________________
* ટ્રસ્ટી બનતાં જ સૌથી પહેલું કામ ગીતાર્થ ભવભીરુ ગુરુ પાસે ભવ
આલોચના લેવી હિતાવહ છે. પોતાની શક્તિ-ભક્તિ વગેરેનો ગુરુદેવને પૂરો ખ્યાલ આપવો જરૂરી છે. જેથી તેઓ એની ભૂમિકા મુજબનું કાર્ય બતાવી શકે. ટ્રસ્ટીના જીવનમાં સાત વ્યસનો તો ન જ હોવા જોઈએ. ૧ – દારૂ, ૨ - માંસાહાર, ૩ - જુગાર, ૪ - શિકાર, ૫ - પરસ્ત્રીગમન,
૬ - વેશ્યાગમન અને ૭ - ચોરી. * સરકારી કાયદા-કાનૂન વગેરેનું જ્ઞાન હોવું એ ટ્રસ્ટીની વિશેષ
લાયકાત છે. સરકારી વિવિધ ટેક્ષો, ઓક્ટ્રોય વગેરેની ચોરી ટ્રસ્ટી પોતે ન કરે.
ધર્મસંસ્થાઓને પણ એવા કાર્યમાં પ્રેરણા ન આપે. * દરેક ટ્રસ્ટીએ ઓછામાં ઓછું એક વાર જ્ઞાની ગુરુ પાસે બેસીને દ્રવ્યસપ્તતિકા”
ગ્રંથનો અનુવાદ જરૂર વાંચી લેવો જોઈએ. ધાર્મિક અને ધર્માદા દ્રવ્યોની વ્યવસ્થા માટે સંઘમાન્ય-પ્રામાણિક ગ્રંથ હોવાથી એમાં બતાવ્યા મુજબ દ્રવ્યવ્યવસ્થા કરવાનો પ્રબંધ ગોઠવે. ટ્રસ્ટીએ ટ્રસ્ટડીડનો બરાબર અભ્યાસ કરવો જોઈએ. એમાં શાસ્ત્રવિરોધી કોઈ બાબતો લખાઈ ગઈ હોય તો ઉચિત ઉપાયોથી એને સુધારવી જોઈએ. ડીડમાં દ્રવ્યસપ્તતિકા'નો ઉલ્લેખ ખાસ થાય એની જોગવાઈ કરવી જોઈએ. કાયમી ફંડોના ચક્કરમાં પડવા કરતાં વર્ષે વર્ષની આવકના સ્રોત ઉભા કરવા, સારું છે. દા. ત. દેરાસર માટે અષ્ટપ્રકારી પૂજા-દ્રવ્યોના લાભ લેવા માટે બાર મહિનાના લાભના ચડાવા કરી બોર્ડ ઉપર એક વર્ષ માટે લાભ લેનારનું નામ લખવાથી વર્ષનો ખર્ચ પ્રાયઃ નીકળી જાય છે. આ જ રીતે સાધારણ ખાતા માટે પણ ચડાવા કે નકરા નક્કી કરી, નામો લખી
શકાય છે. દર વર્ષની ૩૬૦ તિથિઓ પણ નોંધી શકાય. . વર્ષ દરમ્યાનના વહીવટમાં અજાણતાં ય કોઈ દ્રવ્યમાં ગરબડ થઈ હોય,
તેનાથી બચવા માટે ટ્રસ્ટી, બધા જ ખાતામાં પોતાનું ઘરનું થોડું પણ દ્રવ્ય ૪૪ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?