________________
જરૂર લખાવે. કોઈ લાભ લીધાના બદલામાં આ દ્રવ્ય લખાયેલ ન હોવું જોઈએ.
દેરાસ૨ વગેરે ધર્મસ્થાનોના નોકર-કર્મચારી વર્ગ પ્રત્યે ટ્રસ્ટી મા-બાપની જેમ વર્તણૂક-વ્યવહા૨ ૨ાખે. કામની પૂરી કાળજી માંગે. સાથોસાથ સારા કાર્યની કદર કરતા ય આવડવી જોઈએ.
સંઘમાં ક્લેશનું વાતાવરણ ઊભું ન થાય એનું ધ્યાન રાખે. તો પણ ક્લેશ થાય ત્યારે મગજને ટાઢું રાખી તેનું સમાધાન લાવે. ક્લેશ નિવારવા માટે કોઈ ગીતાર્થ સદ્ગુરુનું શાસ્ત્રીય માર્ગદર્શન લેવા માટે લેખિત ઠરાવ કરાવી લેવો હિતાવહ છે.
આપણા સંઘમાં, તીર્થમાં સુવિહિત, શુદ્ધપ્રરૂપક, ઉદ્યતવિહારી સાધુ-સાધ્વીજી ભગવંતોનું આગમન, સ્થિરતા, ચાતુર્માસ, પ્રવચન વગેરે થતાં રહે એ માટે પ્રયત્નશીલ રહે.
શ્રાવક જીવનનું ઉત્તમ જ્ઞાન મેળવવા શ્રાદ્ધવિધિ અને ધર્મસંગ્રહ ભા. ૧નું ફરી ફરી પઠન-મનન ટ્રસ્ટીએ કરવું ખૂબ જરૂરી છે. સાધુભગવંતોની સામાચારીનું જ્ઞાન મેળવવા માટે ધર્મસંગ્રહ ભા. ૨નું ગુરુનિશ્રા મેળવી વાંચન કરવું જોઈએ.
♦ બહુમતી-સર્વાનુમતીના ચક્કરમાં ન પડવું. શાસ્ત્રમતીથી ચાલવાનો નિર્ણય ક૨વો. શાસ્ત્રો સર્વજ્ઞનાં છે. સર્વજ્ઞ જ આપણું સાચું હિત કરી શકે છે. માટે શાસ્ત્રોને જ પ્રધાન-મુખ્ય બનાવીને વ્યવસ્થા ગોઠવવી.
ઈલેક્શન પદ્ધતિને શક્યતઃ ટાળવી. એનાં અપાર અનિષ્ટો છે. સંઘ દ્વારા અથવા ટ્રસ્ટ મંડળ દ્વારા જ નૂતન વહીવટદારોનું સિલેક્શન (પસંદગી) થાય. ગીતાર્થ ગુરુભગવંતો પાસે એ પસંદગી અનુમોદન કરાવવું હિતાવહ છે.
+ સંઘની વાર્ષિક જરૂરિયાતને લક્ષમાં લઈ; જરૂ૨ પૂરતી ૨કમ રાખી, બાકી બધી જ ૨કમ સુયોગ્ય ક્ષેત્રોમાં લગાવવી જોઈએ. આ કાળમાં આ સૌથી જરૂરી બાબત છે.
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૪૫