________________
જોઈએ. એ શાસ્ત્રીય મર્યાદાનું અચૂક પાલન થવું જ જોઈએ. બીજું, તત્કાલ વાપરવામાં મોટો ફાયદો ‘ઓછી ૨કમમાં લાભ વધારે' એ થાય છે. વર્ષો વીતતાં વધેલી ૨કમમાં પણ ફુગાવાના દરને હિસાબે ઓછું કાર્ય થાય છે. આ ઘણાના અનુભવની વાત છે.
પ્રશ્ન-૧૭ - જીવદયાની ટીપની રકમમાંથી કેન્સર કે એવી કોઈ જીવલેણ બિમારીથી પીડાતા માનવને જીવન બક્ષવા માટે દાન આપી શકાય કે નહિ ? મનુષ્ય પણ પંચેન્દ્રિય જીવ જ છે ને ?
ઉત્તર-૧૭ - જીવદયાની ટીપમાં ‘જીવ' શબ્દની વ્યાખ્યા પ્રમાણે જીવમાં મનુષ્ય સિવાયના તમામ ત્રસ પંચેન્દ્રિય અબોલ પશુ-પંખીઓનો સમાવેશ ક૨વામાં આવેલો છે. એટલે એ ટીપ કે ફંડની રકમમાંથી કોઈ પણ મનુષ્યને કોઈ પણ પ્રકારની મદદ કરી શકાય નહિ. પોતાને માટે રળી લેવા મનુષ્યો તો એ જીવો કરતાં કઈ ગણા વધારે સમર્થ છે. બિચારા એ પશુ-પંખી રૂપ જીવો તો દરેક રીતે અસહાય અને અબોલ છે. માટે એમની દયા માટે એ ટીપ/ફંડ કરાય છે. મનુષ્યોની સહાય માટે અનુકંપાની જુદી ટીપ કરી શકાય છે અને એમાંથી જરૂર પડ્યે વિવેકપૂર્વક કેન્સર પીડિતને મદદઑપરેશનાદિમાં સહાય કરી શકાય, પરંતુ એ રકમમાંથી પણ (અનુકંપા ટીપ/ફંડ) હોસ્પિટલોમાં કે એના વિભાગોમાં દાન આપી શકાય નહિ કે હોસ્પિટલોમાં નિર્માણાદિ પણ કરી શકાય નહિ. આ જૈનશાસનના પરમાર્થને જાણનાર મહાપુરુષોની મર્યાદા છે. અનુકંપાની ટીપ કે ફંડમાંથી કોક સંયોગોમાં જરૂ૨ લાગ્યે જીવદયામાં ૨કમ ફાળવી-વાપરી શકાય છે, પરંતુ જીવદયા અત્યંત નિમ્ન લાચાર કોટિના જીવોની દયા માટેનું ખાતું હોવાથી એ ખાતાની કોઈ પણ ૨ર્કમ કોઈપણ સંયોગોમાં અનુકંપામાં (માનવ રાહત) ન જ વપરાય. આ જૈનશાસ્ત્રોક્ત કાયદો છે. માટે કલ્યાણકામી દરેકે આ મર્યાદાને વળગી રહેવામાં જ સર્વનું શ્રેય છે.
પ્રશ્ન-૧૮ - જીવદયાની રકમનો સદુપયોગ ન થતો હોય અને અનુકંપાની રકમની જરૂર ઘણી હોય તો જીવદયાની ટીપ કરવાનું મુલત્વી રાખી અનુકંપાની ટીપ કરવા માટે જ પ્રોત્સાહન આપવું શું જરૂરી નથી લાગતું ! ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૬૧