________________
ટી.વી., ટ્રાન્ઝિસ્ટર, દૈનિક-સામયિક પત્રો વગેરે દ્વારા વિલાસિતા-બિભત્સતા, અશ્લિલતાને પ્રોત્સાહન ન મળે એનો પાકો બંદોબસ્ત કરવો.
ધર્મસ્થાનનું ખાતું જે જે બેન્કોમાં હોય ત્યાં ટ્રસ્ટીએ પોતાનું અંગત ખાતું ન રાખવું. ધાર્મિક ખાતાઓની F.D. અને જમા રકમો ઉપર પોતે ક્રેડીટ ન મેળવે. આ મોટો દોષ છે.
પોતે ચડાવા બોલતાં જ તરત રકમ ભરી દેવી. તરત રકમ ભરવા માટે અગાઉથી જાહે૨ાત ક૨વી. એ માટે બોર્ડ પણ લગાડવું અને બીજાઓને પણ રકમ તરત ભરવા માટે બધી રીતે પ્રોત્સાહિત કરવા.
નક્કી કરેલ મુહૂર્તમાં ચડાવાની રકમ ન ભરાય તો શાહુકારી દરોથી ચાલી રહેલ વ્યાજ લગાડવાની વ્યવસ્થા ગોઠવવી. આવું ન કરાય તો દેવદ્રવ્યાદિ ધર્મદ્રવ્ય, ચડાવો બોલનારના ઘર-વ્યાપારમાં વપરાય છે. એથી તેઓ ધર્મદ્રવ્યના ભોગી બને છે.
દરેક ટ્રસ્ટી કે વહીવટદારના માથે એક ગીતાર્થ સદ્ગુરુ હોવા જોઈએ કે જેમની શાસ્ત્રાનુસારી આજ્ઞા-માર્ગદર્શન એના માટે સર્વસ્વ હોય.
♦ અમારો ટ્રસ્ટી સમ્યક્ત્વપૂર્વકના બારે વ્રતોને ધારતો હોય તો સોનામાં સુગંધ ભળી. સમ્યક્ત્વધારી શ્રાવક ૧ - શ્રી વીતરાગદેવ, ૨ - નિગ્રંથ ગુરુ અને ૩ - જિનાજ્ઞામૂલક જીવદયાપ્રધાન જૈન ધર્મ : આ ત્રણ સિવાય અન્ય કોઈ પણ રાગી, દ્વેષી, અજ્ઞાની દેવ-ગુરુઓને તેમજ હિંસક ધર્મોને ન માને. અનિવાર્ય સંયોગ વિના તેમના સ્થાનોમાં ન જાય.
♦ ટ્રસ્ટીશ્રી રોજ દેરાસરે દર્શન કરી પ્રભુજીની સ્વદ્રવ્યથી પૂજા-ભક્તિ કરે. એ દેરાસરે જાય ત્યારે પહેલાં દેરાસરનું કામકાજ, સાફસફાઈ વગેરે પર લક્ષ્ય આપે. કેટલાં પ્રતિમાજી છે ? કેટલાં સિદ્ધચક્ર છે, કેટલા અલંકારો છે ? આ બધું તપાસી સુરક્ષાની વ્યવસ્થા કરે.
ટ્રસ્ટી જિનવાણી-વ્યાખ્યાનમાં આગળની હરોળમાં બેસે. એ ગુરુવંદન, ગુરુપૂજન, જ્ઞાનપૂજન કરીને પછી પ્રવચન સાંભળે. વ્યાખ્યાનમાં કહેવાયેલી વાતોની એ નોંધ કરે અને એના પર શક્ય અમલ પણ.
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૪૩