ભરી શકાય તેવો દરજ્જો પ્રાપ્ત થાય છે. ૧૫ર ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો? Page #179 -------------------------------------------------------------------------- ________________ ૪. ટ્રસ્ટ સ્થાપના કરવાથી સંઘનાં સાતે ક્ષેત્રોના દ્રવ્ય સંચાલનની પારદર્શિતા ઉભી થાય છે. ધર્મ દ્રવ્યની આવક અને વ્યયના દરેક શ્રોત, દાતા માટે પારદર્શક બને છે. જેના પરિણામે દાતાનો સંસ્થા ઉપર વિશ્વાસ મજબૂત બને છે, ભવિષ્યમાં દાનનો ભાવ અને પ્રવાહ વધે છે. ૫. કાયદેસર ટ્રસ્ટ હોવાથી ધર્માદા કરનાર વ્યક્તિને ક૨ રાહત અને ક૨ મુક્તિ મળે છે. ૬. ટ્રસ્ટની સ્થાપના કરવાથી ટ્રસ્ટના નામે બેંકમાં ખાતુ કાયદેસર દરજ્જાને પામે છે. ટ્રસ્ટના નામે શાસ્ત્રીય મર્યાદા મુજબ સાતે ક્ષેત્રનાં અલગ-અલગ ખાતાં ખોલાવીને જો વહીવટ કરાય તો જે તે ખાતાનું દ્રવ્ય જે તે ખાતામાં વપરાઈ જવાની શક્યતા રહેતી નથી. ૭. ધર્મદ્રવ્યની આવકનું શાસ્ત્રીય પદ્ધતિ મુજબ સાતક્ષેત્રાદિમાં વિભાગીકરણ કરી તે - તે ક્ષેત્રની ૨કમનું વ્યાજ ઉપજાવી, તે - તે ક્ષેત્રનાં દ્રવ્યની વૃદ્ધિ પણ કરવી જોઈએ. ૮. ધર્મદ્રવ્યની આવક, ટ્રસ્ટના નામે રસીદ આપીને કાયદેસર જમા કરી શકાય છે. બેંક આદિમાં એફ.ડી. (F.D.) આદિની રસીદ પણ મેળવી શકાય છે. = ૯. તે - તે ક્ષેત્રના ખાતાની ૨કમનું વ્યાજ પણ તે - તે ખાતામાં જમા કરવું સ૨ળ બને છે. નિશ્ચિત અમુક જ ખાતાં હોય તો પણ, તે – તે ક્ષેત્રની ૨કમની ટકાવારી મુજબ તેનું વ્યાજ પણ ફાળવી શકાય છે. ૧૦. નોંધણી કરેલ ટ્રસ્ટ હોવાથી બેંકમાં લોકર-સેફની પણ સગવડ મળે છે. જ્યાં નોંધણી કરેલા પરમાત્માના દાગીના, અગત્યના દસ્તાવેજોની સુરક્ષા થઈ શકે છે. ૧૧. ધર્મદ્રવ્યનો શાસ્ત્રીય વ્યય પણ રસીદ લઈને ક૨વાનો હોવાથી અને રસીદના આધારે જ ચોપડે તે વ્યય ઉધારવાનો હોવાથી વહીવટની સ્પષ્ટતા પારદર્શક બને છે. ૧૨. સંસ્થાના મુનિમ કે સ્ટાફને પણ કાયદેસર મસ્ટર રોલ ઉપર લઈ શકાય છે. તેના પગાર આદિને ખર્ચ પેટે ચોપડામાં બતાવી શકાય છે. ૧૩. એક જ ઉદ્દેશથી સ્થપાયેલા અન્ય ટ્રસ્ટને ભેટ કે લોન આપવી અથવા લેવી હોય તો તે આપી અને લઈ શકાય છે. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૫૩ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૪. ટ્રસ્ટ ન કરવામાં આવે તો આજની કાયદાકીય પરિસ્થિતિ મુજબ દાતાએ આપેલ રકમ સંઘમાં જમા ન થતાં ગેરવહીવટ થવાની સંભાવના રહે છે. દાતા તરફથી થયેલ રોકડ ચૂકવણી પણ જો ટ્રસ્ટનું કાયદેસર લેટરપેડ ન હોય તો અયોગ્ય માર્ગે જાય તેવી સંભાવના છે, જ્યારે ટ્રસ્ટ હોય તો તેવું બનવું શક્ય નથી ૧૫. સંસ્થાની કોઈપણ મિલકતનું ખરીદ-વેચાણ ટ્રસ્ટના નામે થઈ શકે છે. જેના કારણે ભવિષ્યમાં હકદાવાનો પ્રશ્ન ક્યારેય ઉભો થતો નથી. તે મિલકતના ખરીદ-વેચાણમાં થયેલ નફો-નુકશાની પણ ચોપડે નોંધી શકાય છે. ૧૬. દાતાને રજીસ્ટર ટ્રસ્ટની રસીદ મળવાથી દાનમાં વિશ્વાસ ઉભો થાય છે. આથી અત્યારની કાયદાકીય પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ટ્રસ્ટ કરવું અનિવાર્ય બન્યું છે. ૧૫૪ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #181 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧૨ અટકાવવા જેવી એક આશાતના પ્રતિમા આત્મારૂપ, પ્રાસાદ દેહરૂપ, આમલસાર ગ્રીવા-ડોકરૂપ, કળશ મસ્તકરૂપ અને ધજા કેશરૂપ સોમપુરા અમૃતલાલ મૂળશંકર ત્રિવેદી, પાલિતાણા છેલ્લાં થોડાક સમયથી મંદિર નિર્માણના વિષયમાં આશાતનાનો એક નવો જ પ્રકાર ઉમેરાયો છે અને દિવસે-દિવસે એ રૂઢ-દ્રઢ બનતો જાય છે. આ આશાતના મંદિરના શિખર પર ધજા ચડાવવી ફાવે એ માટે કઠેડો અને જાળી કરવાના રૂપમાં ફેલાતી જાય છે. આ સગવડનો ઉપયોગ વર્ષે એક જ વાર કરવાનો હોય છે. આ તો જાણે ઠીક, પણ શાસ્ત્રીયતાનો ભોગ લેવા પૂર્વક અને બારે મહિના સુધી મંદિર-શિખરની શોભાને - કદરૂપી બનાવીને આ સગવડતા અપનાવવાની જે ગતાનુ-ગતિકતા વિસ્તરી રહી છે આ ખૂબ જ ખેદજનક છે. આપણે પ્રતિમાજીને તો પૂજ્ય - પવિત્ર માનીએ છીએ જ, પણ સંપૂર્ણ મંદિર પણ પવિત્ર અને પૂજ્ય છે માટે જ મંદિર - શિખર - કળશના અભિષેક કરવાનું વિધાન છે. મંદિરની આ પવિત્રતા સમજાઈ નથી માટે જ શિખર પર લોઢાની કે અન્ય ધાતુની જાળી-કઠોડા આદિ ઠોકી બેસાડી મંદિરની શોભા ખતમ કરવાનું કાર્ય આજે વિસ્તરી રહ્યું છે. ગતાનુગતિક રીતે અપનાવાતી આ આશાતના સામે લાલબત્તી ધરતો આ લેખ સૌ કોઈએ અને વિશેષ કરીને ટ્રસ્ટીઓએ વાંચવાવિચારવા વિનંતી છે. - સંપાદક ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૫૫ : Page #182 -------------------------------------------------------------------------- ________________ ધર્મશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્ર જેને દેવસ્વરૂપ માનેલ છે, તેવાં જૈન મંદિરોનાં શિખરો ઉપર હાલમાં ધાતુની સીડીઓ અને શિખરના ઉપરના ભાગે પ્રદક્ષિણા ફરી શકાય, તેવા ધાતુના પાંજરાઓ બનાવવાનો નવો રિવાજ પ્રચલિત થયો છે. કોઈપણ કલાપ્રિય કે ધર્મપ્રિય મનુષ્ય મંદિરોના ઉપરના ભાગે આવું પાંજરું બનાવેલું જુએ, ત્યારે તેને આઘાત અને ગ્લાનિ થયા વિના રહે નહિ. આવા પાંજરાઓ બનાવવાનું જો જરૂરી હોત, તો શિલ્પશાસ્ત્રની રચના કરનારે તેનો વિધિ જરૂર બતાવ્યો હોત, પરંતુ શિલ્પશાસ્ત્ર કે ધર્મશાસ્ત્રના કોઈ ગ્રંથમાં તેનો ઉલ્લેખ સરખો નથી. શિલ્પશાસ્ત્રમાં સ્પષ્ટ જણાવેલ છે કે, શાસ્ત્રના માર્ગનો ત્યાગ કરીને પોતાની બુદ્ધિ મુજબ કોઈપણ નવો રિવાજ કરવામાં આવે છે, ત્યારે સમસ્ત ફળનો નાશ થાય છે. હજારો વર્ષથી આ દેશમાં મંદિરો બંધાય છે અને તે બધાની ધ્વજાઓ દર વર્ષે વર્ષગાંઠે બદલવામાં આવે છે. છેલ્લા દશક પહેલાં ધ્વજા બદલવા માટે સીડી અને પાંજરા નહોતાં, ત્યારે પણ ધ્વજા બદલાતી હતી. હજી પણ શત્રુંજય, તારંગા, ગિરનાર, રાણકપુર વગેરે જગ્યાએ સીડી અને પાંજરા વિના જ ધ્વજા બદલવામાં આવે છે. ધ્વજા બદલવા માટે શ્રાવકોએ મંદિર ઉપર ચડવું જ જોઈએ, એવો કોઈ ધાર્મિક નિયમ હોય, તેવું જાણવામાં નથી. જે તરફથી ધ્વજા ચડાવવાની હોય, તેની પાસેથી જે માણસ શિખર ઉપર ચડી શકે તેમ હોય, તે ધ્વજા લઈને ઉપર જાય અને ધ્વજા બદલવાનું કામ કરે તેવી પદ્ધતિ હજારો વર્ષથી ચાલી આવે છે અને તે જ વધુ યોગ્ય છે. શ્રાવકોમાં એવી માન્યતા છે કે, નીચે પ્રતિમાજી હોય તો તેના ઉપરના ભાગમાં ચાલવું કે ઊભા રહેવું જોઈએ નહિ, કારણ કે તેમ કરવાથી દોષ લાગે છે. આ માન્યતા મુજબ તો અનિવાર્ય જરૂરત ન હોય, ત્યાં સુધી શ્રાવકોએ મંદિરના શિખર ઉપર ચડવું જોઈએ નહિ, કારણ કે મંદિરના પાછળના ભાગે પાંજરાના જે ભાગમાં શ્રાવકો ઊભા રહે છે, ત્યાં જ નીચે પ્રતિમાજી હોય છે. એટલે પોતે ચડવા કરતાં માણસ દ્વારા ધ્વજા ચડાવવી તે વધુ યોગ્ય છે. તેમ છતાં પોતાના હાથે જ ધ્વજા ચડાવવી તેઓ આગ્રહ હોય, તો તેના માટે નીચે ઊભા ૧૫૬ ઘર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #183 -------------------------------------------------------------------------- ________________ રહીને ધ્વજા ચડાવી શકાય તેવો બીજો માર્ગ કાઢી શકાય તેમ છે, તે આપણે અંતમાં જોઈશું. આચાર દિનકર' નામના વર્ધમાનસૂરીજીએ રચેલા વિધિવિધાનના જૈન ગ્રંથમાં તથા શિલ્પશાસ્ત્રના ગ્રંથોમાં પ્રાસાદને દેવ-સ્વરૂપે વર્ણવેલ છે. તેમાં પ્રતિમા આત્મા છે અને પ્રાસાદ દેહ છે તેવો અર્થ આપેલો છે. આમલસાર ગ્રીવા (ડોક) છે અને કળશ મસ્તક છે તથા ધ્વજા તેના કેશ છે, તેમ જણાવેલ છે. પ્રતિમાના દેહસ્વરૂપ પ્રાસાદ ઉપર પોતાની માન્યતા મુજબની સગવડ માટે, જેમ મજુરના માથે ટોપલો ચડાવે, તેમ પાંજરા અને સીડીઓ ચડાવવી, તે ઘણો મોટો અવિનય ગણાય. આ પાંજરા અને સીડીથી મંદિરનો દેખાવ ચબુતરા જેવો અને તેથી પણ બદતર થઈ જાય છે તથા શિલ્પસ્થાપત્યનું બધું જ સૌંદર્ય તેથી હણાઈ જાય છે. દુઃખની વાત તો એ છે કે, પોતાના બાંધેલા મંદિરો ઉપર આવા પાંજરા ચડાવીને તેનું સૌંદર્ય હણી નાખનારા શ્રાવકોનો વિરોધ શિલ્પીઓ પણ કરતા નથી. આમલસારને પ્રાસાદની ગ્રીવા એટલે ગળું માનવામાં આવ્યું છે. કઠેડાથી પ્રાસાદનું ગળું દબાય છે અને આવું કરવું એ ઘણીવાર અનર્થને નોતરનારું બને છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે, સાંપ્રત સમયના આ ટૂંકા ગાળામાં દેવસ્વરૂપ પ્રાસાદો ઉપર ધાતુઓના પાંજરાઓ કે પથ્થર લગાડીને, આપમતિથી મનસ્વી રીતે જે કાંઈ અશાસ્ત્રીય અને આશાતનાકારક રિવાજ શરૂ કરવામાં આવ્યો હોય, તેના દાખલા લઈને ગતાનુગતિક રીતે હવે વધુ મંદિરો ઉપર એનો અમલ કરવામાં ન આવે તો સારું, તેમજ જ્યાં આવું બાંધકામ થયું હોય, ત્યાંથી સીડી-કઠેડા આદિ હઠાવી લેવામાં આવે એ અત્યંત જરૂરી છે. પ્રાસાદ દેવસ્વરૂપ અને પ્રતિમાજીના દેહ સ્વરૂપ હોવાથી પ્રતિમાની જેમ જ તેને પણ પવિત્ર જળથી અભિષેક કરવામાં આવે છે, તે પ્રતિષ્ઠાવિધિના જાણકારોને તો સમજાવવું પડે તેમ નથી જ. આ જાણકારોએ આ દુષ્ટપ્રથા ઊંડા મૂળ ઘાલે, તે પહેલાં જ તેને ઉખેડી નાંખવાનો પુરુષાર્થ કરવો જરૂરી છે. પ્રાસાદના ઉપર ચડવું પડે નહિ અને શ્રાવકો પોતાના હાથે ધ્વજા ચડાવી શકે, તેવું કેવી રીતે બને, તે હવે જોઈએ. “અપરાજિત પૃચ્છા' નામના શિલ્પ ગ્રંથમાં ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૫૭ Page #184 -------------------------------------------------------------------------- ________________ ધ્વજાદંડની પાટલી સાથે ‘ચાલિકેદ્રે’ બે ગરગડીઓ લગાડવાની આજ્ઞા આપેલી છે, તે મુજબ સાંપ્રત કાળમાં પણ મોટા ધ્વજદંડોની પાટલી સાથે ગરગડીઓ લગાડવામાં આવે છે અને તેમાં સાંકળ પરોવીને તે દ્વારા જે દંડીમાં ધ્વજા પરોવવામાં આવે છે તેને ઉપર ચડાવીને ધ્વજાદંડની ટલી સાથે સંલગ્ન દેવામાં આવે છે, આ સાંકળ એટલી લાંબી રાખવી જોઈએ કે તેના દ્વારા ધ્વજા પરોવવાની પિત્તળની ઠંડી જગતી એટલે ઓટલાના મથાળા સુધી નીચે ઉતારી શકાય અને તેમાં ધ્વજાને ધ્વજદંડી પાટલી સાથે સંલગ્ન કરી શકાય, ત્યાર પછી જે માણસ શિખર ઉપર ગયો હોય, તે સાંકળને ધ્વજદંડ સાથે સજ્જડ બાંધીને નીચે ઉતરી જાય, તો શ્રાવકોને શિખર ઉપર ચડવું પડે નહિ અને તેઓ ધ્વજા પોતાના હાથે ચડાવી શકે તથા પ્રદક્ષિણા પણ નિર્ધારિત પ્રદક્ષિણા માર્ગ ઉપર જ કરી શકે. સાંકળની લંબાઈ ઓછી રાખવી હોય, તો સાંકળના બંને છેડે મજબૂત સૂતરની દોરી બાંધી શકાય. ધ્વજા ઉપર ગયા પછી વધારાની દોરી છોડી લેવામાં આવે અને સાંકળને ધ્વજદંડ સાથે બાંધી દેવામાં આવે, તેમ પણ કરી શકાય. પરંતુ પાંજરાં તથા સીડીઓ કરવી તે ધર્મશાસ્ત્ર કે શિલ્પશાસ્ત્રની દૃષ્ટિએ વાજબી નથી જ. કારણ શાસ્ત્ર વિરુદ્ધનો આવો કાયમી મનસ્વી વધારો સમસ્ત પુણ્યફળનો નાશ કરનારો બને છે. (કલ્યાણ વર્ષ-૪૮ (૨૬૦) અંક-૪ જુલાઈ-૯૧માંથી સાભાર) ૧૫૮ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? Page #185 -------------------------------------------------------------------------- ________________ ઝાડ ચડાવવાના રૂમો ધન) કરતી મધ મીના બેનમાં એપીના નમુના તારે કન્ડે રાત શાંત માં તd, વત્ કરભાઈ મીતાના પુ થયાની અને રાજ નથ હિંગભાઈના લાભ ખાત સારૂ તેમષ્ટ કામેલ મ યમાં આ સારી એવી માવા ખાતા મેં ને પ્રા. વિચારવિષયની શબને પીજી વાર પણ પડી એક યુનિકોનું એક મા કાપણું અને શું જા મારી ખાસ મર્ચના કેરા નાળીનાં મુદ્દાઓ પામ્યા ॥ શીખવ હું મુળ ર્ મુદ્દોની સતત ફરી, ગર્ભાપ સીખારે બુ ને સમિતિને સોંપ્યા { "સતિને પોતાનું સેક્સ માં શેકાણે મૈંક્ ડેરી કોમની જાગિતિના સોપો તે સ્વ મુનિઓએ ખાસ શબ્દ ના પીર ૧૭મો જેથી સર્વો નિર્ણયના મતમા કેવી છે એને શો વિવિષે પ્રથમ રાખે તેમ છે બ તેને સ્પ્રે રે [ક સર્વાનુમતે અપ ખાનને વિચારી મેં વિટયો મ જે મ મ યુરિયાનો મણ માટે અને ૫ મ મશ્કર દોણા). આવાં ભોળવશુ તારા ભાગ રફાળી તેમ તેની પશ્ય શતાબદીલ આ કામ ના કે ત્યા સુધ વિ“િ કો છે. આફવરથી ઓળવવાની તેનાં શા નેનાવા ભાવ મનાતો હાથેથી મમિત મળી ખેડી. મમાં રા ને ફોમ ના સહી ચિન એ આવી કાર નિ તિ ને પતિ નાખનારા દેનારના ખરા માતાપિતા અધનૂર તો થાય છે. તેઓ ઊઠ્યું " નામને તે તેમાં માં કૃષ્ણ નિર્ણ કરો અને ના શ્રમ થી શે આવો કોણ એનાં એ પીણા સામાજે પોતે પછી જ્યો સાતિનેમારે દરેક નાનું કાના મહા સર ના નામ માના એ આવા ભગવા એ વન માં કોયના શેકાવી ને દીવા અાવી જે અશુદાયમાં ઓજા સંભા ન હોય તેમણે પોતાના આલાપના એ શોખ આ એક પાકે પ્રોગતાની ટીકા રાવ્યું તો બેશરીયા આપવી મા ા માતા, ખરવું તે, વળો મચી જ લેનારને તવા ખરી, પરમ વિજ્ઞાન વાપરે બનાવો સુ૧૩ યુન મનુઓ પાસે રાખો પામ છે, ને તેના પતિ નબંર ન મ ોય અને તે ી નાના રસ' in ને શેયો કે સાધુને એ મારી પામે પદા ધરવામાં વાંધો નજારો વર્ષ ની દીક્ષામાં શબ્દ "શિયા-રણતી ના તો નમુનો ી તેમને પણ તેના ગોમ નામનાં ગામ આવ્યું કે પીી ઊજા સેવાર માતા રોતા ભવિત ભાર્યા વગેરે જે મા નામનું એવું છે મા લકો મૂમેત્ર અને માતાના સૂઈને મા ભામાં આવ્યું તેને મ નુરનું રાખવામાં આવે તો માત્રના ખા રોગ તેને અનુસરી મેળવી. તે તે પ્રયત્નો માં નો પણ અનુકૃતિ ને તો તે છે જે જ ચા જેવા ોતાનો પો. મારે બેનાના 1. માતા ના, સતોને આ ખુબ ખુશીના વિશેનો પૂર્ણ કોમોને ઇએમએફમે શાનેવારમાં ના દે વ ોય તો તેને ધ્યાનમાં નવું # ઋતુસં14માં નિજીકની પુર્ત એવું પુશીઓ આવક મની અપેક્ષાએ ખેતિયલ મૂવમાં ન ધામ માં મુી દીક્ષા થવી ॥ ૧૬૧, નીલ કે યુકે, યોગા ગમે તે એને મુક્ત આવે તી ! દેવદેવગતિયે નમા નમૂર્તિ નામ નોન હોલ ક્ષેત્રમાં નારણ કે વસ્તુના ખેતરમાં કે ગીર ગાય અને તેણે કામને ગેર નો મોશાય તે શકુંજ નામ જીવનની મામા ખાલીકી પજ દેવભ ગમ વાર વાગે ના ભજનો તેનો માત્ર ચોકને થતુ મેઇ છે. અન્ય અગામના ભારે પ્રભુના પુત્ર મા ગૃહો અને કલા તો વામજા નુ જાનીનો હું છી તેનો પણ મંજુલા મૂળ મળી ને જો પરી જેવાષી અને મોના થીમ તીર્થ અને 16 આ પ્રથીઓ જરૂપી વ ધારી ભીની માંખે તીર અને વિમ્ ત લીન થીતેમાટે પોમ મા આવી બ્રેઈનનેમેળ ન થતાં માત્ર હેત #Alk૧૧ ખન છે. રંગ તેમા મે શાનું બંધન માં એનો ભાયું, તા, શ્ર, વિદ્યા કૃષ ધનુવિધ મધ તે ક્રમ સંવ” જોક મુવિધાઓ કામકામ, કાં તુવરોધ મુખ્ય છે. માર ખવી ક શ્રાતિકાના બ્યુટીમ ઉપર ઇસ યુનાની નબનનો યોગ્ય દરવાજ હવે થી તમને ન માસમાન મધ્ય અને વિસામા શુભ અને તેનું મોણ સાધુનો ઉપર તેમના ડૉગી ર ા વર્ષોભ વૉક સમાનમ્ લાના ને અજ્ઞ મારાં મા તમને ને હવે મળી તેમન મધુઓના મનાવેજ કરને પોતાના માથા પરમતિ સોનાને વિનંતી કે તેના ' મગન મા એમનો આ નામ અમ સનના યના માં મતમ જાન લડાવે રાખો કે નામ અમર છે અને નીયાઈ મારને મોમ અને સ્ટેજ પણ નામો છત અનેક ફળમો સજીને મણ કયુંTOPGO ઓવરવું એ ઘણી ઓછી શાનેઓએ વિરયું મો નવીન સોતા વિસાથે યુએ નિરકનો નીમમ વેબ ભાનસાને ધ્યા પ્રથા તીર્થની 11ની નક ક્ષણ તેભૂજ યાદો સાધુએ વિશેષણૅ ઉપદેશ આપતો નીર્વમાં સરળતાથી નિરોધકૃતિ પણ તેનો ઉĪd 150 with કૉને મોભા ગાયન ભટ્ટના ના પામે. મને થા જમ તેને પૂરતી સાવચેતી પ વાૉકોશ અપા 1.N ન કબાજુમંદનાનું જ્ઞાનાદિનોબળ માનો ય શુાચના લે ખબના તેરે નામમના ભાર્ પુત્રોને ભાડૂતે કાનો એઈએ મારા શતપુષ્ઠ ની સેવા અને ભૂતા હવે રા માટમારનિયામાં સાધુનો તત્પર રે કેતી પ્રભુ નીચે મનરેશ રાવજો એને જ મળ્યું આધુનનો આકાર કરી દે વાનો હતા. મેં કે પર્યાયો છે એવું મા નમક શામ એવોરાને મો મળે કોય શદેખાડલુમ, મા વિઘ્નનાર આનાં મત ન થાય અને માંચીતરાગ દેવ) ચંદ્રા તાપી નિચેનો પોચા યમ તેના રે નીતાને પરત ના પ્રમાણથી ! નકોનો પતિએ, આ ધાન્ય નખ અનૂરી દસ એ મુજ વર્ષમાં ઉન્નતિ એજિાતને મૂળરે ના વિાનીવતિ તા ીન,ગાયું મનેખો તીન ખન્ન કર્યો એ બાબત સાધુઓ પેહેર બાજે દશામ અંગની મૂર્તિ new મળ્યું કે તેના મુરામના અર્થના મોનિટર્સે તેને તે પામાં સમા મને આવા તદ્ યા જ માર્ચ કરે તો C ઊનાના યાની જ ॥ શ્રીચીતરાય ગમા સુતિ સમ્મેલનનો નિર્ણય મા મન સૉ પણ તે હૉય સુધાના કામ હૉરે જ ોમાં વિના દેવાય તેમ પરવાર્ મેતાખે Áનું ॥ મળમાં વતા આક્ષેપોના અંગેઝખમણ પરમ મિત્ર સૂક્ષ્મ ર્તાઓ તથા તીર્ણરંદ્દે પક્ તા આક્ષેપોના આધારે અંગે(1)ળયા ગામ નું ખનન સુીિ) કમાયા.જે શ્રદ્વજય ભિમૂકીઝ,કંન્ધામક » કામિજી યુનિક વિધાવિકનું અને યુનિક ઈનિજ -ળ નામ કે તે મંડીએ તે કાર્ય, બન્નની તૈયાં ફી, વ્ તુ કન હતા આ મુખે. તે આશ્રમમાં પોર્નર ફાર્મી સ્ટેજ એમને નેઇલે ભાગ ખાતા આવ્યો છે" એ પરેશ નામનો रात प्रवेशवे योग्य माने से ઝેને ઈનો ડોમ મળે તે તેને મુળે ના મેપા થી મટે ડારામાં સામેલ થ્રો વધ કામો માટે સ્વામી ના ઋનિયમ કરણજી રિ? કંપે આા નવા વિદ્યા નિ4 નોનની રે કાને ન ા ાનામાં ના જે ॥ કોઈ વાપી વિનવનધિત હર અવત્ ૨૦૬ ચૈત્ર નવ કે કુળ आनन्दसागर વસ્ત્ર અમને ૧૯૯૬ નિલક ટુનીઅન્ટ મેચિભાસ તર વડા બીલા 24281413 410-7-1437 બÆતિશુળ અમેખ ભારતનીયન નેતાનું ગુનિયાનેને આર્વાનુમતે આ “ક” મેં ખાજ ૉન મોવી તે આ जय म विजय वृक्षम सूरि विजयभूपेन् જીને સાગર મહ મે” આ વિશે કર્યા છે, કે મને વાવના પેઢીને ચાહી છે સંઘપતિ " મુક્ત नियमो उर्जा રેલ # 〃 Page #186 -------------------------------------------------------------------------- ________________ वि.सं. १९९० राजनगर : अहमदाबाद मुनि सम्मेलन का शास्त्रीय निर्णय (पट्टक) पट्टक में पूज्यों के हस्ताक्षर विजय सिद्धिसूरि विजय दानसूरि वीर संवत् २४६० विजय नेमिसूरि चैत्र वद ६ गुरुवार आनन्दसागर विक्रम संवत १९९० विजय नीतिसूरि चैत्र वद ६ गुरुवार जयसिंहसूरिजी इस्वीसन १९३४ विजय वल्लभसूरि एप्रीला मास ता. ५ गुरुवार । विजय भूपेन्द्रसूरि मुनि सागरचन्द्र अखिल भारतवर्षीय जैन श्वेतांबर मुनि-सम्मेलने सर्वानुमते “पट्टकरूपे" आ नियमो कर्या छे. ते, मने सुप्रत करेल तेज आ “असल पट्टक" में आजरोज अमदावादनी शेठ आणंदजी कल्याणजीनी पेढीने सोप्यो छे. वंडावीला : अहमदाबाद ता. १०-४-३४ कस्तूरभाई मणिभाई संघपति Page #187 -------------------------------------------------------------------------- ________________ જિનાજ્ઞાથી વિપરીત રીતે કરાતા ધર્મદ્રવ્યોના વહીવટથી લાગતા દોષો અને દુર્ગતિનું થતું નિર્માણ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનો ભંગ જૈન સંઘ અને દાતાઓનો વિશ્વાસઘાત કલ્યાણકારી મોક્ષમાર્ગનો વિધ્વંશ (નાશ) કરવાનું પાપ. ધાર્મિક દાન-ગંગા સુકવવાથી કર્મબંધ. ખોટી અને જિનાજ્ઞાથી વિપરીત પરંપરાના નિર્માણ દ્વારા અનવસ્થા. ઉપરોક્ત દોષ લાગવાથી અનંતભવ સુધી દુઃખ, દારિદ્રય અને દુર્ગતિનું નિર્માણ થાય છે. શ્રી જૈન સંઘોના વહીવટકર્તાઓએ વિમાનચાલક (પાયલોટ)ની જેમ હંમેશા સજાગ અને સાવધાન રહેવું આવશ્યક છે. વિમાન ચાલક જો તેને આપેલી આજ્ઞા અને અનુશાસનનું પાલન ન કરે અને પોતાની મરજી અનુસાર વિમાન ચલાવે તો મોટી દુર્ઘટના ઘટવી નિશ્ચિત છે તેવી જ રીતે સંઘના વહીવટકર્તાઓ દ્વારા જિનાજ્ઞા અને જિનશાસ્ત્રો વિરુદ્ધ આચરણ થાય તો એક નહિ પણ ભવોભવ માટે દુર્ગતિનું નિર્માણ નિશ્ચિત છે. દુર્ગતિથી સ્વયં બચવું અને જૈન સંઘોને બચાવવાનો ઉપાય આપણા હાથમાં છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકમાં શું વાંચશો ? 1 જિનાજ્ઞાનુસાર ધર્મદ્રવ્યની આવક અને જાવકનું શાસ્ત્રીય માર્ગદર્શન. 2 દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણ દ્રવ્ય અને આયંબિલ, ઉપાશ્રય, સાધર્મિક, પાઠશાળા, જીવદયા, અનુકંપા ઈત્યાદિ બધા ખાતાઓના વહીવટ માટેનું મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન. - નૂતન દીક્ષા પ્રસંગ, આચાર્ય આદિ પદપ્રદાન પ્રસંગ, ઉદ્યાપન-ઉજમણા પ્રસંગ, પૂજ્ય સાધુ-સાધ્વીજીના * કાળધર્મ બાદ શરીરના અગ્નિ સંસ્કાર-અંતિમ યાત્રા નિમિત્તે બોલાતા ચડાવા અને તેની આવક કયા ખાતામાં લેવી અને તેનો ઉપયોગ કયાં કરી શકાય વગેરે જિનશાસનનાં બધા અનુષ્ઠાનો માટેનું શાસ્ત્રીય માર્ગદર્શન. 4 દેવદ્રવ્યમાંથી પૂજારી વર્ગને પગાર આપી શકાય ? નહિ તો કેમ નહિ? | 5 પ્રભુની આરતી-મંગળદીવામાં મૂકવામાં આવતા રૂપિયાના માલિક કોણ ? પૂજારી કે પરમાત્મા? 9 દેવદ્રવ્યના ચઢાવા પર સાધારણ આદિનો સરચાર્જ (વૃદ્ધિ-દર) કેમ ન લગાવી શકાય ? 7 સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્ય જ છે. આ શાસ્ત્રીય સત્યને પુષ્ટ કરતા, વિવિધ સમુદાયોના મુખ્ય આચાર્યોનાં પત્ર... 8 પ્રભુ પૂજા શ્રાવકનું વ્યક્તિગત કર્તવ્ય છે. તેથી પ્રભુ પૂજા દેવદ્રવ્યમાંથી ન કરતા સ્વ-દ્રવ્યથી કરવી જોઈએ. 9 દેવદ્રવ્ય કે ધર્મદ્રવ્યનો ઉપયોગ, હોસ્પિટલો, સ્કૂલો-કોલેજોના નિર્માણ જેવા સમાજ સેવાના કાર્યોમાં કે જીવદયા-અનુકંપા જેવા વ્યક્તિગત કાર્યોમાં કરી શકાય ? કદાપિ નહિ. 10 સાધારણ દ્રવ્યોની વૃદ્ધિ શાસ્ત્રીય રીતે કેવી રીતે કરવી ? 11 ગુરુપૂજનના ચઢાવાની આવક અથવા સોના-ચાંદીના સિક્કા કે રૂપિયા દ્વારા કરેલી ગુરુપૂજાની રકમ, સાધુ- | સાધ્વીજીના વૈયાવચ્ચ માટે ઉપયોગમાં ન લઈ શકાય. 12 સાતક્ષેત્ર દ્રવ્યનો ઉપયોગ જીવદયા અને અનુકંપાના કાર્યોમાં ન કરી શકાય. 13 ઉપાશ્રયની જમીન માટે તથા તેને બનાવવા માટે જ્ઞાનદ્રવ્ય, વૈયાવચ્ચ દ્રવ્ય, દેવદ્રવ્ય આદિનો ઉપયોગ ન કરી શકાય તેમજ આ દ્રવ્યોમાંથી વ્યાજી કે બિન-વ્યાજી લોન પણ ન લઈ શકાય. 14 ઉપાશ્રયના મકાન કે જમીનનો ઉપયોગ સામાજીક કે લગ્ન આદિ કાર્યો માટે ભાડુ આપીને પણ ન કરી શકાય. 15 સાતક્ષેત્ર, જીવદયા, સાધાર્મિક ભક્તિ, પાઠશાળા તથા સાધારણ દ્રવ્યની પેટી-ભંડાર, જિનમંદિરનાં અંદરના ભાગમાં ન રાખી શકાય. તેને ઉપાશ્રયમાં, પેઢીમાં કે જિનમંદિરની બહાર સુરક્ષિત, સુયોગ્ય સ્થાનમાં જ રાખી શકાય.' આવૃત્તિ : દ્વિતીય મૂલ્ય : સઉપયોગ Gaitam uide જિનાજ્ઞાનુસાર સાતક્ષેત્ર દ્રવ્ય વહીવટ અભિયાન Email : Contact@dharm-dhwaj.org, Web : www.dharm-dhwaj.org