________________
આવા સંઘહિત વિરુદ્ધના વ્યવહારોને સુયોગ્ય રીતે સુયોગ્ય સ્થળે વિવેકપૂર્વક જરૂર પડકારી શકાય છે અને શક્તિસંપન્ન વિવેકી શ્રાવકે સુયોગ્ય રીતે પડકાર કરવો જ જોઈએ. જો શક્તિસંપન્ન શ્રાવક સુયોગ્ય રીતે વિવેકપૂર્વક પડકારે નહિ તો તેને પણ પાપ લાગે છે. પ્રશ્ન-૧૧ - ઉપાશ્રય-પૌષધશાળામાં હોસ્પિટલ અને પ્રસૂતિગૃહ બનાવી શકાય ? ઉત્તર-૧૧ - ઉપાશ્રય-પૌષધશાળા તો શ્રીસંઘના ધાર્મિક ક્રિયાઓ માટેનાં જ અબાધિત સ્થાનો છે. તેમાં હોસ્પિટલ કે પ્રસુતિગૃહ જેવાં કોઈ પણ સામાજિક કૃત્યો કરવાનો વિચાર પણ કરાય નહિ. તેમ કરવાથી મહાપાપ લાગે. પ્રશ્ન-૧૨ – ઉપાશ્રયનું હોસ્પિટલ અને પ્રસૂતિગૃહ બનાવવા માટે વેચાણ કરી શકાય ? ઉત્તર-૧૨ - સંઘહિતને ધ્યાનમાં રાખી વધારાની જગ્યાનું વેચાણ કરવાનો પ્રસંગ આવે તો સુયોગ્ય રીતે અને સુયોગ્ય કાર્ય માટે વેચાણ કરી પૈસા ઉભા કરી શકાય છે. પરંતુ તેમાં એક વાતનો ખ્યાલ રાખવો જરૂરી છે કે, આવા વેચાણથી જૈન ધર્મની જયણાપ્રધાન જીવનશૈલીને કોઈપણ રીતે નુકસાન પહોંચવું જોઈએ નહિ. માટે ઉપાશ્રયની જગ્યા હોસ્પિટલ અને પ્રસૂતિગૃહ બનાવવા વેચવી જરાય વાજબી જણાતી નથી. પ્રશ્ન-૧૩ – કુમારપાળની આરતીમાં કુમારપાળ - મંત્રી – છડીદાર – સેનાપતિના રૂપિયામાં બોલેલા ચડાવા કયા ક્ષેત્રમાં - ખાતામાં જાય ? એમાંથી આરતી-પ્રસંગે કરતા ડ્રેસ/મેક-અપનો ખર્ચ મજરે લેવાય ? ઉત્તર-૧૩ - કુમારપાળ મહારાજે પરમાત્માની આરતી ઉતારી હતી, તેવી આરતી ઉતારવા માટે પહેલા પોતાનું જીવન કુમારપાળ જેવું બનાવવું પડે. આજે જે માટીનાં કોડીયા વગેરે લઈને આરતી ઉતારવાનું થાય છે તે યોગ્ય જણાતું નથી. શ્રાવકે પરમાત્માની આરતી ઉતારવાની હોય છે, તે માટે મુકુટહાર વગેરે પ્રસંગે પહેરી શકે છે. બાકી કોઈને વ્યક્તિગત કુમારપાળ આદિ બનાવવામાં તો મહાપુરુષોનું અવમૂલ્યન થવાની પૂરતી સંભાવના રહે છે. અંજનશલાકા જેવા પ્રસંગોમાં તો વિશિષ્ટ વિધિવાદ તરીકે માંત્રિક સંસ્કારપૂર્વક ૫૮ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?