________________
પદના બહુમાનપૂર્વક ક્રિયાઓ કરાય છે, તે એક વિશિષ્ટ આચાર છે. એનું આલંબન લઈ આવાં અનુષ્ઠાનો પ્રચલિત કરવામાં આવશે, તો તેમાં મહાન ક્રિયાની લઘુતા કરવાનો દોષ પણ ઉભો થશે; માટે પણ આ પ્રથાને ઉત્તેજન આપવું ઉચિત નથી લાગતું. છતાં કોઈ સ્થાને આ રીતે આરતી ઉતારી જ હોય, તો તે વખતે બોલાયેલ તમામે તમામ બોલીઓની રકમ જિનપૂજા સંબંધી જ હોવાથી દેવદ્રવ્ય ખાતે જ જમા થવી જોઈએ. એ બોલીની રકમમાંથી ડ્રેસ મેકઅપ વગેરે કોઈપણ ખર્ચ મજરે લઈ શકાય નહિ. કેમ કે પૂજા-આરતી એ શ્રાવકનું કર્તવ્ય છે અને શ્રાવકે જ તે અંગેનો ખર્ચ કરવો જોઈએ. પ્રશ્ન-૧૪ - અક્ષય તૃતીયાના શેરડી રસ વહોરાવવા માટે સાધુ ભગવંતને શ્રેયાંસકુમાર બનીને પારણું કરાવવા બોલાયેલા ચડાવાની રકમ ગુરુદ્રવ્ય (દેવદ્રવ્ય), વૈયાવચ્ચ દ્રવ્ય કે સાધારણ ખાતામાં જાય ? સાધર્મિક ભક્તિમાં એ દ્રવ્ય વપરાય ? ઉત્તર-૧૪ - અક્ષય તૃતીયાના દિવસે વર્ષીતપના પારણાં હોય, એવા મહાત્માઓને ગોચરી જવા માટે કોઈ જુદો વિધિ નથી. દશવૈકાલિક વગેરે સાધ્વાચાર દર્શક ગ્રંથોમાં જણાવ્યા મુજબ જ નિર્દોષ રીતે ગોચરી મેળવવાની હોય છે. કોઈ એક વ્યક્તિ ચડાવાદિ લઈને વહોરાવે, તેમાં આ મર્યાદાનું પાલન થતું નથી. બીજું શ્રેયાંસકુમાર જેવા તદ્ભવ મોક્ષગામી મહાપુરુષોના અભિનય કરવાથી એ મહાન પાત્રોની લઘુતા થાય છે, માટે પણ આવું ન કરાય. છતાં કોઈક સ્થળે અજ્ઞાનાદિ કારણે આવો ચડાવો બોલાવાઈ ગયો હોય, તો તે ચડાવો સાધુ જીવન સંબંધિત જ હોવાથી તેની તમામ રકમ દેવદ્રવ્ય ખાતે જમા કરી જિનાલયના જિર્ણોદ્ધારાદિમાં જ વાપરી દેવી જોઈએ. એ દ્રવ્ય વૈયાવચ્ચ, સાધારણ કે સાધર્મિક ભક્તિ ખાતામાં ન વાપરી શકાય. પ્રશ્ન-૧૫ – જૈન સંઘોમાં નાના-મોટા અનેક પ્રસંગોએ, મહાપૂજન વખતે, પ્રતિષ્ઠા વખતે જીવદયાની ટીપ કરવામાં આવે છે. ઘણીવાર ટીપમાં લખાવનારા ચૂકવણી મોડી કરે છે તો દોષ કોને લાગે ? ઉત્તર-૧૫ - જૈન સંઘોમાં કોઈપણ પ્રસંગે થયેલ જીવદયાની ટીપના પૈસા તત્કાલ ચૂકવવા જ જોઈએ. નહિતર લખાવનારને મૂંગા જીવોની દયાના
ઘર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૫૯ -