________________
જે સ્થાને ૨કમ વાપરવાની હોય ત્યાંની વ્યવસ્થા, ક્ષમતા, વહીવટ વગેરેનો અંદાજ કાઢી લેવો જોઈએ. પોતે જાત-દેખરેખ તપાસ કરી પછી જ દાનમાં ૨કમ આપવી જોઈએ. દાન લેનાર સંઘ સક્ષમ હોય તો ૨કમ લોનરૂપે પણ આપી શકાય.
સોમપુરાઓના ભરોસે બાંધકામ, નિર્માણ, જીર્ણોદ્ધાર વગેરે કાર્યો ન કરવાં. જૈન સંઘના નિઃસ્વાર્થ કર્મઠ કાર્યકર્તા, આગેવાનોની સલાહ લેવી જોઈએ; જેથી સંઘના દ્રવ્યનો ખોટો વેડફાટ ન થાય.
નિર્માણ-જીર્ણોદ્વારાદિ કાર્ય ઉપ૨ ટ્રસ્ટી પોતે દેખરેખ કરે, એ જરૂ૨ી છે. કૉન્ટ્રાક્ટરોના ભરોસે કામ કરવામાં ઘણી પરેશાની અને બિન-જરૂરી વેડફાટ-ખર્ચ થવો સંભવિત છે. જયણા પણ પળાતી નથી.
જીવદયાની રકમ રોકી ન રાખવી. તરત જીવોને છોડાવવા માટે કે પાંજરાપોળોમાં પશુઓના ઘાસ-ચારા વગેરે માટે મોકલી આપવી જોઈએ; નહિતર અંતરાયનું પાપ બંધાય છે.
અનુકંપા માટે પણ શાસ્ત્રીય માર્ગોનું જ્ઞાન મેળવવું જરૂરી છે. આ ૨કમથી હિંસાને ઉત્તેજન આપતી હૉસ્પિટલો વગેરેને પ્રોત્સાહન ન મળે એનું લક્ષ રાખવું.
આપણા સંઘમાં થતા દરેક મહત્ત્વપૂર્ણ પ્રસંગે જીવદયા અને અનુકંપા માટે કાંઈ ને કાંઈ નક્કર કાર્ય થાય એનું લક્ષ્ય રાખવું. આ બંને કાર્યો ધર્મપ્રભાવનાનાં અંગ છે.
પાંચ પ્રતિક્રમણ, જીવવિચાર અને નવતત્ત્વનો અર્થસહિત અભ્યાસ કરી લેવો એ ટ્રસ્ટી માટે ધર્મક્ષેત્રને સમજવા અને સ્વ-પર હિત માટે ખૂબ જરૂરી બાબત છે.
♦ સાધુ સંસ્થામાં પ્રવેશ પામેલ શિથિલાચારને ટ્રસ્ટી પ્રોત્સાહન ન આપે. ઉચિત ઉપાયો કરી વિવેકપૂર્વક શિથિલાચાર રોકવાનો પ્રયત્ન કરે. સાધુસાધ્વીજીની નિંદા પોતે ન કરે - બીજો કરે તો ન સાંભળે.
૪૬ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?