________________
જોઈએ. એ આકાર મંગળને કરનાર હોય છે. અષ્ટમંગલના પટ્ટનું (પાટલી) પૂજન કરવાનું હોતું નથી. જેમને અષ્ટમંગલની આકૃતિઓ બનાવતા આવડતી નહોતી, એવી વ્યક્તિઓ દ્વારા પટ્ટ બનાવી ચડાવવાની પ્રથા શરૂ થઈ હોય એવું લાગે છે. શાંતિસ્નાત્રાદિ વિશિષ્ટ વિધાનોમાં તો અલગથી જ અષ્ટમંગલ-પટ્ટના પૂજનની વિધિ થાય છે.
પ્રશ્ન-૩ - વિહારાદિ સ્થળોમાં કે અન્યત્ર ક્યાંય પણ નવો ઉપાશ્રય બંધાવવો હોય કે જૂના ઉપાશ્રયનો જિર્ણોદ્ધાર કરવો હોય, તો સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતાના પૈસામાંથી કરી શકાય કે નહિ ?
ઉત્તર-૩ - સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતાના પૈસામાંથી ઉપાશ્રય બાંધી શકાય નહિ. સાધુ-સાધ્વી નિમિત્તે બનેલા ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીજી ઉતરી શકે નહિ અને શ્રાવક-શ્રાવિકા પણ તેમાં ધર્મક્રિયા કરી શકે નહિ. જે ઉપાશ્રયો શ્રાવકશ્રાવિકા નિમિત્તે બન્યા હોય, તેમાં જ શ્રાવક-શ્રાવિકા ધર્મક્રિયા કરી શકે અને તેવા શ્રાવક-શ્રાવિકા માટે બનેલા ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીજી મહારાજ ઉતરી શકે. એટલે શ્રાવક-શ્રાવિકા નિમિત્તે બનતા ઉપાશ્રયમાં સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતાના પૈસા વાપરી શકાય નહિ. જો વાપરવામાં આવે, તો શ્રાવકશ્રાવિકાને સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતાના દ્રવ્યના ઉપભોગનો દોષ લાગે. વિહારાદિ સ્થળોમાં બંધાતા ઉપાશ્રયોમાં પણ સાધુ-સાધ્વી ખાતાના પૈસા વાપરી શકાય નહિ. કારણ કે, તે ઉપાશ્રયમાં પણ વંદનાદિ અર્થે આવતા શ્રાવકો તેમજ સાધુ-સાધ્વી સાથે વિહારાદિમાં રહેલ મુમુક્ષુઓ વગેરે ઉતરતા હોય છે, નાની-મોટી ધર્મારાધના કરતા હોય છે. આથી તેમને સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતાના દ્રવ્યના ઉપભોગનું પાપ લાગે.
શાસ્ત્રીય મર્યાદા મુજબ સામાન્યપણે ઉપરના ક્ષેત્રનું દ્રવ્ય નીચેના ક્ષેત્રમાં ન જઈ શકે. સાધુ-સાધ્વી ખાતુ ઉપરનું ક્ષેત્ર છે, જ્યારે ઉપાશ્રય શ્રાવકશ્રાવિકા ખાતામાં ગણાય અને શ્રાવક-શ્રાવિકા ખાતુ એ નીચેનું ક્ષેત્ર છે. આ દૃષ્ટિએ વિચારતાં પણ સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતાના પૈસાથી ઉપાશ્રય બનાવવામાં આવે, તો તેમાં ઉપરના સાધુ-સાધ્વી ક્ષેત્રના પૈસા નીચેના શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રમાં વાપરવાનો દોષ લાગે. માટે સાધુ-સાધ્વી વૈયાવચ્ચના પૈસામાંથી કોઈ પણ સ્થળે ઉપાશ્રય બાંધી શકાય નહિ. ઉપાશ્રયનો જિર્ણોદ્ધાર ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૫૩