________________
અંતરાયનું કારમું પાપ લાગે છે. બીજું વહીવટદારો ટીપના આંકડા મુજબની રકમ બધે ફાળવીને મોકલી દે છતાં એ જીવદયામાં લખાયેલા પૈસા આવ્યા ન હોય તો તેનો હવાલો બીજા દેવદ્રવ્ય કે સાધારણ વગેરે ખાતામાં પડે, તે પણ તદ્દન અયોગ્ય છે અને દેવદ્રવ્યાદિના ભક્ષણના પાપ તરફ દોરનાર બને છે. ત્રીજી વાત એ છે કે જેટલા દિવસ ચૂકવણીમાં મોડું થાય તેટલા દિવસના ધર્માદાના વ્યાજનું પણ નુકસાન થાય. જે ચલાવી ન લેવાય. માટે દરેક લખાવનારે પૈસા સાથે લાવીને તત્કાળ ભરી દેવા જોઈએ અને વહીવટદારે પણ તપાસ કરી સુયોગ્ય સ્થાને તત્કાલ મોકલી/વાપરી જ દેવા જોઈએ. આ નિયમ અન્ય બાબતોની બોલી આદિમાં પણ લાગુ પડે છે. પ્રશ્ન-૧૬ - જીવદયાની રકમ ચોપડે જમા થતી રહે અને બેંકોમાં જમા થઈ લાખોનો આંકડો જ વધતો રહે પણ વપરાય નહિ તે યોગ્ય છે ? તેના વ્યાજ અંગે પણ ખુલાસો કરશો. ઉત્તર-૧૭ - જીવદયાની રકમ ચોપડે જમા થતી જ રહે અને બેંકોમાં મૂકાઈ આંક જ વધારવામાં જે ટ્રસ્ટી/-આગેવાનોને રર્સ હોય તે કારમો પાપનો બંધ કરી રહ્યા છે. એમ શાસ્ત્રાધારે કહેવું જ પડે. બેંકોમાં મૂકવાથી જે રકમ જીવદયા માટે આવી તેનો જ ઉપયોગ જીવહિંસાદિના કાર્યોમાં પણ મોટે ભાગે થતો હોય છે. જિનાજ્ઞા પ્રેમી આત્મકલ્યાણના ઈચ્છુક વહીવટદારોએ જાત તપાસ કરી સુયોગ્ય રીતે સુયોગ્ય પાંજરાપોળાદિ સ્થાનોમાં એ રકમ વાપરી દેવી જોઈએ. જીવદયાનું બેલેન્સ રાખી ન મૂકાય, એથી જીવોને દાણા-પાણી-જીવરક્ષાદિનો અંતરાય બંધાય છે. પરિણામે અલ્પ-આયુષ્ય, ઈન્દ્રિયહાનિ, ગંભીર રોગ, દુર્ગતિ અને યાવતું બોધિદુર્લભતા જેવા પરિણામોનો સામનો કરવાનો પણ વારો આવી જાય. આવું ન બને માટે દરેક વહીવટદારે આ અંગે પૂરતી કાળજી લેવી જ જોઈએ.
જીવદયાની રકમ અશક્ય પરિહાર્યરૂપે ક્યાંક બેંક વગેરેમાં મૂકવી પડી હોય તો તેનું જેટલું વ્યાજ આવે તે ચોક્કસ ગણતરીપૂર્વક જીવદયા ખાતામાં જ જમા કરવું જોઈએ. એ દ્રવ્ય દેવદ્રવ્ય કે સાધારણાદિમાં ન ભળવું જોઈએ, તેમ દેવદ્રવ્ય કે સાધારણાદિનું દ્રવ્ય પણ જીવદયામાં ન ભળવું ઉ0 ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?